________________
પૂ, કલ્યાણ શ્રીજી મહારાજને પરિચય :- તેઓશ્રી અને સુરતનાં વતની હતાં. જન્મ વિ. સં. ૧૯૪૪ માં શ્રાવણ સુદ પુનમના દિવસે થયે હતો. માતાનું નામ પરસનબેન હતું. તેઓશ્રીનું નામ કાબીબેન હતું. તેઓશ્રીનાં લગ્ન સુરતનાં વતની જેચંદભાઈના સુપુત્ર ઠાકરદાસની સાથે થયાં હતાં સંસારી અવસ્થામાં વેણીચંદ નામે એક પુત્ર હતા. પિતાના લાડકવાયા પુત્રને ૧૦ વર્ષની બાળવયમાં જ તજીને પિતે વિ. સં. ૧૯૭૧ માં ભરુચ મુકામે વૈશાખ સુદ ૬ને દિવસે દીક્ષા લીધી. તેઓશ્રી પૂ. ચંદન શ્રીજી મહારાજનાં શિષ્યા શ્રી અશકશ્રીજી મહારાના શિષ્યા સાધ્વી શ્રી કલ્યાણશ્રીજી નામે થયાં. - તેઓશ્રી જીવનભર પૂ. દાદા ગુરુદેવ શ્રીમદ્ વિજય સિધિસૂરીશ્વરજીની આજ્ઞામાં રહી સુંદર આરાધના કરતાં હતાં. સર્વ સાધ્વીઓ પ્રત્યે માતા જેવું વાત્સલ્ય, ક્રિયાશુદ્ધિ, ઉપશમભાવ, વિગેરે તેમનાં વિવિધ ગુણે કદી ન ભૂલાય તેવાં હતાં. તેઓશ્રી ૬૧ વર્ષને દીર્ઘ ચારિત્ર પર્યાય પાળી વિ. સં. ૨૦૩૧, ભાદરવા સુદ ૯ની રાતે ખેતરપાળની પિળમાં અમદાવાદ મુકામે ખૂબ સમાધિ પૂર્વક કાલધર્મ પામ્યાં હતાં. સમાચાર મળતાંની સાથે જ તેઓશ્રીનાં પૌત્રી મહેશભાઈ કિશોરભાઈ, દિલીપભાઈ, અનીલભાઈ કિરીટભાઈ, સતીશભાઈ તથા પૌત્રીઓ ગિરિબાળાબેન, રશિમબેન, ત્રિશુલાબેન તથા પૌત્રવધૂઓ