________________
ઊર્ધ્વલોકાદિક્ષેત્રને આશ્રયી સમ્યક્ત્વાદિસામાયિકના લાભાદિ (નિ. ૮૦૮)
૨૨૭
महाविदेहाधोलौकिकग्रामेषु नरकेषु च ये प्रतिपद्यन्ते, एवं तिर्यग्लोकेऽपीति, 'विरई मणुस्सलोगे' त्ति विरतिशब्देन सर्वविरतिसामायिकं गृह्यते तच्च लाभापेक्षया मनुष्यलोक एव भवति, नान्यत्र, मनुष्या एवास्य प्रतिपत्तार इति भावना, क्षेत्रनियमं तु विशिष्टश्रुतविदो विदन्ति, 'विरयाविरई य तिरिएसुं' ति विरताविरतिश्च देशविरतिसामायिकलक्षणा लाभविचारे तिर्यक्षु भवति, मनुष्येषु च પુર્ત્તિત્ ॥
5
पुव्वपडिवन्नगा पुण तीसुवि लोएसु निअमओ तिन्हं । चरणस्स दोसु निअमा भयणिज्जा उडलोगंमि ॥८८॥ व्याख्या : पूर्वप्रतिपन्नकास्तु त्रयाणां नियमेन त्रिष्वपि लोकेषु विद्यन्ते, चारित्रसामायिकं त्वधोलोकतिर्यग्लोकयोरेव ऊर्ध्वलोके तु भाज्या इत्यलं प्रसङ्गेनेति गाथार्थः ॥ द्वारं ॥ साम्प्रतं दिग्द्वारावयवार्थाभिधित्सया दिक्स्वरूपप्रतिपादनायाह
લોકો
પરિણમે છે. આ જ રીતે મહાવિદેહના અધોલૌકિકગ્રામો અને નરકોરૂપ અધોલોકમાં સમ્યક્ત્વ પામે છે તેઓનું તથા એ જ પ્રમાણે તિર્યંગ્લોકમાં પણ જે લોકો સમ્યક્ત્વને પામે છે તેઓનું શ્રુત–અજ્ઞાન સમ્યક્શ્રુત રૂપે પરિણમે છે.
“વિરતિ મનુષ્યલોકમાં” અહીં વિરતિશબ્દથી સર્વવિરતિસામાયિક જાણવું અને તે લાભની અપેક્ષાએ મનુષ્યલોકમાં જ પ્રાપ્ત થાય છે, અન્યત્ર નહીં, અર્થાત્ મનુષ્યો જ આ સર્વવિરતિ- 15 સામાયિકને પ્રાપ્ત કરનારા હોય છે. (જોકે મનુષ્યલોક (=અઢીદ્વીપ સમુદ્રરૂપ)માંથી દેવના અપહરણને કારણે બહાર નીકળેલા મનુષ્યને નંદીશ્વરાદિદ્વીપમાં રહેલ પ્રતિમાદિના દર્શનથી નંદીશ્વર-દ્વીપમાં પણ સર્વવિરતિની પ્રાપ્તિ સંભવી શકે છે. છતાં અહીં મનુષ્યલોકમાં (અઢીદ્વીપમાં) જ સર્વવિરતિની પ્રાપ્તિ નિર્યુક્તિકારે જણાવી છે. આ રીતે) મનુષ્યલોક જેટલા જ ક્ષેત્રનો નિયમ કરવા પાછળનું કારણ વિશિષ્ટ શ્રુતજ્ઞાનીઓ જ જાણે છે. દેશવિરતિસામાયિકરૂપ વિરતાવિરતિની 20 પ્રાપ્તિનો વિચાર કરતાં તે કેટલાક મનુષ્ય-તિર્યંચોને થાય છે. II૮૦૭।।
(અવતરણિકા : આ રીતે વર્તમાન વિવક્ષિતસમયે સામાયિકની પ્રાપ્તિને આશ્રયી કહ્યું. હવે પૂર્વે પામેલાઓને આશ્રયી જણાવે છે :)
ગાથાર્થ : ગાથાર્થ ટીકાર્થ પ્રમાણે જાણવો.
10
ટીકાર્થ : ત્રણે સામાયિકના (અર્થાત્ સમ્યક્ત્વ, શ્રુત અને દેશવિરતિરૂપ સામાયિકના) પૂર્વે 25 પામેલા જીવો નિયમથી ત્રણે લોકમાં હોય છે. જ્યારે સર્વવિરતિસામાયિક અધોલોક અને તિÁલોકમાં નિયમથી હોય છે, ઊર્ધ્વલોકમાં ભજના જાણવી. (અર્થાત્ ક્યારેક હોય, ક્યારેક ન હોય) ક્ષેત્રદ્વાર પૂર્ણ થયું. ૮૦૮
અવતરણિકા ઃ હવે ‘દિશા' એ અવયવનો અર્થ કહેવાની ઇચ્છાથી દિશાનું સ્વરૂપ પ્રતિપાદન કરવા માટે કહે છે
30