________________
કૃતનાશાદિદોષોનું નિરાકરણ (નિ. ૭૨૬) किंचिदकालेऽवि फलं पाविज्जइ पच्चए य कालेण । तह कम्मं पाविज्जइ कालेणवि पच्चए अण्णं ॥ ४ ॥ जहवा दीहा रज्जू उज्झइ कालेण पुंजिया खिप्पं । विततो पडोsवि सुस्स पिंडीभूतो य कालेणं ॥ ५ ॥ "
इत्यादि । ततश्च यथोक्तदोषानुपपत्तिरिति द्वारगाथावयवार्थः । व्याख्यात उपक्रमकालः, साम्प्रतं देशकालद्वारावयवार्थ उच्यते-तत्र देशकाल: प्रस्तावोऽभिधीयते, स च प्रशस्तो प्रशस्तश्च, આવે ?’ (વિ.આ.ભા. ગાથા ૨૦૪૭-૪૮-૪૯ —આ ગાથાઓનો ભાવાર્થ આ પ્રમાણે – પૂર્વપક્ષઃ દીર્ઘસ્થિતિવાળું એવું પણ કર્મ પોતાનો સમય પ્રાપ્ત થાય તે પહેલા જો નાશ પામતું હોય તો અકૃતાગમાદિ દોષો પ્રાપ્ત થાય, તે આ રીતે-લાંબા કાળે ભોગ્ય કર્મ ઉપક્રમથી હમણાં જ વેદાતું હોવાથી, આ કાળે વેદાય તેવું કર્મ પૂર્વે કરાયું ન હતું અને છતાં ઉદયમાં આવ્યું તેથી અકૃતનો 10 આગમ થયો. તથા દીર્ઘકાળે ભોગ્ય કર્મ ઉપક્રમથી વહેલું ઉદયમાં આવ્યું. આમ દીર્ઘસ્થિતિરૂપે કરાયેલ કર્મનો વહેલો નાશ થવાથી કૃતનાશ દોષ આવ્યો. તથા આ રીતે દોષ આવતા મોક્ષમાં પણ અનાશ્વાસ થશે કારણ કે, આ રીતે તો સિદ્ધોને પણ અકૃતકર્મોનો આગમ થતાં સંસારની પ્રાપ્તિ અને સંસારીજીવોને કૃતનો નાશ થતાં મોક્ષની પ્રાપ્તિ થવાની આપત્તિ આવે.
૬૩
5
ઉત્તરપક્ષ : આવા દોષો આવશે નહીં કારણ કે દીર્ઘકાળભોગ્ય કર્મો ભોગવ્યા વિના જ 15 જો નાશ પામતા હોત તો કૃતનાશાદિ દોષો આવત, પરંતુ અહીં એમ થતું નથી. જેમ દીર્ઘકાળભોગ્ય આહારને ભસ્મકરોગવાળી વ્યક્તિ સ્વલ્પકાળમાં ભોગવે છે, તેમ જીવ પણ દીર્ઘકાળભોગ્ય કર્મોને ઉપક્રમ દ્વારા સીઘ્ર ભોગવી નાંખે છે. ભોગવ્યા વિના તેનો નાશ થતો નથી, કારણ કે સર્વ કર્મો પ્રદેશોદયથી તો ભોગવાય જ છે. અનુભાવથી—વિપાકોદયથી કર્મોને ભોગવવામાં ભજના જાણવી. આમ, સર્વ કર્મો અવશ્ય ભોગવાતા હોવાથી કૃતનાશાદિ દોષો ક્યાંથી આવે ?)
તથા જેમ આમ્રાદિવૃક્ષનું ફળ ઘાસાદિમાં ઢાંકવાથી અકાળે પાકે છે તો કો'ક વૃક્ષ પર રહેલું છતું કાળે જ પાકે છે. તેમ કો'ક કર્મ કાળ પાકતાં ઉદયમાં આવે, તો કો'ક કર્મ વહેલું ઉદયમાં આવે છે ।।૪। અથવા જેમ લાંબી દોરી ઘણાં કાળે બળે છે, તો વાળેલી દોરી અલ્પકાળમાં બળે છે. અથવા ખોલીને સૂકવેલું કપડું અલ્પકાળમાં સૂકાય છે, તો વાળેલું વસ્ત્ર ઘણાં કાળે સૂકાય છે તેમ અહીં પણ જાણવું. ॥૫॥ વિ.આ.ભા.ગા. ૨૦૫૮-૨૦૬૧॥ તેથી કહેવાયેલા દોષો ઘટતા 25 નથી. આ પ્રમાણે દ્વારગાથાનો વિસ્તારાર્થ પૂર્ણ થયો. તે સાથે ઉપક્રમકાળદ્વાર વ્યાખ્યાન કરાયું.
I૭૨૫-૭૨૬॥
અવતરણિકા : હવે (ગા. ૬૬૦માં બતાવેલ) દેશકાળદ્વારનો વિસ્તારાર્થ કહેવાય છે. તેમાં દેશકાળ એટલે અવસર જાણવો અને તે પ્રશસ-અપ્રશસ્ત એમ બે પ્રકારે છે. તેમાં પ્રશસ્તાવસરનું
20
२०. किञ्चिदकालेऽपि फलं पाच्यते पच्यते च कालेन । तथा कर्म पाच्यते कालेनापि पच्यतेऽन्यत् 30 ॥४॥ यथा वा दीर्घा रज्जूर्दह्यते कालेन पुञ्जिता क्षिप्रम् । विततः पटोऽपि शुष्यति पश्च * જાત્તેન