________________
૧૯૪ મોસ્ટ આવશ્યકનિયુક્તિ - હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) शुष्ककुड्यापतितचूर्णमुष्टिवत्, किंचि पुण बद्धं पुटुं च कालंतरेण विहडइ, आर्द्रलेपकुड्यो सस्नेहचूर्णवत्, किंचि पुण बद्धं पुटुं निकाइयं जीवेण सह एगत्तमावन्नं कालान्तरेण वेइज्जइत्ति ।। एवं श्रुत्वा गोष्ठामाहिल आह-नन्वेवं मोक्षाभावः प्रसज्यते, कथम् ?, जीवात् कर्म न वियुज्यते, अन्योऽन्याविभागबद्धत्वात्, स्वप्रदेशवत्, तस्मादेवमिष्यतां
पुट्ठो जहा अबद्धो कंचुइणं कंचुओ समन्नेइ ।
एवं पुट्ठमबद्धं जीवं कम्मं समन्नेइ ॥ १४३ ॥ (मू० भा०) । व्याख्या : स्पृष्टो यथाऽबद्धः कञ्जुकिनं पुरुषं कञ्चकः 'समन्वेति' समनुगच्छति, एवं स्पृष्टमबद्धं कर्म जीवं समन्वेति, प्रयोगश्च-जीवः कर्मणा स्पृष्टो न च बध्यते,वियुज्यमानत्वात्, कञ्चकेनेव तद्वानिति गाथार्थः । एवं गोट्ठामाहिलेण भणिते विंझेण भणियं-अम्हं एवं चेव गुरुणा
કો'ક કર્મ વળી બંધાયેલું (જીવપ્રદેશો સાથે સંબંધને પામેલું) અને સ્પર્શાયેલું (જીવપ્રદેશો સાથે એકમેક થયેલું) ભીની ભીંત ઉપર ચીકણા ચૂર્ણની જેમ કાળાન્તરે નાશ પામે છે. (અર્થાત આત્મા સાથે ઘણો કાળ રહે છે પરંતુ ફળ આપે પણ, ન પણ આપે.)
કો'ક કર્મ બંધાયેલું, સ્પર્શાયેલું, નિકાચિત થયેલું અર્થાત્ જીવની સાથે એકપણાને પામેલું છતું (એટલે કે ગાઢતરાધ્યવસાયવડે બંધાયેલું હોવાથી અપવર્તનાદિકરણ માટે અયોગ્ય થયેલું) 15 કાળાન્તરે ભોગવાય છે. (અર્થાત્ આત્મા સાથે ઘણો કાળ રહે છે અને પોતાનું ફળ પણ બતાવે છે.)
આ પ્રમાણે સાંભળીને ગોષ્ઠામાહિલે કહ્યું – “આ પ્રમાણે માનતા મોક્ષનો અભાવ થવાથી આપત્તિ આવશે, શા માટે? કારણ કે કર્મ અને જીવ એકબીજા સાથે છૂટા ન પડે એ રીતે બંધાયેલું
હોવાથી જીવથી કર્મનો વિયોગ જ થતો નથી. જેમ કે જીવને પોતાનો આત્મપ્રદેશ.” (આશય 20 એ છે કે જો કર્મ જીવ સાથે એકમેક થતું હોય તો એનો મતલબ એ થયો કે તે કર્મ જીવથી છૂટું પડશે નહીં. તેથી મોક્ષનો અભાવ જ થઈ જશે.) તેથી આ પ્રમાણે માનવા જેવું છે ?
ગીથાર્થ : ગાથાર્થ ટીકાર્ય પ્રમાણે જાણવી. '
ટીકાર્થ : જેમ સ્પષ્ટ અને અબદ્ધ (એકપણાને નહીં પામેલ) કંચુક (ઉપર પહેરવાનું વસ્ત્ર) કંચુકી એવા પુરુષને આવરે છે. એ પ્રમાણે સ્પષ્ટ અને અબ એવું જ કર્મ જીવને આવરે છે. 25 (અર્થાત્ એકમેક થતું નથી.) અનુમાન પ્રયોગ : જીવ કર્મ સાથે સંબંધ માત્રને પામે છે પણ
એકમેકતાને પામતો નથી કારણ કે જીવથી કર્મનો વિયોગ થાય છે. જેમ કે કંચુક સાથે કંચુકી (અર્થાત્ જેમ કંચુકીથી કંચુકનો વિયોગ થતો હોવાથી કંચુકી સાથે કંચુકનો સ્પર્શ છે પણ બંધ નથી તેમ અહીં પણ જાણવું.) આ પ્રમાણે ગોઠામાહિલે કહ્યું એટલે વિષ્ણે જવાબ આપ્યો કે–
२६. किञ्चित्पुनर्बद्धस्पृष्टं ( स्पृष्टबद्धं) च कालान्तरेण पृथग् भवति, किञ्चित्पुनर्बस्पृष्टं ( स्पृष्टबद्धं) 30 निकाचितं जीवेन सहकत्वमापन्नं कालान्तरेणा वेद्यत इति ।
२७. एवं गोष्ठामाहिलेन भणिते विन्ध्येन भणित्तम्-अस्माकमेवमेव गुरुणा