________________
ગોષ્ઠામાહિલનો મત–પરિમાણ વિનાનું પચ્ચખ્ખાણ (ભા. ૧૪૪) ૧૯૭ “निबन्धनम्, अत्रान्तर्वर्तिप्रदेशानां कर्मयोगरहितानां कर्तृत्वानुपपत्तेः, तस्माद् यत् किञ्चिदेतदिति । एवं गेण्हिऊण सो विझेण भणितो-एवं आयरिया भणंति, ततो सो तुण्हिक्को ट्ठिओ चिंतेइसमप्पउ तो खोडेहामि, अन्नया नवमे पुव्वे साहूण पच्चक्खाणं वणिज्जइ, जहा-पाणाइवायं पच्चक्खामि जावज्जीवाए इत्यादि, गोष्ठामाहिलो भणति-नैवं सोहणं, किं तर्हि ?
पच्चक्खाणं सेयं अपरिमाणेण होइ कायव्वं ।
जेसिं तु परीमाणं तं दुटुं आससा होइ ॥ १४४ ॥ (मू०भा०) व्याख्या : प्रत्याख्यानं श्रेयः, 'अपरिमाणेन' कालावधिं विहाय कर्तव्यं, एवं क्रियमाणं श्रेयो भवति, येषां तुं परिमाणं प्रत्याख्याने तत् प्रत्याख्यानं 'दुष्टम्' अशोभनं, किमिति ?, यतस्तत्र છો તે ત્યારે જ ઘટી શકે જયારે ત્વગ્માત્રને સ્પર્શીને રહેલ કર્મો આંતરવર્તી જીવપ્રદેશોવડે કૃત હોય પરંતુ એવું તો છે જ નહીં કારણ કે કર્મના યોગથી રહિત એવા આંતરિકજીવપ્રદેશો કર્મને 10 કરી શકતા નથી. તેથી તમાત્રને સ્પર્શીને રહેલ કર્મમાં પણ સ્વ(આંતરિકજીવપ્રદેશ)કૃતત્વ રહેલ નથી. અને તેથી ત્વગ્માત્રને સ્પર્શીને રહેલ કર્મ આંતરિકવેદનાને ઉત્પન્ન કરી શકતું નથી. માટે આ વિકલ્પ પણ તમારો ઘટી શક્તો નથી.
આ પ્રમાણે ગુરુપાસે પદાર્થને સમજીને વિષ્ણે ગોઠામાહિલને કહ્યું કે- “આ પ્રમાણે (ઉપરોક્ત ચર્ચા પ્રમાણે) આચાર્ય કહે છે.” ત્યારે તે ગોષ્ઠામાહિલ મૌન રહી વિચારે છે કે- “આ 15 અભ્યાસ પૂરો થવા દો પછી હું ખંડન કરીશ.” ૧૪૩
એકવાર વિધ્ય નવમાપૂર્વમાં સાધુઓને પ્રત્યાખ્યાનનું વર્ણન કરે છે કે-“પાવજીવ હું પ્રાણાતિપાતનું પચ્ચખાણ કરું છું...”, વગેરે, ત્યારે ગોઠામાહિલ કહે છે કે “આ રીતે માવજીવનું પચ્ચખાણ કરવું યોગ્ય નથી.” તો શું કરવું ? તે આગળ કહે છે કે ,
ગાથાર્થ : મર્યાદા વિના પચ્ચખાણ કરવું કલ્યાણકારી છે. જેઓને મર્યાદા છે તેઓનું તે 20 પચ્ચકખાણ દુષ્ટ છે કારણ કે તેમાં આશંસા હોય છે.
ટીકાર્થ : કાળની મર્યાદા (અર્થાત્ મહિનો, બે મહિના, વગેરે) વિના પચ્ચકખાણ કરવું જોઈએ. આ પ્રમાણે કરાતું પચ્ચખાણ જ કલ્યાણકારી છે. જેઓને પ્રત્યાખ્યાનમાં કાળની મર્યાદા હોય છે તે પચ્ચકખાણ દોષિત જાણવું. શા માટે? કારણ કે તે પચ્ચક્ખાણમાં ઇચ્છા રહેલી હોય છે. (જેમ કે, કો'ક વ્યક્તિ ૧૫ દિવસ રાત્રિભોજન ત્યાગનું પચ્ચકખાણ કરે છે તો આ પચ્ચખાણમાં 25 ૧૫ દિવસ સુધીની મર્યાદા હોવાથી તેનું આ પચ્ચક્ખાણ દુષ્ટ છે કારણ કે ૧૫ દિવસ પછી રાત્રિભોજન કરવાની ઇચ્છા પડેલી છે એવો પૂર્વપક્ષનો આશય છે.) મૂળગાથામાં “બાસા' શબ્દમાં અનુસ્વારનો લોપ હોવાથી આશંસા શબ્દ જાણવો.
२९. एवं गृहीत्वा स विन्ध्येन भणित:-एवमाचार्या भणन्ति, ततः स तूष्णीकः स्थितश्चिन्तयतिसमाप्यतां ततः स्खलयिष्यामि, अन्यदा नवमे पूर्वे साधूनां प्रत्याख्यानं वर्ण्यते, यथा प्राणातिपातं 30 प्रत्याख्यामि यावज्जीवं, नैवं शोभनम् ।