Book Title: Agamnu Amrutpan
Author(s): Saubhagyachand Nagindas Shah
Publisher: Saubhagyachand Nagindas Shah

View full book text
Previous | Next

Page 11
________________ તથા ધાર્મિક અભ્યાસ કરવા, કરાવવામાં સારી રુચિ ધરાવતાં હતાં. ડાહીબેનની ૧૩ વર્ષની ઉંમરે સૌને માતા-પિતાની જેમ પૂજ્યશ્રીનાં માતા-પિતાને પણ એમનાં લગ્નના લ્હાવો લેવાના મનોરથ થયા. પરંતુ ડાહીબેનને આત્મા વૈરાગ્યને ચાહક હતા. માટે પૂજયશ્રીનું મન સહજ રીતે લગ્નની દિશાથી વિમુખ હતું. માતા-પિતા તથા કુટુંબીઓ તે નેહરાગથી રંગાએલા હતા, પરંતુ ડાહીબેનને તે વૈરાગ્યની તાલાવેલી લાગી હતી. તે કાળે આર્ય સંસ્કૃતિ જીવતી હતી. તેથી મર્યાદામાં રહેનાર સંતાને માતા-પિતાનું વચન ઉત્થાપતાં નહિં. | વિનીત ડાહીબેને પણ અનિચ્છાયે માતા-પિતાની આજ્ઞાને શિરોધાર્ય કરી અને છાણીમાં જ બ્રાહ્મણ ફળાયામાં મોતીલાલ બેચરદાસના પુત્ર નગીનભાઈની સાથે તેઓશ્રીનાં લગ્ન થયાં. ભાવિભાવને કણ મિથ્યા કરે? પૂજ્યશ્રીએ લગ્ન તે કર્યું, પરંતુ અંતરને વૈરાગ્ય અખંડ રહ્યો સાસરીયે જવું પડે એટલે જતાં પણ દરરોજની આવશ્યક ક્રિયા, તપ, સ્વાધ્યાયાદિ ધર્માનુષ્ઠાને સતત ચાલુ રાખતાં. એ રીતે પતિની ઇચ્છાવશ સંસાર જોગવતાં બે પુત્રને જન્મ આપે. જેઓનાં નામ સૌભાગ્યચંદ તથા રમણલાલ છે, બને ભાઈઓ આજે વિદ્યમાન છે.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 324