________________
5
૩૬
આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૩)
चायं न्याय: 'सामान्यग्रहणे सत्यपि प्राधान्यख्यापनार्थं भेदेनोपन्यासो' यथा - ब्राह्मणा याता वशिष्टोऽप्यायात इति गाथार्थः ॥
उक्ताssवश्यकी, साम्प्रतं नैषेधिकीं प्रतिपादयन्नाह
ઇન્દ્રિયગુપ્તને બદલે ગુપ્તેન્દ્રિય કહ્યું છે. તથા કાયાથી ઇન્દ્રિયનું જે જુદું ગ્રહણ કર્યું છું તે ઇન્દ્રિયોનું 10 પ્રાધાન્ય જણાવવા કર્યું છે. આવો ન્યાય પણ છે જ કે સામાન્યથી ગ્રહણ થવા છતાં પ્રાધાન્ય બતાવવા
सेज्जं ठाणं च जहिं चेएइ तहिं निसीहिया हो ।
जम्हा तत्थ निसिद्धो तेणं तु निसीहिया होइ ॥ ६९५ ॥
व्याख्या : शेरतेऽस्यामिति शय्या - शयनीयस्थानं तां शय्यां 'स्थानं चे 'ति स्थानमूर्ध्वस्थानंौं, कायोत्सर्गः, यत्र 'चेतयते' 'चिती सञ्ज्ञाने' अनुभवरूपतया विजानाति वेदयतीत्यर्थः, अथवा ‘चेतयते' इति करोति, शयनक्रियां च कुर्वता निश्चयतः शय्या क्रिया कृता भवति, ततश्च
માટે જુદો ઉપન્યાસ ક૨વામાં આવે છે. જેમ કે બ્રાહ્મણો આવ્યા, વશિષ્ટ ઋષિ પણ આવ્યા. (અહીં વશિષ્ટ બ્રાહ્મણ હોવાથી ‘બ્રાહ્મણો આવ્યા” એવું કહેવામાં વશિષ્ટ પણ આવી જ જાય છે છતાં બ્રાહ્મણોમાં વશિષ્ટ મુખ્ય હોવાથી તેનું જુદું નામ જણાવાયું છે, તેમ “મન—વચન—કાયા—ઇન્દ્રિયથી ગુપ્ત” શબ્દમાં જો કે “કાયા” શબ્દથી ઇન્દ્રિયનું ગ્રહણ થઈ જવા છતાં ઇન્દ્રિયોની મુખ્યતા જણાવવા 15 ઇન્દ્રિય શબ્દ જુદો કહ્યો છે.) II૬૯૪
* નિસીહિ–સામાચારી +
20
અવતરણિકા : આવશ્યકી કહી. હવે નિસીહિને પ્રતિપાદન કરતા કહે છે
ગાથાર્થ : જ્યાં શય્યા અને સ્થાન કરે છે ત્યાં નિસીહિ થાય છે, કારણ કે ત્યાં જ આત્મા નિષિદ્ધ છે, તેથી નિસીહિ થાય છે.
ટીકાર્થ : જેને વિશે સૂઈ જાય તે શય્યા = સૂવાનું સ્થાન, તે શય્યાને અને કાયોત્સર્ગરૂપ સ્થાનને જ્યાં અનુભવરૂપે વેદી રહ્યો છે (અર્થાત્ જ્યાં શયન કરી રહ્યો છે કે જ્યાં કાયોત્સર્ગાદિ કરી રહ્યો છે ત્યાં) અથવા ‘‘ચૈતયતે” ધાતુનો ‘કરે છે’ એવો અર્થ જાણવો, તેથી શય્યાને શયનીયસ્થાનને કરે છે એવો અર્થ થશે. (શંકા : શય્યાને એવો અર્થ તમે કરો છો, પરંતુ જે સૂઈ રહ્યો હોય તેને જ શય્યા કરી એવો નિયમ નથી, કારણ કે હાથમાં સંથારો લઈને પાથરવાની 25 ક્રિયા કરનારે પણ ઉપચારથી શય્યા કરી એવું કહેવાય છે. આમ, જો ‘ચૈતયતે'નો અર્થ ‘કરે છે’ એવો કરો તો પૂર્વના ‘અનુભવી રહ્યો છે' એવા અર્થ કરતા તદ્દન જુદો જ અર્થ પ્રાપ્ત થાય અને આ રીતે જુદો જ અર્થ પ્રાપ્ત થતાં ‘અથવા’ શબ્દ ઘટે નહીં, કારણ કે હજુ તો સંથારો હાથમાં લઈને પાથરવાની તૈયારી થઈ રહી છે. અહીં અનુભવવાની તો વાત જ નથી. આ શંકાનું સમાધાન આપે છે કે—) શયનક્રિયાને કરતા સાધુએ નિશ્ચયથી શય્યા જ કરી કહેવાય છે, (આમ, ‘ચેતયતે'નો
+ नमुक्तं प्र० । शय्या प्र० ।
30
=