________________
દેશવિરતિ સકલદ્રવ્યપર્યાય વિષયક નથી (નિ. ૮૩૦)
प्रर्यायाः सर्वे विषयाः, श्रुतस्याभिलाप्यविषयत्वाद्, द्रव्यस्य चाभिलाप्यानभिलाप्यपर्याययुक्तत्वात्, चारित्रस्यापि 'पढमंमि सव्वजीवा' इत्यादिना सर्वद्रव्यासर्वपर्यायविषयतायाः प्रतिपादितत्वात्, देशविरतिं प्रतीत्य द्वयोरपि सकलद्रव्यपर्याययोः प्रतिषेधनं कुर्यात्, न सर्वद्रव्यविषयं नापि सर्व पर्यायविषयं देशविरतिसामायिकमिति भावना । आह-अयं सामायिकविषयः किंद्वारे प्ररूपित एवेति किं पुनरभिधानम् ?, उच्यते, किं तदिति तत्र सामायिकं जातिमात्रमुक्तं, विषयविषयिणोरभेदेन, इह पुनः सामायिकस्य किंद्वार एव द्रव्यत्वगुणत्वनिरूपितस्य ज्ञेयभावेन विषयाभिधानमिति, आह
5
च भाष्यकार:
किं तन्ति जातिभावेण तत्थ इह णेयभावतोऽभिहितं । इह विसयविसयिभेदो तत्थाभेदोवयारो त्ति ||१|| "
૨૬૩
થાર્થ: ૫૮૩૦૫
અને ચારિત્ર સામાયિકમાં સર્વપર્યાયો વિષય બનતા નથી, કારણ કે દ્રવ્ય એ અભિલાપ્ય અને અનભિલાપ્ય બંને પર્યાયોથી યુક્ત છે અને શ્રુતના તો માત્ર અભિલાપ્યપર્યાયો જ વિષય બન્ને છે. (અનભિલાપ્યપર્યાયો વિષય બનતા નથી) માટે શ્રુતમાં સર્વપર્યાયો વિષય બનતા નથી.
ચારિત્રના પણ ‘‘પદમંમિ સવ્વનીવા...... (ગા. ૭૯૧) વગેરે ગાથામાં સર્વદ્રવ્ય અને અસર્વપર્યાયો જ વિષય તરીકે પ્રતિપાદન કર્યા છે. તેથી ચારિત્રમાં પણ સર્વપર્યાયો વિષય બનતા નથી. 15 દેશવિરતિને આશ્રયી બંનેનો એટલે કે સર્વદ્રવ્ય અને સર્વપર્યાયોનો પ્રતિષેધ કરાય છે, અર્થાત્ દેશવિરતિસામાયિકમાં સર્વદ્રવ્યો કે સર્વપર્યાયો વિષય બનતા નથી.
શંકા : આ સામાયિકનો વિષય ‘કિં” દ્વારમાં (ગા. ૭૯૧માં) કહી દીધો છે, તો શા માટે અહીં પુનઃ કહો છો ?
10
''
સમાધાન : સામાયિક શું છે ? એ પ્રમાણેના દ્વારમાં પૂર્વે સામાયિક વિષય—વિષયીના 20 અભેદવડે જાતિમાત્રથી કહ્યું હતું. (આશય એ છે કે – પૂર્વે શિષ્યે સામાયિક શું છે ? એ પ્રમાણે સામાયિકજાતિના સ્વરૂપને જાણવા પ્રશ્ન કર્યો હતો. તેથી ત્યાં આચાર્યે કહ્યું કે આત્મા એ સામાયિક છે, પણ ત્યાં સામાયિકનો વિષય પૂછાયો નહોતો, છતાં આચાર્યે વિષય અને વિષયીનો અભેદ કરી ‘‘પદમ સવ્વનીવા.. વગેરે શ્લોકોવડે વિષય પણ જણાવ્યો હતો. તેથી ફલિતાર્થ એ જ કે પૂર્વે વિષય અને વિષયીનો અભેદ કરી આચાર્યે સામાયિકરૂપ જાતિનું જ સ્વરૂપ કહ્યું 25 હતું.) જ્યારે અહીં તો ચિંદ્વારમાં જ દ્રવ્યત્વ અને ગુણત્વરૂપે નિરૂપિત કરેલ સામાયિકના વિષયનું શેયભાવથી કથન કરેલ છે. (અર્થાત્ સામાયિકનો વિષય શું છે ? એ પ્રમાણે જ્ઞેયભાવથી વિષય જાણવા માટેનો પ્રશ્ન પૂછાતા આચાર્યે વિષયનું કથન કર્યું છે.) આ જ વાત ભાષ્યકાર જણાવે છે કે – “ સામાયિક શું છે ? એ પ્રમાણેના દ્વારમાં ત્યાં (સામાયિક) જાતિભાવે કહ્યું છે અને અહીં જ્ઞેયભાવે કહ્યું છે. અહીં વિષય અને વિષયીનો ભેદ છે, ત્યાં અભેદનો ઉપચાર છે. 30 વિ.આ.ભા. ૨૭૬૦|| ||૮૩૦॥
६२. किं तदिति (द्वारे) जातिभावेन तत्रेह ज्ञेयभावतोऽभिहितम् । अत्र विपयविषयिभेदः તદ્નામેોપચાર: કૃતિ "શા''