________________
આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૩)
·
૧૭૮
कालगता, ताहे तं चेव सरीरगं अणुप्पविसित्ता ते साहुणो उट्ठवेंति, वेरत्तियं करेह, एवं तेण तेसिं दिव्वभावेण लहुं चेव सारियं, पच्छा सो ते भाइ-खमह भंते ! जं भे मए अस्संजएण वंदाविया, अहं अमुगदिवसे कालगतो, तुज्झं अणुकंपाए आगतो, एवं सो खामेत्ता पडिगतो, तेवितं सरीरगं छड्डेऊण चितेंति - एच्चिरं कालं अस्संजतो वंदितो, ततो ते अव्वत्तभावं भावेंति5 को जाणइ किं साहू देवो वा ? तो न वंदणिज्जोत्ति । होज्जासंजतनमणं होज्ज मुसावायममुगोत्ति
॥ १ ॥ थेरवयणं जदि परे संदेहो किं सुरोति । साहुत्ति देवे कहं न संका किं सो देवो अदेवोत्ति ॥ २ ॥ तेण कहिएत्ति व मती देवोऽहं रूवदरिसणाओ य । साहुत्ति अहं कहिए समाणरूवंमि કે—“આચાર્ય કાળ પામ્યા છે.” તેથી તે શરીરમાં પ્રવેશીને પ્રભાતે તે સાધુઓને ઊઠાડે છે “વૈરત્તિને કરો” (અર્થાત્ વૈરાત્રિક સ્વાધ્યાય કરો) આ પ્રમાણે તેણે દિવ્યપ્રભાવથી શીઘ્ર યોગ 10 પૂર્ણ કરાવ્યા.
પછી તે સાધુઓને કહે છે કે -“હે ભગવંતો! મને ક્ષમા કરો, કારણ કે અસંયત એવા મેં તમારા વંદન લીધા, હું તો અમુક દિવસે મૃત્યુ પામ્યો હતો પરંતુ તમારા ઉપરની ભક્તિને કારણે અહીં આવ્યો છું. આ પ્રમાણે ક્ષમા યાચીને તે ગયો. સાધુઓ પણ તે શરીરની પારિઠાવણી કર્યા પછી વિચારે છે કે—“આપણે અત્યાર સુધી અસંયતને વંદન કર્યા.' તેથી તેઓ અવ્યક્તભાવને 15 વિચારે છે—“સામે રહેલ વ્યક્તિ સાધુ છે કે દેવ તે કોણ જાણે છે ? તેથી હવેથી આપણે કોઇને વંદન કરવા નહીં, અન્યથા=જો દેવને સાધુ માનીએ તો અસંયતને નમન થાય અથવા સાધુને દેવ માનીએ તો મૃષાવાદ થાય, ||૧||”
ત્યારે સ્થવિરોએ કહ્યું કે જો તમને બીજામાં આ દેવ છે કે સાધુ છે એ પ્રમાણે સંદેહ થાય છે તો જે દેવે કહ્યું કે—“હું દેવ છું” તે દેવમાં કેમ સંદેહ થતોં નથી કે આ દેવ છે કે અદેવ 20 છે ? ।।૨। સાધુઓએ જવાબ આપ્યો કે તે પોતે કહેતો હોય કે “હું દેવ છું” અને અમને પણ દેવના રૂપનું દર્શન થતું હોવાથી દેવમાં સંદેહ થતો નથી.
-
સ્થવિરો :- તો પછી જેઓ સ્વયં “હું સાધુ છું” એમ કહે છે અને સમાન સ્વરૂપ (વેષાદિ) પણ દેખાય છે તો તે સાધુઓમાં શા માટે તમે શંકા કરો છો ? ॥ા
८. कालगताः, तदा तदेव शरीरमनुप्रविश्य तान् साधूनुत्थापयन्ति, वैरात्रिकं कुरुत, एवं तेन तेषां 25 दिव्यप्रभावेण लध्वेव सारित, पश्चात्स तान् भणति-क्षमध्वं भदन्तां ! यन्मया भवन्तोऽसंयतेन वन्दिताः, अहममुकष्मिन् दिवसे कालगतः, युष्माकमनुकम्पया आगतः, एवं स क्षमयित्वा प्रतिगतः, तेऽपि तच्छरीरकं त्यक्त्वा चिन्तयन्ति - इयच्चिरं कालमसंयतो वन्दितः, ततस्तेऽव्यक्तभावं भावयन्ति को जानाति किं साधुर्देवो वा ?, ततो न वन्दनीय इति । भवेदसंयतनमनं भवेन्मृषावादोऽमुक इति ॥ १ ॥ स्थविरवचनं यदि परस्मिन् संदेहः किं सुर इति । साधुरिति देवे कथं न शङ्का ? किं स देवोऽदेव इति ॥ २ ॥ तेन कथित 30 इति च मतिर्देवोऽहं रूपदर्शनाच्च । साधुरहमिति कथिते समानरूपे