________________
[૯]
તથા મહાપરિજ્ઞા નામના સાતમા અધ્યયનમાં સાત ઉદેશા હતા, તેમાંથી એકેક લેવાથી સાત લીધા છે. તથા શસ્ત્ર પરિક્ષામાંથી ભાવના અધિકાર લીધો છે, તથા ધુત અધ્યયનના બીજા ચોથા ઉદ્દેશામાંથી વિમુક્તિ અધ્યયન લીધું છે. જે ૯ છે
તથા આચાર પ્રકલ્પ તે નિશીથ સૂત્ર છે અને તે પ્રત્યાખ્યાન પૂર્વની ત્રીજી વસ્તુ છે તેમાં ર૦ મું પાહુડ આચાર નામનું છે તેમાંથી લીધેલ છે. (આ પાંચમી ચુડા જુદી પાડી છે.)
બ્રહ્મચર્યનાં નવ અધ્યયનેથી આચાર અગ્ર (મૂલિકાએ) રચેલ છે. એથી નિયુહન (રચના) ના અધિકારથી જ તે શસ્ત્રપરિજ્ઞા અધ્યયનથી જ તે આચાર અગ્ર (ચૂલા) રચી છે, તે બતાવે છે.
अव्योगडो उ भणिओ सत्थपरिन्नाय दंडनिक्खेवो। सो पुण विभन्जमाणो तहा तहा होइ नायव्यो ॥२९२॥
અવ્યક્ત દંડ નિક્ષેપ હતો તે બતાવ્યો છે, એટલે પ્રાણીઓને પીડા રૂપ જે દંડ છે, તેને નિક્ષેપ (પરિત્યાગ). છે, અર્થાત સંયમ છે, તે શસ્ત્રપરિજ્ઞા અધ્યયનમાં ગુપ્ત રીતે કહ્યો હતો, તેથી તે સંયમને જ જુદા જુદા ભાગ પાડીને આઠે અધ્યયનમાં અનેક પ્રકારે વર્ણવે છે, એમ જાણવું.
પ્રઆ સંયમ સંક્ષેપથી કહે છે, તે કેવી રીતે વિસ્તારથી કહેવાય છે? તે કહે છે.