________________
10
૨૧૦ આવશ્યકનિયુક્તિ - હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) उच्यते, यतो व्यस्तान्यप्यनुमन्यन्ते, न सापेक्षाण्येव, शब्दऋजुसूत्रयोः पुन: कारणे कार्योपचारात् निर्वाणमार्ग एव निर्वाणं संयम एवेत्यनुमतम्, ऋजुसूत्रमुल्लङ्घयादौ शब्दोपन्यासः शेषोपरितननयानुमतसंग्रहार्थः, एतदुक्तं भवति-ऋजुसूत्रादयः सर्वे चारित्रसामायिकमेव मोक्षमार्गत्वेनानुमन्यन्ते,
नेतरे द्वे, तद्भावेऽपि मोक्षाभावात्, तथाहि-समग्रज्ञानदर्शनलाभेऽपि नानन्तरमेव मोक्षः, किन्तु 5 सर्वसंवररूपचारित्रावाप्त्यनन्तरमेव, अतस्तद्भावभावित्वात् तदेव मोक्षमार्ग इति गाथार्थः ॥द्वारं॥
'उद्देसे निद्देसे य' इत्याद्युपोद्घातनियुक्तिप्रथमद्वारगाथावयवार्थो गतः, इदानी द्वितीयंद्वारगाथाप्रथमावयवः किमिति द्वारं व्याख्यायते- किं सामायिकं ?, किं तावज्जीवः? उताजीवः ? अथोभयम् ? उतानुभयं ?, जीवाजीवत्वेऽपि किं द्रव्यं ? उत गुण इत्याशङ्कासम्भवे सत्याह
સમાધાનઃ આ નવો મિથ્યાષ્ટિ છે કારણ કે તેઓ આ સામાયિકોને છૂટા છૂટા પણ મોક્ષમાર્ગ તરીકે માને છે પરંતુ પરસ્પર સાપેક્ષ માનતા નથી. (અર્થાત્ જ્ઞાન-દર્શન અને ચારિત્ર આ ત્રણે ભેગા થાય ત્યારે જ મોક્ષ પ્રાપ્ત થાય, જ્યારે આ નયો એકલા જ્ઞાનથી, અથવા એકલા દર્શન કે એકલા ચારિત્રથી પણ મોક્ષપ્રાપ્તિ માને છે માટે મિથ્યાદૃષ્ટિ છે.)
શબ્દ અને ઋજુસૂત્રનય સંયમને જ નિર્વાણ તરીકે માને છે. અહીં કારણમાં (નિર્વાણમાર્ગમાં) 15 કાર્યનો (નિર્વાણનો) ઉપચાર કરવાથી નિર્વાણનો માર્ગ એ જ નિર્વાણ તરીકે છે. અને નિર્વાણના
માર્ગ તરીકે સંયમ છે તેથી મૂળગાથામાં સંયમને નિર્વાણ તરીકે કહ્યું છે. (અર્થાત સંયમ એ નિર્વાણના માર્ગ તરીકે ઈષ્ટ છે.) (ઋજુસૂત્ર પછી શબ્દનય આવે પણ) મૂળગાથામાં ઋજુસૂત્રનું ઉલ્લંઘન કરીને પ્રથમ શબ્દર્નય કહ્યો તે શેષ ઉપચરિતનયોને (સમભિરુદ્ધ, એવંભૂતનયોને) પ:' આ જ
અનુમત છે એવું જણાવવા માટે કહ્યો છે. - 20 આશય એ છે કે– ઋજુસૂત્ર વગેરે શેષ સર્વનયો ચારિત્રસામાયિકને જ મોક્ષમાર્ગ તરીકે
માને છે, પરંતુ શેષ બે સામાયિકને નહીં, કારણ કે શેષ બે સામાયિકો હોવા છતાં મોક્ષ થત નથી. તે આ પ્રમાણે– સંપૂર્ણ જ્ઞાન-દર્શન પ્રાપ્ત થવા છતાં પણ તરત જ મોક્ષ થતો નથી, પરંતુ સર્વસંવરરૂપ ચારિત્રની પ્રાપ્તિ પછી જ (ચૌદમા ગુણસ્થાને થનાર શૈલેશીકરણરૂપ ચારિત્ર પછી
જ) મોક્ષની પ્રાપ્તિ થાય છે. આથી ચારિત્રની હાજરી હોય તો જ મોક્ષ થતો હોવાથી ચારિત્ર 25 જ મોક્ષમાર્ગરૂપ છે. ll૭૮માં
અવતરણિકા : “-નિદ્દે ” વગેરે ઉપોદ્ધાતનિર્યુક્તિની પ્રથમ વારગાથાના (ગા. ૧૪૦) અવયવોનો અર્થ કહ્યો, હવે બીજી દ્વારગાથાના (ગા. ૧૪૧) પ્રથમ “શું ?” એ પ્રમાણેના અવયવનો અર્થ વ્યાખ્યાન કરાય છે—સામયિક શું છે? જીવ છે કે અજીવ છે? અથવા
જીવાજીવાત્મક ઉભયરૂપ છે કે અનુભયરૂપ છે ? જીવાજીવરૂપ હોવા છતાં શું દ્રવ્યરૂપ છે ?- કે 30 ગુણરૂપ છે ? આ પ્રમાણેની શંકાનો સંભવ થતાં જવાબ આપે છે કે