________________
5
૯૦
આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ–૩)
इत्यर्थः, ते च नैगमादयः, नैगम: सङ्ग्रहः व्यवहारः ऋजुसूत्रश्चैव भवति बोद्धव्यः, शब्दश्च समभिरूढः एकम्भूतश्च मूलनया इति गाथासमुदायार्थो निगदसिद्धः ||
अवयवार्थं तु प्रतिनयं नयाभिधाननिरुक्तद्वारेण वक्ष्यति, आह चहिं माणेहिं मिणइत्ती णेगमस्स णेरुत्ती ।
सापि णयाणं लक्खणमिणमो सुणेह वोच्छं । ७५५ ॥
व्याख्या : न एकं नैकं—-प्रभूतानीत्यर्थः, नैकैर्मानैः - महासत्तासामान्यविशेषज्ञानैर्मिमीते मिनोतीति वा नैकम इति, इयं नैकमस्य निरुक्तिः, निगमेषु वा भवो नैगमः, निगमाः - पदार्थपरिच्छेदाः, तत्र सर्वं सदित्येवमनुगताकारावबोधहेतुभूतां महासत्तामिच्छति अनुवृत्तव्यावृत्तावबोधहेतुभूतं च सामान्यविशेषं द्रव्यत्वादि, व्यावृत्तावबोधहेतुभूतं च विशेषं परमाणुमिति । आह-इत्थं तर्ह्ययं 10 છે.) તે નૈગમાદિ સાત પ્રકારે છે. નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત આ સાત મૂળનયો છે. આ પ્રમાણે ગાથાનો સંક્ષેપાર્થ સ્પષ્ટ જ છે. ૭૫૪
અવતરણિકા : વિસ્તારથી પ્રત્યેક નયને પોત-પોતાના નામોનો નિરુક્તાર્થ કરવા દ્વારા આગળ કહીશું, કહ્યું છે
ગાથાર્થ : “અનેક માનો વડે મપાય” એ પ્રમાણે નૈગમનયની નિરુક્તિ છે. શેષ નયોના 15 આ લક્ષણને હું કહીશ તે તમે સાંભળો.
*નૈગમનય
-
ટીકાર્થ : એક નહીં તે અનેક, અનેક એવા માનોવડે અર્થાત્ મહાસત્તા – સામાન્ય – વિશેષ જ્ઞાનોવડે વસ્તુને જે માને છે તે નૈગમનય કહેવાય છે. (અર્થાત્ અનેક પ્રકારે વસ્તુને જે સ્વીકારે તે. અહીં ‘નિરુક્તિ' શબ્દનો અર્થ અનુયોગદ્વાર સૂ. ૩૧૨માં આ પ્રમાણે કહ્યો છે 20 અભિધાનાક્ષાનુસારતો નિશ્ચિતાર્થસ્થ વવનં=મળનું નિરુત્તું અર્થાત્ નામના અક્ષરાનુસારે નિશ્ચિતાર્થનું કથન કરવું એ નિરુક્ત કહેવાય છે.) અથવા નિગમ એટલે એક જ પદાર્થના જુદા જુદા બોધ, તેને સ્વીકારનાર નૈગમ કહેવાય છે. નૈગમનય “સર્વ વસ્તુ સત્ છે” આ પ્રમાણે સર્વ વસ્તુમાં સત્ત્વની જે એક સરખી બુદ્ધિ થાય છે તેનું કારણ એવી મહાસત્તાને માને છે.
તથા અનુવૃત્ત અને વ્યાવૃત્ત બોધના કારણ એવા સામાન્યવિશેષરૂપ દ્રવ્યત્વાદિને માને છે. 25 (અર્થાત્ વૈશેષિક મતને માન્ય એવા નવ દ્રવ્યોમાં “આ દ્રવ્ય છે, આ દ્રવ્ય છે” એ પ્રમાણે જે એકસરખો દ્રવ્યનો બોધ થાય છે તે અનુવૃત્તબોધ કહેવાય છે. તેનું કારણ તે દ્રવ્યમાં રહેલ દ્રવ્યત્વ છે. આ પ્રમાણે ગુણત્વ-કર્મત્વાદિ પણ જાણવા. તથા દ્રવ્ય એ ગુણ નથી એ પ્રમાણે જે ભિન્નતાનો બોધ તે વ્યાવૃત્તબોધ કહેવાય છે તેનું કારણ પણ તે દ્રવ્યત્વાદિ જ છે. આવા દ્રવ્યત્વાદિધર્મોને નૈગમનય સામાન્ય—વિશેષ કહે છે, કારણ કે દ્રવ્યત્વ એ પોતપોતાના આધારવિશેષમાં એક સરખી 30 પ્રતીતિ કરાવતું હોવાથી સામાન્ય કહેવાય છે અને વિજાતીયથી પોતાના આધારને જુદું પાડતું હોવાથી વિશેષ તરીકે પણ કહેવાય છે. માટે નૈગમનય દ્રવ્યત્વાદિધર્મને સામાન્ય—વિશેષ તરીકે ઓળખાવે છે.) અને વ્યાવૃત્તના બોધના કારણરૂપે નૈગમનય વિશેષને = પરમાણુને ઇચ્છે છે. (અર્થાત્ ‘એક