________________
આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ–૩)
વ્યાપ્યા : भवसिद्धिको भव्योऽभिधीयते भवसिद्धिकस्तु जीवः प्रतिपद्यते 'चतुर्णां' सम्यक्त्वसामायिकादीनाम् ' अन्यतरत्' एकं द्वे त्रीणि सर्वाणि वा, व्यवहारनयापेक्षयेत्थं प्रतिपाद्यते, न तु निश्चयतः केवलसम्यक्त्वसामायिकसम्भवोऽस्ति, श्रुतसामायिकानुगतत्वात् तस्य, एवं संज्ञ्यपि, यत आह-संन्नि पडिवज्जे, पूर्वप्रतिपन्नकस्तु भव्यसंज्ञिषु विद्यत एव, प्रतिषेधः पुनरसंज्ञिनि 5 मिश्रकेऽभव्ये च, इदमत्र हृदयम् - अन्यतमसामायिकस्य प्रतिपद्यमानकान् प्राक्प्रतिपन्नान् वाऽऽश्रित्य प्रतिषेधः असंज्ञिनि 'मिश्रके' सिद्धे, यतोऽसौ न संज्ञी नाप्यसंज्ञी न भव्यो नाप्यभव्यः अतो मिश्रः, अभव्ये च, पुनःशब्दस्तु पूर्वप्रतिपन्नोऽसंज्ञी सास्वादनो जन्मनि सम्भवतीति विशेषणार्थः, संज्ञी प्रतिपद्यत इति व्याख्यातमेवेति गाथार्थः ॥ ८१३ ॥ गतं द्वारद्वयम् ॥
૨૩૬
10
उच्छ्वासदृष्टिद्वारद्वयाभिधित्सयाऽऽह
ऊसासग णीसासग मीसग पडिसेह दुविह पडिवण्णो ।
दिट्ठीड़ दो या खलु ववहारो निच्छओ चेव ॥ ८१४॥ दारं
व्याख्या : उच्छसितीति उच्छ्वासकः, निःश्वसितीति निःश्वासकः, आनापानपर्याप्तिपरिनिष्पन्न ટીકાર્થ : ભવમાં સિદ્ધિ જેની હોય તે ભવ્ય કહેવાય છે. આવો ભવસિદ્ધિક જીવ સમ્યક્ત્વાદિ ચાર સામાયિકોમાંથી એક, બે, ત્રણ, અથવા બધા સામાયિકોને સ્વીકારે છે. (અહીં એક સામાયિક 15 પ્રાપ્ત કરે એમ જે કહ્યું તે) વ્યવહા૨નયથી જાણવું. નિશ્ચયનયથી માત્ર એકલા સમ્યક્ત્વસામાયિકની પ્રાપ્તિ સંભવતી નથી કારણ કે સમ્યક્ત્વસામાયિક અને શ્રુતસામાયિક આ બંને સાથે જ હોય છે. આ પ્રમાણે સંજ્ઞી પણ ચારમાંથી એક—બે–ત્રણ અથવા ચાર સામાયિકને સ્વીકારે છે. (આવું ક્યાંથી જાણ્યું કે સંશી પણ ભવસિદ્ધિકની જેમ સ્વીકારે ? તેનો ઉત્તર આપે છે કે) આ ગાથામાં જ કહ્યું છે કે—“સંશી સ્વીકારે.' (આ ઉપરથી જણાય છે કે સંશી પણ ભવસિદ્ધિકની જેમ સ્વીકારે.) 20 પૂર્વપ્રતિપન્ન જીવો ભવ્ય અને સંશીમાં હોય જ છે.
અસંશી, મિશ્રક અને અભવ્યમાં પ્રતિષેધ જાણવો, અર્થાત્ અસંજ્ઞી, સિદ્ધ અને અભવ્ય જીવોમાં ચારમાંથી કોઈપણ સામાયિકના પ્રતિપઘમાનક કે પૂર્વપ્રતિપક્ષ હોતા નથી. અહીં સિદ્ધ એ સંજ્ઞી નથી કે અસંજ્ઞી નથી, ભવ્ય નથી કે અભવ્ય નથી તેથી મિશ્ર તરીકે સિદ્ધ ગ્રહણ કર્યા છે. ‘‘પુન:” શબ્દ વિશેષ અર્થને જણાવનાર છે તે વિશેષ અર્થ આ પ્રમાણે છે કે—“અસંશી 25 (વિકલેન્દ્રિયાદિ) જીવ સાસ્વાદનસમ્યક્ત્વને આશ્રયી જન્મકાળે સમ્યક્ત્વ-શ્રુતસામાયિકનો પૂર્વપ્રતિપન્ન સંભવે છે. ‘સંજ્ઞી સ્વીકારે છે” આ પદનું પહેલા જ વ્યાખ્યાન કરી દીધું છે. II૮૧૩।।
અવતરણિકા : હવે ઉચ્છ્વાસ અને દિષ્ટ આ બે દ્વારને કહેવાની ઇચ્છાથી કહે છે → ગાથાર્થ : ઉચ્છ્વાસક, નિઃશ્વાસક (આ બંને ચારે સામાયિકના પ્રતિપદ્યમાનક સંભવે છે.) મિશ્રક બે પ્રકારના સામાયિકનો પૂર્વપ્રતિપન્ન હોય છે. દૃષ્ટિની વિચારણામાં બે નય છે વ્યવહાર 30 અને નિશ્ચય.
ટીકાર્થ : જે શ્વાસ લે તે ઉચ્છ્વાસક, જે શ્વાસ મૂકે તે નિઃશ્વાસક, અર્થાત્ શ્વાસોચ્છ્વાસની