________________
દષ્ટિવાદમાં સર્વવસ્તુઓની નોવડે વિચારણા (નિ. ૭૬૦) શો ૯૯ एकैकस्य च शतविधत्वादिति हृदयम् । अपिशब्दात्षट् चत्वारि द्वे वा शते, तत्र षट् शतानि नैगमस्य सङ्ग्रहव्यवहारद्वये प्रवेशाद्, एकैकस्य च शतभेदत्वात्, तथा चत्वारि शतानि सङ्ग्रहव्यवहारऋजुसूत्रशब्दानामेकैकनयानां शतविधत्वात्, शतद्वयं तु नैगमादीनामृजुसूत्रपर्यन्तानां द्रव्यास्तिकत्वात्, शब्दादीनां च पर्यायास्तिकत्वात्, तयोश्च शतभेदत्वादिति गाथार्थः ॥
एएहि दिट्ठिवाए परूवणा सुत्तअत्थकहणा य ।
इह पुण अणब्भुवगमो अहिगारो तिहि उ ओसन्नं ॥ ७६० ॥ व्याख्या : 'एभिः' नैगमादिभिर्नयैः सप्रभेदैर्दृष्टिवादे प्ररूपणा, सर्ववस्तूनां क्रियत इति वाक्यशेषः, सूत्रार्थकथना च, आह-वस्तूनां सूत्रार्थानतिलङ्घनादध्याहारोऽनर्थक इति, न, ततसत्रोपनिबद्धस्यैव सत्रार्थत्वेन विवक्षितत्वात, तद्व्यतिरेकेणापि च वस्तसम्भवात, 'इह पनः' વનિયુક્ત “ગુપમ:' નાવર્ષ નર્થવ્યંધ્યા વારિ, જિતુ ?, શ્રોત્રપેક્ષ , 10 પાંચસો થાય છે. મૂળગાથામાં રહેલ “પ” શબ્દથી નયના છસો, ચારસો અથવા બસો ભેદ પણ પડે છે. તેમાં નૈગમનયનો સંગ્રહ અને વ્યવહારનયમાં સમાવેશ કરતાં નયના છસો ભેદ પડે કારણ કે દરેકના એકસો ભેદ છે. તથા સંગ્રહ-વ્યવહાર-ઋજુસૂત્ર અને શબ્દ આ ચારેના મળી ચારસો ભેદ પડે. (તેમાં નૈગમનયને સંગ્રહ-વ્યવહારમાં અને સમભિરૂઢ-એવંભૂતનયને શબ્દનયમાં સમાવેશ કરેલ જાણવો.) તથા નૈગમાદિ પ્રથમ ચાર નવો દ્રવ્યાસ્તિક નય છે અને છેલ્લા ત્રણ 15 નયો પર્યાયાસ્તિક નય છે. આમ, દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક બે નયના બસો ભેદ પડે છે. II૭૫૯
ગાથાર્થ : દૃષ્ટિવાદમાં આ નોવડે પ્રરૂપણા અને સૂત્રાર્થની કથના કરેલી છે. અહીં તો (નયોનો) સ્વીકાર કરેલ નથી. (છતાં જો નયોથી વિચારીએ તો) ત્રણ નયોવડે પ્રાયઃ અહીં અધિકાર છે.
20 ટીકાર્થ દષ્ટિવાદમાં પેટાભેદોથી યુક્ત એવા નૈગમાદિનયોવડે સર્વવસ્તુની પ્રરૂપણા કરાય છે. અહીં “સર્વવસ્તુઓની” એ પ્રમાણે બહારથી શબ્દ જાણી લેવો. તથા આ વયોવડે સૂત્રના અર્થનું કથન પણ દૃષ્ટિવાદમાં કરેલ છે.
શંકા : વસ્તુઓ સૂત્રના અર્થરૂપે હોવાથી સૂત્રના અર્થોનું કથન કરવામાં સર્વ વસ્તુઓની પ્રરૂપણા આવી જ જાય છે. માટે “વસ્તુઓની પ્રરૂપણા” એવું જુદું બતાવવાનું કોઈ પ્રયોજન 25
જણાતું નથી.
તે સમાધાન : તમારી વાત યોગ્ય નથી, કારણ કે અહીં સૂત્રમાં બતાવેલ વસ્તુઓ જ સૂત્રના અર્થ તરીકે જાણવી. તેથી સૂત્રમાં નહીં બતાવેલ એવી બીજી અન્ય વસ્તુઓનો પણ સંભવ હોવાથી “સર્વવસ્તુઓની પ્રરૂપણા” કહેલ છે. આમ, દૃષ્ટિવાદમાં જોકે નયોવડે સર્વોની પ્રરૂપણા હોવા છતાં અહીં કાલિકશ્રુતમાં નયોવડે વસ્તુઓની પ્રરૂપણા કરવી આવશ્યક નથી પરંતુ શ્રોતાની અપેક્ષાએ 30