________________
૬૮ આવશ્યક નિર્યુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩)
एत्थं पुण अहिगारो पमाणकालेण होइ नायव्वो ।
खेत्तंमि कंमि काले विभासियं जिणवरिंदेणं ? ॥ ७३३ ॥ व्याख्या : 'अत्र पुनः' अनेकविधकालप्ररूपणायाम् 'अधिकार:' प्रयोजनं प्रस्तावः प्रमाणकालेन भवति ज्ञातव्यः । आह-'दव्वे अद्ध' इत्यादिद्वारगाथायां 'पगयं तु भावेणंती'त्युक्तं, .. साम्प्रतमत्र पुनरधिकारः प्रमाणकालेन भवति ज्ञातव्य इत्युच्यमानं कथं न विरुद्धयत इति ?, उच्यते, क्षायिकभावकाले भगवता प्रमाणकाले च पूर्वाह्ने सामायिकं भाषितमित्यविरोधः । अथवा प्रमाणकालोऽपि भावकाल एव, तस्याद्धाकालस्वरूपत्वादित्यलं विस्तरेणेति । 'उद्देसे निद्देसे ये' त्याधुपोद्घातनियुक्तिप्रतिबद्धद्वारगाथाद्वयस्य व्याख्यातं कालद्वारमिति । साम्प्रतं यत्र क्षेत्रे भाषितं
सामायिकं तदजानन् प्रमाणकालस्य चानेकरूपत्वाद्विशेषमजानन् गाथापश्चार्द्धमाह चोदकः10 “ત્તમ જૈમિ શાને વિમાસિઘં નિવરિંvi ?' રૂતિ થાર્થ છે. चोदकप्रश्नोत्तरप्रतिपिपादयिषयाऽऽह -
वइसाहसुद्धएक्कारसीएँ पुव्वण्हदेसकालंमि ।
महसेणवणुज्जाणे अणंतरं परंपरं सेसं ॥ ७३४ ॥ ગાથાર્થ : અહીં વળી પ્રમાણકાળવડે અધિકાર જાણવો. કયા ક્ષેત્રમાં અને કયા કારમાં 15 જિનવરેન્દ્રોએ સામાયિક કહ્યું?
ટીકાર્થ : અહીં અનેક પ્રકારના કાળની પ્રરૂપણામાં પ્રમાણકાળનું પ્રયોજન છે.
શંકા : “ત્રે મહં...” દ્વારગાથામાં (ગા. ૬૬૦) “ભાવકાળવડે પ્રયોજન છે” એમ કહ્યું હતું. અને અહીં તમે પ્રમાણકાળનો અધિકાર કહો છો. તો પરસ્પર વિરોધ ન આવે ?
સમાધાન : ભગવાને ક્ષાયિકમાવકાળમાં અને પૂર્વાહ્નરૂપ પ્રમાણકાળમાં સામાયિક કહ્યું હતું. 20 તેથી “પ્રમાણકાળનું અહીં પ્રયોજન છે” એવું કહેવામાં કોઈ દોષ નથી. (આશય એ છે કે
પ્રભુએ ક્ષાયિકભાવકાળમાં સામાયિક કહ્યું હતું માટે પૂર્વે ભાવકાળનું પ્રયોજન કહ્યું. તથા પૂર્વાહ્નસમયે સામાયિક કહ્યું હતું માટે અહીં પ્રમાણકાળનું પ્રયોજન કહ્યું.) અથવા પ્રમાણકાળ પણ ભાવકાળ જ છે, કારણ કે તે અદ્ધાકાળ સ્વરૂપ છે. (અર્થાત "પ્રમાણકાળ એ દિવસ-રાત્રિરૂપ અદ્ધાકાળનો
પર્યાય છે અને પર્યાય એ ભાવ જ છે માટે પ્રમાણકાળ પણ ભાવકાળ જ છે.) તેથી વધુ વિસ્તારથી 25 સર્યું. આ પ્રમાણે “ નિ ય” વગેરે ઉપોદૂધાતનિયુક્તિને જણાવનારી બંને દ્વારગાથા
(ગા. ૧૪૦-૧૪૧)માં રહેલ કાળદ્વારનું વ્યાખ્યાન કર્યું. હવે જે ક્ષેત્રમાં પ્રભુએ સામાયિક કહ્યું તે ક્ષેત્રને નહીં જાણતો અને પ્રમાણકાળ અનેક પ્રકારના હોવાથી વિશેષને (સમય, આવલિકા વગેરે અનેક ભેદોમાંથી કયા પ્રકારના પ્રમાણકાળમાં સામાયિક કહ્યું તે વિશેષ પ્રમાણકાળને) નહીં
જાણતો શિષ્ય પ્રશ્ન કરે છે કે-ક્યા ક્ષેત્રમાં અને કયા કાળમાં જિનવરેન્દ્ર સામાયિક કહ્યું? I૭૩૩ 30 અવતરણિકા : આ રીતના શિષ્યના પ્રશ્નના ઉત્તરનું પ્રતિપાદન કરવાની ઇચ્છાથી કહે છે કે
ગાથાર્થ : વૈશાખસુદ અગિયારસને દિવસે પ્રથમ પૌરુષીમાં મહસેનનામના ઉદ્યાનમાં સામાયિકની અનંતર ઉત્પત્તિ થઈ અને શેષ ક્ષેત્રમાં પરંપર ઉત્પત્તિ થઈ.