________________
પરમ તપસ્વી, પ્રાતઃ સ્મરણીય, તપાગચ્છાલંકાર, પરમ પૂજ્ય સ્વ. આચાર્ય ભગવંત ૧૦૦૮ શ્રીમદ્ વિજ્યસિદ્ધિસૂરીશ્વરજી (દાદા) મહારાજનાં આગ્રાવતી વિદુષી. સા. શ્રી ચંદન શ્રીજી મ. ના શિષ્યા પૂજ્ય શ્રી અશકશ્રીજી મ. ના શિષ્યા પૂજ્ય શ્રી હીરશ્રીજી મહારાજ તે સમયે અમદાવાદમાં હતાં. સાવી વેષ ઘરમાં જ તૈયાર કરી રાખેલ હતું તે સાથે લીધું અને અજાણી પુત્રવધુ શી રીતે ઘર ચલાવશે? શું કરશે ? ઈત્યાદિ કાંઈ પણ ચિંતા કરવા ન રહ્યાં. બાર વર્ષની ઉંમરના નાના પુત્રની પણ ચિંતા છેડી દીધી. સ્નેહનાં બંધન અતિ આકરાં હોય છે. તેને સત્ત્વશાળી આત્માઓ જ તેડી શકે છે. અને એ તોડવા માટે વિષમ માર્ગ પણ લેવો પડે છે. તેઓશ્રીએ જાણ્યું કે સમજાવટથી છૂટાય તેમ નથી. એટલે ગુપ્ત રીતે ઘેરથી નીકળી અમદાવાદ (રાજનગર) જઈ સીધા હઠીભાઈ શેઠની વાડીએ ગયા.
ત્યાં પ્રભુ દર્શન કરી સં. ૧૯૮૪ વૈ. સુદ ૧૧ના મંગલ પ્રભાતે ફતાસાની પિળે જઈ પ્રશાન્તમૂર્તિ, વાત્સલ્યવષિણી, પૂજ્યશ્રી હીરશ્રીજી મ. સા. ના શરણે મસ્તક મૂકી જીવનભર પૂ ગુરુણીજીની શરણાગતિ સ્વીકારી ડાહીબેન મટીને તેમનાં શિષ્યા શ્રી દેવશ્રીજી નામે સાધ્વીજી થયાં.
પૂજ્યશ્રીએ દીક્ષા લીધી ત્યારથી જ વિનય, વૈયાવચ્ચ, ગુવજ્ઞાપાલનાદિ ગુણે એમનામાં અપૂર્વજ હતાં. તેમ જ