________________
૨૧૨ જ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) श्रद्धेयज्ञेयक्रियोपयोगित्वात् सर्वद्रव्याणामिति । आह - किं सामायिकमिति स्वरूपप्रश्ने प्रस्तुते सति विषयनिरूपणमस्यान्याय्यम्, अप्रस्तुतत्वाद्, बाह्यशास्त्रवत्, उच्यते, अप्रस्तुतत्वादित्यसिद्ध, तथाहि-सामायिकस्य विषयनिरूपणं प्रस्तुतमेव, सामायिकस्याङ्गभूतत्वात्, सामायिकस्वात्मवदित्यलं
विस्तरेण, इति गाथार्थः ॥ तत्र यदुक्तम् ‘आत्मा खलु सामायिक' मिति, तत्र यथाभूतोऽसौ 5 સામયિવં તથા મૂત-મધફુરદ્દિ મૂત્રમાર્ગાર:
सावज्जजोगविरओ तिगुत्तो छसु संजओ ।
૩વો નયમો માથા સામાફિયં ટોર્ડ ૨૪૨ા (મૂ૦૦) व्याख्या : सावद्ययोगविरतः अवद्यं मिथ्यात्वकषायनोकषायलक्षणं सहावद्येन सावद्यो योगस्तद्विरत:-तद्विनिवृत्तः, त्रिभिः-मनोवाक्कायैर्गुप्तः षट्सु-जीवनिकायेषु संयत्तः-प्रयत्नवान्, 10 तथाऽवश्यंकर्तव्येषु योगेषु सदोपयुक्तः, यतमानश्च तेष्वेवासेवनया, इत्थम्भूत एवात्मा सामायिकं
भवतीति गाथार्थः ॥ શ્રુતસામાયિકથી સર્વદ્રવ્યોનું જ્ઞાન કરવા યોગ્ય છે અને ચારિત્રસામાયિકથી સર્વદ્રવ્યો યથાયોગ્ય પ્રવૃત્તિ-નિવૃત્તિની ક્રિયાને યોગ્ય છે. આ રીતે) શ્રદ્ધા-જ્ઞાન અને ક્રિયામાં ઉપયોગી હોવાથી સર્વદ્રવ્યો
સામાયિકનો વિષય બને છે અને તેથી સર્વદ્રવ્યોના સંબંધમાં પચ્ચખાણ ઉત્પન્ન થાય છે. 15 શંકા : સામાયિક શું છે ? એ પ્રમાણે સામાયિકના સ્વરૂપનો પ્રશ્ન પ્રસ્તુત છે અને તેમ
છતાં તેમાં તમે સામાયિકના વિષયનું નિરૂપણ કરો છો તે બાહ્યશાસ્ત્રની જેમ અપ્રસ્તુત હોવાથી યોગ્ય નથી.
સમાધાનઃ વિષયનું નિરૂપણ અપ્રસ્તુત છે એ વાત સિદ્ધ થતી નથી, કારણ કે સામાયિકના સ્વરૂપની જેમ વિષયનું નિરૂપણ પણ સામાયિકનું અંગ હોવાથી પ્રસ્તુત જ છે. માટે વધુ ચર્ચાથી 20 સર્યું. l૭૯oll
અવતરણિકા : પૂર્વે જે કહ્યું – “આત્મા સામાયિક છે.” તેમાં જેવા પ્રકારનો આત્મા સામાયિકરૂપ છે તેવા પ્રકારના આત્માને કહેવાની ઇચ્છાવાળા મૂળભાષ્યકાર કહે છે કે
ગાથાર્થ : સાવદ્યયોગથી વિરત, ત્રિગુપ્ત, ષ જીવનિકાયમાં પ્રયત્નવાળો, (અવશ્યકર્તવ્ય યોગોમાં) ઉપયોગવાળો (અને તે યોગોમાં જ) પ્રયત્નવાળો એવો આત્મા સામાયિક છે.
ટીકાર્થ: “સાવદ્યયોગવિરત” અહીં મિથ્યાત્વકષાય – અને નોકષાયરૂપ અવદ્ય જાણવું. અવદ્ય (પાપ) સાથે જે હોય તે સાવદ્ય, સાવદ્ય એવો જે યોગ તે સાવદ્યયોગ, તેનાથી વિરત એટલે કે તેનાથી અટકેલો જે હોય તે સાવદ્યયોગવિરત કહેવાય, મન-વચન અને કાયારૂપ ત્રણવડે ગુપ્ત, ષજીવનિકાયમાં સંયત એટલે કે પ્રયત્નવાળો, (અર્થાત્ ષજીવનિકાયની રક્ષાના
પ્રયત્નવાળો) તથા અવશ્યકર્તવ્ય યોગોમાં સદા ઉપયુક્ત અને તે યોગોમાં જ યોગોને સેવવાવડે 30 યત્નવાળો, આવા પ્રકારનો આત્મા જ સામાયિક છે. ૧૪મા
25