________________
૭૨ વર્ષની ઉંમર સુધી પાદવિહાર કર્યો, વૃદ્ધાવસ્થામાં જ ઘાબળ ક્ષીણ થયા પછી છેલ્લે ૧૧ વર્ષ છાણું ગામમાં સ્થિરવાસ કર્યો.
સં. ૨૦૨૨ની સાલથી પૂજ્યશ્રીને હૃદયરોગ, બ્લડપ્રેશર, ડાયાબિટીશ, વિગેરે રોગો શરૂ થવા છતાં અપૂર્વ શાન્તિ સમાધિ સાચવીને પર્વતિથિનાં ઉપવાસ તો ચાલુ જ રાખ્યાં હતાં. છેલે સં. ૨૦૩૦ ના અષાડ સુદ ૧૪ ને પણ ઉપવાસ કર્યો હતે.
પૂજ્યશ્રીને એક સિદ્ધાન્ત હતું કે મનને જરાય નવરું ન પડવા દેવું, તેથી સાથે જે સાધવીઓ રહેલાં હોય તેમને ટાઈમ હોય એટલે વખત શાસ્ત્રનું વાંચન કરાવતાં, સવસ્થ ચિત્તે સાંભળતાં અને ચિંતન, મનન કરતાં. સંભળાવનાર જે કામમાં હોય તે તેઓ નમસ્કાર મહામંત્રનો જાપ શરુ કરી જ દેતાં. સમયને નકામે જવા દેતાં નહી. - છેલે સં. ૨૦૩૦ ના અષાઢ વદ સાતમના રાતે દેઢ વાગે પાટ ઉપરથી ઉંઘમાં જ ઉભાં થયાં. આમ તો કઈ દિવસ છેલ્લા બે વર્ષથી દિવસે પણ બીજાને પાસે બોલાવ્યા વિના એકલાં ઉભા ન થતાં, પણ ભાવિભાવ તે રાતે એકાએક ઉમાં થયાં અને તૂત જ પડી ગયાં. તે જ વેળા સાધવી વિનોદશ્રીજી, ચિદાનંદશ્રીજી, દેવાંગનાશ્રીજી, મદનરેખાશ્રીજી જાગી ઉઠયાં. અને સવસ્થપણે સંથારામાં બેસાડવાં. પણ માર વાગેલે તેને દુઃખા સખ્ત હતે.