________________
૯૮ ના આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) ततश्च यदा योषिन्मस्तकव्यवस्थितः चेष्टावानर्थो घटशब्देनोच्यते तदा स घटः, तद्वाचकश्च शब्दः, अन्यदा वस्त्वन्तरस्येव चेष्टाऽयोगादघटत्वं तद्ध्वनेश्चावाचकत्वमिति गाथार्थः॥ एवं तावन्नैगमादीनां मूलजातिभेदेन संक्षेपलक्षणमभिधायाधुना तत्प्रभेदसङ्ख्यां प्रदर्शयन्नाह
एक्केक्को य सयविहो सत्त णयसया हवंति एमेव ।
अण्णोऽवि य आएसो पंचेव सया नयाणं तु ॥ ७५९ ॥ व्याख्या : अनन्तरोक्तनैगमादिनयानामेकैकश्च स्वभेदापेक्षया 'शतविधः' शतभेदः सप्त नयशतानि भवन्ति एवं तु, अन्योऽपि चाऽऽदेशः पञ्च शतानि भवन्ति तु नयानां, शब्दादीनामेकत्वाद् તેનો વાચક બને છે. પરંતુ જ્યારે સ્ત્રીના મસ્તકે રહેલ ચેષ્ટાવાળો હોતો નથી ત્યારે અન્ય વસ્તુની
જેમ ચેષ્ટાનો યોગ થવાથી તે અર્થ ઘટ કહેવાતો નથી કે તેનો શબ્દ અર્થનો વાચક પણ બનતો 10 નથી. (સાતે નયોની ટૂંકમાં માન્યતા છે (૧) નૈગમનય-સામાન્ય–વિશેષ બંનેને માને છે. •
(૨) સંગ્રહનય-સામાન્યને જ માને છે, વિશેષને માનતો નથી. (૩) વ્યવહારનય – વિશેષને જ વસ્તુરૂપે માને છે, સામાન્યને માનતો જ નથી.
(૪) ઋજુસૂત્રનય – વર્તમાન, સ્વકીયવસ્તુને જ માને છે. ભૂત-ભાવિ વસ્તુ માનતો નથી. આ નયના મતે એક જ વસ્તુના લિંગ-વચનો જુદા જુદા હોઈ શકે છે.
(૫) શબ્દનય – વર્તમાન, સ્વકીયવસ્તુને જ સ્વીકારે છે પરંતુ આ નયના મતે એક જ : વસ્તુના લિંગ-વચન જુદા જુદા હોતા નથી. પરંતુ એક જ વસ્તુના સમાન લિંગ અને સમાન વચનવાળા પર્યાયવાચી શબ્દો જુદા જુદા હોઈ શકે છે. જેમકે, શક્ર, પુરક્ટર, ઈન્દ્ર આ બધા પુલ્લિગવાચી અને એકવચન વાળા સમાનાર્થી શબ્દો એક વ્યક્તિને જણાવનાર છે.
(૬) સમભિરૂઢ નય – આ નય ઉપરોક્ત નવો કરતાં વધુ વિશુદ્ધ હોવાથી શુક્ર, પુરન્દર, 20 ઈન્દ્ર વગેરે શબ્દો પણ જુદી જુદી વ્યક્તિને જણાવનાર છે એમ માને છે.
(૭) એવંભૂત નય – આ નય અત્યંત શુદ્ધ હોવાથી જયારે ઇન્દ્ર ઐશ્વર્ય ભોગવતો હોય તે કાળે જ તે ઈન્દ્ર કહેવાય છે, શેષકાળમાં નહીં, જયારે પુરૂનામના શત્રુને હણતો હોય ત્યારે જ તે પુરન્દર કહેવાય છે.)
અવતરણિકા આ પ્રમાણે મૂળજાતિના ભેદથી નૈગમાદિનયોનું સંક્ષેપથી લક્ષણ કહીને હવે 25 તે નયોના પેટાભેદોની સંખ્યાને બતાવતા કહે છે કે
ગાથાર્થઃ સાત-સાત નો દરેક એકસો ભેદવાળા હોવાથી સાતસો નય થાય છે. અન્યમતે પાંચસો નય છે.
ટીકાર્થઃ ઉપરોક્ત કહેલા નૈગમાદિનયોમાં દરેક નય પોતાના પેટાભેદોની અપેક્ષાએ એકસો ભેટવાળા છે. તેથી સર્વ મળી સાતસો નય થાય છે. અન્યમતે પાંચસો નય છે, કારણ કે શબ્દાદિ 30 છેલ્લા ત્રણ નો એક હોવાથી મૂળભેદ પાંચ પડે છે અને દરેકના એકસો ભેદ પડતા સર્વ મળી