________________
આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૩)
बद्धायुष्काभिमुखनामगोत्र भेदभिन्नो द्रष्टव्यः, अथवा व्यतिरिक्तो द्विधा - मूलगुणनिर्मितः उत्तरगुणनिर्मितश्च तत्र मूलगुणनिर्मितः पुरुषप्रायोग्याणि द्रव्याणि, उत्तरगुणनिर्मितस्तु तदाकारवन्ति तान्येव, अभिलप्यतेऽनेनेति अभिलाप:- शब्दः, तत्राभिलापपुरुषः पुल्लिङ्गाभिधानमात्रं घटः पट इति वा, चिह्नपुरुषस्त्वपुरुषोऽपि पुरुषचिह्नेोपलक्षितो यथा नपुंसकं श्मश्रुचिह्नमित्यादि, तथा 5 त्रिष्वपि लिङ्गेषु स्त्रीपुन्नपुंसकेषु तृणज्वालोपमवेदानुभवकाले वेदपुरुष इति, तथा धर्मार्जनव्यापारपरः साधुर्धर्मपुरुषः, अर्थार्जनपरस्त्वर्थपुरुषो मम्मणनिधिपालवत्, भोगपुरुषस्तु सम्प्राप्तसमस्तविषयसुखभोगोपभोगसमर्थश्चक्रवर्त्तिवत्, 'भावे य' त्ति भावपुरुषश्च चशब्दो नामाद्यनुक्तभेदसमुच्चयार्थः,' भावपुरिसो उ जीवो भावे' त्ति पू:- शरीरं पुरि शेते इति निरुक्तवशाद् भावपुरुषस्तु जीवः, 'भावि' त्ति भावद्वारे निरूप्यमाणे भावद्वारचिन्तायामिति भावार्थ:, अथवा 10 ‘માવે' ત્તિ ભાવનિનમપ્રવળાયામધિતાયાં, જિમ્ ?—‘પાયં તુ માવેળ’ તિ ‘પ્રકૃતમ્’ ઉપયોાસ્તુ भावेनेत्युपलक्षणाद् भावपुरुषेण - शुद्धेन जीवेन, तीर्थकरेणेत्यर्थः, तुशब्दाद्वेदपुरुषेण च गणधरेणेति, થવામાં માત્ર અંતર્મુહૂર્તની જ વાર છે એવો જીવ.) અથવા જ્ઞશરીર-ભવ્યશરીરથી વ્યતિરિક્ત એવો દ્રવ્યપુરુષ બે પ્રકારે જાણવો (૧) મૂળગુણોથી નિર્મિત્ત (૨) ઉત્તરગુણોથી નિર્મિત. તેમા મૂળગુણોથી નિર્મિત એટલે પુરુષના શરીરને પ્રાયોગ્ય એવા ઔદારિક વર્ગણાના દ્રવ્યો (કે જે હજુ જીવે ગ્રહણ 15 કર્યા નથી.) તથા ઉત્તરગુણોથી નિર્મિત એટલે પુરુષના શરીરના આકારવાળા એવા તે જ ઔદારિકવર્ગણાના દ્રવ્યો (કે જે જીવે પોતાના શરીરરૂપે ગ્રહણ* કર્યા છે.)
૭૨
જેનાવડે (વસ્તુ) કહેવાય તે અભિલાપ અર્થાત્ શબ્દો, અહીં અભિાપપુરુષ તરીકે ઘટઃ, પટઃ એ પ્રમાણેના પુલ્લિંગશબ્દો જાણવા. ચિહ્નપુરુષ એટલે પુરુષના ચિહ્નથી જણાતો એવો અપુરુષ પણ ચિહ્નપુરુષ કહેવાય છે જેમ કે દાઢીવાળો નપુંસક. તથા સ્ત્રી-પુરુષ-નપુંસકરૂપ ત્રણે લિંગમાં 20 વર્તતા સ્ત્રી વગેરે જીવો તૃણના અગ્નિ જેવા (પુરુષ) વેદના અનુભવવાના કાળે વેદપુરુષ તરીકે કહેવાય છે. (અર્થાત્ સ્ત્રી વગેરે કોઈપણને જ્યારે તૃણાગ્નિની ઉપમા જેને આપી છે તે પુરુષવેદનો ઉદય થાય ત્યારે તે વેદપુરુષ કહેવાય છે.) ધર્મપ્રાપ્તિના ઉપાયોમાં ઉદ્યમવાળો સાધુ ધર્મપુરુષ કહેવાય છે. મમ્મણની જેમ અર્થને મેળવવામાં તત્પર વ્યક્તિ અર્થપુરુષ જાણવી.
ચક્રવર્તીની જેમ પ્રાપ્ત એવા સમસ્ત વિષયોના સુખોનો ભોગ ઉપભોગ કરવામાં સમર્થ વ્યક્તિ 25 ભોગપુરુષ કહેવાય છે. ‘માવે ચ' અહીં ભાવશબ્દથી ભાવપુરુષ અને ‘7' શબ્દથી નામાદિ નહીં કહેવાયેલ ભેદો જાણી લેવા. ભાવદ્વારની જ્યારે વિચારણા કરીએ ત્યારે, ‘પૂઃ' એટલે શરીર, આ શરીરમાં જે સુવે તે પુરુષ, આ પ્રમાણેના શબ્દાર્થથી ભાવપુરુષ તરીકે જીવ ગ્રહણ કરાય છે. અથવા મૂળગાથામાં રહેલ ‘માવે’ શબ્દનો આ પ્રમાણે અર્થ કરવો કે-ભાવનિર્ગમની પ્રરૂપણા પ્રસ્તુત છે તેથી અહીં ભાવનું=ભાવપુરુષનું=શુદ્ધ જીવનું પ્રયોજન છે, અર્થાત્ તીર્થંકરનું પ્રયોજન છે અને 30 ‘તુ' શબ્દથી ગણધરરૂપ વેદપુરુષનું પ્રયોજન છે, કારણ કે અર્થથી તીર્થંકરના મુખેથી સામાયિક * षण्ढ क्लीबो नपुंसकमिति हैम्युक्तेः नपुंस्त्वम् ।