________________
છોકરાઓની ત્રણ પુત્રીઓ, ભાઈની બે પુત્રીઓ અને દિયરની પુત્રીઓ, એમ કુટુમ્બમાંથી પણ અનેક આત્માઓ * તેમની નિશ્રામાં સંયમી બન્યા.
બીજું મહત્વ તો એ છે કે પિતાને વિશાળ પરિવાર છતાં શિષ્યાઓ ઉપર કદી મમતા કરી નથી. પિતાના ગુરૂદેવ પૂ. હરિશ્રીજી મ. સા. આજ્ઞા કરે કે હાર સાવીઓને અમુક સાધવીની સેવામાં અગર અમુક સાવીની સાથે બહારગામ મેકલવાનાં છે, તે તે આજ્ઞાનું પાલન કરતાં તૂત જ પિતાની શિષ્યાઓને આજ્ઞા કરતાં કે તમારે જવાનું છે, તે તેઓશ્રીને પણ એ પ્રબલ પુર્યોદય હતો કે સૌ સાધ્વીઓ સહર્ષ આજ્ઞા સ્વીકારી લેતાં. રસનેન્દ્રિય પર તેઓએ સારે કાબૂ મેળવ્યું હતું. જંદગીભર અમુક દ્રવ્યથી વધુ નહીં વાપરતાં, ૨૨ વર્ષ સુધી મૂળમાંથી દહીં વિગઈને તથા કડાવિગઈને ત્યાગ, લગભગ દરેક મીઠાઈઓને પણ ત્યાગ, માંદગી સિવાયના વર્ષોમાં વધુ તપ ન બને તે પણ બિયાસણને તપ ચાલુ જ હતો.
દીક્ષા પછી તપમાં બે વષીતપ, ૩૧ ઉપવાસ, ૨૨૯ છઠ, ૧૨ અટ્ટમ, ૧૫ ઉપવાસ, ૧૦ ચેમાસીતપ, ૨ છમાસીત૫, ૪ મોટાસમવસરણ, ૧ સિંહાસન તપ, વર્ધમાન તપની ૪૦ ઓળીએ, અને નવપદની ઓળી તે સં. ૨૦૨૫ની સાલ સુધી કાયમ ચાલુ રાખી હતી. પર્યુષણ પર્વમાં પણ વધુ તપ ન થાય તે છઠ્ઠ, અઠ્ઠમ તે કરે જ.