________________
ચારિત્ર-સામાયિક સર્વદ્રવ્યવિષયક છે (નિ. ૭૯૧) ન ૨૧૩ साम्प्रतं यदुक्तम् 'तं खलु पच्चक्खाणं आवाए सव्वदव्वाणं 'ति, तत्र साक्षान्महाव्रतरूपं चारित्रसामायिकमधिकृत्य सर्वद्रव्यविषयतामस्योपदर्शयन्नाह
पढमंमि सव्वजीवा बिइए चरिमे य सव्वदव्वाइं । सेसा महव्वया खलु तदेक्कदेसेण दव्वाणं ॥ ७९१॥
5
બાંધ્યા: 'प्रथमे' प्राणातिपातनिवृत्तिरूपे व्रते विषयद्वारेण चिन्त्यमाने 'सर्वजीवाः ' सस्थावरसूक्ष्मेतरभेदा विषयत्वेन द्रष्टव्याः, तदनुपालनरूपत्वात् तस्येति, तथा 'द्वितीये' मृषावादनिवृत्तिरूपे 'चरिमे च' परिग्रहनिवृत्तिरूपे सर्वद्रव्याणि विषयत्वेन द्रष्टव्यानि, कथम् ?, नास्ति पञ्चास्तिकायात्मको लोक इति मृषावादस्य सर्वद्रव्यविषयत्वात्, तन्निवृत्तिरूपत्वाच्च द्वितीयव्रतस्य, तथा मूर्च्छाद्वारेण परिग्रहस्यापि सर्वद्रव्यविषयत्वाच्चरमव्रतस्य च तन्निवृत्तिरूपत्वादशेषद्रव्यविषयतेति पूर्वार्द्धभावना । 'सेसा महव्वया खलु तदेक्कदेसेण दव्वाणं' ति शेषाणि 10 महाव्रतानि, खल्वित्यवधारणार्थः, तस्य च व्यवहितः सम्बन्धः, तेषामेकदेशस्तदेकदेशस्तेन
અવતરણિકા : હવે પૂર્વે જે કહ્યું હતું – “સર્વદ્રવ્યોના સમુદાયમાં તે પચ્ચક્ખાણ થાય છે.” તેમાં સાક્ષાત્ મહાવ્રતરૂપ ચારિત્રસામાયિકને આશ્રયી સર્વદ્રવ્યો સામાયિકનો વિષય બને છે તે દેખાડતા કહે છે — (અર્થાત્ સર્વદ્રવ્યો સમ્યક્ત્વથી શ્રદ્ધેય, જ્ઞાનથી જ્ઞેય છે, એ તો સ્પષ્ટ છે, પણ ચારિત્રનો વિષય શી રીતે બને ? તે બતાવે છે)
ગાથાર્થ : પ્રથમવ્રતમાં સર્વ જીવો, બીજા અને પાંચમા વ્રતમાં સર્વદ્રવ્યો (વિષય તરીકે જાણવા.) શેષ મહાવ્રતોમાં દ્રવ્યોનો એક દેશ (વિષય બને છે.)
15
ટીકાર્થ : પ્રાણાતિપાતની નિવૃત્તિરૂપ પ્રથમવ્રત વિષયને આશ્રયી વિચારતા ત્રસ-સ્થાવર, સૂક્ષ્મ—બાદરના ભેદવાળા સર્વ જીવો વિષય તરીકે જાણવા યોગ્ય છે, કારણ કે પ્રાણિતિપાતની નિવૃત્તિરૂપ પ્રથમ વ્રત સર્વજીવોની રક્ષા(અનુપાલન)રૂપ છે. તથા મૃષાવાદની નિવૃત્તિરૂપ બીજા 20 મહાવ્રતમાં અને પરિગ્રહની નિવૃત્તિરૂપ પાંચમા મહાવ્રતમાં સર્વદ્રવ્યો વિષય તરીકે જાણવા. કેવી રીતે સર્વદ્રવ્યો વિષય તરીકે બને? તે કહે છે – “પંચાસ્તિકાયાત્મક લોક નથી’ એ પ્રમાણે સર્વદ્રવ્યો મૃષાવાદના વિષય બને છે. (મૃષાવાસ્ય સર્વદ્રવ્યવિષયાત્ – અહીં સર્વદ્રવ્ય એ છે વિષય જેનો એવો મૃષાવાદ એ પ્રમાણે સમાસ જાણવો.) અને બીજું વ્રત સર્વદ્રવ્યવિષયકમૃષાવાદની નિવૃત્તિરૂપ હોવાથી બીજાવ્રતના સર્વદ્રવ્યો વિષય બને છે. તથા મૃńદ્વારા પરિગ્રહ પણ સર્વદ્રવ્યવિષયક હોવાથી 25 અને પાંચમું વ્રત પરિગ્રહની નિવૃત્તિરૂપ હોવાથી પાંચમા વ્રતના વિષય તરીકે સર્વદ્રવ્યો છે. આ પ્રમાણે શ્લોકના પૂર્વાર્ધનો ભાવાર્થ જાણવો.
શેષ મહાવ્રતો દ્રવ્યોના એકદેશવડે થાય છે. (અર્થાત્ દ્રવ્યોનો એક દેશ જ શેષ મહાવ્રતોનો વિષય બને છે.) ‘વસ્તુ' શબ્દ જકાર અર્થવાળો છે અને તેનો વ્યવહિત સંબંધ છે. (અર્થાત્ મૂળગાથામાં જ્યાં છે ત્યાંથી ઉઠાવી ‘“તવે વેસેળ' શબ્દ પછી જોડવાનો છે. હવે “તવેલ રેસ” શબ્દનો 30