________________
આત્મા સામાયિક છે (નિ. ૭૯૦)
आया खलु सामइयं पच्चक्खायंतओ हवइ आया । तं खलु पच्चक्खाणं आवाए सव्वदव्वाणं ॥ ७९० ॥ વ્યાવ્યા : ‘આત્મા' નીવ: વત્તુશજોડવધારો, ગર્ભવ—ઝીવ વ સામાયિમિત્યजीवादिपूर्वोक्त विकल्पव्यवच्छेदः, 'पच्चक्खायंतओ हवइ आय' त्ति स च प्रत्याचक्षाण:- प्रत्याख्यानं कुर्वन् 'क्रियमाणं कृत' मिति क्रियाकालनिष्ठाकालयोरभेदाद् वर्तमानस्यैवातीतापत्तेः 5 कृतप्रत्याख्यानोऽपि गृह्यते स एव च परमार्थत आत्मा, श्रद्धानज्ञानसावद्यनिवृत्तिस्वस्वभावावस्थितत्वात् शेषः संसारी पुनरात्मैव न भवति, प्रचुरघातिकर्मभिस्तस्य स्वाभाविकगुणतिरस्करणात्, अतो द्वितीयाऽऽत्मग्रहणं, 'तं खलु पच्चक्खाणं' ति खलुशब्दः सामायिकस्य जीवपरिणतित्वज्ञापनार्थः, तत् प्रत्याख्यानं जीवपरिणतिरूपत्वाद्विषयमधिकृत्य 'आवाए सव्वदव्वाणं' ति सर्वद्रव्याणामापाते - आभिमुख्येन समवाये, निष्पद्यते इति वाक्यशेषः, तस्य 10 ગાથાર્થ : આત્મા એ સામાયિક છે. પચ્ચક્ખાણ કરતો આત્મા જ આત્મા છે. તે પચ્ચક્ખાણ સર્વદ્રવ્યોના આપાતમાં થાય છે.
૨૧૧
ww
ટીકાર્થ : ‘આત્મા’ એટલે કે જીવ, અહીં ‘વસ્તુ' શબ્દ જકાર અર્થમાં છે તેથી જીવ જ સામાયિક છે. આવું કહેવા દ્વારા, અજીવાદિ ઉપરોક્ત વિકલ્પો દૂર થયેલા જાણવા. (શું સામાન્યથી બધા જીવ સામાયિક કહેવાય ? આવી શંકાને દૂર કરવા કહે છે) પ્રત્યાખ્યાનને કરતો એવો જ 15 આત્મા પરમાર્થથી આત્મા જાણવો કારણ કે, પ્રત્યાખ્યાનના પરિણામમાં વર્તતો જીવ જ દર્શનજ્ઞાન અને ચારિત્રરૂપ પોતાના સ્વભાવમાં રહેલો છે. જ્યારે શેષ સંસારી જીવ એ આત્મા જ નથી કારણ કે પ્રચુર એવા ઘાતિકર્મો વડે સંસારી આત્માનો સ્વાભાવિક ગુણ ઢંકાયેલો છે. આથી જ (બધા જ જીવ નહીં પણ વિશેષ પ્રકારના જીવો જ સામાયિક તરીકે ગ્રહણ કરવાના હોવાથી જ) બીજીવાર “આત્મા'' શબ્દનું ગ્રહણ કર્યું છે.
અહીં “પ્રત્યાખ્યાન કરતો’” શબ્દથી ‘“યિમાં તેં" ન્યાયે ક્રિયાકાળ અને નિષ્ઠાકાળનો અભેદ હોવાથી વર્તમાનકાળ ભૂતકાળરૂપે બનતો હોવાથી “પ્રત્યાખ્યાન કરતો" શબ્દથી) પચ્ચક્ખાણ જેણે કરી લીધું છે એવો આત્મા પણ ગ્રહણ કરાય છે. (ટૂંકમાં ભૂતકાળમાં જેણે પ્રત્યાખ્યાન કર્યું છે અને હજુ પ્રત્યાખ્યાનમાં તે જીવ વર્તી રહ્યો છે તેવો તથા વર્તમાનમાં પ્રત્યાખ્યાન કરતો જીવ જ આત્મા કહેવાય છે અને આવો આત્મા જ સામાયિક છે.)
20
25
‘“તું હતુ પવવાળ’” અહીં “વસ્તુ” શબ્દ સામાયિક એ જીવની પરિણતિરૂપ છે એવું જણાવવા માટે છે.(અહીં સામાયિક તરીકે સર્વસાવઘનું પચ્ચક્ખાણ જાણવું.) તે પ્રત્યાખ્યાન જીવની પરિણતિરૂપ હોવાથી વિષયને આશ્રયીને સર્વદ્રવ્યોના આપાતમાં એટલે અભિમુખતાએ સમુદાયમાં થાય છે અર્થાત્ તેનો વિષય સર્વદ્રવ્યો છે. (શંકા : સર્વદ્રવ્યો શા માટે સામાયિકના વિષય બને છે ? તે કહે છે—) તે પચ્ચક્ખાણવાળા જીવને સર્વદ્રવ્યો (સમ્યક્ત્વસામાયિકથી શ્રદ્ધેય છે, 30
: