________________
ઋણમાંથી મુક્ત થવા સર્વ સાધ્વીઓ તેમની અંતિસ આરાધનામાં સતત ઉજમાલ હતાં.
છેલ્લે શ્રાવણ સુદ દશમની સાંજે પાંચ વાગે એકાએક નેત્રે તથા મુખાકૃતિ ઉપર દર્દની અસર પ્રગટી. સાથે જ હેડકી શરૂ થઈ અને તીવ્ર શ્વાસ ઉપડશે. અંતિમ સમય સમજી સતત નવકારમંત્ર સંભળાવવા માંડયા. ચાર શરણ સ્વીકાર્યા. અને તીવ્ર વેદનામાં પણ સમાધિની રક્ષા માટે જાગૃત રહ્યાં. છેવટે શ્રાવણ સુદ ૧૧ ના સવારે ક. ૭-૨૫ મિનીટે નવકારમંત્ર સાંભળતાં સાંભળતાં અમો સૌને નિરાધાર મૂકી વિનશ્વર દેહને ત્યાગ કરી પરલોકમાં સીધાવ્યાં. સકલ સંઘમાં શોક વ્યાપી ગયે. સૌ કેઈ નાના-મોટા આબાલવૃદ્ધ તેઓશ્રીનાં દેહનાં અંતિમ દર્શન કરવા દેડી આવ્યા અને અંતિમ સંસ્કારની તૈયારી કરી.
તેઓનાં પૂ. ગુરુણશ્રી હીરશ્રીજી મહારાજ વિ.સં. ૨૦૧૧ માં કાલધર્મ પામ્યાં ત્યાં સુધી પિતે તેમની આજ્ઞામાં રહ્યાં અને તે પછી પૂ. સા. શ્રી કલ્યાણ શ્રીજી મહારાજ કે જે તેઓનાં ગુરુણીનાં ગુરુબેન હતાં, તેમની આજ્ઞામાં છેક સુધી રહ્યાં, તેમની સેવામાં પણ પિતાનાં સાધ્વીજી શ્રી દિવ્યપ્રભાશ્રીજી વિગેરેને રાખી તેમની અંતિમ અવસ્થા સુધી આરાધનામાં સહાય કરી.