________________
નિસીહિસામાચારી (નિ. ૬૯૬)
૩૭
स्वपितीत्यर्थः, चशब्दो वीरासनाद्यनुक्तसमुच्चयार्थः, अथवा तुशब्दार्थे द्रष्टव्यः, स च विशेषणार्थः, कथम् ?, प्रतिक्रमणाद्यशेष कृतावश्यकः सन्ननुज्ञातो गुरुणा शय्यां स्थानं च यत्र चेतयते 'तत्र ' एवंविधस्थिति-क्रियाविशिष्ट एव स्थाने नैषेधिकी भवति नान्यत्र, किमित्यत आह- यस्मात्तत्र निषिद्धोऽसौ तेनैव कारणेन नैषेधिकी भवति निषेधात्मकत्वात्तस्या इति गाथार्थः ॥
पाठान्तरं वा
सेज्जं ठाणं च जदा चेतेति तया निसीहिया होइ ।
जम्हा तदा निसेहो निसेहमइया च सा जेणं ॥ ६९६ ॥
व्याख्या : इयमुक्तार्थत्वात्सुगमैव । अनेन ग्रन्थेन मूलगाथायाः 'आवश्यकीं च निर्गच्छन् यां चागच्छन् नैषेधिकीं करोति व्यञ्जनमेतद् द्वेधे 'त्येतावत् स्थितिरूपनैषेधिकीप्रतिपादनं व्यञ्जनभेदनिबन्धनमधिकृत्य व्याख्यातम् ॥
5
સમાધાન : કારણ કે આવા સ્થાનમાં જ આત્મા નિષિદ્ધ થયો છે અને નિસીહિ નિષેધરૂપ હોવાથી આવા સ્થાનમાં જ નિસીહિ થાય છે.
અવતરણિકા : અથવા પાઠાન્તરને કહે છે
ગાથાર્થ : જ્યારે શય્યા અને સ્થાન કરે છે ત્યારે નિસીહિ થાય છે કારણ કે ત્યારે જ (આત્માએ સર્વપાપોનો) નિષેધ કર્યો છે અને તે નિસીહિ નિષેધાત્મક છે.
10
‘કરે છે’ એવો અર્થ કરીએ તો પણ નિશ્ચયથી ‘અનુભવી રહ્યો છે' એવો અર્થ જ સમજવો. જેથી કોઈ વિરોધ આવશે નહીં. આ ચર્ચાનો સાર કહે છે કે—) જે સ્થાને સાધુ શયન કરે છે (ત્યાં નિસીહિ થાય છે એમ અન્વય કરવો.) ચ શબ્દ વીરાસનાદિ જે મૂળમાં કહ્યા નથી તે પણ ભેગા જાણવા માટે છે. અથવા ચ શબ્દ તુ શબ્દના અર્થમાં જાણવો. અને તે તું શબ્દ વિશેષણના અર્થમાં છે. કઈ રીતે ? તે આ રીતે – પ્રતિક્રમણાદિ સર્વ આવશ્યકો કર્યા બાદ ગુરુવડે અનુજ્ઞા અપાયેલ 15 શિષ્ય જ્યાં સંથારો અને સ્થાન = કાયોત્સર્ગ (તથા “ચ” શબ્દથી વીરાસનાદિ) કરે છે તેવા પ્રકારની સ્થિતિક્રિયાથી (આવશ્યકોનું કરવું અને ગુરુની અનુજ્ઞારૂપ સાધુઓની જે મર્યાદા છે તે રૂપ સ્થિતિક્રિયાથી) વિશિષ્ટ એવા સ્થાનમાં (જો કે સ્થિતિક્રિયાથી વિશિષ્ટ સાધુ હોવા છતાં ઉપચારથી સ્થાનને વિશિષ્ટ કહ્યું છે – કૃતિ ટીપ્પા) નિસીહિ થાય છે, અન્ય સ્થાને નહીં. શંકા : શા માટે આવા સ્થાનમાં જ નિસીહિ થાય છે ?
20
25
ટીકાર્થ : આ ગાથાનો અર્થ ઉપર કહેવાઈ ગયેલો હોવાથી આ ગાથાની વ્યાખ્યા સુગમ જ છે. આ “TH પસંતÆ... (ગા. ૬૯૩) ઇત્યાદિ શ્લોકોવડે મૂળગાથાનું = આસ્સિયં ગિતો....થી વ્યઙ્ગનમેતવ્ દ્વેધા સુધીનું આટલું વાક્ય વ્યંજનભેદના કારણરૂપ સ્થિતિરૂપનૈષેધિકીના પ્રતિપાદનને આશ્રયી વ્યાખ્યાન કરાયું. (આશય એ છે કે પૂર્વે ગમનરૂપ આવશ્યકીનું પ્રતિપાદન કર્યું. ત્યાર પછી જ્યારે “મેનૂં તાળું ... શ્લોકવડે સ્થિતિરૂપ નૈષેધિકીનું પ્રતિપાદન કર્યું ત્યારે 30 प्रतिक्रमणाद्यशषैः कार्यैः समापितावश्यककृत्य इत्यर्थः ।