________________
૨૧૬ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩)
दव्वप्पभवा य गुणा ण गुणप्पभवाइं दव्वाइं ॥७९३॥ . व्याख्या : उत्पद्यन्ते व्ययन्ते च, अनेनोत्पादव्ययरूपेण परिणमन्ति च गुणाः, चशब्द एवकारार्थः स चावधारणे, तस्य चैवं प्रयोगः-गुणा एव न द्रव्याण्युत्पादव्ययरूपेण परिणमन्तीति,
अतस्त एव सन्ति उत्पादव्ययपरिणामत्वात्, पत्रनीलतारक्ततादिवत्, तदतिरिक्तस्तु गुणी नास्त्येव, 5 उत्पादव्ययपरिणामरहितत्वाद्, वान्धेयादिवत्, किञ्च 'दव्वप्पभवा य गुणा न' द्रव्यात् प्रभवो येषां
ते द्रव्यप्रभवाः, चशब्दो युक्त्यन्तरसमुच्चये, गुणा न भवन्ति, तथा गुणप्रभवाणि द्रव्याणि, नैवेति वर्तते, अतो न कारणत्वं नापि कार्यत्वं द्रव्याणामित्यभावः, सतः कार्यकारणरूपत्वात्, अथवा द्रव्यप्रभवाश्च गुणा न, किन्तु गुणप्रभवाणि द्रव्याणि, प्रतीत्यसमुत्पादोपजातगुणसमुदये द्रव्योपचारात्,
तस्माद् गुणः सामायिकमिति गाथार्थः ॥ 10 ગુણો દ્રવ્યમાંથી ઉત્પન્ન થતાં નથી કે દ્રવ્યો ગુણમાંથી ઉત્પન્ન થતાં નથી.
ટીકાર્થ ઃ ઉત્પન્ન થાય છે, નાશ પામે છે અને આ ઉત્પાદ–નાશરૂપે ગુણ પરિણામ પામે છે. “વ” શબ્દ એવકાર અર્થવાળો છે અને તે એવકાર જકારના અર્થમાં છે. તેનો આ પ્રમાણે પ્રયોગ કરવો -- ગુણો જ ઉત્પાદ-વ્યયરૂપે પરિણામ પામે છે દ્રવ્યો નહીં. આથી ઉત્પાદ–વ્યયરૂપ
પરિણામવાળા હોવાથી ગુણો જ વિદ્યમાન છે પણ દ્રવ્ય નહીં. જેમ કે, પાંદડામાં રહેલ લીલો 15 રંગ લાલ બને છે ત્યારે લાલ રંગ ઉત્પન્ન થાય છે, લીલો રંગ નાશ પામે છે. અહીં રંગરૂપ ગુણ
પરિણામ પામે છે, પણ પાંદડારૂપ દ્રવ્ય પરિણામ પામતું નથી. ગુણથી જુદા ગુણી છે જ નહીં, કારણ કે તે ગુણી ઉત્પાદ–વ્યયરૂપ પરિણામથી રહિત છે. જેમ કે, વધ્યાનો પુત્ર ઉત્પાદ–વ્યયરૂપ પરિણામથી રહિત હોવાથી અસત છે તેમ અહીં પણ જાણવું.
વળી, દ્રવ્યમાંથી ઉત્પત્તિ છે જેની એવા (જે હોય) તે દ્રવ્યપ્રભવ કહેવાય. ગુણો આવા 20 નથી. (અર્થાત્ દ્રવ્યમાંથી ગુણો ઉત્પન્ન થતાં નથી.) “વ” શબ્દ આ બીજી યુક્તિ દેખાડે છે.
તથા દ્રવ્યો ગુણમાંથી ઉત્પન્ન થતાં નથી માટે દ્રવ્યો કારણ બનતા નથી કે કાર્ય પણ નથી તેથી તેઓનો અભાવ જ છે, કારણ કે જે વસ્તુ વિદ્યમાન હોય તે કાં તો કાર્યરૂપ હોય કાં તો કારણરૂપ હોય. (દ્રવ્ય એ બેમાંથી એકે રૂપે નથી માટે તે નથી.)
અથવા ગુણો દ્રવ્યમાંથી ઉત્પન્ન થતાં નથી પરંતુ ગુણોમાંથી દ્રવ્ય ઉત્પન્ન થાય છે, કારણ 25 કે પ્રતીત્યસમુપાદથી થયેલા ગુણોના સમુદાયમાં દ્રવ્યનો ઉપચાર થાય છે. (પ્રતીત્યસમુદ્રપાદ એટલે
આશ્રયીને ઉત્પન્ન થવું. કપાલને આશ્રયીને ઘટમાં જે ગુણો ઉત્પન્ન થાય છે તે પ્રતીત્યસમુપાદથી થયેલા ગુણો કહેવાય છે, અર્થાત્ કપાલમાં જે ગુણો છે તેવા ગુણો ઘટમાં ઉત્પન્ન થાય છે. આ ગુણો પ્રતીત્યસમુત્પાદથી થયેલા ગુણો કહેવાય છે. આવા ગુણોના સમુદાયમાં જ “ઘટ” એ પ્રમાણે
દ્રવ્યનો ઉપચાર થાય છે. વાસ્તવમાં તો આ ગુણો જ છે. અથવા પ્રતીત્યસમુત્પાદ એટલે એક– 30 એક ઉત્પાદ. ઘટમાં આકાર, શીતળતા, જળધારણતા, વિગેરે જે ગુણો ઉત્પન્ન થાય છે. તેનો
સમુદાય એ પ્રતીત્યસમુત્પાદથી થયેલા એટલે કે એક–એક ઉત્પત્તિથી થયેલા ગુણોનો સમુદાય કહેવાય છે. આવા સમુદાયમાં દ્રવ્યનો ઉપચાર થતો હોવાથી દ્રવ્યો એ ગુણોથી ઉત્પન્ન થાય છે.)