________________
અવિદત્ત પરાવગ્રહ અકલ્પ્ય (નિ. ૭૨૧-૭૨૨)
इत्तरियं पि न कप्पइ अविदिनं खलु परोग्गहाईसुं । चिट्ठित्तु निसित्तु व तइयव्वयरक्खणट्ठाए ॥ ७२१ ॥
व्याख्या : ‘इत्वरमपि' स्वल्पमपि, कालमिति गम्यते, न कल्पते अविदत्तं खलु परावग्रहादिषु, आदिशब्दः परावग्रहानेकभेदप्रख्यापकः, किं न कल्पते इति ?, आह-'स्थातुं' कायोत्सर्गं कर्तुं ‘નિીતુિમ્ ' પવેદ્યું, જિમિત્યંત આ—‘તડ્ય∞યાવળકા' અત્તાવાનવિનત્યા તૃતીયવ્રતરક્ષાર્થ, 5 तस्माद्भिक्षाटनादावपि व्याघातसम्भवे क्वचित् स्थातुकामेनानुज्ञाप्य स्वामिनं विधिना स्थातव्यम्, अटव्यादिष्वपि विश्रमितुकामेन पूर्वस्थितमनुज्ञाप्य स्थातव्यं, तदभावे देवतां, यस्याः सोऽवग्रहइति થાર્થ: ॥
उक्ता दशविधसामाचारी, साम्प्रतमुपसंहरन्नाह
एवं सामाचारी कहिया दसहा समासओ एसा । संजमतवड्ढयाणं निग्गंथाणं महरिसीणं ॥ ७२२ ॥ निगदसिद्धा । सामाचार्य्यासेवकानां फलप्रदर्शनायाह
છે
૫૫
ગાથાર્થ: ત્રીજાવ્રતના રક્ષણ માટે પરના અવગ્રહાદિમાં અનુજ્ઞા વિના સ્વલ્પ પણ કાળ માટે કાયોત્સર્ગ કરવો કે બેસવું કલ્પતું નથી.
ટીકાર્થ : સ્વલ્પ કાળ માટે પણ, મૂળગાથામાં “કાળ” શબ્દ નથી તે અહીં જાણી લેવો. 15 અનુજ્ઞા વિના પરાવગ્રહાદિમાં કલ્પતું નથી. “પરાવગ્રહાદિ” અહીં “આદિ” શબ્દ પરાવગ્રહના જ અનેક ભેદો જણાવનાર છે. શું કલ્પતું નથી ? તે કહે છે - કાયોત્સર્ગ કરવો કે બેસવું કલ્પતું નથી. શા માટે કલ્પતું નથી ? તે કહે છે - અદત્તાદાનની વિરતિ નામના ત્રીજા વ્રતનું રક્ષણ કરવા માટે કલ્પતું નથી. તેથી ભિક્ષાટનાદિમાં જ્યારે કોઈ વ્યાઘાતનો સંભવ હોય ત્યારે કોઈક સ્થાને ઊભા રહેવાની ઇચ્છા થાય ત્યારે વિધિવડે સ્વામી પાસે તે સ્થાનની અનુજ્ઞા લઈ ઊભા 20 રહેવું. અટવી વગેરેમાં પણ વિશ્રામ કરવાની ઇચ્છા થાય ત્યારે પૂર્વસ્થિત (વ્યક્તિ કે સાધુ)ની અનુજ્ઞા મેળવી વિશ્રામ કરવો. જો તે સ્થાનનો કોઈ સ્વામી ન હોય કે ત્યાં કોઈ પૂર્વસ્થિત ન હોય ત્યારે તે દેવની રજા લેવી જેનો તે અવગ્રહ હોય.II૭૨૧॥
અવતરણિકા : આ પ્રમાણે દસ પ્રકારની સામાચારી કહી. હવે ઉપસંહાર કરતા કહે
10
ગાથાર્થ : આ પ્રમાણે સંયમતપથી યુક્ત નિગ્રંથ મહર્ષિઓની દસ પ્રકારની સામાચારી
સંક્ષેપથી કહી.
25
ટીકાર્થ : ગાથાર્થ સ્પષ્ટ જ છે. I૭૨૨
અવતરણિકા : સામાચારીના આસેવક એવા સાધુઓને પ્રાપ્ત થતું ફળ બતાડવા માટે
30
કહે છે