________________
૨૦૬ * આવશ્યકનિયુક્તિ – હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ–૩)
कश्चित् तथैव प्रतिपद्येत( तेति), अतो ज्ञाप्यते - निह्नावानामपि प्रत्याख्याने इयमेव दृष्टिः,
च 'एत्तो 'ति अतोऽमीषां मध्ये द्वौ द्वौ दोषौ विज्ञातव्यौ, मुक्त्वैकमिति वर्त्तते, भावार्थं तु वक्ष्यामः, परस्परतो यथाऽऽहुर्बहुरता जीवप्रदेशिकान् - भवन्तः कारणद्वयान्मिथ्यादृष्टयः, यद्भणथ - एकप्रदेशो जीव:, तथा क्रियमाणं च कृतमित्येवं सर्वत्र योज्यं, गोष्ठामाहिलमधिकृत्यैकैकस्य त्रयो दोषा 5 इति यथाहुर्बहुरतान् गोष्ठामाहिलाः - दोषत्रयाद् भवन्तो मिथ्यादृष्टयः यत् कृतं कृतमिति भणतः तथा बद्धं कर्म वेद्यते यावज्जीवं च प्रत्याख्यानमिति गाथार्थः ॥ तत्रैता दृष्टयः किं संसाराय आहोस्विदपवर्गायेत्याशङ्कानिवृत्त्यर्थमाहसत्तेया दिट्ठीओ जाइजरामरणगब्भवसहीणं ।
मूलं संसारस्स उ भवंति निग्गंथरूणं ॥ ७८६ ॥
10
સમાધાન ઃ રોજેરોજ પ્રત્યાખ્યાનનો ઉપયોગ કરવાનો હોવાથી પ્રત્યાખ્યાન અત્યંત ઉપયોગી · છે અને તેથી કો'ક ગોઠામાહિલની જેમ જ પ્રત્યાખ્યાન સ્વીકારે નહીં એવું સંભવિત છે, માટે જણાવાય છે કે— નિહ્નવોનો પણ પ્રત્યાખ્યાનમાં આ પ્રમાણે મત હતો. (અર્થાત્ બીજા તો જવા દો નિહ્નવો પણ કાળમર્યાદાવાળું પ્રત્યાખ્યાન માને છે એવું જણાવી દરેક લોકોએ પ્રત્યાખ્યાનમાં કાળમર્યાદા માનવી આવશ્યક છે. પરંતુ ગોખામાહિલની જેમ મર્યાદાવિનાનું પ્રત્યાખ્યાન કરવું નહીં. 15 એ વાત જણાવવામાં આવે છે.)
આ લોકોમાં એકને છોડી દરેકને બે-બે દોષો જાણવા યોગ્ય છે. મૂળગાથામાં “એકને છોડીને' આ શબ્દ નથી તે અહીં જાણવો. આ પંક્તિનો ભાવાર્થ આગળ અમે જણાવીશું. (તે જ જણાવે છે કે) દરેક નિર્ભવો પરસ્પર દોષો કહે છે જેમ કે, બહુરતો જીવપ્રદેશિકોને કહે છે કે– તમે બે કારણે મિથ્યાર્દષ્ટિ છો = ખોટા છો. એક તો તમે કહો છો કે– એકપ્રદેશ 20 જ જીવરૂપ છે તથા બીજું કારણ યિમાાં વૃત્ત. આવી બે માન્યતાને કારણે તમે ખોટા છો.
આ પ્રમાણે બધે જોડવું (અર્થાત્ દરેક નિર્ભવ બીજા નિહ્નવને બે દોષો આપશે. તેમાં (૧) પોતાની માન્યતાને સામેવાળો નિહ્નવ સ્વીકારતો નથી એટલે આ એક દોષ અને (૨) સામેવાળા નિહવની માન્યતા આ નિહ્નવની અપેક્ષાએ ખોટી છે તેથી સામેવાળા નિહવની માન્યતા એ બીજો દોષ.) ગોષ્ઠામાહિલને આશ્રયી દરેકને ત્રણ-ત્રણ દોષો આવશે. જેમ કે, ગોઠામાહિલ બહુરતોને કહે 25 છે કે તમે ત્રણ દોષોને કારણે મિથ્યાત્વી છો, (૧) જે કૃત હોય તેને જ કૃત કહો છો (ક્રિયમાણને નહીં) (૨) બંધાયેલ કર્મ વેદાય છે એમ કહો છો અને (૩) યાવજ્જીવવાળું પ્રત્યાખ્યાન માનો છો. II૭૮૭ના
30
અવતરણિકા : તેમાં આ મતો શું સંસારની વૃદ્ધિ કરાવનારા છે કે મોક્ષની પ્રાપ્તિ કરાવનારા છે? આ પ્રમાણેની આશંકાને દૂર કરવા માટે કહે છે →
ગાથાર્થ : નિગ્રંથરૂપે રહેલ આ સાત દૃષ્ટિઓ જન્મ-જરા-મરણ અને ગર્ભમાં રહેવારૂપ દીર્ઘસંસારનું કારણ છે.