________________
સામાયિકની મોક્ષમાર્ગતા વિશે નયોનો વિચાર (નિ. ૭૮૯) ની ૨૦૯ व्याख्या : 'मिथ्यादृष्टीनां' बोटिकानां 'यद्' अशनादि तेषां कारितं यस्मिन् काले यत्र क्षेत्रे सर्वमपि तत् शुद्धं - कल्प्यमिति भावना, मूलगुणविषयं तथोत्तरगुणविषयं चेति गाथार्थः ॥ उक्तं समवतारद्वारम्, अधुनाऽनुमतद्वारं व्याख्यायते-तत्र यद्यस्य नयस्य सामायिकं मोक्षमार्गत्वेनानुमतं तदुपदर्शयन्नाह
तवसंजमो अणुमओ निग्गंथं पवयणं च ववहारो ।
सद्दुज्जुसुयाणं पुण निव्वाणं संजमो चेव ॥ ७८९ ॥ दारं ॥ व्याख्या. : तापयतीति तपः तपःप्रधानः संयमस्तपःसंयमः असौ 'अनुमतः' अभीष्टो मोक्षाङ्गतयेति, निर्ग्रन्थानामिदं नैर्ग्रन्थ्यम्-आर्हतमिति भावना, किं ?-प्रवचनं श्रुतमित्यर्थः, चशब्दोऽनुक्तसम्यक्त्वसामायिकसमुच्चयार्थः, ‘ववहारो 'त्ति एवं व्यवहारो व्यवस्थितः, व्यवहारग्रहणाच्च तदधोवर्तिनगमसंग्रहनयद्वयमपि गृहीतं वेदितव्यं, ततश्चैतदुक्तं भवति- 10 नैगमसंग्रहव्यवहारास्त्रिविधमपि सामायिकं मोक्षमार्गतयाऽनुमन्यन्ते, तपःसंयमग्रहणाच्चारित्रसामायिकं, प्रवचनग्रहणात् श्रुतसामायिकं, चशब्दात् सम्यक्त्वसामायिकम्, आह-यद्येवं किमिति मिथ्यादृष्टयः?,
ટીકાર્થઃ મિથ્યાષ્ટિ એવા દિગંબરો માટે જે અશનાદિ જે કાળે અને જે ક્ષેત્રે બનાવેલું હોય, તે સર્વમૂલ અને ઉત્તરગુણવિષયક અશનાદિ શુદ્ધ એટલે કે કથ્ય જ છે. ll૭૮૮ - અવતરણિકા : (દ્વાર ગા. ૧૪૦માં રહેલું) સમવતાર દ્વારા પૂર્ણ થયું. હવે અનુમતધારનું 15 વ્યાખ્યાન કહે છે– તેમાં જે નયને જે સામાયિક મોક્ષમાર્ગ તરીકે અનુમત છે તે બતાવતા કહે છે કે
ગાથાર્થ : તપપ્રધાન એવું સંયમ અને નિર્ગથ્ય પ્રવચન એ વ્યવહારનયને (મોક્ષાંગ તરીકે) અનુમત છે. શબ્દ-ઋજુસૂત્રોને વળી સંયમ જ નિર્વાણ છે. (અર્થાતુ સંયમ જ મોક્ષમાર્ગ તરીકે સંમત છે.)
20 . ટીકાર્થ ઃ જે કર્મોને) તપાવે તે તપ, તપપ્રધાન એવું જે સંયમ તે તપસંયમ, આ તપપ્રધાન એવું સંયમ મોક્ષના કારણ તરીકે વ્યવહારનયને) ઇષ્ટ છે. નિગ્રંથોનું જે હોય તેને નૈર્ગથ્ય કહેવાય એટલે કે આર્પત. આહત એવું શું છે ? – પ્રવચન એટલે કે આર્યત એવું શ્રુત, “a” શબ્દ નહીં કહેવાયેલ એવા સમ્યક્ત્વસામાયિકનો પણ સમુચ્ચય (સમાવેશ) કરવા માટે છે. આ પ્રમાણે વ્યવહાર વ્યવસ્થિત છે. અહીં વ્યવહારના ગ્રહણથી તેની નીચે રહેલા નૈગમ અને સંગ્રહનદ્રયને 25 પણ ગ્રહણ કરેલા જાણવા. આશય એ છે કે- નૈગમ, સંગ્રહ અને વ્યવહારનય ત્રણ પ્રકારના સામાયિકને મોક્ષના કારણ તરીકે માને છે. (તે ત્રણ પ્રકારના સામાયિક આ પ્રમાણે–) મૂળગાથામાં ‘તપ-સંયમ' શબ્દથી ચારિત્રસામાયિક જાણવું, “પ્રવચન” શબ્દથી શ્રુતસામાયિક અને “ઘ' શબ્દથી સમ્યત્વસામાયિક જાણવું.
શંકા : જો આ નવો ત્રણ પ્રકારના સામાયિકને મોક્ષના કારણ તરીકે માનતા હોય તો આ 30 નયો મિથ્યાદષ્ટિ કેમ છે ?