Book Title: Navtattva Prakaran
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
Catalog link: https://jainqq.org/explore/005541/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 'ચિરંતનાચાર્ય વિરચિત, 'નવતત્વ પ્રકરણ શબ્દશઃ વિવેચન મોક્ષ નિર્જરા સવાર સાવા પુણ્ય Uપ આજીવ જવા વિવેચક : પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા For Personal & Prive to use Only www.jainti Page #2 -------------------------------------------------------------------------- ________________ ચિરંતનાચાર્ય વિરચિત નવતત્ત્વ પ્રકરણ શબ્દશઃ વિવેચન * મૂળ ગ્રંથકાર - ચિરંતનાચાર્ય + આશીર્વાદદાતા ' વ્યાખ્યાનવાચસ્પતિ, શાસનપ્રભાવક સ્વ. પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા ષડ્રદર્શનવેત્તા, માવચનિકપ્રતિભાધારક સ્વ. પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા તથા વર્તમાન શ્રુતમર્મજ્ઞાતા વિદ્વાન પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા - વિવેચનકાર કે પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા છે સંકલનકારિકા છે. સ્મિતા ડી. કોઠારી : પ્રકાશક : સંસ્થાના જ્ઞાનખાતામાંથી આ પુસ્તક જ્ઞાનભંડાર/શ્રીસંઘને ભેટ આપેલ છે. નવા ના, E માતા ગg ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ ૦૦૦૦ નવતત્ત્વ પ્રકરણ શબ્દશઃ વિવેચન * વિવેચનકાર : પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા આર્થિક સહયોગ સન્ક્રિયાભિરુચિ પ. પૂ. આ. શ્રી ભક્તિસૂરીશ્વરજી મહારાજાના પટ્ટધર પ્રશાંતમૂર્તિ ૫. પૂ. આ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજાના આજ્ઞાવર્તિની તપસ્વીરત્ના ૫. પૂ. સા. સુરેન્દ્રશ્રીજી મહારાજના વિદુષી શિષ્યા સા. બોધિરત્નાશ્રીજી મ. સા., સા. દૃષ્ટિરત્નાશ્રીજી મ. સા., સા. આર્જવરત્નાશ્રીજી મ. સા.ના વિ. સં. ૨૦૬૫માં મુલુન્ડ (વે.) વર્ધમાનનગરમાં થયેલ ચાતુર્માસ દરમિયાન જ્ઞાનખાતાની ઉપજમાંથી શ્રી ભગવાન વર્ધમાન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ જૈન સંઘ તરફથી આ પુસ્તકનો સંપૂર્ણ લાભ લેવામાં આવેલ છે. : મુખ્ય પ્રાપ્તિસ્થાન : તાર્થ ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફ્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. વીર સં. ૨૫૩૬ * વિ. સં. ૨૦૬૬ આવૃત્તિ : પ્રથમ * નકલ : ૫૦૦ મૂલ્ય : રૂ. ૭૦-૦૦ avoc મુદ્રક નવરંગ પ્રિન્ટર્સ આસ્ટોડીયા, અમદાવાદ-૧. ફોનઃ (મો.) ૯૪૨૮૫૦૦૪૦૧ (ઘર) ૨૬૬૧૪૬૦૩ For Personal & Private Use Only ૧૧૭ Page #4 -------------------------------------------------------------------------- ________________ F : પ્રાપ્તિસ્થાન : F અમદાવાદ : * વડોદરા : ગીતાર્થ ગંગા શ્રી સૌરીનભાઈ દિનેશચંદ્ર શાહ ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, દર્શન' ઈ-૬૯, લીસાપાર્ક સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. વિભાગ-૨, રામેશ્વર સર્કલ, સુભાનપુરા, 8 (૦૭૯) ૨૬૬૦૪૯૧૧, ૩૨૯૧૧૪૭૧ હાઈટેન્શન રોડ, વડોદરા-૩૯૦૦૨૩. (૦૨૬૫) ૨૩૯૧૬૯૬ મુંબઈ: *સુરત : શ્રી નિકુંજભાઈ આર. ભંડારી ડૉ. પ્રફુલભાઈ જે. શેઠ વિષ્ણુ મહલ, ત્રીજે માળે, ડી-૧, અર્પણ એપાર્ટમેન્ટ, ગરવારે પેવેલીયનની સામે, બાબુ નિવાસની ગલી, ડી-રોડ, ચર્ચગેટ, મુંબઈ-૪૦૦૦૧૦. ટીમલીયાવાડ, સુરત-૩૯૫૦૦૧. 8 (૦૨૨) ૨૨૮૧૪૦૪૮ = (૦૨૬૧) ૩૨૨૮૩૨૩ શ્રી લલિતભાઈ ધરમશી * જામનગર : ૩૦૨, ચંદનબાળા એપાર્ટમેન્ટ, શ્રી ઉદયભાઈ શાહ જવાહરલાલ નહેરુ રોડ, C/o. મહાવીર અગરબત્તી વર્કસ સર્વોદય પાર્શ્વનાથનગર, C-9, સુપર માર્કેટ, જયશ્રી ટોકીઝની સામે, જૈન દેરાસર પાછળ, મુલુંડ (વે), મુંબઈ-૮૦. જામનગર-૩૬૧૦૦૧. = (૦૨૨) ૨૫૬૮૦૬૧૪, ૨૫૬૮૯૦૩૦ 8 (૦૨૮૮) ર૬૭૮૫૧૩ શ્રી હિમાંશુભાઈ એન. શેઠ * રાજકોટ : એ-૨૪૧, અશોક સમ્રાટ, ત્રીજે માળે, શ્રી કમલેશભાઈ દામાણી દફતરી રોડ, ગૌશાળા લેન, “જિનાજ્ઞા”, ૨૭, કરણપરા, બીના જવેલર્સની ઉપર, મલાડ (ઈ.), રાજકોટ-૩૬૦૦૦૧. મુંબઈ-૪૦૦0૯૭. (૦૨૮૧) ૨૨૩૩૧૨૦ 6 (૦૨૨) ૩૨૪૩૮૪૩૪ (મો.) ૯૩૨૨૨૬૪૮૫૧ * BANGALORE: Shri Vimalchandji C/o. J. NEMKUMAR & COMPANY Kundan Market, D. S. Lane, Chickpet Cross, Bangalore-53. 8 (080) (O)22875262, (R) 22259925 For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ જ પ્રકાશકીય જ “ગીતાર્થ ગંગા"નું મુખ્ય લક્ષ્ય તો આપણા ઉપકારી પૂર્વાચાર્યો જેવા કે પ. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ, પ. પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ આદિ રચિત જૈનશાસ્ત્રોમાં પથરાયેલાં વિવિધ પરમાર્થભૂત તત્ત્વોનાં રહસ્યોનું વય, નિક્ષેપ, વ્યવહાર, નિશ્ચય સાપેક્ષ અર્થગાંભીર્યપૂર્ણ વિશ્લેષણ કરવાનું છે, જેથી શ્રી જૈનસંઘને તે તે પદાર્થોના સર્વાગી બોધમાં સહાય મળે. આ કાર્ય અત્યંત વિસ્તારવાળું અને ગહન છે, ઘણાં સાધુ-સાધ્વીજી ભગવંતો આમાં સહાય કરી રહ્યાં છે, અનેક શ્રાવકો અને શ્રાવિકાઓ પણ સો સોને યોગ્ય કાર્યો સંભાળી રહ્યાં છે, તે અનુસાર કામ બહાર આવી રહ્યું છે અને ક્રમસર આવતું રહેશે. આ સંદર્ભે “ગંગોત્રી ગ્રંથમાળા' હેઠળ ધર્મતીર્થ ભાગ-૧ અને ભાગ-૨ બહાર પડી ચૂક્યા છે, ભાગ-૩નું સંકલન થઈ રહ્યું છે તથા તે હેઠળ દ્વિતીય વિષય પર્ષદા' પર થયેલાં પ્રવચનોનું કામ ચાલી રહ્યું છે. દરમ્યાન શ્રી સંઘમાંથી જિજ્ઞાસુ મુમુક્ષુઓ તથા શ્રાવકો-શ્રાવિકાઓ તરફથી એવી માંગ વારંવાર આવે છે કે પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજ સાહેબનાં તથા પ. પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજ સાહેબનાં જુદા જુદા વિષયો પરનાં અપાયેલાં વ્યાખ્યાનો તથા પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતાએ વિવિધ શાસ્ત્રીય વિષયો પર કરેલાં વિવેચનો છપાવીને તૈયાર કરવામાં આવે તો સકળ શ્રી સંઘને ચોક્કસ લાભદાયી નીવડે. આવી વિનંતીઓને લક્ષ્યમાં રાખીને ટ્રસ્ટે નક્કી કર્યું છે કે આવાં વ્યાખ્યાનો તથા વિવેચતોનાં પુસ્તકો પ્રકાશિત કરવાં અને તેને માત્ર એક સંલગ્ન પ્રવૃત્તિ તરીકે સ્વીકારવી. આ કામ ગીતાર્થ ગંગાના મુખ્ય લક્ષથી સહેજ ફંટાય છે, બોધની વિવિધતા અને સરળતાની દષ્ટિએ પણ ભિન્ન પ્રકારે છે, છતાં તત્ત્વજિજ્ઞાસુ માટે હિતકારી હોવાથી તેમ જ અતિ માંગને કારણે ઉપર્યુક્ત વિનંતી લક્ષમાં રાખીને આ પ્રવૃત્તિ ચાલુ રાખેલ છે. તત્વજિજ્ઞાસુ જીવો માટે આવાં પુસ્તકો સમ્યમ્ જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધનામાં ઉપયોગી થશે, તેવી આશા સહિત – ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩. ટ્રસ્ટીગણ ગીતાર્થ ગંગા સર્વ હક્ક ગીતાર્થ ગંગા ટ્રસ્ટને આધીન છે. For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ દ: ગીતા ગીતાર્થ ગંગાનાં પ્રકાશનો પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા (મોટા પંડિત મ. સા.)ના વ્યાખ્યાનનાં પુસ્તકો સમાન છે ૧. આશ્રવ અને અનુબંધ ૨. પુદ્ગલ વોસિરાવવાની ક્રિયા ૩. ચારિત્રાચાર - પ. પૂ. આ. ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા જે (પંડિત મ. સા.)ના વ્યાખ્યાનનાં તેમજ લેખિત સંપાદિત પુસ્તકો છે ૧. શ્રાવકનાં બાર વ્રતોના વિકલ્પો ૨. યોગદષ્ટિસમુચ્ચયા ૩. કર્મવાદ કણિકા ૪. સદ્ગતિ તમારા હાથમાં ! ૫. દર્શનાચાર ૬. શાસન સ્થાપના ૭. અનેકાંતવાદ ૮. પ્રષ્નોત્તરી ૯. ચિત્તવૃત્તિ ૧૦. ચાલો, મોક્ષનું સાચું સ્વરૂપ સમજીએ ૧૧. મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૨. ભાગવતી પ્રવ્રજ્યા પરિચય ૧૩. ભાવધર્મ ભાગ-૧ (પ્રણિધાન) ૧૪. ભાવધર્મ ભાગ-૨ (પ્રવૃત્તિ, વિનય, સિદ્ધિ, વિનિયોગ) ૧૫. રૈનશાસન સ્થાપના ૧૬. ચિત્તવૃત્તિ ૧૭. શ્રાવ વરદ વ્રત પૂર્વ વિવા ૧૮. લોકોત્તર દાનધર્મ “અનુકંપા” ૧૯. પ્રશ્નોત્તરી For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ ૨૦. કુદરતી આફતમાં જૈનનું કર્તવ્ય ૨૧. ધર્મરક્ષા પ્રવચન શ્રેણી ભાગ-૧ ૨૨. જૈનશાસન સ્વતંત્ર ધર્મ કે સંપ્રદાય ? ૨૩. નિનશાસન સ્વતંત્ર ધર્મ યા સંપ્રદાય ? 28. Is Jaina Order Independent Religion or Denomination ? 24. Status of religion in modern Nation State theory ૨૬. ગૃહજિનાલય મહામંગલકારી ૨૭. શ્રી ઉપધાન માર્ગોપદેશિકા - संपादक :- प. पू. गणिवर्य श्री अरिहंतसागरजी महाराज साहब १. पाक्षिक अतिचार ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત અન્ય પુસ્તકોની યાદી ૧. શ્રી સમેતશિખરજીની સંવેદના સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ ૨. શ્રી નવપદ આરાધના વિધિ સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ 3. સ્વતંત્ર ભારતમાં ધર્મ પરતંત્ર !!!!! (ગુજ.) સંકલનકર્તાઃ ધર્મતીર્થ રક્ષા સમિતિ ૪. સ્વતંત્ર ભારત મેં ધર્મ પરતંત્ર !!!!! (હિન્દી) સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ ૫. Right to Freedom of Religion !!!!! સંકલનકર્તા: ધર્મતીર્થ રક્ષા સમિતિ (અંગ્રેજી) ૬. “રક્ષાધર્મ' અભિયાન (ગુજ.) સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ ૭. “Rakshadharma' Abhiyaan (અંગ્રેજી) સંકલનકર્તાઃ ધર્મતીર્થ રક્ષા સમિતિ ૮. સેવો પાસ સંખેસરો (ગુજ.) સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ ૯. સેવો પાસ સરવેસરી (હિન્દી) સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ છે == ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત T વિવેચનનાં ગ્રંથો . આ વિવેચનકાર :- પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા ૧. યોગવિંશિકા શબ્દશઃ વિવેચના ૨. અધ્યાત્મઉપનિષત્ પ્રકરણ શબ્દશઃ વિવેચન ૩. અધ્યાત્મમત પરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૬. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન પૂર્વાર્ધ ૭. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઉત્તરાર્ધ ૮. આરાધક-વિરાધક ચતુર્ભગી શબ્દશઃ વિવેચન ૯. સમ્યકત્વ ષટ્રસ્થાન ચઉપઈ શબ્દશઃ વિવેચન ૧૦. અધ્યાત્મસાર શબ્દશ: વિવેચન ભાગ-૧ ૧૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૨. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૩. ફૂપદષ્ટાંત વિશદીકરણ શબ્દશઃ વિવેચન ૧૪. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ (સૂત્ર ૧-૨) ૧૫. સૂત્રના પરિણામદર્શક યનલેશ ભાગ-૧ ૧૬. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ (સૂત્ર ૩-૪-૫) ૧૭. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૮. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૯. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૨૦. દાનદ્વાચિંશિકા-૧ શબ્દશઃ વિવેચન ૨૧. મિત્રાદ્વાચિંશિકા-૨૧ શબ્દશઃ વિવેચન ૨૨. યોગશતક શબ્દશઃ વિવેચન ૨૩. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૨૪. યોગભેદદ્વાચિંશિકા–૧૮ શબ્દશઃ વિવેચન ૨૫. યોગવિવેકદ્વાચિંશિકા-૧૯ શબ્દશઃ વિવેચન For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ ૨૬. સાધુસામગ્ઝદ્વાત્રિંશિકા-૬ શબ્દશઃ વિવેચન ૨૭. ભિક્ષુદ્વાત્રિંશિકા-૨૭ શબ્દશઃ વિવેચન ૨૮. દીક્ષાદ્વાત્રિંશિકા-૨૮ શબ્દશઃ વિવેચન ૨૯. યોગદૃષ્ટિની સજ્ઝાય શબ્દશઃ વિવેચન ૩૦. કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાત્રિંશિકા-૩૦ શબ્દશઃ વિવેચન ૩૧. પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકા-૧૧ શબ્દશઃ વિવેચન ૩૨. જ્ઞાનસાર શબ્દશઃ વિવેચન ૩૩. સંથારા પોરિસી સૂત્રનો ભાવાનુવાદ અને હિંસાષ્ટક શબ્દશઃ વિવેચન ૩૪. જિનમહત્ત્વદ્વાત્રિંશિકા-૪ શબ્દશઃ વિવેચન ૩૫. સમ્યગ્દષ્ટિદ્વાત્રિંશિકા-૧૫ શબ્દશઃ વિવેચન ૩૬. યોગલક્ષણદ્વાત્રિંશિકા-૧૦ શબ્દશઃ વિવેચન ૩૭. મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિંશિકા-૧૩ શબ્દશઃ વિવેચન ૩૮. અપુનબંધકદ્વાત્રિંશિકા-૧૪ શબ્દશઃ વિવેચન ૩૯. યોગદૃષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪૦. યોગદૃષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૪૧. યોગદૃષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૨. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૪૩. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૪. યતિલક્ષણસમુચ્ચય પ્રકરણ શબ્દશઃ વિવેચન ૪૫. દેવપુરુષકારદ્વાત્રિંશિકા-૧૭ શબ્દશઃ વિવેચન ૪૬. તારાદિત્રયદ્વાત્રિંશિકા-૨૨ શબ્દશઃ વિવેચન ૪૭. કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા-૨૩ શબ્દશઃ વિવેચન ૪૮. સદ્દષ્ટિદ્વાત્રિંશિકા-૨૪ શબ્દશઃ વિવેચન ૪૯. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫૦. માર્ગદ્વાત્રિંશિકા-૩ શબ્દશઃ વિવેચન ૫૧. દેશનાદ્વાત્રિંશિકા-૨ શબ્દશઃ વિવેચન ૫૨. જિનભક્તિદ્વાત્રિંશિકા-૫ શબ્દશઃ વિવેચન ૫૩. યોગાવતારદ્વાત્રિંશિકા-૨૦ શબ્દશઃ વિવેચન ૫૪. યોગમાહાત્મ્યદ્વાત્રિંશિકા-૨૬ શબ્દશઃ વિવેચન ૫૫. સજ્જનસ્તુતિદ્વાત્રિંશિકા-૩૨ શબ્દશઃ વિવેચન For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ ૫૬. પૂર્વસેવાદ્વાવિંશિકા–૧૨ શબ્દશઃ વિવેચન પ૭. ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા-૧૬ શબ્દશઃ વિવેચન ૫૮. ક્લેશતાનોપાયદ્વાચિંશિકા-૨૫ શબ્દશઃ વિવેચના ૫૯. વિનય દ્વાચિંશિકા-૨૯ શબ્દશઃ વિવેચન ૬૦. શ્રી સીમંધરસ્વામીને વિનંતીરૂપ ૧૨૫ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ૬૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૬૨. પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૬૩. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૬૪. ગુરુતત્ત્વવિનિશ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૬૫. ગુરતત્ત્વવિનિશ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૬૬. મુક્તિદ્વાચિંશિકા-૩૧ શબ્દશઃ વિવેચન ૬૭. યોગસાર પ્રકરણ શબ્દશઃ વિવેચન ૬૮. શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૬૯. શ્રી સીમંધરસ્વામીનું રૂ૫૦ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૭૦. તસ્વાર્થાધિગમસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૭૧. ષોડશક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૭૨. પ્રતિક્રમણ હેતુગર્ભિત સ્વાધ્યાય શબ્દશઃ વિવેચન ૭૩. કથાદ્વાચિંશિકા-૯ શબ્દશઃ વિવેચન ૭૪. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૭૫. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૫ ૭૬. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૬ ગીતાર્થ ગંગા અંતર્ગત ” ગંગોત્રી ગ્રંથમાળા દ્વારા પ્રકાશિત ગ્રંથો ૧. ધર્મતીર્થ ભાગ-૧ ૨. ધર્મતીર્થ ભાગ-૨ For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ | નવતત્વ પ્રકરણની સંકલના મોક્ષ માટે અને મોક્ષ ન થાય ત્યાં સુધી અભ્યદય માટે ઉપયોગી જ્ઞાન નવતત્ત્વના બોધથી થાય છે અને આ નવતત્ત્વનું વર્ણન જ ચૌદપૂર્વ સ્વરૂપ છે. આથી શાસ્ત્રમાં ચૌદપૂર્વમાં પણ નવતત્ત્વના બોધમાં અનંતગુણાનો પરસ્પર ભેદ સ્વીકારેલો છે અર્થાત્ એક ચૌદપૂર્વીને જે નવતત્ત્વનો બોધ છે તેનાથી અન્ય ચૌદપૂર્વીને અનંતગણો અધિક નવતત્ત્વનો બોધ હોઈ શકે. તેથી આ નવતત્ત્વનાં વિસ્તારાત્મક જ દ્વાદશાંગી છે. અને તે નવતત્ત્વનો પ્રારંભિક બોધ કરાવવા અર્થે પ્રસ્તુત પ્રકરણમાં અતિ સંક્ષેપથી કંઈક બોધ કરાવેલ છે અને તે સંક્ષિપ્ત બોધને ગ્રહણ કરીને અને તત્ત્વાર્થાધિગમસૂત્ર આદિ અનેક ગ્રંથોનો આધાર લઈને કંઈક નવતત્ત્વનો બોધ સ્પષ્ટ કરવા માટે પ્રસ્તુત ભાષાંતરમાં અમોએ યત્ન કરેલો છે, જેથી વાચકવર્ગને કંઈક નવતત્ત્વનો બોધ થાય. વળી, નવતત્ત્વના પારમાર્થિક બોધથી જ સમ્યગ્દર્શન પ્રગટે છે અને નવતત્ત્વનો પારમાર્થિક બોધ ગીતાર્થ સાધુને જ હોય છે, છતાં નવતત્ત્વનો સામાન્ય બોધ કરીને નવતત્ત્વ પ્રત્યેની તીવ્ર રુચિવાળા જીવોને આ નવતત્ત્વ પ્રત્યે ભાવથી શ્રદ્ધા હોય છે. તેથી તેવા ભાવથી શ્રદ્ધાવાળા જીવમાં પણ સમ્યક્ત સંભવે છે. તેથી નવતત્ત્વનું જ્ઞાન સમ્યક્તની પ્રાપ્તિમાં પણ અતિ ઉપકારક છે. વળી, સંયમની પ્રવૃત્તિ પણ આશ્રવના ત્યાગથી થાય છે અને શક્તિ અનુસાર સંવરમાં કરાયેલા ઉદ્યમથી થાય છે અને પ્રારંભિક ભૂમિકામાં સર્વવિરતિચારિત્ર પણ સરોગચારિત્ર હોય છે, તેથી પુણ્યબંધનું કારણ બને તેવું હોય છે. તેથી ચારિત્રની પ્રાપ્તિ માટે પણ પુણ્ય-પાપનો સૂક્ષ્મ બોધ અને આશ્રવ-સંવરનો સૂક્ષ્મ બોધ આવશ્યક છે. અને ચારિત્રના પાલન માટે છે કાયના જીવનો બોધ પણ આવશ્યક છે. તેથી ચારિત્રની નિષ્પત્તિમાં અને ચારિત્રના પાલનમાં નવતત્ત્વનું જ્ઞાન અતિ ઉપકારક છે. વળી, યોગમાર્ગની પ્રવૃત્તિના પ્રારંભથી યોગમાર્ગની પૂર્ણતાની પ્રાપ્તિ સુધી આ નવે તત્ત્વોનું જ્ઞાન અતિ આવશ્યક છે; કેમ કે આશ્રવના ત્યાગપૂર્વક For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ નવતત્ત્વ પ્રકરણ / સંકલના સંવરમાં દૃઢ ઉપયોગ કર્યા વગર જીવ વીતરાગ થઈ શકે નહિ. તેથી વીતરાગ થવા માટે આશ્રવ અને સંવરનો સૂક્ષ્મ બોધ અતિ આવશ્યક છે. વળી, જીવની એકાંતે હિતકારી અવસ્થા મોક્ષઅવસ્થા છે. તેથી મોક્ષનું સ્વરૂપ જાણવું આત્મા માટે અતિ આવશ્યક છે, માટે તત્ત્વાર્થાધિગમસૂત્રમાં પૂ. વાચકવર શ્રી ઉમાસ્વાતિજી મહારાજ સાહેબે સ્વોપજ્ઞ ભાષ્યમાં જે મોક્ષનું વર્ણન કર્યું છે અને મોક્ષમાં કેવા પ્રકારનું સુખ છે તેને સ્પષ્ટ કરવા અર્થે “સુખ” શબ્દથી વાચ્ય સુખ ચાર પ્રકારે છે તેમ બતાવેલ છે અને તે ચાર પ્રકારના સુખમાં મોક્ષનું સુખ કેવા પ્રકારનું છે તેની સ્પષ્ટતા કરેલ છે. તેથી અમોએ તત્ત્વાર્થભાષ્યનો તે વિભાગ પ્રસ્તુત ગ્રંથમાં શબ્દશઃ લખીને તેનું ભાષાંતર કરેલ છે, જેથી પૂર્વના મહાપુરુષોનાં વચનથી મોક્ષના સ્વરૂપનો યથાર્થ બોધ થાય. છઘસ્થતાને કારણે આ ગ્રંથના વિવેચનમાં વીતરાગ પરમાત્માની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ અજાણતાં કંઈ પણ લખાયું હોય તો ત્રિવિધે ત્રિવિધે “મિચ્છા મિ દુક્કડ' માંગું છું. - પ્રવીણચંદ્ર ખીમજી મોતા, વિ. સં. ૨૦૬પ, અષાઢ સુદ-૧૩ તા. ૫-૭-૦૯, રવિવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ નવતત્ત્વ પ્રકરણ | અનુક્રમણિકા ગાથા નં. ૧ અને ૨. જી અનુક્રમણિકા વિષય નવતત્ત્વનાં નામો અને તેના ભેદોની સંખ્યા. નવતત્ત્વના જ્ઞાનની ઉપયોગિતા : મોક્ષ માટે અને અભ્યુદય માટે. જીવતત્ત્વ ૧૪ ભેદો. ૩થી ૬ ૭થી ૧૪. અજીવતત્ત્વ ૧૪ ભેદો. ૧૫ થી ૧૭. | પુણ્યતત્ત્વ - ૪૨ ભેદો. ૧૮થી ૨૦. પાપતત્ત્વ ૮૨ ભેદો. ૨૧થી ૨૪. આશ્રવતત્ત્વ - ૮૨ ભેદો. ૨૫થી ૩૩. સંવરતત્ત્વ - ૫૭ ભેદો. ૩૪થી ૪૨. બંધતત્ત્વ ૪ ભેદો અને નિર્જરાતત્ત્વ - ૧૨ ભેદો. – ૪૩થી ૫૦. | મોક્ષતત્ત્વ - ૯ ભેદો. ૫૧. નવતત્ત્વના જ્ઞાનથી પ્રાપ્ત થતું ફળ. ૫૨.| નવતત્ત્વની ભાવથી શ્રદ્ધાનું સ્વરૂપ. ૫૩. | સમ્યક્ત્વનું માહાત્મ્ય. ૫૪. | પુદ્ગલપરાવર્તનું સ્વરૂપ. ૫૫થી ૫૯. | સિદ્ધોના પંદર ભેદો. For Personal & Private Use Only પાના નં. ૧-૧૯ ૧૯-૩૬ ૩૬-૫૧ ૫૨-૫૯ ૫૯-૭૪ ૭૪-૮૩ ૮૪-૧૧૩ ૧૧૩-૧૩૧ ૧૩૧-૧૫૦ ૧૫૦-૧૫૨ ૧૫૨-૧૫૩ ૧૫૩-૧૫૪ ૧૫૪-૧૫૫ ૧૫૫-૧૫૯ 3 Page #15 -------------------------------------------------------------------------- ________________ નવતત્વ પ્રકરણ | સંપાદિકાનું કથન ૪ સંપાદિકાનું કથન ભગવાને દ્વાદશાંગી બતાવી છે તેના જ સંક્ષેપ કથનરૂપ આ નવ તત્ત્વો છે અને આ નવ તત્ત્વોનો જ વિસ્તારથી બોધ ચૌદપૂર્વધરને હોય છે. તેઓના બોધમાં પણ તરતમતા હોય છે. તેથી નવતત્ત્વના બોધથી જે સંપૂર્ણ દ્વાદશાંગીનો બોધ થઈ શકે છે. આત્મકલ્યાણ માટે અત્યંત ઉપયોગી નવતત્ત્વોનું જ્ઞાન છે, જે સંગ્રહાત્મક રૂપે પ્રસ્તુત ગ્રંથમાં બતાવેલ છે. તેથી યોગ્ય જીવો તેનો બોધ કરીને આત્મકલ્યાણ કરે એ જ એક કામનાથી આ ગ્રંથના સંપાદનનું કાર્ય કરેલ છે. પ્રસ્તુત ગ્રંથમાં પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતાએ નવતત્ત્વની ઉપયોગિતા વિસ્તારપૂર્વક સમજાવેલ છે. જે જીવાદિ નવ પદાર્થોને ભણે તેને સમ્યક્ત હોય છે પણ આ નવ પદાર્થના બોધ વિના પણ ભાવથી શ્રદ્ધા રાખનારને સમ્યક્ત હોય છે તે ગાથા ૫૧માં બતાવેલ છે. વિવેચનકારથી એ આ શ્લોકનો ગૂઢાર્થ ખોલીને જિનવચનથી વિરુદ્ધ શ્રદ્ધા તો ન જોઈએ તેનું ખૂબ સુંદર વિવેચન કરેલ છે. આ ગ્રંથમાં સતત માર્ગદર્શન આપવા બદલ પૂ. સા. શ્રી ચારુનંદિતાશ્રીજી મ. સા.નો ઉપકાર ભૂલી શકાય તેમ નથી. આ ગ્રંથના પ્રથમ પ્રૂફમાં પદાર્થની સ્પષ્ટતા માટે જરૂરી સૂચનો કરવા માટે સ્વ. શ્રી શાંતિલાલ શિવલાલ શાહનો સુંદર સહયોગ મળ્યો હતો, તેઓશ્રીનો ઉપકાર સદા સ્મરણીય બની રહે એવો છે. ગ્રંથકારશ્રીના આશયથી અને જિનેશ્વરદેવની આજ્ઞાથી વિરુદ્ધ કાંઈપણ લખાયું હોય તે બદલ “મિચ્છા મિ દુક્કડમ્”. આપણે સૌ અર્થથી જે પ્રકારે ભગવાને નવ તત્ત્વો કહ્યા છે તે પ્રકારે આ નવ તત્ત્વો છે એવી ભાવથી સ્થિર શ્રદ્ધા કરીને સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરીએ એ જ અભ્યર્થના. વિ. સં. ૨૦૪પ, અષાઢ સુદ-૧૩ લિ. સ્મિતા ડી. કોઠારી તા. ૫-૭-૦૯, રવિવાર ૧૨, બેન્ક ઑફ ઈન્ડિયા સોસાયટી, ઉસ્માનપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩. For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ ॐ ह्रीँ अहँ नमः । ॐ ह्रीं श्रीशद्धेश्वरपार्श्वनाथाय नमः । છે નમઃ | નવતર્વપ્રથમ પૂર્વભૂમિકા : દ્વાદશાંગીની રચનાનું ‘તત્ત્વ' શું છે ? અર્થાત્ “પરમાર્થ' શું છે ? એ પ્રકારની જિજ્ઞાસાથી “તત્ત્વ' શબ્દનો પ્રયોગ કરેલ છે. તેથી એ પ્રાપ્ત થાય કે (i) “મોક્ષના ઉદ્દેશથી દ્વાદશાંગી રચાયેલી છે” એ પ્રકારના અર્થને સામે રાખીને વિચારીએ તો આ દ્વાદશાંગીનું તત્ત્વ અર્થાત્ પરમાર્થ સાત તત્ત્વોનો બોધ કરવો એ છે; કેમ કે આ સાત તત્ત્વોનો બોધ કરીને જીવ ઇષ્ટ એવા મોક્ષરૂપ ફળને પ્રાપ્ત કરવા સમ્યગુ યત્ન કરી શકે છે. (ii) “દ્વાદશાંગીની રચના મોક્ષ અને અભ્યદયના ઉદ્દેશથી થઈ છે” એ પ્રકારના અર્થને સામે રાખીને વિચારીએ તો દ્વાદશાંગીનું તત્ત્વ અર્થાત્ પરમાર્થ નવ તત્ત્વોનો બોધ કરવો એ છે, કેમ કે સંસારમાં કેટલાક જીવો મોક્ષના અર્થી હોવા છતાં સાક્ષાત્ મોક્ષના ઉપાયમાં ઉદ્યમ કરી શકે એવા નથી. તેવા જીવો મોક્ષપ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મોક્ષપ્રાપ્તિમાં અત્યંત ઉપકારક એવા અભ્યદયને અર્થાત્ સદ્ગતિની પરંપરાને પણ પ્રાપ્ત કરે, તે આશયથી મોક્ષ અને અભ્યદય પ્રાપ્ત કરવા માટે જે ઉપયોગી હોય તે દ્વાદશાંગીનો પરમાર્થ છે, અને તેને બતાવવા માટે નવતત્ત્વનો વિભાગ કરેલ છે. For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ નવતત્વ પ્રકરણ | ગાથા-૧ આ બે કથનોને સામે રાખીને તત્ત્વાર્થ સૂત્રની “સ્વોપન્નસંબંધકારિકા”માં કહેલ છે કે – जन्मनि कर्मक्लेशै-रनुबद्धेऽस्मिंस्तथा प्रयतितव्यम् । कर्मक्लेशाऽभावो, यथा भवत्येष परमार्थः ।।२।। परमार्थालाभे वा दोषेष्वारम्भकस्वभावेषु । कुशलानुबन्धमेव स्यादनवद्यं यथा कर्म ।।३।। कर्माहितमिह चामुत्र, चाधमतमो नरः समारभते । इहफलमेव त्वधमो, विमध्यमस्तुभयफलार्थम् ।।४।। परलोकहितायैव, प्रवर्तते मध्यमः क्रियासु सदा । मोक्षायैव तु घटते, विशिष्टमतिरुत्तमः पुरुषः ।।५।। | ('તત્ત્વાર્થસૂત્ર'-સ્વોપાસવંથારિવા) તત્ત્વાર્થસૂત્રની સ્વોપજ્ઞ સંબંધકારિકાના શ્લોક-૨માં કહેલ છે કે કર્મ અને ક્લેશનો અભાવ થાય તે માટે સંસારના ઉચ્છેદ માટે યત્ન કરવો જોઈએ, અને શ્લોક-૩માં કહેલ કે જે જીવો સંસારના ઉચ્છેદ માટે સાક્ષાત્ યત્ન ન કરી શકે તેઓએ કુશલઅનુબંધવાળું અનવદ્ય કર્મ કરવું જોઈએ; અને તેની પુષ્ટિ માટે શ્લોક-૪ અને ૫માં અધમાધમ, અધમ, વિમધ્યમ, મધ્યમ, ઉત્તમ, ઉત્તમોત્તમ એમ છ પ્રકારના જીવોના વિભાગ કર્યા. તેમાં કહ્યું કે પરલોકના હિત માટે જ મધ્યમ પુરુષો યત્ન કરે છે, અને વિશિષ્ટ મતિવાળા ઉત્તમ પુરુષો જ મોક્ષ માટે યત્ન કરે છે. (તત્ત્વાર્થસૂત્ર-સ્વોપજ્ઞસંબંધકારિકા ર/પા) આ શ્લોકોના કથનથી એ પ્રાપ્ત થાય કે મનુષ્યજન્મને પામીને કર્મ અને ક્લેશનો અભાવ થાય તે રીતે મોક્ષ માટે ઉદ્યમ કરવો જોઈએ તે વાત શ્લોકરમાં બતાવી તેને સામે રાખીને સાત તત્ત્વોનું નિરૂપણ છે; અને જેઓ સાક્ષાત્ મોક્ષ માટે વર્તમાનમાં ઉદ્યમ કરી શકતા નથી અને મોક્ષના અભિલાષી છે તેવા જીવોએ કુશલાનુબંધવાળું અનવદ્ય કર્મ થાય તે પ્રમાણે યત્ન કરવો જોઈએ, એ વાત શ્લોક-૩માં બતાવી તેને સામે રાખીને નવતત્ત્વોનું નિરૂપણ છે. નવતત્ત્વ' શબ્દમાં રહેલ તત્ત્વ એટલે પરમાર્થ. For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ નવતત્વ પ્રકરણ પ્રકરણ | ગાથા-૧ પરમાર્થ એટલે જીવને ઇષ્ટ એવો મોક્ષ, અને જીવને ઇષ્ટ એવો અભ્યદય, અને એ બન્નેની પ્રાપ્તિમાં ઉપયોગી એવા જ્ઞાનની પ્રાપ્તિના વિષયભૂત પદાર્થો; અને આ પદાર્થો નવ છે, અને તે નવ પદાર્થો જ તત્ત્વ છે; કેમ કે મોક્ષ અને અભ્યદયપ્રાપ્તિનું જ્ઞાન નવતત્ત્વના બોધથી થાય છે. આનાથી એ પ્રાપ્ત થાય કે આ નવતત્ત્વનું યથાર્થ જ્ઞાન કરીને તે જ્ઞાન પ્રમાણે જીવ અનુચિત પ્રવૃત્તિનું નિવર્તન કરે અને ઉચિત પ્રવૃત્તિમાં યત્ન કરે તો અભ્યદયને પ્રાપ્ત કરે અને ક્રમે કરીને મોક્ષને પ્રાપ્ત કરે. વળી, તત્ત્વાર્થસૂત્રમાં આ નવતત્ત્વને બદલે સાત તત્ત્વો કહેલ છે : જીવ, અજીવ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ ત્યાં પુણ્ય અને પાપનો ‘બંધ તત્ત્વમાં અંતર્ભાવ કરેલ છે. जीवाजीवात्रवबन्धसंवरनिर्जरामोक्षास्तत्त्वम् । (तत्त्वार्थसूत्र अ. १, सू. ८) વળી, તત્ત્વાર્થસૂત્રના કથનમાં પણ જીવને ઇષ્ટ એવો મોક્ષ જેના જ્ઞાનથી પ્રાપ્ત થાય તેને “પરમાર્થ' તરીકે ગ્રહણ કરેલ છે. મોક્ષપ્રાપ્તિના ઉપાયનું જ્ઞાન સાતતત્ત્વના બોધથી થાય છે. આથી એ ફલિત થાય છે કે જેનશાસનમાં તત્ત્વના વિભાગની મર્યાદાથી નવતત્ત્વનો વિભાગ અથવા સાતતત્ત્વનો વિભાગ છે, પરંતુ એકબીજામાં અંતર્ભાવ કરીને અપેક્ષાએ પાંચ તત્ત્વ છે કે અપેક્ષાએ બે તત્ત્વ છે, એવો વિભાગ નથી; કેમ કે મોક્ષના આશયથી તત્ત્વનો બોધ કરવો હોય તો સાત તત્ત્વનો બોધ કરવો આવશ્યક છે, ધૂન કે અધિક નહિ, પરંતુ મોક્ષ માટેનો સાક્ષાત્ યત્ન કરવાની શક્તિ ન હોય ત્યારે મોક્ષનું કારણ બને તેવો અભ્યદય પણ ઇષ્ટ છે. માટે મોક્ષને લક્ષ્યરૂપે નક્કી કરવા અને અભ્યદયને તેના ઉપાયરૂપે નક્કી કરવા નવતત્ત્વનો જ બોધ આવશ્યક છે, ધૂન કે અધિક નહિ. તત્ત્વો સાત છે અને નવ તત્ત્વમાંથી પુણ્ય-પાપનો સાતમાં અંતર્ભાવ થાય છે તેથી ન્યૂન-અધિક તત્ત્વ નથી તેમાં સાક્ષી પાઠ તત્ત્વાર્થસૂત્ર અધ્યાય-૧, સુત્ર-૪, ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ સાહેબની ટીકામાં આ પ્રમાણે છે – For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ નવતત્વ પ્રકરણ | ગાથા-૧ अथ सप्तैव पदार्था इति कुतः, पुण्यपापयोरप्यन्यत्र श्रवणात्, इति चेत्, तयोर्बन्ध एवान्तर्भावेन भेदेनानुपादानात्, यद्येवमाश्रवादयोऽपि पञ्च तर्हि जीवाजीवाभ्यां न भिद्यन्ते, तथा हि-आश्रवो मिथ्यादर्शनादिपरिणामो द्रव्यभावविवेचनेन जीवाजीवयोः परिणाम एव, बन्धस्तु कर्मपुद्गलजीवसंयोगः, सोऽपि निरन्तरोत्पाद उभयस्वभाव एव, संवरोऽपि कर्मपुद्गलादानच्छेदभवहेतुक्रियात्यागलक्षणो जीवाजीवात्मक एव । निर्जरापि निर्जर्यनिर्जरकोभयस्वभावैव । मोक्षोऽपि सर्वनिर्जरारूपः सुतरां तथा । आत्मनिष्ठफलजनकत्वे चाश्रवादयः सन्त्वात्मधर्मा एव । तथा च जीवा अजीवाश्चेत्युभे एव तत्त्वे इति चेत्, सत्यम् । मोक्षार्थिनः खल्वत्र तत्त्वज्ञाने प्रवर्तयितव्याः, तत्र च हेयस्य संसारस्याश्रवबन्धलक्षणं कारणद्वयम्, उपादेयस्य च मोक्षस्य च संवरनिर्जरालक्षणम्, मोक्षश्च परमप्रयोजनतयाऽवश्यवक्तव्य इति मोक्षार्थितयाऽवश्यवक्तव्यानां सप्तानामपि तत्त्वानामुपादानस्य न्याय्यत्वात्, न च कारणजिज्ञासया एकमेव वक्तव्यमन्यथा बहून्यपि वक्तव्यानि स्युरित्यपि कुचोद्यमाशङ्कनीयम्, एककारणे ज्ञाते कारणान्तरजिज्ञासाया औत्सर्गिकत्वात्, न च परतोऽपि तदनिवृत्तिर्मध्यमरुचेस्तावतैव चरितार्थत्वादिति दिक् ।।४।। __ननु कथं सप्तैव तत्त्वानि, पुण्य-पापयोरप्यधिकयोः सत्त्वादिति चेत् ? न, बन्ध एव तयोरन्तर्भावमभिप्रेत्य भेदेनानभिधानात्, हन्त तर्हि जीवाऽजीवास्तत्त्वमेतावदेव वाच्यं स्याद्, आश्रवादीनामपि पञ्चानां जीवाऽजीवयोरभिन्नत्वात्, तथाहि-आश्रवो मिथ्यादर्शनादिरूपः परिणामो जीवस्य, स च क आत्मानं पुद्गलांश्च विहाय ? बन्धश्चात्मप्रदेशसंश्लिष्टकर्मपुद्गलात्मकः, संवरोऽप्यात्मन एवाश्रवनिरोधलक्षणो देशसर्वनिवृत्तिपरिणामः, निर्जरा तु पार्थक्यापन्नजीवपुद्गलदशैव मोक्षोऽपि समस्तकर्मरहित आत्मैवेति ? सत्यम्, इदमित्थमेव, किन्त्विदं शास्त्रं मुमुक्षुशिष्यप्रवृत्तये, सा च मुक्तिसंसारयोः कारणयोर्भेदनाभिधानं बिना न स्यादिति, आश्रवो बन्धश्चेति द्वयं मुख्यं संसारकारणम्, संवरो निर्जरा चेति द्वयं मुख्यं मोक्षकारणमुपात्तम्, यत्तु मुख्यं प्रयोजनं मोक्षो यदर्था सर्वा प्रवृत्तिः, स कथं न प्रदेश्य॑तेति युक्तं पञ्चानामप्युपादानम् । अथ हेयोपादेययोरेककारणाभिधानेनैव चरितार्थत्वे किं द्वयाभिधानेनेति चेत्, न, एककारणे ज्ञाते कारणान्तरजिज्ञासाया औत्सर्गिकत्वात्, कारणद्वयज्ञाने च For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૧ मध्यमजिज्ञासापरिपूर्तेः, तथापि मोक्षस्योपादेयतयेव हेयतया संसारस्यापि पृथगभिधानं कार्यं स्यादिति चेत्, न, अनागतजन्माद्यभावरूपसंसारहानेः स्वातन्त्र्येणासाध्यतया तद्धेतूच्छेदे पुरुषव्यापाराभ्युपगमेन तद्धत्वोरेवाभिधानात्, संसारहानेर्मोक्षस्वरूप एवानुप्रवेशान्मोक्षोपस्थितौ संसारस्य प्रतिपक्षत्वेनावश्योपस्थितिकतया पृथगभिधानस्यानतिप्रयोजनत्वाच्चेति सम्प्रदायपरिष्कारः । वस्तुतः संवरनिर्जरयोर्मोक्षे दण्डचक्रादिन्यायेन हेतुता, न तु तृणारणिमणिन्यायेनेति बोधयितुं द्वयाभिधानम्, बन्धपदेन संसारस्याश्रवस्य च तत्कारणतयाभिधानमित्ययं संसारनिवृत्तिमोक्षप्रवृत्तिप्रगुणः प्रघट्टक इत्यपि युक्तं पश्यामः, न चैवं सम्प्रदायातिक्रमः, अनेकनयसमूहात्मकत्वाद् भगवत्प्रवचनस्येति सूक्ष्ममीक्षणीयम् ।। । (अनेकान्त प्रकरणम्-१ पान नं. १० थी १५) तदेवं जीवाजीवादीनि सप्तैव तत्त्वानीति व्यवस्थितम् । यदि चाऽभ्युदयहेतुतया पुण्यस्य तत्प्रतिपक्षतया पापस्यापि च पृथग् निरूपणमावश्यकं, तदाऽभ्युदयनिःश्रेयसहेतुप्रवृत्त्यनुकूलज्ञानविषयतया जीवाजीवादयो नवैव पदार्था निरूपणीया इति परममुनिसिद्धान्तसरणिः ।। (अनेकान्त प्रकरणम्-१, पान नं. ३७-३८) જેમ નવતત્ત્વમાંથી પુણ્ય-પાપનો બંધમાં અંતર્ભાવ કરીને સાત તત્ત્વો કહ્યાં, તેમ જીવ-અજીવમાં અન્ય તત્ત્વોનો અંતર્ભાવ કરવો ઉચિત નથી. તે આ રીતે – વિભાગવાક્યની મર્યાદા છે કે જેનો વિભાગ કરવામાં આવે તેના સર્વ ભેદોનું કથન કરવું જોઈએ. જેમ કે સંસારી જીવના કેટલા ભેદો છે તે બતાવવા માટે જીવના ભેદોનો વિભાગ કરવો હોય તો એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય એમ કહેવામાં આવે તો સંસારી જીવના સર્વ ભેદોનો સંગ્રહ થઈ જાય છે. તેથી તે સમ્યગૂ વિભાગવાક્ય છે; પરંતુ તેના બદલે એમ કહેવામાં આવે કે સંસારી જીવો એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય છે, તો સંસારી જીવોના સર્વ ભેદોનો સમાવેશ થાય નહિ, તેથી તે સમ્યમ્ વિભાગવાક્ય નથી. અથવા અન્ય રીતે વિચારીએ તો સંસારી જીવોના ત્રસ અને સ્થાવર એમ બે પ્રકારો છે એમ કહેવામાં આવે તો પણ તે સમ્યગૂ વિભાગવાક્ય બને; કેમ કે તેમાં સંસારી સર્વ જીવોનો સંગ્રહ થાય છે. તેવી જ રીતે મોક્ષને ઉપયોગી તત્ત્વ For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ નવતત્વ પ્રકરણ | ગાથા-૧ કેટલાં છે ? તે જિજ્ઞાસાથી તત્ત્વનો વિભાગ કરવામાં આવે તો સાત તત્ત્વથી ઓછાં તત્ત્વ બતાવવામાં આવે તો તે સમ્યગૂ વિભાગવાક્ય નથી. વળી, મોક્ષપ્રાપ્તિ થાય, અને મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી અભ્યદયની પ્રાપ્તિ થાય, તે બન્નેના અભિલાષથી ક્યાં તત્ત્વોનું જ્ઞાન આવશ્યક છે ? તેવી જિજ્ઞાસાથી તત્ત્વનો વિભાગ કરવામાં આવે તો આ નવતત્ત્વો જ બતાવવાં પડે, સાતતત્ત્વ પણ નહિ અને તેનાથી ન્યૂન પણ નહિ, તો જ સમ્યગૂ વિભાગવાક્ય બને. તેથી બંધતત્ત્વને કહ્યા પછી પણ પુણ્ય-પાપને સ્વતંત્ર બતાવ્યા તેમાં દોષ નથી; કેમ કે અભ્યદય અર્થે પુણ્યને ઉપાદેય બતાવવું હોય અને મોક્ષ અર્થે પુણ્યને અને પાપને હેય બતાવવું હોય તો આ રીતે વિભાગ કરવાથી જ બતાવી શકાય. વળી, સંસારી જીવોના ભેદમાં ત્રસ અને સ્થાવર કહેવાથી તમામ જીવોનો સંગ્રહ થઈ જાય છે, તેથી તે સમ્યગુ વિભાગવાક્ય છે. તેના બદલે કોઈ એમ કહે કે જીવ ત્રસ, સ્થાવર, પૃથ્વીકાય, અપૂકાય છે, તો તે અસંગત વિભાગવાક્ય છે; કેમ કે સ્થાવરના ગ્રહણથી પૃથ્વીકાય આદિ જીવોનું ગ્રહણ થઈ જાય છે. તેથી જીવના ભેદમાં ત્રસ અને સ્થાવર કહ્યા પછી પૃથ્વીકાય આદિ ભેદો સ્થાવરના અવાંતર ભેદો હોવાથી ગ્રહણ કરી શકાય નહિ. તેવી રીતે પુણ્ય અને પાપ બંધ” તત્ત્વના અવાંતર ભેદો છે. તેથી “બંધ' તત્ત્વને કહ્યા પછી પુણ્ય-પાપને સ્વતંત્ર તત્ત્વ તરીકે ગ્રહણ કરી શકાય નહિ. તેથી સ્થૂલથી વિચારકને આ નવતત્ત્વનો વિભાગ સંગત દેખાય નહિ. આમ છતાં, અહીં ભિન્ન દૃષ્ટિકોણથી વિભાગ છે, માટે દોષ નથી. તે આ રીતે – મોક્ષના આશયથી બંધતત્ત્વનું કથન છે. મોક્ષના આશયથી બંધ” હેય છે, તેમ બતાવવું છે, અને પુણ્ય-પાપ બંધના અવાંતર ભેદો છે. તેને સ્વતંત્ર બતાવીને અભ્યદય માટે પુણ્ય ઉપાદેય છે અને પાપ હોય છે, તેમ બતાવવું છે. આનાથી એ ફલિત થાય કે પુણ્ય અને પાપને છોડીને બાકીનાં સાત તત્ત્વો મોક્ષના ઉદ્દેશથી બતાવ્યાં અને અભ્યદયના ઉદ્દેશથી પુણ્ય-પાપ બતાવ્યાં, જેથી અભ્યદયનો અર્થી આરાધક જીવ પુણ્યમાં ઉપાદેય બુદ્ધિ કરે અને પાપમાં હેયબુદ્ધિ કરે અને મોક્ષનો અર્થી આરાધક જીવ પુણ્ય અને પાપસ્વરૂપ “બંધ'માં હેયબુદ્ધિ કરે. For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ નવતત્વ પ્રકરણ | ગાથા-૧ ગાથા : जीवाऽजीवा पुण्णं, पावाऽऽसव संवरो य निज्जरणा । बन्धो मुक्खो य तहा, नवतत्ता हुंति नायव्वा ।।१।। ગાથાર્થ : જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંઘ અને મોક્ષ નવતત્ત્વો જાણવા યોગ્ય છે. [૧] » ‘’, ‘’ અને ‘તદા' ઘ કારના અર્થમાં છે. તેથી નવે તત્ત્વોનો સમુચ્ચય કરવા માટે તેનો પ્રયોગ છે. ભાવાર્થ : આ નવે તત્ત્વો જ્ઞાનનો વિષય છે, તેથી જ્ઞય છે; અને આ નવે તત્ત્વોનું જ્ઞાન જીવને ઇષ્ટ એવી પૂર્ણ સુખમય અવસ્થાનું કારણ છે, તેથી પરમાર્થ છે; અને તેમાં જીવ, અજીવ આદિ તત્ત્વો મોક્ષ માટે ઉપયોગી છે તે આ પ્રમાણે – (૧) જીવતત્વ અને (૨) અજીવતત્વના જ્ઞાનની ઉપયોગિતાઃ અબ્યુદય માટે અને મોક્ષ માટે : જીવ દેહથી અને કર્મથી જુદો છે, શાશ્વત છે અને ચાર ગતિમાં પરિભ્રમણ કરનાર છે, તેવું જ્ઞાન થવાથી સંસારથી છૂટવાની ઇચ્છા થાય છે. તેથી વૈરાગ્ય પેદા કરવા દ્વારા જીવનું જ્ઞાન મોક્ષપ્રાપ્તિમાં ઉપયોગી છે. વળી, ગાથા-૪માં જીવના ચૌદ ભેદો બતાવાશે. એ ભેદમાં સંસારી જીવ વર્તે છે, તેવું જ્ઞાન થવાથી અને જીવના ભેદ-પ્રભેદનું જ્ઞાન થવાથી પકાયના પાલનમાં સમ્યગુ યત્ન થઈ શકે છે. તેથી મોક્ષપ્રાપ્તિ માટે જીવતત્ત્વનું જ્ઞાન ઉપયોગી છે. વળી, અજીવતત્ત્વનું જ્ઞાન અજીવથી જીવ જુદો છે, તેનો બોધ કરવા માટે આવશ્યક છે. અજીવથી જુદા જીવનો બોધ થાય તો આત્મહિત સાધવા માટે યત્ન થઈ શકે. માટે અજીવતત્ત્વનું જ્ઞાન પણ મોક્ષપ્રાપ્તિ માટે ઉપયોગી છે. વળી, જીવ-અજીવ તત્ત્વના જ્ઞાન દ્વારા આ જગતની વ્યવસ્થાનું સમ્યગુ સમાલોચન થઈ શકે છે, જેનાથી ધર્મધ્યાન આદિમાં યત્ન થઈ શકે છે અને સંસારના સ્વરૂપનું ચિંતવન થઈ શકે છે. તે રીતે પણ જીવ-અજીવ તત્ત્વનું જ્ઞાન મોક્ષપ્રાપ્તિ માટે ઉપયોગી છે. For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ નવતત્વ પ્રકરણ | ગાથા-૧ (૩) પુણ્યતત્ત્વ અને (૪) પાપતત્ત્વના જ્ઞાનની ઉપયોગિતા : સાક્ષાત અભ્યદય માટે અને પરંપરાએ મોક્ષ માટે : અભ્યદય એટલે જીવનો ઉત્કર્ષ, અને ઉત્કર્ષની પરાકાષ્ઠા એટલે મોક્ષ. પુણ્યતત્ત્વનું જ્ઞાન ઉપાદેયરૂપે અભ્યદય માટે ઉપયોગી છે, અને પાપતત્ત્વનું જ્ઞાન હેયરૂપે અભ્યદય માટે ઉપયોગી છે. પુણ્યથી જીવને સુમાનુષત્વ અને સુદેવત્વની પ્રાપ્તિ થાય છે, જે ઉત્તરોત્તર અભ્યદયની પ્રાપ્તિ દ્વારા કેવળજ્ઞાનની પ્રાપ્તિનું કારણ બને છે. પુણ્ય અને પાપ એ જીવની સાથે બંધાયેલ કર્મની એક અવસ્થા છે. વળી વસ્ત્રને ગ્રહણ કરવા માટે જે રીતે સાક્ષાત્ યત્ન થાય છે તે રીતે પુણ્યને આત્મા સાથે યોજન કરવા માટે સાક્ષાત્ યત્ન થતો નથી, અને મલિન વસ્ત્રના પરિહાર માટે જે રીતે સાક્ષાત્ યત્ન થાય છે તે રીતે આત્મા ઉપર લાગેલા પાપના પરિહાર માટે સાક્ષાત્ યત્ન થતો નથી, પરંતુ પુણ્યના કારણભૂત શુભ આશ્રવ છે અને પાપના કારણભૂત અશુભ આશ્રવ છે. શુભઆશ્રવ અને અશુભઆશ્રવ જીવના પરિણામરૂપ છે, તેથી તેમાં યત્ન થઈ શકે છે. માટે જે જીવોને પુણ્યના ફળનું જ્ઞાન છે અને પાપના ફળનું જ્ઞાન છે અને તેના કારણે પુણ્યના અર્થી છે અને પાપના પરિવારના અર્થી છે, તેવા જીવો પુણ્યના કારણભૂત શુભઆશ્રવનું અને પાપના કારણભૂત અશુભઆશ્રવનું સ્વરૂપ શાસ્ત્રથી સમ્યગૂ જાણે, અને શાસ્ત્રોથી થયેલા બોધ અનુસાર સમ્યગૂ યત્ન કરે તો શુભાશ્રવમાં યત્ન થઈ શકે છે અને અશુભઆશ્રવના પરિવારમાં યત્ન થઈ શકે છે. શુભઆશ્રવમાં કરાયેલા યત્નથી પુણ્યબંધ થાય છે અને પૂર્વમાં બંધાયેલ પાપ ક્ષીણ થાય છે, અને અશુભઆશ્રવના પરિવાર માટે કરાયેલ યત્નથી નવું પાપ અટકે છે, જેથી જીવમાં પુણ્યબંધનો સંચય થાય છે, જેના ફળરૂપે સુદેવત્વ અને સુમાનુષત્વ પ્રાપ્ત કરીને યોગમાર્ગની અધિક અધિક શક્તિનો સંચય કરે છે, અને જેમ જેમ આત્મામાં અધિક અધિક યોગમાર્ગ સ્થિર થાય છે, તેમ તેમ મોક્ષપ્રાપ્તિ નજીક બને છે. આમ યોગમાર્ગના સેવનથી સંચિત શક્તિવાળા જીવો બને ત્યારે સર્વથા બંધના પરિવાર માટે યત્ન કરીને સંવરભાવને પામે છે, અને સંવરભાવથી જેમ બંધનો પરિહાર થાય છે તેમ સત્તામાં રહેલ કર્મની નિર્જરા પણ થાય છે, For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૧ અને પ્રકર્ષવાળો સંવરભાવ પ્રાપ્ત થાય છે ત્યારે સર્વથા આશ્રવનો અભાવ થાય છે અને સંવરભાવથી સત્તામાં રહેલ અવશિષ્ટ કર્મોની નિર્જરા થાય છે; અને સર્વકર્મોનો નાશ થાય છે ત્યારે, તૃત્સ્નર્માો મોક્ષઃ (તત્ત્વાર્થ સૂત્ર-૧૦-૩) અર્થાત્ કૃત્સ્નકર્મક્ષયરૂપ=સંપૂર્ણ કર્મના ક્ષયરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે. (૫) આશ્રવતત્ત્વના જ્ઞાનની ઉપયોગિતા ઃ જાવવા મન: ધર્મયોગ (તત્ત્વાર્થસૂત્ર ઞ. ૬, સૂ. ૨) અને સ સાચવ: (તત્ત્વાર્થસૂત્ર જ્ઞ. ૬, સૂ. ૧) આશ્રવરૂપ જીવના પરિણામથી આત્મામાં કર્મોનું આગમન થાય છે, જેના ફળરૂપે જીવને સંસારની પ્રાપ્તિ થાય છે. અને મન-વચન અને કાયાના યોગથી થતી જીવની પરિણતિ આશ્રવ છે. તેથી કર્મબંધના કારણીભૂત એવો મન, વચન, કાયાનો વ્યાપાર એ આશ્રવ છે. મિથ્યાત્વ, અવિરતિ અને કષાયના સંશ્લેષવાળા મન, વચન અને કાયાના યોગો સંપૂર્ણ આશ્રવવાળા છે, તેથી સંસાર પરિભ્રમણના કારણ બને છે; અને જેમ જેમ જીવમાં વિવેક પ્રગટે છે, તેમ તેમ જીવ સમ્યગ્ યત્નપૂર્વક સ્વશક્તિ અનુસાર મિથ્યાત્વ આદિ આશ્રવના અંશોનો પરિહાર કરવા યત્ન કરે તો તેટલા અંશમાં સંવર પ્રગટે છે, અને સંપૂર્ણ આશ્રવનો પરિહાર યોગનિરોધ વખતે ચૌદમા ગુણસ્થાનકે થાય છે. મોક્ષના અર્થી જીવને માટે આશ્રવ મોક્ષનો વિરોધી હોવાથી હેય છે. તેથી આશ્રવનું જ્ઞાન કરીને આશ્રવમાં હેયબુદ્ધિ પેદા થાય તો આશ્રવના પરિહાર માટે યત્ન થાય છે, અને અંશ અંશથી આશ્રવના પરિહાર માટે યત્ન કરીને અંતે શક્તિસંચય થાય ત્યારે જીવ સર્વથા આશ્રવનો પરિહાર કરી શકે છે, જેના ફળરૂપે સંસારનો અંત થાય છે. માટે મોક્ષની પ્રાપ્તિ અર્થે આશ્રવનું જ્ઞાન ઉપયોગી છે. આમ છતાં આ આશ્રવ શુભઆશ્રવરૂપ પણ છે. તેથી મોક્ષપ્રાપ્તિ માટે સાક્ષાત્ યત્ન ન થઈ શકે ત્યાં સુધી અભ્યુદયનો અર્થી જીવ શુભઆશ્રવમાં યત્ન કરીને સુમાનુષત્વ અને સુદેવત્વની પ્રાપ્તિ દ્વારા સર્વ આશ્રવના પરિહારની શક્તિને પ્રાપ્ત કરે છે, ત્યારે સર્વથા આશ્રવના ઉચ્છેદ માટે ઉદ્યમ કરીને અંતે મોક્ષફળને પામે છે. રે For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૦ નવતત્વ પ્રકરણ | ગાથા-૧ (૧) સંવરતત્ત્વના જ્ઞાનની ઉપયોગિતા : સંવર એટલે આશ્રવનો નિરોધ, અને આ આશ્રવના નિરોધરૂપ સંવર દેશથી અને સર્વથી એમ બે પ્રકારે છે. તે આ રીતે – બંધના કારણભૂત આશ્રવ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એમ ચાર ભૂમિકામાં વિભક્ત છે. જે સાધક આ ચારે આશ્રવોનો નિરોધ કરે તે સાધકને સર્વસંવર પ્રાપ્ત થાય; અને આ સર્વસંવર યોગનિરોધકાળમાં પ્રગટ થાય છે, તેની પૂર્વે સર્વસંવર આવતો નથી; તોપણ તે ચારે આશ્રવોમાંથી જે જે આશ્રવનો નિરોધ થાય તે તે અંશથી સંવર પ્રગટે છે, યોગનિરોધ પૂર્વે કેવલીને પણ સર્વસંવર નથી. આ ચારે આશ્રવોમાં ક્રમસર નિરોધ આ રીતે થઈ શકે – સંસારવર્તી જીવો અનાદિકાળથી મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગરૂપ આશ્રવવાળા છે, પરંતુ સંવરનો અંશ સંસારવર્તી જીવોને લેશથી પણ નથી. તેથી સંસારવર્તી જીવો અનાદિકાળથી કર્મને બાંધે છે અને કર્મના ફળરૂપ ચારગતિમાં પરિભ્રમણ કરે છે, પરંતુ સંસારનો અંત ક્યારેય કરતાં નથી. આમ છતાં જે જીવનું તથાભવ્યત્વ પરિપાકને પામે છે, ત્યારે કંઈક કર્મની અસરથી તેનો આત્મા મુક્ત થાય છે. તે ભૂમિકામાં તે જીવનું મિથ્યાત્વ કંઈક મંદ થાય છે અને સામગ્રી મળતાં તે જીવને તત્ત્વની જિજ્ઞાસા થાય છે અને જગતના પદાર્થોની યથાર્થ વ્યવસ્થા બતાવનાર ભગવાનના વચનને જાણીને તેના પરમાર્થને જાણવા માટે જ્યારે તે જીવને ઉત્કટ ઇચ્છા થાય છે, અને પરમ મધ્યસ્થતાપૂર્વક તત્તાતત્ત્વના વિભાગને કરવા માટે તે જીવ યત્ન કરે છે, ત્યારે તત્ત્વને જોવામાં બાધક એવી ઉત્કટ રાગ-દ્વેષરૂ૫ ગ્રંથિનો ભેદ થાય છે, અને તે જીવને ભગવાનના વચનનો પરમાર્થ સંક્ષેપથી કે વિસ્તારથી યથાર્થ દેખાય છે, ત્યારે દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા પ્રગટે છે. અર્થાત્ સર્વજ્ઞના વચનરૂપ તત્ત્વને બતાવનાર એવો જે દૃષ્ટિવાદ, તે દૃષ્ટિવાદના ઉપદેશ અનુસાર હિતમાં પ્રવૃત્તિ અને અહિતમાં નિવૃત્તિ કરાવે એવી મનોવૃત્તિ પ્રગટે છે. આવી મનોવૃત્તિ પ્રગટ્યા પછી આવા જીવોમાં મિથ્યાત્વનો ઉદય પૂર્વમાં હતો તે ક્ષયોપશમભાવ આદિપે થાય છે. તેથી મિથ્યાત્વના આપાદક કર્મના વિગમનથી થયેલી જીવની સહજ પરિણતિરૂપ For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ નવતત્વ પ્રકરણ | ગાથા-૧ ૧૧ સંવરની પરિણતિ પ્રગટે છે, તોપણ અવિરતિ આદિ આશ્રવોનો નિરોધ થયો નથી. તેથી તેવા જીવોના મન, વચન અને કાયાના વ્યાપારો મિથ્યાત્વના સંશ્લેષ વગરના હોવાથી સંવરવાળા છે અને અવિરતિ આદિના પરિણામવાળા હોવાથી આશ્રવવાળા છે. (i) મિથ્યાત્વ આશ્રવના નિરોધનું સ્વરૂપ : જે જીવો મિથ્યાત્વના ઉદયવાળા છે અને કોઈક નિમિત્તને પામીને તત્ત્વની સન્મુખ થાય છે અને ભગવાનના વચનના પરમાર્થને પ્રાપ્ત કરે છે ત્યારે, તેઓ માને છે કે “સર્વકર્મરહિત આત્માની શુદ્ધ અવસ્થા સિદ્ધ અવસ્થા છે, અને સિદ્ધ અવસ્થામાં રહેલો આત્મા પૂર્ણ જ્ઞાનમય છે. સિદ્ધ અવસ્થામાં કર્મકૃત, દેહકૃત કે મોહકૃત કોઈ ઉપદ્રવ નથી, તેથી આત્મા સંપૂર્ણ નિરાકુળ છે, માટે સિદ્ધ અવસ્થામાં પૂર્ણ સુખ છે. આ પૂર્ણ સુખની પ્રાપ્તિનો ઉપાય સર્વસંવર છે અર્થાત્ મન-વચન અને કાયાની પ્રવૃત્તિનો સંપૂર્ણ અભાવ છે, જે ચૌદમા ગુણસ્થાનકે યોગનિરોધકાળમાં પ્રાપ્ત થાય છે. સર્વસંવરની પ્રાપ્તિનો ઉપાય કેવળજ્ઞાન છે; કેમ કે કેવળજ્ઞાન પૂર્વે જીવને સર્વસંવર કરવાને અનુકૂળ બોધ નથી અને તેવા પ્રકારની વીર્યશક્તિ પણ નથી. અને જીવને કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે, ત્યારે પૂર્ણ જ્ઞાન અને ક્ષાયિકભાવનું વીર્ય છે, તેથી તેના બળથી સર્વસંવરને પ્રાપ્ત કરીને કેવળીનો આત્મા સર્વ કર્મનો નાશ કરે છે અને મુક્ત બને છે. માટે મોક્ષના અર્થીએ સર્વસંવરને પ્રાપ્ત કરવો જોઈએ અને સર્વસંવરના અર્થીએ કેવળજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. આ કેવળજ્ઞાનની પ્રાપ્તિનો ઉપાય મોહનો નાશ છે અને મોહના નાશનો ઉપાય ક્ષપકશ્રેણી છે. આ ક્ષપકશ્રેણી અસંગભાવમાં કરાયેલા સુદઢ યત્નથી શુક્લધ્યાન દ્વારા પ્રગટે છે. તેથી મોહનાશના અર્થીએ અસંગભાવમાં યત્ન કરવો જોઈએ. આ અસંગભાવની પ્રાપ્તિનો ઉપાય ભગવાનના વચન અનુસાર સંપૂર્ણ નિરવદ્ય આચારોનું સેવન છે. તેથી અસંગભાવના અર્થીએ ભગવાનના વચન અનુસાર સંપૂર્ણ નિરવદ્ય આચારનું સેવન કરવું જોઈએ અને ભગવાનના વચન અનુસાર સંપૂર્ણ નિરવદ્ય આચારના સેવન માટે સર્વવિરતિ ગ્રહણ કરીને શાસ્ત્રાનુસારી સર્વ ક્રિયાઓમાં ઉદ્યમ કરવો જોઈએ. જો સર્વવિરતિ ગ્રહણ કરવાની શક્તિ ન હોય તો સ્વશક્તિ અનુસાર દેશવિરતિમાં યત્ન કરીને સર્વવિરતિની શક્તિનો સંચય કરવો જોઈએ, અને જ્યારે સર્વવિરતિની શક્તિનો For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૨ નવતત્વ પ્રકરણ | ગાથા-૧ સંચય થાય ત્યારે ક્ષણભર પણ વિલંબ કર્યા વગર સર્વવિરતિમાં ઉદ્યમ કરીને અસંગભાવની શક્તિનો સંચય કરવા માટે ઉદ્યમ કરવો જોઈએ, જેથી ક્રમે કરીને આ સંસારનો અંત થાય. આ પ્રકારની સ્થિર રુચિ સમ્યગ્દષ્ટિના હૈયામાં સદા વર્તે છે. આવા સમ્યગ્દષ્ટિ જીવોને ભગવાનના વચનરૂપ શ્રુત, ભગવાનના વચન અનુસાર સંયમની ક્રિયારૂપ શીલ અને ભગવાનના વચન અનુસાર શીલના સેવનથી થયેલી શાંત પ્રકૃતિરૂપ સમાધિમાં અભિનિવેશ હોય છે. આ પ્રકારની સ્થિર રુચિ પ્રગટ થવાથી જીવમાં વર્તતા મન-વચન અને કાયાના યોગો મિથ્યાત્વરૂપ વિપર્યાસના સંશ્લેષ વગરના હોય છે. તેથી સમ્યગ્દષ્ટિ જીવો જે કાંઈ સંસારની કે ધર્મની પ્રવૃત્તિ કરતા હોય, ત્યારે તેમના મન, વચન અને કાયાના યોગો અવિરતિના ઉદયવાળા હોવા છતાં મિથ્યાત્વના સંવરભાવવાળા છે. આનાથી એ ફલિત થયું કે તત્ત્વને જાણીને તત્ત્વ પ્રત્યે પક્ષપાત પેદા થાય એવા આત્મા ઉપર સંસ્કારો પાડવાની ક્રિયાએ સમ્યકત્વની પ્રાપ્તિનો ઉપાય છે, અને તે સંસ્કારો દૃઢ અને સ્થિર થાય ત્યારે સમ્યકત્વકાળમાં તે સંસ્કારો નીચે સર્વ પ્રવૃત્તિ અને સર્વ નિવૃત્તિ થાય છે. જે મિથ્યાત્વનાં સંવરભાવરૂપ છે. આથી સમ્યગ્દષ્ટિ જીવોની સર્વ પ્રવૃત્તિ દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા અનુસાર હોય છે. (i) અવિરતિ આશ્રવના નિરોધનું સ્વરૂપ - અવિરતિ બાર પ્રકારની છે : પ ઇન્દ્રિયનો અસંવર ૧ મનનો અસંવર ૯ કાયનો વધ. પાંચ ઇન્દ્રિયો અને છઠું મન એ બાહ્ય પુદ્ગલોમાં રાગ અને દ્વેષથી વર્તે છે, અને પર્કાયના વધનો પરિણામ જીવમાં વર્તે છે, એ બાર પ્રકારની અવિરતિ છે. જો બાર પ્રકારની અવિરતિનો સંપૂર્ણ રોધ થાય તો અવિરતિ આશ્રવનો રોધ પ્રાપ્ત થાય. અવિરતિ આશ્રવનો રોધ એટલે સર્વવિરતિની ક્રિયા. For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૧ ૧૩ આનાથી એ પ્રાપ્ત થાય કે કોઈક સમ્યગ્દષ્ટિ જીવ અવિરતિનું પારમાર્થિક સ્વરૂપ જાણીને, અવિરતિ પ્રત્યે અત્યંત જુગુપ્સાવાળા થાય અને વિરતિ પ્રત્યેનો પક્ષપાત એ રીતે સ્થિર કરવા યત્ન કરે, જેથી સર્વવિરતિ ગ્રહણ કરે ત્યારે અવિરતિના સંસ્કારો જાગૃત થાય નહિ ત્યારે વિરતિ પ્રત્યેના પક્ષપાતથી પડેલા સંસ્કારો સર્વ ઉચિત પ્રવૃત્તિના અને સાવઘની નિવૃત્તિના કારણ બને. અવિરતિના સંસ્કારોનો રોધ કરવો અતિદુષ્કર હોવાથી ભગવાને શ્રાવકધર્મની તુલનાપૂર્વક સર્વવિરતિ ગ્રહણ કરવાની વિધિ બતાવેલ છે. શ્રાવકધર્મની ક્રિયા એટલે અંશથી અવિરતિના રોધને અનુકૂળ યત્ન, અને ઉત્તર ઉત્તરના અવિરતિ અંશનો રોધ કરીને સર્વવિરતિની શક્તિસંચયની ક્રિયા. વળી, વિરતિનો અર્થ એવો સમ્યગ્દષ્ટિ જીવ, શ્રાવકધર્મ પાળીને સર્વવિરતિનો શક્તિસંચય થાય ત્યારે સર્વવિરતિ ગ્રહણ કરે, જેથી સર્વવિરતિ ગ્રહણ કરતી વખતે કરાયેલી પ્રતિજ્ઞાને અનુકૂળ સંવરભાવ પ્રગટે. સંપૂર્ણ અવિરતિના રોધનો ઉપાય પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિવાળું માનસ છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એટલે મનની, વચનની કે કાયાની કોઈપણ પ્રવૃત્તિ મોક્ષના ઉપાય સિવાય અન્યત્ર ન વર્તે. તેથી સાધુ સદા ગુપ્ત થઈને શાસ્ત્રઅધ્યયન અને ધ્યાનાદિમાં યત્ન કરે છે. વળી શાસ્ત્રઅધ્યયન અને ધ્યાનાદિની ક્રિયાથી સૂક્ષ્મ સૂક્ષ્મતર બોધ અને તત્ત્વજ્ઞાનના સંસ્કારો આત્મા ઉપર સ્થિર થાય છે. વળી, દેહના નિર્વાહ અર્થે કે અન્ય કોઈ સંયમના અનુષ્ઠાનના સેવન અર્થે ગમનાદિનું પ્રયોજન હોય તો શાસ્ત્રના વચનના સ્મરણપૂર્વક ઉચિત વિધિ અનુસાર સાધુ પ્રવૃત્તિ કરે તો સર્વવિરતિનો પરિણામ રહી શકે. તેથી સાધુ ગમનાગમનની સર્વ ચેષ્ટા કંટક આકીર્ણ ભૂમિમાં જતા પુરુષની જેમ કરે છે, તેથી પોતાની ગમનાગમનની ચેષ્ટાથી કોઈ જીવનો વધ ન થાય, તેવો યતનાનો પરિણામ વર્તે છે. સર્વવિરતિના પરિણામને સ્થિર કરવા અર્થે પાંચ ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે આત્મામાં ઉત્સુકતા ન રહે તે રીતે તત્ત્વનું ભાવન સ્થિર કરવું જોઈએ, જેથી મોક્ષના પ્રયોજન સિવાય કોઈ બાહ્ય પદાર્થોને જોવાની કે જાણવાની જિજ્ઞાસા For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૪ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૧ ન થાય, પાંચ ઇન્દ્રિયો શાંત રહે અને મન પણ સર્વ પદાર્થો પ્રત્યે અનુત્સુક હોવાથી શાંત રહે. આવા શાંત યોગીનું ચિત્ત ભગવાનના વચન અનુસાર ઉચિત અનુષ્ઠાનમાં યત્ન કરીને તત્ત્વજ્ઞાનના સંસ્કારોનું આધાન કરે છે, જેથી સર્વવિરતિના ક્ષયોપશમભાવની ઉત્તરોત્તર વૃદ્ધિ થાય છે. આ પ્રકારે પ્રવૃત્તિ કરનારા યોગીઓને સંપૂર્ણ અવિરતિનો સંવરભાવ હોય છે. તેથી મિથ્યાત્વના સંવરની પ્રાપ્તિ પછી અવિરતિના સંવરના અર્થીએ અવિરતિનું પારમાર્થિક સ્વરૂપ જાણીને અને અવિરતિના રોધવાળા મુનિના સ્વરૂપને જાણીને તેના પ્રત્યેના પક્ષપાતના સંસ્કારો સ્થિર કરવા યત્ન કરવો જોઈએ, જેથી પોતાનામાં વર્તતા અવિરતિના સંસ્કારોનો રોધ થાય અને મન, વચન અને કાયાના યોગો વિરતિને અનુકૂળ સંવરભાવવાળા બને. આ ભૂમિકાને પામેલા યોગીઓને મિથ્યાત્વ અને અવિરતિનો સંવરભાવ પ્રાપ્ત થાય છે પરંતુ કષાય અને યોગનો આશ્રવભાવ વર્તે છે. તેથી આ ભૂમિકાના યોગીઓ પોતાના કષાયોને અને પોતાના મન-વચન-કાયાના યોગોને મોક્ષના ઉપાયભૂત તપ-સંયમમાં પ્રવર્તાવે છે, જેથી વિદ્યમાન એવો કષાય અને યોગરૂપ આશ્રવ પણ ઉત્તરઉત્તરની સંયમની પ્રાપ્તિનું કારણ બને છે. આવા યોગીઓનો વિદ્યમાન રાગ ભગવાનના વચનમાં વર્તે છે અને ભગવાનના વચન અનુસાર ઉચિત પ્રવૃત્તિઓમાં વર્તે છે અને વિદ્યમાન દ્વેષ ભગવાનના વચનથી વિપરીત આચરણા પ્રત્યે વર્તે છે, જેથી તેઓમાં વર્તતા રાગ કે દ્વેષનો ઉપયોગ પણ અપ્રમાદભાવની વૃદ્ધિનું કારણ બને છે અને તેઓમાં વર્તતા મનવચન અને કાયાના યોગો પણ સંયમની વૃદ્ધિમાં પ્રવર્તે છે. (iii) કષાય આશ્રવના નિરોધનું સ્વરૂપ : આ રીતે અપ્રમાદભાવથી સંયમમાં યત્ન કરવાને કારણે અતિશય શક્તિનો સંચય થાય ત્યારે આવા યોગીઓ અસંગભાવમાં પ્રધાનપણે યત્ન કરે છે, અને અસંગભાવને પામેલા યોગીઓ સર્વ દ્રવ્ય, સર્વ ક્ષેત્ર, સર્વ કાળ અને સર્વ ભાવો પ્રત્યે અપ્રતિબદ્ધ માનસવાળા હોય છે. આ પ્રકારનું અપ્રતિબદ્ધ માનસ કષાયોના ઉચ્છેદમાં વર્તે છે અને જ્યારે અસંગભાવનો પ્રકર્ષ થાય ત્યારે આવા યોગીઓ ક્ષપકશ્રેણી ઉપર આરૂઢ થાય છે. ક્ષપકશ્રેણી ઉપર આરૂઢ થઈને સર્વથા કષાયોનો For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ નવતત્વ પ્રકરણ | ગાથા-૧ ઉચ્છેદ કરે છે ત્યારે તેઓ વીતરાગ-સર્વજ્ઞ બને છે અને તે વખતે કષાયરૂપ આશ્રવનો પણ રોધ થાય છે. આ ભૂમિકાને પામેલા યોગીઓને મિથ્યાત્વ, અવિરતિ અને કષાયનો સંવરભાવ પ્રાપ્ત થાય છે અને માત્ર યોગનો આશ્રવભાવ વર્તે છે. (iv) યોગઆશ્રવના નિરોધનું સ્વરૂપ : ઉપર દર્શાવ્યા તેવા યોગીઓ કેવળજ્ઞાન પામ્યા પછી ઉચિતકાળે મન-વચન અને કાયાનો રોધ કરે છે ત્યારે યોગરૂપ આશ્રવનો રોધ થાય છે, અને ચૌદમાં ગુણસ્થાનકને પામે છે ત્યારે સંપૂર્ણ યોગનો નિરોધ થવાથી સર્વસંવરભાવની પ્રાપ્તિ થાય છે. આવા યોગીઓને મિથ્યાત્વ, અવિરતિ અને કષાયનાં આપાદક કર્મો પણ સત્તામાં નથી, તેથી ક્ષાયિકભાવના સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રની પ્રાપ્તિ છે અને યોગનિરોધ થવાથી સંપૂર્ણ આશ્રવનો રોધ છે, અને આ આશ્રવનો નિરોધ અવશિષ્ટ કર્મોનો નાશ કરીને મોક્ષરૂપ ફળમાં વિશ્રાંત થાય છે. (૭) નિર્જરાતત્ત્વના જ્ઞાનની ઉપયોગિતા – મોક્ષપ્રાપ્તિનાં બે કારણો છે : (૧) સંવર અને (૨) નિર્જરા. સંવર જીવના અધ્યવસાયરૂપ છે અને નિર્જરા એ જીવથી કર્મની પૃથકુભૂત થયેલી અવસ્થા છે, અને સંવર નિર્જરા દ્વારા મોક્ષનું કારણ છે. તેથી કલ્યાણના અર્થી જીવો સંવર અને નિર્જરાએ બે કારણોનું સેવન કરીને મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. સંવરરૂપ અધ્યવસાય નિર્જરા દ્વારા મોક્ષનું કારણ છે. નિર્જરાના બે ભેદ છે : (૧) અકામનિર્જરા અને (૨) સકામનિર્જરા. દરેક કર્મ ઉદયમાં આવે છે અને પોતાનો વિપાક બતાવીને આત્માથી છૂટાં પડે છે. તે વખતે જીવ સ્વભાવથી સત્તામાં રહેલાં પણ કેટલાક કર્મોની ઉદીરણા દ્વારા નિર્જરા કરે છે, તે અકામનિર્જરા છે, અને નિર્જરાના ઉપાયભૂત એવા સંવરમાં યત્ન કરવામાં આવે તો જે પ્રકારના સંવરના અધ્યવસાયની પ્રાપ્તિ થાય તેને અનુરૂપ આત્માથી કર્મો છૂટા પડે તે સકામનિર્જરા છે. સામાન્યથી જીવ આશ્રવના રોધમાં પ્રયત્ન કરે છે અને આશ્રવના રોધમાં કરાયેલો પ્રયત્ન તે સંવરભાવનો યત્ન છે. સંવરમાં કરાયેલા પ્રયત્નથી જ For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ નવતત્વ પ્રકરણ | ગાથા-૧ આત્મામાં આવતાં કર્મોનો બંધ અટકે છે અને સંવરભાવની પ્રાપ્તિથી સત્તામાં રહેલાં કર્મોની નિર્જરા થાય છે. તેથી સંવરનાં આ બે કાર્યો છે : (૧) આવતાં કર્મોને અટકાવવાં. (૨) વિદ્યમાન કર્મોની નિર્જરા કરવી. જેમ દંડ ચક્રભ્રમણ દ્વારા ઘટનું કારણ છે, તેમ સંવરનો પરિણામ નિર્જરા દ્વારા મોક્ષનું કારણ પણ છે. આમ છતાં, જૈનશાસનનાં વચનો સાપેક્ષ હોય છે, તેથી તપથી નિર્જરા થાય છે, એમ કહેવામાં આવે છે. છતાં તપણા નિર્નર વ (તત્ત્વાર્થ સૂત્ર-૯-૩) તત્ત્વાર્થના આ સૂત્રમાં “ઘ' શબ્દથી સંવરને પણ ગ્રહણ કરેલ છે. તેથી એ પ્રાપ્ત થાય કે તપ દ્વારા સંવર અને નિર્જરા બન્ને પ્રાપ્ત થાય છે, છતાં નિર્જરા મુખ્યરૂપે છે અને સંવર ગૌણરૂપે છે. જેમ ગુપ્તિનું માનસ સંવરભાવનું કારણ છે, તેમ તપ પણ આત્માના સંવરભાવને અતિશય કરવાનું કારણ છે; કેમ કે બાર પ્રકારના તપના સેવનથી જીવમાં નિર્લેપદશા પ્રગટે છે જે સંવરવિશેષરૂપ છે, અને તપના સેવનથી જીવમાં પેદા થયેલ આ સંવરવિશેષ ઘણી નિર્જરા કરે છે. તેથી તપથી નિર્જરા થાય છે તેમ બતાવીને તત્ત્વાર્થ સૂત્રમાં ‘વ’ શબ્દથી તપ દ્વારા સંવર પણ થાય છે, તેમ બતાવેલ છે. (૮) બંધના જ્ઞાનની ઉપયોગિતા : બંધ એટલે આશ્રવના પરિણામથી જીવની સાથે એકમેક ભાવને પામેલાં કર્યો. બંધ એ સંસાર છે અને બંધનું કારણ આશ્રવ છે. જેમ જીવ માટે મોક્ષ ઉપાદેય છે, તેમ મોક્ષથી વિરુદ્ધ સંસાર હેય છે. તેથી હેયરૂપે સંસારને પણ બતાવવો જોઈએ, તેવી જિજ્ઞાસા થાય. તેના ખુલાસારૂપે શ્રી ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબે એ કહેલ છે કે જીવ અને કર્મનો સંબંધ એ સંસાર છે. તેથી બંધ શબ્દથી સંસારનું ગ્રહણ થઈ જાય છે, અને બંધનું કારણ આશ્રવ છે. તેથી મોક્ષના અર્થી જીવો મોક્ષના ઉપાયમાં જેમ યત્ન કરે છે તેમ મોક્ષના વિરોધી એવા બંધરૂપ સંસાર પ્રત્યે હેયબુદ્ધિ કરીને સંસારના કારણભૂત એવા આશ્રવના ત્યાગમાં યત્ન કરે છે. આનાથી એ પ્રાપ્ત થાય કે બંધ એ સંસાર છે અને બંધનું કારણ આશ્રવ છે. For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૧ અથવા સંસારનો અર્થ બીજી રીતે વિચારીએ તો સંસાર એટલે ચાર ગતિનું પરિભ્રમણ, અને તેનાં બે કારણો છે : (૧) આશ્રવ અને (૨) બંધ. આ પ્રકારનો સંસાર શબ્દનો બીજો અર્થ કરવાથી એ પ્રાપ્ત થાય કે જેમ મોક્ષનાં બે કારણો છે, તેમ સંસારનાં પણ બે કારણો છે, અને જેમ સંવરએ નિર્જરા દ્વારા મોક્ષનું કારણ છે, તેમ આશ્રવએ બંધ દ્વારા સંસારનું કારણ છે. વળી, નવતત્ત્વમાં મોક્ષતત્ત્વનું ઉપાદેયરૂપે સાક્ષાત્ કથન કર્યું, તેથી અર્થથી તેના પ્રતિપક્ષરૂપ સંસાર હેયરૂપે ઉપસ્થિત થાય છે. માટે શબ્દથી સંસારનું સાક્ષાત્ કથન નવતત્ત્વમાં કરેલ નથી. વળી, જીવ માટે મોક્ષ ઉપાદેય છે, તેથી તેનો પ્રતિપક્ષ સંસાર હેય છે. સંસાર હેય હોવાથી તેનાં આશ્રવ અને બંધ બન્ને કારણો હેય છે, અને મોક્ષ ઉપાદેય હોવાથી તેનાં સંવર અને નિર્જરા બન્ને કારણો ઉપાદેય છે. બંધ એટલે આશ્રવના પરિણામથી જીવની સાથે એકમેક ભાવને પામેલાં કર્યો. તે બંધાયેલાં કર્મો જ્ઞાનાવરણીય આદિ આઠ ભેટવાળાં છે, અને બંધાયેલાં તે કર્મોમાં પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ એમ ચાર પ્રકારો પડે છે. તે બંધાયેલાં કર્મો વિપાકમાં આવે છે અને જીવને જુદી જુદી અવસ્થાઓ પ્રાપ્ત કરાવે છે. માટે સંસારની સર્વ કદર્થનાનું કારણ બંધ છે. આ પ્રકારનું યથાર્થ જ્ઞાન થાય તો બંધનાં કારણો જાણવાની જિજ્ઞાસા થાય, અને બંધનાં કારણોનું જ્ઞાન કરીને બંધનાં કારણોના ત્યાગ માટે યત્ન થાય તો (i) નવાં બંધાતાં કર્મો અટકાવી શકાય અને (ii) બંધાયેલાં કર્મો અનર્થનું કારણ છે, તેવું જ્ઞાન થવાથી તેના ઉચ્છેદના ઉપાયો જાણવાની જિજ્ઞાસા થાય, અને તેના ઉચ્છેદના ઉપાયો જાણીને તે ઉપાયોમાં પ્રવૃત્તિ કરવાથી બંધાયેલાં કર્મોનો નાશ થાય, જેથી બંધના ફળરૂપ અનર્થની પરંપરાથી આત્મા પોતાનું રક્ષણ કરી શકે. આ રીતે બંધતત્ત્વનું જ્ઞાન આત્માને માટે ઉપયોગી છે. (૯) મોક્ષતત્વના જ્ઞાનની ઉપયોગિતા : જીવ માટે મોક્ષતત્ત્વ અત્યંત ઉપાદેય હોવાથી નવતત્ત્વમાં એક તત્ત્વરૂપે મોક્ષતત્ત્વનો સાક્ષાત્ ઉલ્લેખ કરેલ છે, જેથી મોક્ષના સ્વરૂપને જાણીને જીવો મોક્ષના અર્થી બને. For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ નવતત્વ પ્રકરણ | ગાથા-૧-૨ મોક્ષના બે ઉપાયો છે : (૧) સંવર અને (૨) નિર્જરા. (૧) મોક્ષના અર્થી જીવો સંવર અને નિર્જરાના અર્થી બને તો તેની પ્રાપ્તિમાં યત્ન કરીને મોક્ષરૂપ ફળને પામે. સંપૂર્ણ કર્મક્ષયરૂપ મોક્ષ છે. અને મોક્ષ એ જીવની સ્વભાવભૂત અવસ્થા છે; કેમ કે જીવ સર્વકર્મરહિત બને છે, ત્યારે કર્મકૃત સર્વ વિકૃતિઓ જાય છે. તેથી જીવની સ્વભાવભૂત અવસ્થા પ્રગટે છે અને મુક્તઅવસ્થામાં કર્મકૃત સર્વ વિકૃતિઓ નહિ હોવાથી મુક્ત આત્મામાં પૂર્ણજ્ઞાન છે, પૂર્ણ સુખ છે. આથી જ જીવ માટે મોક્ષ ઉપાદેય છે અને મોક્ષને ઉદ્દેશીને ઉપદેશની સર્વ પ્રવૃત્તિ છે. માટે મોક્ષનું પારમાર્થિક સ્વરૂપ શું છે, તે બતાવવું આવશ્યક છે, જેથી મોક્ષના સ્વરૂપને જાણીને જીવો મોક્ષના અર્થી બને અને આત્મહિત સાધી શકે. તેથી મોક્ષને તત્ત્વરૂપે સ્વીકારીને નવ તત્ત્વમાં તેનો સંગ્રહ કર્યો છે. આ રીતે જીવ નવે તત્ત્વોના જ્ઞાનની ઉપયોગિતા જાણીને, નવતત્ત્વોમાં સ્થિર શ્રદ્ધા કરે તો મોક્ષનો અર્થ બને અને આત્માનું કલ્યાણ કરી શકે. આવા અવતરણિકા : નવતત્વના અવાંતરભેદો કેટલા છે ? તેની સંખ્યા બતાવે છે – ગાથા : चउदस चउदस बायालीसा, बासी अ हुंति बायाला । सत्तावनं बारस, चउ नव भेया कमेणेसिं ।।२।। ગાથાર્થ : ચૌદ, ચોદ, બેંતાલીસ, વ્યાસી, બેંતાલીસ, સત્તાવન, બાર, ચાર અને નવ ક્રમસર આમના=નવતત્ત્વના ભેદો છે. રિયા ભાવાર્થ : નવતત્ત્વોનો કંઈક સ્પષ્ટ બોધ કરાવવા અર્થે નવતત્ત્વોના અવાંતર ભેદો કેટલી સંખ્યામાં છે તે પ્રસ્તુત ગાથામાં બતાવે છે, જેનું વિસ્તારથી વર્ણન આગળની ગાથામાં કરશે. For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૯ નવતત્વ પ્રકરણ | ગાથા-૨-૩ જીવના ચૌદ ભેદો, અજીવના ચોદ ભેદો, પુણ્યના બેતાલીસ ભેદો, પાપના વ્યાસી ભેદો, આશ્રવના બેંતાલીસ ભેદો, સંવરના સત્તાવન ભેદો, નિર્જરાના બાર ભેદો, બંધના ચાર ભેદો અને મોક્ષના નવ ભેદો છે. રા. (૧) “જીવતત્ત્વ”નું વર્ણન. (ગાથા ૩થી ૬) અવતરણિકા : સામાન્ય રીતે જીવ' શબ્દથી સર્વ જીવોનો સંગ્રહ થાય, અને તે પ્રમાણે સંસારી અને મુક્ત જીવોને ગ્રહણ કરીએ તો જીવના સંસારી અને મુક્ત એમ બે ભેદ પડે અને સંસારી જીવોના અવાંતર ભેદો થાય; પરંતુ નવતત્વમાં મુક્ત આત્માઓને જીવ શબ્દથી ગ્રહણ કરેલ નથી; કેમ કે મોક્ષ માટે અને અભ્યદય માટે ઉપયોગી એવા તત્ત્વનું જ્ઞાન કરાવવા અર્થે નવતત્વ બતાવેલ છે, અને મોક્ષ અને અભ્યદયની પ્રવૃત્તિ માટે સંસારી જીવોના ભેદનું જ્ઞાન આવશ્યક છે, જેથી અહિંસાદિની પ્રવૃત્તિ કરીને આત્મહિત સાધી શકાય. તેથી સંસારી જીવોના ભેદો ચૌદ છે, તેમ પૂર્વગાથામાં બતાવ્યું. અહીં કોઈને ભ્રમ થાય કે સંસારી જીવોના ચૌદ જ ભેદો છે, ધૂન કે અધિક નહિ? તેના નિવારણ માટે સંસારી જીવોના અન્ય રીતે પણ ભેદો પડી શકે છે, તે બતાવે છે – ગાથા - एगविह दुविह तिविहा, चउब्विहा पंच छव्विहा जीवा । વેયT-તસ-હિં, વેપાર-હિં સારૂ ગાથાર્થ : ચેતન, બસ અને ઈતર વડે સ્થાવર વડે, વેદ, ગતિ, કરણ અને કાય વડે એકવિધ, દ્વિવિધ, ત્રિવિધ, ચતુર્વિઘ, પંચ અને છવિધ જીવો છે. Il3II ભાવાર્થ : સંસારી જીવો ચેતન છે તે અપેક્ષાએ સર્વ સંસારી જીવોનો એક પ્રકારમાં સંગ્રહ થાય છે. For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ નવતત્વ પ્રકરણ | ગાથા-૩-૪ વળી, સર્વ સંસારી જીવો ત્રસ અને સ્થાવર એમ બે પ્રકારના છે, તે અપેક્ષાએ સર્વ સંસારી જીવોનો બે પ્રકારમાં સંગ્રહ થાય છે. વળી, સર્વ સંસારી જીવો સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ એ ત્રણમાંથી કોઈક અવસ્થામાં હોય છે. તે અપેક્ષાએ સર્વ સંસારી જીવોનો આ ત્રણ પ્રકારમાં સંગ્રહ થાય છે. વળી, સર્વ સંસારી જીવો ચાર ગતિના ભેદથી ચાર પ્રકારના છે. વળી, સર્વ સંસારી જીવો એક, બે આદિ ઇન્દ્રિયના ભેદથી પાંચ પ્રકારના છે. વળી, સર્વ સંસારી જીવો પૃથ્વીકાય આદિ છ કાયના ભેદથી છ પ્રકારના છે. અહીં સામાન્યથી એક પ્રકાર, બે પ્રકાર આદિથી છ પ્રકારના જીવના ભેદો બતાવ્યા. તે રીતે સંસારી જીવોના અનેક પ્રકારે પણ ભેદો પડી શકે છે. આ સર્વ જીવોના ભેદનું પરિજ્ઞાન જીવરક્ષા માટે ઉપયોગી છે, તેમ સંસારી જીવોની કર્મકૃત વિડંબનાનું પરિભાવન કરવા માટે પણ ઉપયોગી છે. સર્વ સંસારી જીવોનું આ પ્રકારનું સ્વરૂપ જણાય તો સંસારના પરિભ્રમણથી વિમુખભાવ થાય અને સર્વ કર્મરહિત આત્માની અવસ્થાને પ્રગટ કરવાનો દઢ પરિણામ થાય. તે માટે નવતત્ત્વમાં જીવના ભેદોનું વર્ણન કરેલ છે. llal અવતરણિકા : ગાથા-રમાં નવતત્વમાં દરેક તત્વના કેટલા ભેદ છે, તેની સંખ્યા બતાવી. તેમાં જીવતત્વના ચોદ ભેદ બતાવ્યાં. આમ છતાં જીવતત્વના ચૌદ જ ભેદ છે ? અધિક કે ભૂત ભેદ નથી ? એમ કોઈને ભ્રમ થાય, તેના નિવારણ માટે જીવતત્ત્વના અનેક રીતે પણ ભેદ પડી શકે છે, તે ગાથા-૩માં બતાવ્યું. હવે જીવતત્વના ચૌદ ભેદ કઈ રીતે પડે છે, તે બતાવે છે – ગાથા : एगिदिय सुहुमियरा, सनियर पणिंदिया य सबितिचउ । अपज्जत्ता पज्जत्ता, कमेण चउदस जियट्ठाणा ।।४।। For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ નવતત્ત્વ પ્રકરણ / ગાથા-૪ ગાથાર્થ ઃ એકેન્દ્રિય સૂક્ષ્મ અને ઈતર=બાદર, બે ભેદવાળા છે, અને પંચેન્દ્રિય સંજ્ઞી અને ઇતર=અસંજ્ઞી, બે ભેદવાળા છે. બેઇન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય સહિત એકેન્દ્રિય આદિ સર્વ જીવો અપર્યાપ્તા અને પર્યાપ્તા એમ બે ભેદવાળા છે. એ ક્રમથી જીવસ્થાનકો ચૌદ છે. ।।૪।| ભાવાર્થ : જીવતત્ત્વના ચૌદ ભેદ આ રીતે છે – એકેન્દ્રિયના બે ભેદ : (૧) સુક્ષ્મ એકેન્દ્રિય, (૨) બાદર એકેન્દ્રિય. આ બન્ને પ્રકારના એકેન્દ્રિયમાંથી કેટલાક અપર્યાપ્તા અને કેટલાક પર્યાપ્તા છે. તેથી એકેન્દ્રિયના – (૧) સૂક્ષ્મ અપર્યાપ્તા એકેન્દ્રિય, (૨) સૂક્ષ્મ પર્યાપ્તા એકેન્દ્રિય, (૩) બાદર અપર્યાપ્તા એકેન્દ્રિય અને (૪) બાદર પર્યાપ્તા એકેન્દ્રિય એમ ચાર ભેદ પ્રાપ્ત થાય છે. ૨૧ બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય, એ ત્રણ ભેદોમાં કેટલાક અપર્યાપ્તા અને કેટલાક પર્યાપ્તા છે, તેથી તેમના (૧) બેઇન્દ્રિય અપર્યાપ્તા, (૨) બેઇન્દ્રિય પર્યાપ્તા, (૩) તેઇન્દ્રિય અપર્યાપ્તા, (૪) તેઇન્દ્રિય પર્યાપ્તા, (૫) ચઉરિન્દ્રિય અપર્યાપ્તા અને (૬) ચઉરિન્દ્રિય પર્યાપ્તા એમ કુલ છ ભેદ પ્રાપ્ત થાય છે. For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૨ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૪ આમ એકેન્દ્રિયના ચાર ભેદ અને બેઇન્દ્રિય આદિના છ ભેદ મળીને કુલ દસ ભેદ પ્રાપ્ત થાય છે. આ દસ ભેદવાળા સર્વ જીવો અસંજ્ઞી જ છે. તેથી એકેન્દ્રિયથી માંડીને ચઉરિન્દ્રિય સુધીના જીવોના ઉપરના દસ ભેદમાં સંક્ષી અને અસંજ્ઞી એવો ભેદ નથી. જ્યારે પંચેન્દ્રિય જીવોમાં સંશી અને અસંજ્ઞી એમ બે ભેદ પ્રાપ્ત થાય છે અને તે બન્ને ભેદમાં કેટલાક અપર્યાપ્તા અને કેટલાક પર્યાપ્તા છે, તેથી પંચેન્દ્રિય જીવમાં – (૧) અસંજ્ઞી અપર્યાપ્તા પંચેન્દ્રિય, (૨) અસંજ્ઞી પર્યાપ્તા પંચેન્દ્રિય, (૩) સંજ્ઞી અપર્યાપ્તા પંચેન્દ્રિય અને (૪) સંજ્ઞી પર્યાપ્તા પંચેન્દ્રિય એમ ચાર ભેદ પ્રાપ્ત થાય છે. આમ એકેન્દ્રિયના ચાર, બેઇન્દ્રિય આદિના છ અને પંચેન્દ્રિયના ચાર એમ સંસારી જીવોનાં વિભાગસ્થાનો કુલ ચૌદ પ્રાપ્ત થાય છે અર્થાત્ સંસારી જીવો આ ચૌદ જીવસ્થાનોમાંથી કોઈક સ્થાનમાં વર્તે છે. આ પ્રકારના ચૌદ ભેદોની વિચારણામાં એકેન્દ્રિયથી પંચેન્દ્રિય જીવોની પ્રાપ્તિ છે, તેથી (૧) ઇન્દ્રિય શું છે ? તેનું જ્ઞાન આવશ્યક છે. વળી એકેન્દ્રિયમાં સૂક્ષ્મ અને બાદર બે ભેદ છે. તેથી (૨) સૂક્ષ્મ અને બાદરના સ્વરૂપનું જ્ઞાન આવશ્યક છે. વળી, પંચેન્દ્રિયમાં સંક્ષી અને અસંશી એમ બે ભેદ છે, તેથી (૩) સંજ્ઞી અને અસંજ્ઞીના સ્વરૂપનું જ્ઞાન આવશ્યક છે. આ સર્વ જીવો અપર્યાપ્તા અને પર્યાપ્તા છે, તેથી (૪) પર્યાપ્તિઓ શું છે ? અને કેટલી છે ? અને કેટલી પર્યાપ્તિઓ પૂરી કરવા છતાં જીવો અપર્યાપ્તા છે ? અને કેટલી પર્યાપ્તિ પૂરી થાય ત્યારે જીવ પર્યાપ્ત કહેવાય ? એનું જ્ઞાન આવશ્યક છે. તેથી હવે ક્રમસર (૧) ઇન્દ્રિયનું જ્ઞાન, (૨) સૂક્ષ્મ અને બાદરના સ્વરૂપનું જ્ઞાન, (૩) સંજ્ઞીઅસંજ્ઞીનું જ્ઞાન અને (૪) પર્યાપ્તિ-અપર્યાપ્તિનું જ્ઞાન બતાવે છે. For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૩ નવતત્વ પ્રકરણ | ગાથા-૪ (i) ઇન્દ્રિયનું જ્ઞાન - સૌ પ્રથમ ઇન્દ્રિયનું જ્ઞાન કરવા માટે ઇન્દ્રિય શું છે ? અને ઇન્દ્રિયોના વિભાગો શું છે ? અને ઇન્દ્રિયોના વિભાગથી જીવના વિભાગો કઈ રીતે પડે છે ? તે જાણવું આવશ્યક છે. તેનું વર્ણન તત્ત્વાર્થસૂત્રમાં આ પ્રમાણે છે -- इन्द्रो जीवः सर्वद्रव्येष्वैश्वर्ययोगात् विषयेषु वा परमैश्वर्ययोगात्, तस्य लिङ्गमिन्द्रियम्, लिङ्गनात् सूचनात् प्रदर्शनादुपष्टम्भनाद् व्यञ्जनाच्च जीवस्य लिङ्गमिन्द्रियम् ।। (તત્ત્વાર્થસૂત્ર ક. ૨, સૂ. ૨૫, માધ્ય) સર્વ દ્રવ્યોમાં ઐશ્વર્યવાળો જીવ હોવાથી જીવ ઇન્દ્ર છે અને તેનું લિંગ તે ઇન્દ્રિય. આ પ્રકારની ઇન્દ્રિય શબ્દનો અર્થ છે અને આ ઇન્દ્રિય બે પ્રકારની છે : (૧) દ્રવ્ય ઇન્દ્રિય, (૨) ભાવઇન્દ્રિય. દ્રવ્ય ઇન્દ્રિયના બે ભેદ : (૧) નિવૃત્તિઇન્દ્રિય, (૨) ઉપકરણઇન્દ્રિય. ભાવઇન્દ્રિયના બે ભેદ : (૧) લબ્ધિઇન્દ્રિય, (૨) ઉપયોગઇન્દ્રિય. (I) દ્રવ્યઇન્દ્રિય :નિવૃત્યુપરને દ્રક્રિય છે (તત્ત્વાર્થસૂત્ર 1. ૨, સૂ. ૭) तत्र निर्वृत्तीन्द्रियमुपकरणेन्द्रियं च द्विविधं द्रव्येन्द्रियम् । निर्वृत्तिरङ्गोपाङ्गनामनिर्वर्तितानीन्द्रियद्वाराणि, कर्मविशेषसंस्कृता: शरीरप्रदेशाः, निर्माणनामाङ्गोपाङ्गप्रत्यया मूलगुणनिर्वर्तनेत्यर्थः । उपकरणं बाह्यमभ्यन्तरं च निर्वर्तितस्यानुपघातानुग्रहाभ्यामुपશારીતિ પાઉ૭ના (તત્ત્વાર્થસૂત્ર ૩. ૨, સૂ. ૭, મીણ) દ્રવ્યઇન્દ્રિય પુદ્ગલાત્મક છે. તેના બે ભેદ છે : (i) નિવૃત્તિ ઇન્દ્રિય - અંગોપાંગનામકર્મ અને નિર્માણનામકર્મથી પ્રતિવિશિષ્ટ સંસ્થાનરૂપેચોક્કસ આકારરૂપે, ઉત્પન્ન કરાયેલ અને ઉપયોગરૂપ ભાવઇન્દ્રિયના દ્વારસ્વરૂપ નિવૃત્તિ ઇન્દ્રિય છે, અને તે નિવૃત્તિ ઇન્દ્રિય અંગોપાંગનામકર્મ અને નિર્માણનામકર્મથી સંસ્કાર પામેલા એવા શરીરના પ્રદેશોરૂપ છે. (ii) ઉપકરણઇન્દ્રિય:- નિવૃત્તિ ઇન્દ્રિય છે તેનાથી જુદી કોઈ ઉપકરણઇન્દ્રિય નથી, પરંતુ જે નિવૃત્તિ ઇન્દ્રિયનાં પુદ્ગલો છે, તે હણાયેલાં ન હોય અને બોધ For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૪ નવતત્વ પ્રકરણ | ગાથા-૪ કરવા માટે અનુગ્રહ કરે તેવાં હોય, તેને આશ્રયીને તે નિવૃત્તિ ઇન્દ્રિયને જ ઉપકરણઇન્દ્રિય કહેલ છે. ઉપકરણઇન્દ્રિયના બે ભેદ છે : (૧) બાહ્ય ઇન્દ્રિય, (૨) અત્યંતર ઇન્દ્રિય. ઉપકરણઇન્દ્રિયના બાહ્ય અને અત્યંતર એમ બે ભેદ તત્ત્વાર્થભાષ્યકારે કહેલ છે, તે પ્રકારો નિવૃત્તિ ઇન્દ્રિયના બાહ્ય અને અત્યંતર ભેદને આશ્રયીને છે, તેમ ટીકામાં સ્પષ્ટતા કરેલ છે. (II) ભાવઇન્દ્રિય :નિષ્ણુપવો ભાવેન્દ્રિયમ્ II (તત્ત્વાર્થસૂત્ર 1. ૨, સૂ. ૨૮) लब्धिरुपयोगस्तु भावेन्द्रियं भवति । लब्धिर्नाम गतिजात्यादिनामकर्मजनिता तदावरणीयकर्मक्षयोपशमजनिता च इन्द्रियाश्रयकर्मोदयनिर्वृत्ता च जीवस्य भवति सा पञ्चविधा, तद्यथास्पर्शनेन्द्रियलब्धिः, रसनेन्द्रियलब्धिः, घ्राणेन्द्रियलब्धिः, चक्षुरिन्द्रियलब्धिः, श्रोत्रेन्द्रियलब्धिरिति ।।१८ ।। (तत्त्वार्थ सूत्र अ. २, सू. १८, श्री सिद्धसेनगणिकृता टीका) ભાવઇન્દ્રિય જ્ઞાનાત્મક છે. તેના બે ભેદ છે, લબ્ધિઇન્દ્રિય અને ઉપયોગઇન્દ્રિય. (તત્ત્વાર્થસૂત્ર અ. ૨, સૂ. ૧૮) (૧) લબ્ધિ ઇન્દ્રિય :- ગતિ-જાતિ આદિ નામકર્મથી જનિત અને તદ્ આવરણીય=રૂપાદિ ગ્રહણ પરિણતિના આવરણીય એવા કર્મોના ક્ષયોપશમથી જનિત એવી પ્રાપ્તિ-બોધની પ્રાપ્તિ, તે લબ્ધિ ઇન્દ્રિય છે. વળી, ઇન્દ્રિયના આશ્રયવાળા કર્મોથી નિષ્પન્ન થયેલ જીવના ક્ષયોપશમભાવરૂપ આ લબ્ધિ ઇન્દ્રિય છે, અને તે પાંચ ભેદવાળી છે. (૧) સ્પર્શનેન્દ્રિય લબ્ધિ, (૨) રસનેન્દ્રિય લબ્ધિ, (૩) ઘ્રાણેન્દ્રિય લબ્ધિ, (૪) ચક્ષુરિન્દ્રિય લબ્ધિ અને (૫) શ્રોત્રેન્દ્રિય લબ્ધિ. આનાથી એ પ્રાપ્ત થાય કે પાંચ લબ્ધિ ઇન્દ્રિયો છે, અને ચાર ગતિમાંથી જીવને પ્રાપ્ત થયેલ જે ગતિનામકર્મનો ઉદય હોય, અને એકેન્દ્રિય આદિ પાંચ જાતિમાંથી જે જાતિનામકર્મનો ઉદય હોય, તેનાથી જનિત, અને તે તે ઇન્દ્રિયોથી For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ નવતત્વ પ્રકરણ | ગાથા-૪ ૨પ થનારા બોધનાં આવારક કર્મોના ક્ષયોપશમથી જનિત, એવા જ્ઞાનાવરણીય કર્મનો જે ક્ષયોપશમ છે, તે લબ્ધિ ઇન્દ્રિય છે, અને આ લબ્ધિ ઇન્દ્રિયરૂપ ક્ષયોપશમ આત્મામાં પડેલો છે. (૨) ઉપયોગઇન્દ્રિય: लब्धिनिर्वृत्त्युपकरणक्रमेणोपयोगः । (तत्त्वार्थ सूत्र अ. २, सू. १९, श्री सिद्धसेनगणिकृता टीका) લબ્ધિઇન્દ્રિય, નિવૃત્તિઇન્દ્રિય અને ઉપકરણઇન્દ્રિયના ક્રમથી બોધરૂપે ઉપસ્થિત થયેલો મતિજ્ઞાનનો પરિણામ તે ઉપયોગઇન્દ્રિય છે. જીવમાં લબ્ધિઇન્દ્રિયરૂપે જે ક્ષયોપશમભાવની શક્તિ છે તેને આશ્રયીને જીવ બોધ કરવાને અભિમુખ થાય છે ત્યારે, પુદ્ગલાત્મક નિવૃત્તિઇન્દ્રિય અને તે નિવૃત્તિઇન્દ્રિયમાં રહેલ બોધ કરવાને ઉપકારક એવી ઉપકરણઇન્દ્રિયના ક્રમથી તે તે ઇન્દ્રિયનો ઉપયોગ વર્તે છે, તે ઉપયોગઇન્દ્રિય છે. સંક્ષેપથી ઇન્દ્રિયોનું સ્વરૂપ આ પ્રમાણે છે : (i) લબ્ધિઇન્દ્રિય એટલે જીવમાં રહેલ તે તે ઇન્દ્રિયના આવારક મતિ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી પેદા થયેલ બોધને અનુકૂળ શક્તિ. આ શક્તિ જીવમાં ક્ષયોપશમભાવરૂપે રહેલી છે. (ii) નિવૃત્તિઇન્દ્રિય એટલે પુદ્ગલની બનેલી પાંચ ઇન્દ્રિયો. (iii) ઉપકરણઇન્દ્રિય એટલે નિવૃત્તિઇન્દ્રિયમાં બોધ કરાવવાને અનુકૂળ પુદ્ગલની શક્તિ. (iv) ઉપયોગઇન્દ્રિય એટલે બોધ કરવાને અનુકૂળ એવી લબ્ધિઇન્દ્રિય, નિવૃત્તિઇન્દ્રિય અને ઉપકરણઇન્દ્રિયના ક્રમથી બોધરૂપે ઉપસ્થિત થયેલો મતિજ્ઞાનનો પરિણામ. (૨) સૂક્ષ્મ અને બાદરનાં સ્વરૂપનું જ્ઞાન : ઇન્દ્રિય પાંચ પ્રકારની છે અને તે દરેકના દ્રવ્યઇન્દ્રિય અને ભાવઇન્દ્રિય એમ બે ભેદ છે. તે ઇન્દ્રિયોને આશ્રયીને એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય એમ જીવના પાંચ ભેદો છે. For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૬ એકેન્દ્રિયમાં સૂક્ષ્મ અને બાદર એમ બે ભેદ છે. (i) સુક્ષ્મ એકેન્દ્રિય ઃ- સુક્ષ્મ એટલે જેઓનું શરીર સૂક્ષ્મનામકર્મના ઉદયવાળું છે, તેથી તેમનું શરીર ઇન્દ્રિયથી ગ્રહણ થતું નથી. વળી, તેઓના શરીરથી અન્ય જીવોને ઉપઘાત થતો નથી. વળી, બાદર શરીરવાળા જીવોથી પણ સૂક્ષ્મ શરીરવાળા જીવોને ઉપઘાત થતો નથી. તેવા પ્રકારના સૂક્ષ્મ પરિણામવાળું શરીર જે જીવોને છે, તે સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો કહેવાય. નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૪ આ સૂક્ષ્મ એકેન્દ્રિયના પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાય એમ પાંચ ભેદો છે. (ii) બાદર એકેન્દ્રિય :- જે જીવોનું શરીર બાદરનામકર્મના ઉદયથી બાદર પરિણામવાળું છે, અને તેમના બાદર શરીરથી અન્ય બાદર શરીરવાળા જીવોને ઉપઘાત - અનુગ્રહ થાય તેવું છે, તે બાદર એકેન્દ્રિય જીવો કહેવાય. આ બાદર એકેન્દ્રિયના પણ પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાય એમ પાંચ ભેદો છે. વનસ્પતિકાયનાં પાંદડાં આદિ સિવાય પૃથ્વીકાય આદિ બાદર શરીરવાળા જીવોમાં પણ એક જીવનું શરીર પૃથક્ રૂપે ગ્રહણ ન થાય તેવું છે, પરંતુ અનેક જીવના શરીરના સમૂહરૂપ બાદર શરીર ઇન્દ્રિયોથી ગ્રાહ્ય થાય છે. (૩) સંજ્ઞી-અસંજ્ઞીનું જ્ઞાન : સંન્તિન: સમનસ્ત્વા: ।। (તત્ત્વાર્થસૂત્ર - ૨-૨૫) सम्प्रधारणसंज्ञायां संज्ञिनो जीवाः समनस्का भवन्ति । सर्वे नारकदेवा गर्भव्युत्क्रान्तयश्च मनुष्यास्तिर्यग्योनिजाश्च केचित् । ईहापोहयुक्ता गुणदोषविचारणाત્મિા સમ્પ્રધારળસંજ્ઞા । (તત્ત્વાર્થ સૂત્ર અ. ૨, સૂ. ૨૫, માધ્ય) સંપ્રધારણસંજ્ઞા હોતે છતે જીવ સંજ્ઞી બને છે. સંપ્રધારણ સંજ્ઞાવાળા જીવો મનવાળા હોય છે. ઇહા અને અપોહથી યુક્ત, ગુણ-દોષની વિચારણારૂપ સંપ્રધાનસંજ્ઞા છે. પંચેન્દ્રિય જીવોમાં સંપ્રધારણ સંજ્ઞાવાળા જીવો સંજ્ઞી છે અને સંપ્રધારણસંજ્ઞા વગરના જીવો અસંજ્ઞી છે. એકેન્દ્રિયથી માંડીને ચઉરિન્દ્રિય સુધીના સર્વ જીવો સંપ્રધારણ સંજ્ઞા વગરના હોવાથી અસંજ્ઞી છે. For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૪ (૪) પર્યાપ્તિ-અપર્યાપ્તિનું જ્ઞાન :તત્ત્વાર્થસૂત્ર પ્રમાણે અને કર્મગ્રંથ પ્રમાણે પર્યાપ્તિનું સ્વરૂપ નીચે મુજબ છે. (I) તત્ત્વાર્થસૂત્ર પ્રમાણે પર્યાપ્તિનું સ્વરૂપ - पर्याप्तिः पुद्गलरूपाऽऽत्मनः कर्तुः करणविशेषः । (तत्त्वार्थ सूत्र अ. ८, सू. ૨૨, શ્રી સિદ્ધસેન પિતા ટી) પર્યાપ્તિ યુગલરૂપ છે અને તે આત્મારૂપ કર્તાનું કરણવિશેષ છે. પર્યાપ્તિ એટલે ક્રિયાની પરિસમાપ્તિ. પર્યાપ્તિ છ છે : આહારપર્યાપ્તિ, શરીરપર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાપ્તિ, આણપાણ(=ઉચ્છવાસ-નિઃશ્વાસ) પર્યાપ્તિ, ભાષાપર્યાપ્તિ અને મન:પર્યાપ્તિ. જે જીવો પોતાને યોગ્ય ચાર, પાંચ કે છે પર્યાપ્તિમાંથી બધી પર્યાપ્તિઓ પૂરી કરે તે પર્યાપ્તનામકર્મવાળા જીવો છે, અને જે જીવો પોતાને યોગ્ય પર્યાપ્તિનો પ્રારંભ કરે પરંતુ બધી પર્યાપ્તિ પૂર્ણ કર્યા વિના મરે તો તે અપર્યાપ્તનામકર્મવાળા જીવો છે. (i) આહારપર્યાપ્તિ : शरीरेन्द्रियवाङ्मनःप्राणापानयोग्यदलिकद्रव्याहारणक्रियापरिसमाप्तिः आहारપર્યાપ્ત: | (તસ્વાર્થ સૂત્ર . ૮, સૂ. ૨૨, માધ્ય) શરીર, ઇન્દ્રિય, વાણી, મન, પાણ-અપાણને યોગ્ય એવા દલિકના દ્રવ્યને ગ્રહણ કરવાની ક્રિયાની પરિસમાપ્તિ એ આહારપર્યાપ્તિ છે. જીવ ઉત્પત્તિના પ્રથમ સમયે ઔદારિક આદિ પુદ્ગલોને ગ્રહણ કરીને શરીર આદિ પાંચરૂપે પરિણમન પમાડવાનો પ્રારંભ કરે છે, અને તે પાંચેયને યોગ્ય એવા દલિકના દ્રવ્યગ્રહણની ક્રિયા પ્રથમ સમયે પૂરી થાય છે તે આહારપર્યાપ્તિ છે. વળી, આહારપર્યાપ્તિ પૂરી થયા પછીના સમયમાં પણ નવાં નવાં ઔદારિક આદિ પુદ્ગલો ગ્રહણ કરે છે, જેના દ્વારા શરીર આદિની રચનાનું કાર્ય થાય છે તે આહારપર્યાપ્તિનું કાર્ય છે. (i) શરીરપર્યાપ્તિ - गृहीतस्य शरीरतया संस्थापनक्रियापरिसमाप्तिः शरीरपर्याप्तिः, संस्थापनं रचना ઘટનમત્યર્થ(તસ્વાર્થ સૂત્ર રૂ. ૮, સૂ. ૨૨, માણ) For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ નવતત્ત્વ પ્રકરણ / ગાથા-૪ ગ્રહણ કરાયેલા આહારનાં પુદ્ગલોની શ૨ી૨પણારૂપે સંસ્થાપનની=રચનાની ક્રિયાની પરિસમાપ્તિ શ૨ી૨૫ર્યાપ્તિ છે. ૨૮ જીવ ઉત્પત્તિના સમયે આહાર ગ્રહણ કરે છે, તેમાંથી શરીર આદિ પાંચ વસ્તુની રચના કરવાનો પ્રારંભ કરે છે. તેથી ઉત્પત્તિના સમયે ગ્રહણ કરાયેલાં પુદ્ગલોમાંથી જે પુદ્ગલથી શ૨ી૨૨ચનાનો પ્રારંભ કરાય તે ક્રિયા અંતર્મુહૂર્ત સુધી નવાં નવાં પુદ્ગલોને ગ્રહણ કરીને શરીરરૂપે બનાવવાનું ચાલુ કરે છે. તેથી શરીરની રચના ક૨વારૂપ ક્રિયાની સમાપ્તિ થાય તે શ૨ી૨પર્યાપ્તિ છે. પરંતુ આહારપર્યાપ્તિની ક્રિયા જેમ એક સમયમાં પૂર્ણ થાય છે, તેમ શરીર આદિની રચનાની ક્રિયા એક સમયમાં પરિસમાપ્ત થતી નથી. માટે શ૨ી૨૫ર્યાપ્તિ એક અંતર્મુહૂર્તે પૂરી થાય છે. (iii) ઇન્દ્રિયપર્યાપ્તિ : त्वगादीन्द्रियनिर्वर्तनक्रियापरिसमाप्तिरिन्द्रियपर्याप्तिः । (तत्त्वार्थ सूत्र अ. ८, સૂ. ૧૨, માધ્ય) ત્વગાદિ ઇન્દ્રિયની=સ્પર્શેન્દ્રિય આદિની નિષ્પત્તિની ક્રિયાની પરિસમાપ્તિ ઇન્દ્રિયપર્યાપ્તિ છે. સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય અને મનની નિષ્પત્તિને અનુકૂળ ક્રિયાની પરિસમાપ્તિ ઇન્દ્રિયપર્યાપ્તિ છે. જીવ ઉત્પત્તિના પ્રથમ સમયે ઔદારિક આદિ પુદ્ગલોને ગ્રહણ કરીને પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠા મનને નિષ્પન્ન કરવાની ક્રિયા શરૂ કરે છે, તે ઇન્દ્રિય અને મનને નિષ્પન્ન કરવાની ક્રિયાની સમાપ્તિ તે ઇન્દ્રિયપર્યાપ્તિ છે. (iv) પ્રાણાપાનપર્યાપ્તિ :- (ઉચ્છ્વાસ-નિઃશ્વાસપર્યાપ્તિ) प्राणापानक्रियायोग्यद्रव्यग्रहणनिसर्गशक्तिनिर्वर्तनक्रियापरिसमाप्तिः प्राणापानપર્યાપ્તિઃ ।। (તત્ત્વાર્થ સૂત્ર ૐ. ૮, સૂ. ૧૨, ભાષ્ય) પ્રાણાપાનની ક્રિયાને યોગ્ય એવા શ્વાસોશ્વાસ વર્ગણાના દ્રવ્યને ગ્રહણ અને ત્યાગને અનુકૂળ એવી શક્તિની નિષ્પત્તિની ક્રિયાની પરિસમાપ્તિ પ્રાણાપાનપર્યાપ્તિ છે. જીવ ઉત્પત્તિના સમયમાં જે ઔદારિક આદિ પુદ્ગલો ગ્રહણ કરે છે, તેમાંથી પ્રાણ-અપાનને યોગ્ય એવી પર્યાપ્તિ બનાવવા માટે પ્રારંભ કરે છે, For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ નવતત્વ પ્રકરણ | ગાથા-૪ અને તે પર્યાપ્તિ ઔદારિક આદિ પુદ્ગલોની બનેલી છે; અને પ્રાણાપાનપર્યાપ્તિ પૂરી થાય ત્યારે પ્રાણાપાનપર્યાપ્તિવાળા ઔદારિક આદિ પુદ્ગલોમાં શ્વાસોશ્વાસ વર્ગણાનાં પુદ્ગલોને ગ્રહણ કરી શકે અને ત્યાગ કરી શકે તેવી શક્તિ પેદા થાય છે, અને તે શક્તિવાળાં દારિક આદિ પુદ્ગલોથી જ ઉત્તરમાં જીવ શ્વાસોશ્વાસ વર્ગણાના દ્રવ્યને ગ્રહણ અને નિસર્ગ કરીને જીવનવ્યવસ્થા ટકાવે છે. (૫) ભાષાપર્યાપ્તિ - भाषायोग्यद्रव्यग्रहणनिसर्गशक्तिनिवर्तनक्रियापरिसमाप्तिर्भाषापर्याप्तिः । (तत्त्वार्थ સૂત્ર . ૮, સૂ. ૨૨, માણ) ભાષાને યોગ્ય એવા દ્રવ્યના ગ્રહણ અને ત્યાગની શક્તિની નિષ્પન્ન કરવાની ક્રિયાની પરિસમાપ્તિ ભાષાપર્યાપ્તિ છે. જીવ ઉત્પત્તિ સમયે ગ્રહણ કરાયેલાં પુદ્ગલોને ભાષાપર્યાપ્તિરૂપે બનાવવાનો પ્રારંભ કરે છે, અને આ ભાષાપર્યાપ્તિ પૂર્ણ થયા પછી તે ભાષાપર્યાપ્તિના દારિક આદિ પુદ્ગલો દ્વારા જીવ ભાષાયોગ્ય દ્રવ્યને ગ્રહણ અને નિસર્ગ કરી શકે તેવી શક્તિ ભાષાપર્યાપ્તિમાં પ્રગટ થયેલી હોય છે, જેના બળથી ભાષાવર્ગણાનાં પુદ્ગલોને ગ્રહણ કરીને ભાષારૂપે જીવ પરિણમન પમાડે છે અને તેનો ત્યાગ કરે છે, અને આ ભાષાપર્યાપ્તિ દ્વારા વચનપ્રયોગ કરીને જીવ અન્યને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે. (vi) મન:પર્યાપ્તિ : मनस्त्वयोग्यद्रव्यग्रहणनिसर्गशक्तिनिवर्तनक्रियापरिसमाप्तिर्मनःपर्याप्तिरित्येके । (તત્ત્વાર્થ સૂત્ર સ. ૮, સૂ. ૨૨, માર્થ) મનપણાને યોગ્ય એવા દ્રવ્યના ગ્રહણ અને ત્યાગની શક્તિની નિષ્પત્તિની ક્રિયાની પરિસમાપ્તિ મન:પર્યાપ્તિ છે, તેમ ઇન્દ્રિયપર્યાપ્તિથી મન:પર્યાપ્તિને જુદી સ્વીકારનાર એક મત કહે છે. જીવ ઉત્પત્તિના સમયે ઔદારિક આદિ પુદ્ગલોમાંથી મન:પર્યાપ્તિ બનાવવાનો પ્રારંભ કરે છે, અને આ દારિક આદિ પુદ્ગલોની બનેલી મન:પર્યાપ્તિ પૂર્ણ થયા પછી તેના દ્વારા જીવ મનોવર્ગણા યોગ્ય દ્રવ્યને ગ્રહણ કરી મનરૂપે For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ 30 નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૪ પરિણમન પમાડે છે. તે મનરૂપે પરિણમન પામેલાં પુદ્ગલોનું અવલંબન લઈને મનોપુદ્ગલોનો ત્યાગ કરે છે, ત્યારે તે મનોપુદ્ગલ દ્વારા જીવને ચિંતવન કરાયેલા અર્થનો બોધ થાય છે. તે ચિંતવન માટે મનોવર્ગણાના પુદ્ગલોના ગ્રહણ અને ત્યાગમાં કારણ મન:પર્યાપ્તિ છે. (II) કર્મગ્રંથ પ્રમાણે પર્યાપ્તિનું સ્વરૂપ - तत्र पर्याप्तिर्नाम पुद्गलोपचयजः पुद्गलग्रहणपरिणमनहेतुः शक्तिविशेषः, सा च विषयभेदात् षोढा - आहारपर्याप्तिः १ शरीरपर्याप्तिः २ इन्द्रियपर्याप्तिः ३ उच्छ्वासपर्याप्तिः ४ भाषापर्याप्तिः ५ मनःपर्याप्तिः ६ चेति । (चत्त्वारः कर्मग्रंथाः, વર્મગ્રંથ-૨, સ્નો-૪૮, સ્વોપજ્ઞ ટીવI) પુદ્ગલના ઉપચયથી પેદા થયેલ પુદ્ગલના ગ્રહણ અને પરિણમનનો હેતુ એવી શક્તિવિશેષ પર્યાપ્તિ છે અને તે પર્યાપ્તિ છ છે. (૧) આહારપર્યાપ્તિ : तत्र यया बाह्यमाहारमादाय खलरसरूपतया परिणमयति सा आहारपर्याप्तिः १। (સ્વર: થાક, વર્મગ્રંથ-૨, સ્નો-૪૮, સ્વોપજ્ઞ ટીસ) આહાર પર્યાપ્તિ દ્વારા બાહ્ય આહારને ગ્રહણ કરીને તે આહારને જીવ મલ અને રસરૂપપણે પરિણમન પમાડે છે. આનાથી એ પ્રાપ્ત થાય કે જીવ ઉત્પત્તિના સમયે ઔદારિક આદિ પુદ્ગલો ગ્રહણ કરે છે અને તેના છ વિભાગ કરે છે, તેમાં એક વિભાગ આહારપર્યાપ્તિરૂપે બને છે અને તે આહારપર્યાપ્તિરૂપ બનેલ પુદ્ગલોથી જીવ ઉત્તરમાં આહારના પુદ્ગલોને ગ્રહણ કરીને મલ અને રસરૂપે પરિણમન પમાડે છે, તેથી જીવ વડે ગ્રહણ કરાયેલો આહાર મલ અને રસરૂપે પરિણમન પમાડવામાં આહારપર્યાપ્તિનાં પુદ્ગલો સાધન છે. (૨) શરીર પર્યાપ્તિ - यया रसीभूतमाहारं रसासृग्मांसमेदोऽस्थिमज्जाशुक्रलक्षणसप्तधातुरूपतया परिणमयति सा शरीरपर्याप्तिः २ । (चत्त्वारः कर्मग्रंथाः, कर्मग्रंथ-१, श्लोक૪૮, સ્વપજ્ઞ ટીવા) For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ નવતત્વ પ્રકરણ | ગાથા-૪ ૩૧ ગ્રહણ કરાયેલો આહાર મલ અને રસરૂપે આહારપર્યાપ્તિથી પરિણમન પામ્યા પછી રસરૂપે પરિણમન પામેલા આહારને સાત ધાતુરૂપે જીવ જેનાથી પરિણમન પમાડે છે તે શરીરપર્યાપ્તિ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે જીવ ઉત્પત્તિના પ્રથમ સમયે ઔદારિક આદિ પુદ્ગલોને ગ્રહણ કરીને તેના છ વિભાગ કરે છે. તેમાંથી એક વિભાગ આહારપર્યાપ્તિરૂપે બન્યો અને બીજો વિભાગ શરીરપર્યાપ્તિરૂપે બને છે. ત્યાર પછી જીવ જે લોમાહાર કે કવલાહારથી આહાર ગ્રહણ કરે છે, તે આહારને આહારપર્યાપ્તિ દ્વારા મલ અને રસરૂપે પરિણમન પમાડે છે, અને આહારપર્યાપ્તિથી રસરૂપે પરિણમન પામેલાં પુદ્ગલોને શરીરપર્યાપ્તિથી સાત ધાતરૂપે બનાવે છે. તેથી ગ્રહણ કરાયેલા આહારને આહારપર્યાપ્તિ રસરૂપે બનાવે અને શરીરપર્યાપ્તિ સાત ધાતુરૂપ બનાવે તેમ ફલિત થાય છે. ઇન્દ્રિય પર્યાપ્તિ :यया धातुरूपतया परिणमितमाहारमिन्द्रियरूपतया परिणमयति सा इन्द्रियપર્યાપ્તિઃ રૂ . (વસ્વીર: વર્મગ્રંથા:, વર્મગ્રંથ-૧, સ્નો-૪૮, સ્વપજ્ઞ ટીવા) ગ્રહણ કરાયેલા આહારને આહારપર્યાપ્તિ દ્વારા જીવ રસરૂપે બનાવે છે, શરીરપર્યાપ્તિ દ્વારા સાત ધાતરૂપે બનાવે છે, અને ધાતુરૂપે પરિણમન પામેલા આહારને જીવ ઇન્દ્રિય પર્યાપ્તિથી ઇન્દ્રિયરૂપે પરિણમન પમાડે છે. તેથી સાત ધાતુમાંથી ઇન્દ્રિયોને બનાવવાને અનુકૂળ શક્તિવાળાં ઔદારિક આદિ પુદ્ગલો ઇન્દ્રિયપર્યાપ્તિ છે. ઉચ્છવાસ પર્યાપ્તિ : यया पुनरुच्छ्वासप्रायोग्यवर्गणादलिकमादाय उच्छ्वासरूपतया परिणमय्याऽऽलम्ब्य च मुञ्चति सा उच्छ्वासपर्याप्तिः ४ । (चत्त्वारः कर्मग्रंथाः, कर्मग्रंथ-१, श्लोक૪૮, સ્વોપર ટીવા) ઉચ્છવાસને યોગ્ય વર્ગણાનાં પુદ્ગલોને ગ્રહણ કરીને ઉચ્છવાસરૂપે પરિણમન પમાડીને, અને તે ઉચ્છવાસ યોગ્ય પુદ્ગલોનું આલંબન લઈને તે ઉચ્છવાસ For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ નવતત્વ પ્રકરણ | ગાથા-૪ યોગ્ય પુદ્ગલોને જીવ મૂકે છે. તેમાં ઉચ્છવાસરૂપે પરિણમન પમાડવામાં અને આલંબનરૂપે લઈને મૂકવામાં સાધનભૂત ઉચ્છવાસપર્યાપ્તિ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે જીવે ઉત્પત્તિના સમયે જે આહાર ગ્રહણ કરેલો તેના છ વિભાગ કરેલ, તેમાંથી એક વિભાગ આહારપર્યાપ્તિરૂપે, બીજો વિભાગ શરીરપર્યાપ્તિરૂપે, ત્રીજો વિભાગ ઇન્દ્રિય પર્યાપ્તિરૂપે અને ચોથો વિભાગ ઉચ્છવાસ પર્યાપ્તિરૂપે બન્યો. આ ઉચ્છવાસપર્યાપ્તિના પુદ્ગલોરૂપ સાધનથી જીવ ઉચ્છવાસ યોગ્ય વર્ગણાનાં પુદ્ગલોને ગ્રહણ કરીને ઉછુવાસરૂપે પરિણમન પમાડે છે અને તેનું આલંબન લઈને ઉચ્છવાસને મૂકે છે. (૫) ભાષાપર્યાપ્તિ : यया तु भाषाप्रायोग्यवर्गणाद्रव्यं गृहीत्वा भाषात्वेन परिणमय्याऽलम्ब्य च मुञ्चति सा भाषापर्याप्तिः ५ ।। (चत्त्वारः कर्मग्रंथाः, कर्मग्रंथ-१, श्लोक-४८, स्वोपज्ञ ટીવા) ભાષા યોગ્ય વર્ગણાના દ્રવ્યને ગ્રહણ કરીને, ભાષારૂપે પરિણમન પમાડીને, અને ભાષારૂપે પરિણમન પામેલા પુદ્ગલોનું આલંબન લઈને જીવ ભાષાપર્યાપ્તિથી તે પુદ્ગલોને મૂકે છે. આનાથી એ પ્રાપ્ત થાય કે જીવે ઉત્પત્તિના સમયે ગ્રહણ કરાયેલાં પુદ્ગલોના છ વિભાગ કર્યા, તેમાંથી પાંચમો વિભાગ ભાષાપર્યાપ્તિ બને છે; અને આ ભાષાપર્યાપ્તિ જીવને વચનપ્રયોગ કરતી વખતે ભાષા યોગ્ય વર્ગણાના દ્રવ્યને ગ્રહણ કરવામાં, ભાષારૂપે પરિણમન પમાડવામાં અને ભાષારૂપે પરિણમન પામેલાં તે દ્રવ્યોનું આલંબન લઈને મૂકવામાં સાધન બને છે. () મન:પર્યાપ્તિ - यया पुनर्मनोयोग्यवर्गणादलिकं गृहीत्वा मनस्त्वेन परिणमय्याऽऽलम्ब्य च मुञ्चति सा मनःपर्याप्तिः ६ ।। (चत्त्वारः कर्मग्रंथाः, कर्मग्रंथ-१, श्लोक-४८, स्वोपज्ञ ટીવા) મનોવર્ગણા યોગ્ય પગલોને ગ્રહણ કરીને, મનરૂપે પરિણમન પમાડીને, અને મનરૂપે પરિણમન પામેલાં તે પુદ્ગલોનું આલંબન લઈને, જીવ મન:પર્યાપ્તિથી તે પુગલોને મૂકે છે. For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ નવતત્વ પ્રકરણ | ગાથા-૪-૫ ૩૩ આનાથી એ પ્રાપ્ત થાય કે જીવ ઉત્પત્તિના સમયે ગ્રહણ કરાયેલાં પુદ્ગલોના જે છ વિભાગ કરે છે, તેમાંથી છઠ્ઠો વિભાગ મન:પર્યાપ્તિનો છે, અને તે મન:પર્યાપ્તિરૂપ સાધનથી જીવ મનોવર્ગણાના દ્રવ્યને ગ્રહણ કરે છે, મનરૂપે પરિણમન પમાડે છે અને મનરૂપે પરિણમન પામેલાં તે પુગલોનું આલંબન લઈને મૂકે છે. તે સર્વ ક્રિયામાં મન:પર્યાપ્તિનાં પુદ્ગલો સાધન છે. આ પ્રમાણે છ પર્યાપ્તિઓમાંથી એકેન્દ્રિય જીવો ચાર પર્યાપ્તિ કરે છે, બેઇન્દ્રિય-તે ઇન્દ્રિય-ચઉરિન્દ્રિય અને અસંક્ષીપંચેન્દ્રિય સુધીના જીવો પાંચ પર્યાપ્તિ કરે છે અને સંજ્ઞી પંચેન્દ્રિય જીવો છ પર્યાપ્તિ કરે છે. જે જીવો પોતાને યોગ્ય ચાર, પાંચ કે છ પર્યાપ્તિમાંથી બધી પર્યાપ્તિઓ પૂરી કરીને મરે છે, તે પર્યાપ્તિનામકર્મવાળા જીવો કહેવાય, અને જે જીવો પોતાને યોગ્ય ચાર, પાંચ કે છમાંથી જેટલી પર્યાપ્તિ થવાની હોય તેટલી પર્યાપ્તિનો પ્રારંભ કરવા છતાં તે પર્યાપ્તિ પૂરી કર્યા વિના મારે તે અપર્યાપ્તનામકર્મવાળા જીવો કહેવાય.' એકેન્દ્રિય જીવો ચાર પર્યાપ્તિ બનાવવાનો પ્રારંભ કરે અને ત્રણ પર્યાપ્તિ પૂરી કરીને મરી જાય તો અપર્યાપ્તનામકર્મવાળા છે, અને ચાર પર્યાપ્તિ પૂરી કરે તે પહેલાં મરે નહિ તો પર્યાપ્તનામકર્મવાળા છે. બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય જીવો પાંચ પર્યાપ્તિ બનાવવાનો પ્રારંભ કરે, અને કેટલાક ત્રણ, કેટલાક ચાર પર્યાપ્તિ કર્યા પછી મરી જાય તો તે અપર્યાપ્તનામકર્મના ઉદયવાળા કહેવાય, અને પાંચ પર્યાપ્તિ કર્યા વગર જેઓ મરે નહિ તે પર્યાપ્તનામકર્મવાળા જીવો છે. સંજ્ઞી પંચેન્દ્રિય જીવો છ પર્યાપ્તિ બનાવવાનો પ્રારંભ કરે અને કેટલાક ત્રણ, કેટલાક ચાર અને કેટલાક પાંચ પર્યાપ્તિ કર્યા પછી મરી જાય તો તે અપર્યાપ્તનામકર્મના ઉદયવાળા કહેવાય, અને છ પર્યાપ્તિ કર્યા વગર જેઓ મરે નહિ, તે પર્યાપ્તનામકર્મવાળા જીવો છે. આજના અવતરણિકા : ગાથા-૩ અને ગાથા-૪માં જીવોના ભેદો કેટલા છે તે બતાવ્યાં. તેથી જિજ્ઞાસા થાય કે જીવને ઓળખવા માટે તેનું લક્ષણ શું છે ? તેથી હવે જીવનું લક્ષણ બતાવે છે – For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૪ નવતત્વ પ્રકરણ | ગાથા-૫ ગાથા :नाणं च दंसणं चेव, चरित्तं च तवो तहा । वीरियं उवओगो य, एयं जीअस्स लक्खणं ।।५।। ગાથાર્થ : જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ, વીર્ય અને ઉપયોગ એ જીવનું લક્ષણ છે. પિI ભાવાર્થ : (૧) જેનાથી લક્ષ્યનો બોધ થાય તે લક્ષણ. આ રીતે લક્ષણ શબ્દની વ્યુત્પત્તિથી પ્રસ્તુત ગાથામાં જીવનાં છ લક્ષણો બતાવેલ છે. (૨) વળી, લક્ષ્યમાત્રમાં વ્યાપીને રહે, અને અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવદોષથી રહિત હોય તે લક્ષણ કહેવાય. આ રીતે બીજા પ્રકારની લક્ષણ શબ્દની વ્યુત્પત્તિથી વિચારીએ તો ઉપયોગ એ જીવનું લક્ષણ છે. તત્ત્વાર્થકારે આ બીજા પ્રકારના લક્ષણ શબ્દની વ્યુત્પત્તિને આશ્રયીને ઉપયોગને જીવનું લક્ષણ કહેલ છે. ઉપયોrો નક્ષણમ્ II (તત્ત્વાર્થસૂત્ર મ. ૨, સૂ. ૮) જીવમાં જ્ઞાનનો પરિણામ છે, દર્શનનો પરિણામ છે, ચારિત્રનો પરિણામ છે, તપનો પરિણામ છે અને વીર્યનું પ્રવર્તન છે. તેથી જીવમાં જ્ઞાનને જોઈને કે દર્શનને જોઈને “આ જીવ છે” તેમ નક્કી થાય છે. તેમ ચારિત્ર કે તપની આચરણા જોઈને પણ “આ જીવ છે” તેમ નક્કી થાય છે. વળી, વીર્યનું પ્રવર્તન જોઈને પણ આ જીવ છે” એમ નક્કી થાય છે. આમ છતાં, એવું પણ બને કે જીવમાં જ્ઞાનનો ઉપયોગ ન હોય પણ દર્શનનો ઉપયોગ હોય, અને ક્યારેક જીવમાં જ્ઞાનનો ઉપયોગ હોય પણ દર્શનનો ઉપયોગ ન હોય, તોપણ જ્ઞાનના ઉપયોગવાળો જીવ છે કે દર્શનવાળો જીવ છે, તેમ નક્કી થાય છે. પરંતુ બધા જીવોમાં કે એક જીવમાં પણ સદા જ્ઞાનનો ઉપયોગ હોય કે સદા દર્શનનો ઉપયોગ હોય તેવો નિયમ નથી. વળી, ચારિત્ર અને તપ પણ બધા જીવોમાં નથી, તોપણ ચારિત્રની આચરણા કે તપની આચરણા જીવ સિવાય અન્ય કોઈ જડ વસ્તુમાં નથી. તેથી ચારિત્ર કે તપના લિંગ દ્વારા પણ “આ જીવ છે” તેમ અનુમાન થાય છે. For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૫ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-પ-૬ વળી, જીવ ચેષ્ટા કરે છે ત્યારે વીર્યનું પ્રવર્તન દેખાય છે. તેથી જ્યાં ચેષ્ટારૂપ વીર્યનું પ્રવર્તન હોય તે જીવ છે, એવો નિયમ હોવાથી “આ જીવ છે” એવું અનુમાન થાય છે. વળી, જીવ ઉપયોગવાળો છે. કોઈપણ જીવ ક્યારેય ઉપયોગ વગરનો નથી. ક્વચિત્ તે ઉપયોગ જ્ઞાનનો હોય તો ક્વચિત્ તે ઉપયોગ દર્શનનો હોય. તેથી ઉપયોગ એ પ્રકારનું જીવનું લક્ષણ અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવદોષથી રહિત છે. માટે જીવમાત્રમાં સદા ઉપયોગ લક્ષણની પ્રાપ્તિ છે. | દર્શન એટલે સામાન્ય બોધ અને જ્ઞાન એટલે વિશેષ બોધ. જગતમાં સર્વ પદાર્થો દ્રવ્ય અને પર્યાયરૂપ છે. દ્રવ્ય સામાન્ય છે અને પર્યાય વિશેષ છે. તેથી દ્રવ્યને સ્પર્શીને થનારો જે બોધ, તે સામાન્ય બોધ દર્શન છે અને દ્રવ્યમાં વર્તતા પર્યાયને સ્પર્શીને થનારો જે બોધ તે વિશેષ બોધ જ્ઞાન છે. ભગવાનના વચન અનુસાર મોક્ષને અનુકૂળ આચરણા તે ચારિત્ર છે, અને નિર્જરાનું કારણ એવો બાર પ્રકારનો તપ છે. ગમનાગમન આદિ ચેષ્ટાનું કારણ એવું વીર્ય છે. જ્ઞાનદર્શનને અનુકૂળ બોધનો વ્યાપાર એ ઉપયોગ છે. આ રીતે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ એ જીવના લક્ષણ છે. સંક્ષેપથી એ ફલિત થાય કે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય, એ પાંચમાંથી કોઈપણ લિંગ જેમાં દેખાય એ જીવ છે, એમ અનુમાન થાય છે, પરંતુ સર્વ જીવોમાં આ પાંચ લિગો એક સાથે વર્તતાં જ હોય, એવો નિયમ નથી. જ્યારે ઉપયોગ લક્ષણ સર્વ જીવોમાં સદા નિયમા વર્તતું જ હોય છે. કોઈ જીવ ઉપયોગ લક્ષણ વગરનો નથી. આપણા અવતરણિકા : જીવનું લક્ષણ બતાવ્યાં પછી ગાથા-૪માં બતાવેલ જીવના ચૌદ ભેદો પર્યાપ્તા-અપર્યાપ્તાને આશ્રયીને થાય છે. તેથી જિજ્ઞાસા થાય કે પર્યાપ્તિઓ કેટલી છે ? અને કયા જીવની કેટલી પર્યાપ્તિઓ હોય ? તે બતાવે છે - ગાથા : आहारसरीरिंदियपज्जत्ती आणपाणभासमणे । चउ पंच पंच छप्पि य, इगविगलाऽसन्निसनीणं ।।६।। For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ગાથાર્થ :-- આહાર, શરીર, ઈન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મનઃ આ છ પર્યાપ્તિ છે. એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અસંજ્ઞી અને સંજ્ઞી પંચેન્દ્રિયને ચાર, પાંચ, પાંચ અને છ પર્યાપ્તિ છે. II૬ના નવતત્ત્વ પ્રકરણ / ગાથા-૬-૭ ભાવાર્થ : કુલ છ પર્યાપ્તિ છે : (૧) આહારપર્યાપ્તિ, (૨) શ૨ી૨૫ર્યાપ્તિ, (૩) ઇન્દ્રિયપર્યાપ્તિ, (૪) શ્વાસોશ્વાસપર્યાપ્તિ, (૫) ભાષાપર્યાપ્તિ અને (૩) મન:પર્યાપ્તિ. એકેન્દ્રિય જીવને આહાર, શરીર, ઇન્દ્રિય અને શ્વાસોશ્વાસ આ ચાર પર્યાપ્તિ છે. વિકલેન્દ્રિયને અને અસંજ્ઞી જીવોને આ ચાર ઉપરાંત પાંચમી ભાષાપર્યાપ્તિ છે, અને સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને છએ પર્યાપ્તિઓ હોય છે. IIII અવતરણિકા : સંસારી જીવોના ચૌદ ભેદોમાં પર્યાપ્તા-અપર્યાપ્તા ભેદો છે. તેથી પૂર્વની ગાથામાં છ પર્યાપ્તિ બતાવી. હવે સંસારી જીવો દશ પ્રાણના બળથી જીવે છે, તેથી તે દશ પ્રાણ કયા છે ? અને કયા જીવને કેટલા પ્રાણ છે ? તે બતાવે છે - ગાથા : पणिदि अत्तिबलूसासाउ दस पाण चउ छ सग अट्ठ । રૂપા-ટુ-તિ-ચરિવીળ, ગન્નિ-સન્નીનું નવ વસ T ITT ગાથાર્થ ઃ પાંચ ઈન્દ્રિયો, ત્રણ બળ, ઉચ્છ્વાસ અને આયુષ્ય એમ દશ પ્રાણ છે. ચાર, છ, સાત, આઠ ક્રમસર એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિયને અને અસંજ્ઞી અસંજ્ઞીપંચેન્દ્રિય તથા સંજ્ઞી=સંજ્ઞીપંચેન્દ્રિયને નવ અને દસ=ક્રમસર નવ અને દસ પ્રાણ હોય છે. IIII ભાવાર્થ : સંસારી જીવોને પાંચ ઇન્દ્રિય, ત્રણ બળ=મનોબળ, વચનબળ અને કાયબળ, ઉચ્છ્વાસ અને આયુષ્ય આ દસ પ્રાણ છે, જેના બળથી સંસારી જીવો જીવે છે. For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ નવતત્વ પ્રકરણ | ગાથા-૭ ૩૭ સ્પર્શનેન્દ્રિય આદિ પાંચ ઇન્દ્રિયો છે અને તે પુદ્ગલોની બનેલી છે, જેનું વર્ણન ગાથા-૨ માં કરેલ છે. ત્રણ બળ અર્થાત્ કાયબળ, વચનબળ અને મનોબળ : જે જીવોએ શરીરપર્યાપ્તિ, ભાષાપર્યાપ્તિ અને મન:પર્યાપ્તિ પૂર્ણ કરી છે, તે જીવોને ત્રણ બળો હોય છે, જેનાથી જીવો બોધ કરી શકે છે અને પ્રવૃત્તિ કરી શકે છે. કાયબળ એટલે કાયાનાં પુદ્ગલોને અવલંબીને થતી જીવની પ્રવૃત્તિ, તે કાયયોગ છે. વચનબળ એટલે ભાષાવર્ગણાનાં પુગલોને ગ્રહણ કરીને ભાષાપર્યાપ્તિથી ભાષારૂપે પરિણમન પમાડીને બોલવાની ક્રિયા, જેનાથી જીવ તે પ્રકારનો વચનપ્રયોગ કરે છે, અને તે પ્રકારના વચનપ્રયોગ દ્વારા પોતાના અભિપ્રાયનો અન્યને બોધ કરાવે છે, અને પોતે પણ તે વચનપ્રયોગ દ્વારા પોતાના બોધની વૃદ્ધિ કરે છે, તે વચનયોગ છે. મનોબળ એટલે મન:પર્યાપ્તિ દ્વારા મનોવર્ગણાનાં પુદ્ગલોને ગ્રહણ કરીને થતી ચિંતવનની ક્રિયા, જેના બળથી જીવ પોતાને અભિપ્રેત પદાર્થવિષયક સૂક્ષ્મ બોધ કરે છે. ઉચ્છવાસ એટલે ઉચ્છુવાસ પર્યાપ્તિ દ્વારા શ્વાસોશ્વાસ વર્ગણાનાં પુદ્ગલોને ગ્રહણ કરીને શરીરની વ્યવસ્થાને ટકાવવાને અનુકૂળ ક્રિયા. આયુષ્ય અર્થાત્ દેહ સાથે જીવનો સંબંધ ટકાવવાને અનુકૂળ એવું કર્મ તે આયુષ્યકર્મ છે. તેના બળથી દેહધારી જીવ ચોક્કસ કાળમર્યાદા સુધી દેહ સાથે સંબંધવાળો રહે છે. એકેન્દ્રિયજીવોને ચાર પ્રાણ હોય છે અર્થાત્ એકેન્દ્રિયને એક ઇન્દ્રિય સ્પર્શનેન્દ્રિય, કાયદળ, ઉચ્છવાસ અને આયુષ્ય એમ ચાર પ્રાણ હોય છે. બેઇન્દ્રિયજીવોને છ પ્રાણ હોય છે અર્થાત્ બેઇન્દ્રિય સ્પર્શનેન્દ્રિય અને રસનેન્દ્રિય, કાયબળ, વચનબળ, ઉચ્છવાસ અને આયુષ્ય, એમ છ પ્રાણ હોય છે તે ઇન્દ્રિયને સાત પ્રાણ હોય છે અર્થાત્ ત્રણ ઇન્દ્રિયસ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય અને ધ્રાણેન્દ્રિય અને કાયબળ, વચનબળ, ઉચ્છવાસ અને આયુષ્ય એમ સાત પ્રાણ હોય છે. ચઉરિન્દ્રિયને આઠ પ્રાણ હોય છે અર્થાત્ ચાર ઇન્દ્રિયસ્પર્શન્દ્રિય, રસનેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય અને ચક્ષુઇન્દ્રિય અને કાયબળ, વચનબળ, ઉચ્છવાસ અને આયુષ્ય એમ આઠ પ્રાણ હોય છે. અસંજ્ઞી પંચેન્દ્રિયને નવ પ્રાણ હોય છે અર્થાત્ પાંચ For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૮ નવતત્વ પ્રકરણ | ગાથા-૭-૮ ઇન્દ્રિય=સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય, કાયબળ, વચનબળ, ઉચ્છવાસ અને આયુષ્ય, એમ નવ પ્રાણ હોય છે. સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્યો, તિર્યંચ, નારકી અને દેવતાને દસ પ્રાણ હોય છે. અર્થાત્ પાંચેય ઇન્દ્રિયો, કાયબળ, વચનબળ અને મનોબળ, ઉચ્છવાસ અને આયુષ્ય એમ દસ પ્રાણ હોય છે. સંસારી જીવો દેહધારી છે, અને દેહ સાથે ઇન્દ્રિયો અને મન-વચન-કાયાનાં ત્રણ બળો જોડાયેલાં હોય છે, અને ઉચ્છવાસ શક્તિ અને આયુષ્યકર્મ હોય છે. આ શરીર અને દશ પ્રાણોના બળથી સંસારી જીવો સંસારની જીવન વ્યવસ્થા ચલાવે છે, સંસારની પ્રવૃત્તિ કરે છે, કર્મ બાંધે છે અને સંસારપરિભ્રમણ કરે છે. વળી, સંજ્ઞીપંચેન્દ્રિય થયેલા જીવો આ દસ પ્રાણના બળથી યોગમાર્ગને પામીને સંસારના ઉચ્છેદમાં પણ યત્ન કરે છે. તેથી આ દસ પ્રાણ જેમ જીવન વ્યવસ્થાનાં અંગો છે, તેમ કર્મબંધને અનુકૂળ મલિનભાવો કરવામાં પણ કારણ છે, અને વિવેકચક્ષુ પ્રગટ થાય તો પંચેન્દ્રિયપણાને પામીને જીવ આ દસ પ્રાણના બળથી શુભઅધ્યવસાયો કરે છે અને સંસારનો ઉચ્છેદ પણ કરે છે. IIII (૨) “અજીવતત્ત્વ”નું વર્ણન (ગાથા-૭ થી ૧૫) અવતરણિકા : ગાથા-૧માં નવતત્ત્વનાં નામ આપ્યાં. ગાથા-રમાં નવ તત્ત્વોના અવાંતર ભેદો કેટલા છે, તેની સંખ્યા બતાવી. પછી નવતત્વમાં પ્રથમ જીવતત્ત્વ હોવાથી જીવતત્વના અનેક ભેદો થાય છે, તેમ ગાથા-૩માં બતાવ્યું, જેથી અન્ય તત્વોના પણ તે રીતે અનેક ભેદો થઈ શકે તેમ જ્ઞાન થાય. ત્યારપછી ગાથા-રમાં જીવતત્ત્વના ૧૪ ભેદો છે તેમ કહેલ, તેથી ગાથા-૪માં જીવતત્વના ૧૪ ભેદો બતાવ્યા, અને ગાથા-પમાં જીવનું લક્ષણ બતાવ્યું, જેથી જીવતત્વ શું છે, તેનો બોધ થાય. ત્યારપછી જીવતત્વના ચૌદ ભેદોમાં પર્યાપ્તઅપર્યાપ્તના ભેદો છે, તેથી પર્યાપ્તિ કેટલી છે અને કયા જીવને કેટલી પર્યાપ્તિ હોય તે ગાથા-૬માં બતાવ્યું, જેથી જીવના સ્વરૂપનો કંઈક વિશેષ બોધ થાય. ત્યારપછી સંસારી જીવો દસ પ્રાણમાંથી યથાયોગ્ય પ્રાણના For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ નવતત્વ પ્રકરણ | ગાથા-૮ ૩૯ બળથી જીવે છે, તેથી ગાથા-૭માં દસ પ્રાણ કયા છે અને કોને કેટલા પ્રાણ હોય તે બતાવ્યું. આ રીતે સંક્ષેપથી જીવતત્વનો બોધ કરાવ્યો. હવે ક્રમપ્રાપ્ત અજીવતત્વના ચૌદ ભેદો બતાવે છે – ગાથા : धम्माधम्मागासा, तिय-तिय-भेया तहेव अद्धा य । खंधा देस पएसा, परमाणु अजीव चउदसहा ।।८।। ગાથાર્થ : ધર્મ, અધર્મ અને આકાશના ત્રણ ત્રણ ભેદો તથા અદ્ધા-કાળ અર્થાત્ કાળનો એક ભેદ, અને અંઘ, દેશ, પ્રદેશ અને પરમાણુ પુગલના સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ એ ચાર ભેદો છે. આ રીતે અજીવ તત્વના ચૌદ ભેદો છે. IIટll ભાવાર્થ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ અને પુલાસ્તિકાય એમ કુલ પાંચ અજીવ દ્રવ્યો છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય ત્રણે એક એક દ્રવ્ય છે, કાળ એક સમયરૂપ એક દ્રવ્ય છે, અને પુદ્ગલ દ્રવ્યો અનંતા છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય ત્રણેયના દરેકના ત્રણ ત્રણ ભેદો છે : (૧) સ્કંધ, (૨) દેશ અને (૩) પ્રદેશ. તેમાં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય અસંખ્યાત પ્રદેશાત્મક એક એક દ્રવ્ય છે, અને આકાશાસ્તિકાય અનંતા પ્રદેશાત્મક એક દ્રવ્ય છે. આ ત્રણે દ્રવ્યોના વિવક્ષાથી સ્કંધ, દેશ, પ્રદેશ એમ ત્રણ ભેદ કહેલ છે. કાળ એક સમયરૂપ એક દ્રવ્ય છે અને ભૂતકાળ અને ભવિષ્યકાળની અપેક્ષાએ અનંત દ્રવ્ય છે. છતાં વર્તમાનમાં એક સમયરૂપ કાળનો એક જ ભેદ છે. પુદ્ગલ દ્રવ્યો અનંતા છે. વિવક્ષાથી=આ પ્રકારના ભેદ પાડવાની દૃષ્ટિથી, પુદ્ગલોના ચાર ભેદ કહેલ છે. (૧) સ્કંધ (૨) દેશ, (૩) પ્રદેશ અને (૪) પરમાણુ. For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૦ નવતત્વ પ્રકરણ | ગાથા-૮ ધર્માસ્તિકાય એક દ્રવ્ય છે, તેથી તે એક સ્કંધ કહેવાય. ધર્માસ્તિકાયનો એક દેશ તે ધર્માસ્તિકાયનો દેશ કહેવાય. ધર્માસ્તિકાયનો સૂક્ષ્મ અંશ તે પ્રદેશ કહેવાય. આ રીતે ધર્માસ્તિકાયના સ્કંધ, દેશ અને પ્રદેશ ત્રણ ભેદ કહ્યા. વળી, ધર્માસ્તિકાય એક અખંડ દ્રવ્ય છે, તેથી તેના ખંડોની પ્રાપ્તિ નથી. માટે પુદ્ગલના પરમાણુની જેમ ધર્માસ્તિકાયનો એક પ્રદેશ પૃથગુ મળતો નથી. માટે તેના ત્રણ જ ભેદો છે, પરંતુ પુગલની જેમ ચાર ભેદો નથી. ધર્માસ્તિકાયની જેમ અધર્માસ્તિકાય પણ એક અખંડ દ્રવ્ય છે. તેથી તેના પણ સ્કંધ, દેશ અને પ્રદેશ એમ ત્રણ ભેદ કહેલ છે, પરંતુ પુદ્ગલની જેમ ચાર ભેદો નથી. વળી, આકાશાસ્તિકાય પણ એક અખંડ દ્રવ્ય છે. તેથી તેના પણ કંધ, દેશ અને પ્રદેશ એમ ત્રણ ભેદો છે, પણ પુદ્ગલની જેમ ચાર ભેદો નથી. વળી, પુદ્ગલ અખંડ દ્રવ્ય નથી, પરંતુ અનેક પરમાણુઓના સ્કંધરૂપે પણ બનેલો છે, અને છૂટા છૂટા પરમાણુઓ રૂપે પણ છે; અને સંખ્યાથી ધર્માસ્તિકાયની જેમ એક દ્રવ્ય નથી, અને સ્કંધો પણ અખંડ દ્રવ્ય નહિ હોવાથી પરમાણુઓ છૂટા પડે છે, અને નાના સ્કંધમાંથી મોટો સ્કંધ બને છે અને તે મોટા સ્કંધનો એક નાનામાં નાનો ભાગ તે પ્રદેશ કહેવાય. વળી, તે સ્કંધમાંથી પ્રદેશો છૂટા પડે છે, ત્યારે તે છૂટા પડેલા પ્રદેશને પરમાણુ કહેવાય. તેથી પુદ્ગલના ચાર ભેદ સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ ગ્રહણ કરેલ છે. વળી, પુદ્ગલના દરેક સ્કંધને આશ્રયીને કંધ, દેશ અને પ્રદેશ એમ ત્રણ વિભાગ થાય છે, અને છૂટા પડેલા પરમાણુને આશ્રયીને પરમાણુરૂપ ચોથો ભેદ પડે છે. આ રીતે ધર્માસ્તિકાયના ત્રણ, અધર્માસ્તિકાયના ત્રણ અને આકાશાસ્તિકાયના ત્રણ અને કાળનો એક ભેદ અને પુદ્ગલના ચાર ભેદ એમ સર્વ મળી અજીવના ચોદ ભેદો પડે છે. પુદ્ગલાસ્તિકાયની વિશેષતા એ છે કે પુદ્ગલદ્રવ્ય ગતિ પરિણામવાળા છે, પરસ્પર સંશ્લેષ પામીને સ્કંધો બને છે અને સ્કંધોનો વિભાગ થવાથી પરમાણુની For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ નવતત્ત્વ પ્રકરણ / ગાથા-૮, ૯-૧૦ ૪૧ પણ પ્રાપ્તિ થાય છે. આ પુદ્ગલદ્રવ્ય ધર્માસ્તિકાય આદિની જેમ એક એક દ્રવ્ય નથી, પરંતુ અનંતા પરમાણુરૂપે પણ છે અને અનંતા સ્કંધોરૂપે પણ છે. વળી, તે સ્કંધો બે પરમાણુના બનેલા હોય કે ત્રણ ૫૨માણુના બનેલા હોય અને ઉત્કૃષ્ટથી અનંત અનંત પરમાણુના પણ બનેલા હોય, અને આવા અનંત અનંત ૫૨માણુના બનેલા સ્કંધો પણ ચૌદ રાજલોકવર્તી જગતમાં અનંત છે, અને તે સ્કંધોમાંથી કોઈપણ એક સ્કંધને લઈને વિચારણા કરીએ તો તેના ત્રણ ભાગ પ્રાપ્ત થાય. (૧) સ્કંધ, (૨) સ્કંધનો બે પરમાણુનો કે તેથી અધિક પરમાણુનો બનેલો ભાગ તે દેશ અને (૩) સ્કંધનો સૌથી નાનામાં નાનો ભાગ તે પ્રદેશ. પુદ્ગલના આ ત્રણ ભેદો ઉપરાંત સ્કંધોમાંથી છૂટા પડેલા પ્રદેશોનો નાનામાં નાનો ભાગ તે પરમાણુ. એમ પુદ્ગલના ચાર ભેદ અહીં ગ્રહણ કરેલ છે. IIII અવતરણિકા : પૂર્વગાથામાં અજીવતત્ત્વના ચૌદ ભેદો બતાવ્યા. હવે અજીવ દ્રવ્ય કેટલાં છે ? અને તેઓનો સ્વભાવ શું છે ? તે બતાવે છે ગાથા : धम्माऽधम्मा पुग्गल, नह कालो पंच हुंति अज्जीवा । चलणसहावो धम्मो, थिरसंठाणो अहम्मो य ।। ९ ।। अवगाहो आगासं, पुग्गलजीवाण पुग्गला चउहा । ધંધા વેસ પણ્મા, પરમાણુ ચેવ નાય∞ા ।|| ગાથાર્થ ઃ ધર્મ, અધર્મ, પુદ્ગલ, નભ=આકાશ અને કાળ પાંચ અજીવ દ્રવ્યો છે. ચલન સ્વભાવવાળો ધર્મ છે–ચલન ક્રિયા કરનારા જીવ અને પુદ્ગલને ગતિમાં સહાય કરવાના સ્વભાવવાળો ધર્માસ્તિકાય છે, અને સ્થિર સંસ્થાન અધર્મ છે=ગતિ કરતાં પુદ્ગલોને અને જીવને સ્થિર સંસ્થાન કરવામાં=સ્થિર રહેવામાં, સહાય કરવાના સ્વભાવવાળો અધર્માસ્તિકાય છે. પુદ્ગલને અને જીવને અવગાહન આપનાર આકાશ છે=પુદ્ગલને For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૨ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૯-૧૦ અને જીવોને અવગાહના આપવાના સ્વભાવવાળું આકાશ છે. પુગલના ચાર પ્રકાર છે સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ ચાર પ્રકારના જાણવા. II૯-૧૦II ભાવાર્થ : જીવાદિ સાત તત્ત્વોમાંથી અજીવ તત્ત્વના ચૌદ ભેદો બતાવ્યા, અને તે ચૌદ ભેદોના વિષયભૂત અજીવ દ્રવ્યો પાંચ છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, પગલાસ્તિકાય આકાશાસ્તિકાય અને કાળ પાંચ અજીવ દ્રવ્યો છે. ધર્માસ્તિકાય દ્રવ્ય અરૂપી છે. ગતિ કરવાના અને સ્થિર થવાના સ્વભાવવાળા જીવ અને પુદ્ગલને ગતિ કરવામાં સહાય કરવાના સ્વભાવવાળું ધર્માસ્તિકાય દ્રવ્ય છે. અધર્માસ્તિકાય દ્રવ્ય અરૂપી છે. ગતિ કરવાના અને સ્થિર થવાના સ્વભાવવાળા જીવ અને પુદ્ગલને સ્થિર થવામાં સહાય કરવાના સ્વભાવવાળું અધર્માસ્તિકાય દ્રવ્ય છે. આકાશાસ્તિકાય દ્રવ્ય રૂપી છે. જીવ અને પુદ્ગલને અવગાહન આપવાના સ્વભાવવાળું આકાશાસ્તિકાય દ્રવ્ય છે. અહીં પુદ્ગલ અને જીવને અવગાહના આપવાના સ્વભાવવાળું આકાશાસ્તિકાય દ્રવ્ય કહ્યું છે. વસ્તુત: તત્ત્વાર્થ સૂત્ર અ. ૫, સૂ. ૧૮માં ધર્માસ્તિકાય આદિ સર્વ દ્રવ્યોને અવગાહના આપવાના સ્વભાવવાળું આકાશાસ્તિકાય દ્રવ્ય બતાવેલ છે. પુદ્ગલ દ્રવ્ય રૂપી છે. પુદ્ગલ દ્રવ્ય ચાર પ્રકારનું છે. સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુરૂપે ચાર પ્રકારના જાણવા. વસ્તુતઃ પુદ્ગલ સ્કંધરૂપે પણ અનંતા છે, તોપણ તે સર્વ સ્કંધોને “સ્કંધ' શબ્દથી ગ્રહણ કરેલ છે, અને તે સ્કંધનો એક ભાગ તેને દેશથી ગ્રહણ કરેલ છે અને સ્કંધમાં રહેલો સૌથી નાનો અંશ તેને પ્રદેશથી ગ્રહણ કરેલ છે, અને સ્કંધથી પૃથગુભૂત અવસ્થામાં રહેલ નાનામાં નાનો અવિભાજ્ય અંશરૂપ પ્રદેશ તેને પરમાણુથી ગ્રહણ કરેલ છે, તેથી પુદ્ગલને ચાર પ્રકારના કહેલ છે. વાસ્તવિક રીતે પરમાણુ પણ સંખ્યાથી અનંતા છે અને સ્કંધો પણ સંખ્યાથી અનંતા છે, અને સ્કંધોના દેશ અને પ્રદેશો સ્કંધથી પૃથગુ નથી. fl૯-૧૦| For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ નવતત્વ પ્રકરણ | ગાથા-૧૧ ૪૩ અવતરણિકા : ગાથા-૯-૧૦માં પાંચ અજીવ દ્રવ્યો બતાવ્યાં અને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયનો સ્વભાવ બતાવ્યો અને પુદ્ગલનો સ્વભાવ શું છે, તે બતાવ્યું નહિ, પરંતુ પુદ્ગલના ચાર ભેદો બતાવ્યા. હવે પુદ્ગલનો સ્વભાવ બતાવવા અર્થે પુગલનું લક્ષણ કરે છે – ગાથા - सबंधयार उज्जोअ, पभा छायातवेहि अ । वन गंध रसा फासा, पुग्गलाणं तु लक्खणं ।।११।। ગાથાર્થ : શબ્દ, અંધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા, આતપ, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ પુગલોનું લક્ષણ છે. ||૧૧|| ભાવાર્થ અહીં લક્ષણ એટલે લક્ષ્યનો જેનાથી બોધ થાય તે લક્ષણ. આ અર્થથી વિચારીએ તો શબ્દ, અંધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા અને આતપ એ પુદ્ગલનું લક્ષણ છે. તેથી એ પ્રાપ્ત થાય કે સર્વ પુદ્ગલ શબ્દરૂપ નથી, પણ જે શબ્દરૂપ દેખાય તે પુદ્ગલ છે તેવો નિર્ણય કરી શકાય છે. તેથી શબ્દથી માંડીને આતપ સુધીના લક્ષણવાળા આ પુદ્ગલો છે, તેમ નિર્ણય કરી શકાય છે. વળી, લક્ષ્યમાત્રમાં રહેતા હોય અને અલક્ષ્યથી લક્ષ્યની વ્યાવૃત્તિ કરે તે લક્ષણ કહેવાય, અને આવું લક્ષણ અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવદોષથી રહિત હોય છે. જો લક્ષણનો આવો અર્થ કરીએ તો પુદ્ગલમાત્રમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ રહેલ છે. આનાથી એ ફલિત થાય કે એક સ્વતંત્ર પરમાણુથી માંડીને અનંત પરમાણુના દરેક સ્કંધમાં અવશ્ય વર્ણાદિ ચારે લક્ષણો હોય છે. આમ, શબ્દાદિ છે અને વર્ણાદિ ચાર એમ કુલ દસ લક્ષણો દ્વારા પુદ્ગલ દ્રવ્ય અન્ય દ્રવ્ય કરતાં જુદું છે, તેનો બોધ થાય છે. “પુદ્ગલ” શબ્દની વ્યુત્પત્તિ એ છે કે જેમાં પૂરણ અને For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૪ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૧૧, ૧૨-૧૩ ગલન થાય. પુદ્ગલના બનેલા સ્કંધોમાં નવા નવા પરમાણુનું પૂરણ થતું હોય છે, અને તે કંધોમાંથી કેટલાક પરમાણુનું ગલન પણ થતું હોય છે. તેથી પૂરણ અને ગલનના સ્વભાવવાળાં પુદ્ગલો છે, અને પરમાણુ કોઈક સ્કંધમાંથી જુદો થઈને ગલનના સ્વભાવવાળો હોય છે અને પરમાણુ કોઈક સ્કંધ સાથે સંલગ્ન થાય ત્યારે તે પૂરણના સ્વભાવવાળો હોય છે, પરંતુ સ્વતંત્ર રીતે પરમાણુ પડેલો હોય ત્યારે તે પરમાણુમાંથી કોઈ વસ્તુનું ગલન કે પૂરણ થતું નથી. વળી, કયણુક અર્થાત્ બે પરમાણુઓના સ્કંધનું અન્ય સ્કંધો સાથે સંલગ્ન ન થતું હોય, કે અન્ય પરમાણુ વર્તમાનમાં તેની સાથે પૂરણ ન પામતા હોય, કે અન્ય કોઈ પરમાણુ તે દ્વચક્ષુકમાંથી ગલન ન પામતો હોય તો તે કચણુકમાં પૂરણ-ગલનની ક્રિયા વર્તમાનમાં પ્રાપ્ત નથી, તોપણ તે યણુકમાં ક્યારેક અન્ય પરમાણુ સંલગ્ન થાય છે, ત્યારે પૂરણ ક્રિયા થાય છે અને તે યણુકમાંથી કોઈક પરમાણુ છૂટો પડે ત્યારે ગલનક્રિયા પણ થાય છે. આ રીતે ઉપર ઉપરના સ્કંધોમાં પણ યથાયોગ્ય પૂરણ-ગલનની ક્રિયા જાણવી, અને ચક્ષુથી દેખાતા જે પુલો છે તે સર્વ અનંત પરમાણુના કંધો છે, અને તેમાં સતત પૂરણ-ગલનની ક્રિયા ચાલુ જ હોય છે, અર્થાત્ કેટલાક પરમાણુ આદિ તે પુદ્ગલમાં પ્રવેશ પામતા હોય છે તો કેટલાક પરમાણુ આદિ તે પુદ્ગલમાંથી છૂટા પણ થતા હોય છે. તેથી દેખાતા સર્વ કંધોમાં પૂરણ-ગલન ક્રિયા સતત ચાલુ હોય છે. જ્યારે પુગલ સિવાય ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય કે જીવ દ્રવ્ય તે સર્વમાં પૂરણ-ગલન ક્રિયા નથી, પરંતુ તે સર્વ દ્રવ્યો અખંડ સ્વતંત્ર દ્રવ્યો છે. ફક્ત ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય આ ત્રણે એક એક દ્રવ્ય છે અને અખંડ દ્રવ્ય છે, અને જીવ દ્રવ્ય અનંતા છે અને દરેક જીવ અસંખ્યાત આત્મપ્રદેશયુક્ત એક અખંડ દ્રવ્ય છે. ૧૧ અવતરણિકા : ગાથા-૯-૧૦માં પાંચ અજીવ દ્રવ્યો બતાવ્યાં. તેમાં કાળ શું છે તે બતાવતાં પૂર્વે એક મુહૂર્તમાં આવલિકારૂપ કાળની સંખ્યા કેટલી છે તે બતાવે છે – For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ નવતરૂ પ્રકરણ / ગાથા-૧૨-૧૩ ૪૫ ગાથા : एगा कोडि सतसट्ठि, लक्खा सत्तहुत्तरी सहस्सा य । दो य सया सोलहिया, आवलिया इगमुहुत्तम्मि ।।१२।। ગાથાર્થ : એક મુહૂર્ત એટલે ૪૮ મિનિટરબે ઘડી. જેની અંદર ૧૬૭૭૭૨૧૬ આવલિકા હોય છે. ll૧રી અવતરણિકા : કાળ શું છે, તે બતાવે છે – ગાથા :समयावली मुहुत्ता, दीहा पक्खा य मास वरिसा य । भणिओ पलिया सागर, उस्सप्पिणिसप्पिणी कालो ।।१३।। ગાથાર્થ : સમય, આવલિકા, મુહૂર્ત, દિવસ, પક્ષ, માસ, વર્ષ, પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણી, અવસર્પિણીરૂપ કાળ કહેવાયો છે. ll૧૩ ભાવાર્થ - સમયઃ ગતિ પરિણામને પામેલ પરમાણુ મંદગતિથી એક આકાશપ્રદેશથી અન્ય આકાશપ્રદેશમાં જાય તેટલા કાળને ‘સમય’ કહે છે. આ “સમય” કાળનો સૌથી સૂક્ષ્મ વિભાગ છે, જેનો ભેદ પડતો નથી. આવલિકા અસંખ્યાત સમયોનો સમુદાય તે આવલિકા છે. મુહૂર્ત પૂર્વગાથામાં બતાવ્યું તે પ્રમાણે ૧૯૭૭૭૨૧૩ આવલિકાનું એક મુહૂર્ત હોય છે. દિવસઃ ૩૦ મુહૂર્તનો એક દિવસ થાય છે. પક્ષ: ૧૫ દિવસનો પક્ષ થાય છે. For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૬ નવતત્વ પ્રકરણ | ગાથા-૧૨-૧૩, ૧૪ મહિનો : બે પક્ષનો એક મહિનો થાય છે. વર્ષ: બાર મહિનાનું એક વર્ષ થાય છે. આ રીતે સમયથી માંડીને એક વર્ષ સુધીના કાળની મર્યાદા બતાવી. વિશેષ પ્રકારની કાળની ગણના માટે પલ્યોપમ વગેરેથી કાળની ગણના કરાય છે. પલ્યોપમ : પલ્યોપમ એટલે અસંખ્યાત વર્ષોનો સમુદાય=વિશેષ પ્રકારના પ્યાલાથી ગણના કરાયેલ વર્ષોની સંખ્યાવાળું કાલમાન. સાગરોપમ : એક કોડને એક ક્રોડ વડે ગુણવાથી જે સંખ્યા આવે તેને ૧૦ વડે ગુણવાથી ૧૦ કોટાકોટી થાય અને ૧૦ કોટાકોટી પલ્યોપમનો એક સાગરોપમ થાય. ઉત્સર્પિણી-અવસર્પિણી કાળઃ ૨૦ કોટાકોટી સાગરોપમ પ્રમાણ. આ રીતે સમયથી માંડીને ઉત્સર્પિણી-અવસર્પિણી સુધી કાળની સંખ્યાની ગણના બતાવી. તે સિવાય કાળવિષયક અન્ય કોઈ સ્પષ્ટતા પ્રસ્તુત ગ્રંથમાં કરેલ નથી. વસ્તુતઃ અજીવ દ્રવ્યમાં કાળતત્ત્વની ગણના તત્ત્વાર્થ સૂત્રમાં કરી નથી, પરંતુ એક મત કાળને અજીવ દ્રવ્ય તરીકે સ્વીકારે છે, તેમ તત્ત્વાર્થ સૂત્રમાં કહેલ છે. ધર્માસ્તિકાય આદિ જેમ સ્વતંત્ર દ્રવ્ય છે તેમ કાળ નામનું કોઈ સ્વતંત્ર દ્રવ્ય નથી, પરંતુ અનંતકાળ પસાર થયો તેનો બોધ કરવા અર્થે કાળને ઉપચારથી દ્રવ્ય કહેલ છે, એમ ઉપાધ્યાયજી મહારાજ અને શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિએ કહેલ છે, અને તે અનુસાર ધર્માસ્તિકાય આદિ અન્ય અજીવ દ્રવ્યોની જેમ કાળ નામનું કોઈ દ્રવ્ય નથી. પરંતુ વ્યવહારમાં દિવસ-રાત વગેરેની ગણનામાં કાળ ઉપયોગી છે. તેથી ઉપચારથી કાળને દ્રવ્ય તરીકે શ્વેતાંબરમતમાં સ્વીકારવામાં આવે છે. II૧૨-૧૩ અવતરણિકા : જીવદ્રવ્યનું અને અજીવદ્રવ્યનું સ્વરૂપ અત્યાર સુધી બતાવ્યું. હવે બાર દ્વારોથી જીવ-અજીવ વિષયક વિચારણા કરવા માટે તે દ્વારોનાં નામો બતાવે છે – For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૧૪ ૪૭ ગાથા : परिणामि जीव मुत्तं, सपएसा एग खित्त किरिया य । णिच्चं कारण कत्ता, सव्वगय इयर अप्पवेसे ।।१४।। ગાથાર્થ : પરિણામી, જીવ, મૂર્ત, સપ્રદેશી, એક, ક્ષેત્ર, ક્રિયા, નિત્ય, કારણ, કર્તા, સર્વગત ઈતર-પરિણામી આદિથી માંડીને સર્વગત સુધીથી ઈતર અર્થાત્ અપરિણામી, અજીવ, અમૂર્ત, અપ્રદેશવાળા, અનેક, ક્ષેત્રી, અમ્રિા , અનિત્ય, અકારણ, અર્જા, અસર્વગત, અને અપ્રવેશી. II૧૪ll ભાવાર્થ : પૂર્વમાં જીવ દ્રવ્ય અને પાંચ ભેદવાળું અજીવ દ્રવ્ય બતાવ્યું, તેથી કુલ છ દ્રવ્યની પ્રાપ્તિ થઈ. હવે તે છ દ્રવ્યમાં કયું દ્રવ્ય પરિણામી છે અને કયું અપરિણામી છે, તેનો વિચાર કરવાથી તે દ્રવ્યનો વિશેષ બોધ થાય છે, તેમ કયું દ્રવ્ય જીવ છે, મૂર્ત છે આદિ બાર દ્વારોથી વિચારણા કરવાથી દરેક દ્રવ્યનો વિશેષ બોધ થાય છે. તે આ રીતે – પરિણામ-અપરિણામી પરિણામી એટલે એક અવસ્થામાંથી અન્ય અવસ્થામાં જવું અર્થાત્ દ્રવ્યરૂપે સ્થિર રહીને એક ભાવમાંથી અન્ય ભાવને પામવું તે પરિણામી. જૈનશાસનની દૃષ્ટિએ દરેક પદાર્થ ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યયુક્ત કહેવાયો છે. તેથી પરમાર્થથી ધર્માસ્તિકાય આદિ સર્વ દ્રવ્યો પરિણામી છે. આમ છતાં દૃષ્ટ વ્યવહારમાં જીવ અને પુદ્ગલના પરિણામો દેખાય છે. તેથી વ્યવહારથી પુદ્ગલ દ્રવ્ય અને જીવદ્રવ્યને પરિણામી કહેવામાં આવે છે, અને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય ત્રણ દ્રવ્યો સદા એક અવસ્થામાં પ્રાપ્ત થતા હોવાથી અપરિણામી કહેવાય છે. કાળ એક સમયાત્મક છે, તેથી વર્તમાન ક્ષણમાત્ર રૂપ છે, તેથી કાળને પણ પરિણામી કહી શકાય નહિ. દરેક વસ્તુ દ્રવ્યરૂપે ધ્રુવ છે અને પર્યાયરૂપે એક પર્યાયને છોડીને અન્ય For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૮ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૧૪ પર્યાયરૂપે થાય છે. તેથી ધર્માસ્તિકાય આદિ દરેક દ્રવ્ય દ્રવ્યરૂપે સ્થિર છે અને પર્યાયરૂપે એક પર્યાયને છોડીને અન્ય પર્યાયરૂપે થાય છે, માટે પરિણામી છે. વ્યવહારનય સ્થૂલદષ્ટિથી જોનાર છે. જેમ ભમરો કાળા રંગનો દેખાય છે, તેથી વ્યવહારનય ભમરાને કાળા વર્ણનો સ્વીકારે છે. તે રીતે કોઈ પદાર્થમાં વિદ્યમાન પરિણામથી પરિણામાંતરની પ્રાપ્તિ દેખાય તેને જોઈને આ પદાર્થ પરિણામી છે તેમ વ્યવહારનય કહે છે. જેમ મેળવણ નાખેલ દૂધ દહીંરૂપે પરિણામાંતર પામે છે તેને જોઈને દૂધને પરિણામી સ્વીકારે છે. વળી, નિશ્ચયનય સૂક્ષ્મદૃષ્ટિથી જોનાર છે. જેમ ભમરો કાળો હોવા છતાં ઔદારિકરૂંધમાં પાંચ વર્ણ છે તેથી નિશ્ચયનય ભમરાને પાંચ વર્ણવાળો સ્વીકારે છે. તે રીતે કોઈ પદાર્થમાં અન્ય પરિણામ થતો દેખાતો ન હોય તોપણ તટ્સદશ અન્ય પરિણામ પ્રતિક્ષણ થાય છે એમ સૂક્ષ્મદષ્ટિથી જોઈને સ્વીકારે છે. તેથી સિદ્ધમાં ગયેલા આત્માઓમાં સિદ્ધઅવસ્થાની પ્રાપ્તિ પછી કોઈ અન્ય પરિણામ થતો નહિ દેખાતો હોવા છતાં પણ પ્રતિક્ષણ તેમને અનુભવાતો સુખનો પરિણામ પૂર્વસદશ અન્યાણનો સુખનો અનુભવ છે. માટે પરિણામાંતર છે તેમ નિશ્ચયનય સ્વીકારે છે. વળી, ધર્માસ્તિકાય આદિ દ્રવ્યોમાં એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જાય તેવો વ્યક્ત પરિણામ નથી, તેથી વ્યવહારનય ધર્માસ્તિકાય આદિ દ્રવ્યોને પરિણામી સ્વીકારતો નથી, તોપણ નિશ્ચયનયની દૃષ્ટિથી જીવ અને પુદ્ગલ દ્રવ્યોને પ્રતિક્ષણ ગતિમાં સહાય કરવાને અનુકૂળ પરિણામ ધર્માસ્તિકાય આદિમાં વર્તે છે. તેથી નિશ્ચયનયની દૃષ્ટિથી ધર્માસ્તિકાય આદિ દ્રવ્યો પરિણામી છે. જેમ – વર્તમાનમાં અમુક જીવને કે પુદ્ગલને ધર્માસ્તિકાય ગતિસહાયમાં કારણ બન્યું, અને ઉત્તરમાં જ્યારે જીવ અને પુદ્ગલ સ્થિર પરિણામવાળા થાય છે ત્યારે તે જીવ અને પુલને આશ્રયીને ગતિસહાયના પરિણામનો અભાવ ધર્માસ્તિકાયમાં પ્રાપ્ત થાય છે. તેથી તે તે જીવ અને પુગલને આશ્રયીને ગતિસહાયના પરિણામવાળા થવું અને તે તે જીવને અને પુદ્ગલને આશ્રયીને For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૧૪ ૪૯ ગતિસહાયના પરિણામના અભાવવાળા થવું એ રૂપ પરિણામનો પ્રવાહ ધર્માસ્તિકાયમાં સદા ચાલે છે. તેથી ધર્માસ્તિકાય દ્રવ્ય પણ પરિણામી છે. તે રીતે જ અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય વિષે જાણવું. જીવ-અજીવઃ છ દ્રવ્યોમાં ચેતન પરિણામવાળું આત્મદ્રવ્ય જીવ છે અને જે ચેતન પરિણામવાળું દ્રવ્ય નથી, તેવાં ધર્માસ્તિકાય આદિ સર્વ દ્રવ્યો અજીવ છે. મૂર્ત-અમૂર્ત ઃ જેનામાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ હોય તે મૂર્ત કહેવાય. પુદ્ગલ દ્રવ્યમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ છે માટે મૂર્ત છે, અને શરીરવાળો આત્મા આત્મારૂપે અમૂર્ત હોવા છતાં દેહની સાથે કે કર્મની સાથે કથંચિત્ એકમેક ભાવને પામેલો હોવાથી કથંચિત્ મૂર્તિ છે. સિદ્ધના જીવો સર્વથા અમૂર્ત છે. પુગલની સાથે એકમેક થયેલા એવા આત્માને કથંચિતું મૂર્ત કહેવાય છે; કેમ કે તે અવસ્થામાં તે મૂર્ત છે એમ પ્રતીત થાય છે. તેમ આત્મા સાથે એકમેકભાવને પામેલ એવાં દેહનાં પુદ્ગલો કે કર્મનાં પુગલોને અમૂર્ત કહી શકાય નહિ; કેમ કે તે અવસ્થામાં પણ તે પુદ્ગલો અમૂર્તરૂપે પ્રતીત નથી; ફક્ત દેહના અને કર્મના પુદ્ગલ સાથે એકમેકભાવને પામેલા એવા આત્માના અમૂર્ત સ્વભાવનો કર્મનાં પુદ્ગલમાં કે દેહના પુદ્ગલમાં ઉપચાર કરીને ઉપચારથી કર્મનાં પુદ્ગલોને કે દેહનાં પુદ્ગલોને અમૂર્ત કહી શકાય. સપ્રદેશ-અપ્રદેશી : જે સ્કંધના અનેક પ્રદેશો હોય તે પ્રદેશી કહેવાય, અને જેના કોઈ પ્રદેશો ન હોય તે અપ્રદેશી કહેવાય. પ્રદેશ એટલે સ્કંધનો સૌથી નાનામાં નાનો અવિભાજ્ય અંશ, જેનો વિભાગ કેવળજ્ઞાનમાં પણ થતો નથી. તે પ્રદેશ સ્કંધથી છૂટો પડે ત્યારે પરમાણું કહેવાય છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ બે દ્રવ્યો સપ્રદેશી છે, અને તેના પ્રદેશો સંખ્યાથી અસંખ્યાત છે. આકાશાસ્તિકાય દ્રવ્ય પણ સપ્રદેશ છે, અને તેના પ્રદેશો અનંત છે અને દરેક જીવદ્રવ્ય પણ સપ્રદેશ છે. દરેક જીવદ્રવ્યના પ્રદેશો અસંખ્યાત છે. દરેક જીવદ્રવ્યના પ્રદેશોની સંખ્યા અને ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના પ્રદેશોની સંખ્યા સમાન છે. બે પરમાણુના સ્કંધથી માંડીને અનંતા પરમાણુના બનેલા સ્કંધો સપ્રદેશ છે અને પરમાણુ અપ્રદેશી છે; કેમ કે પરમાણુ સ્કંધ નથી. કાળ એક સમયાત્મક છે અને તે સમય નાશ થયા પછી બીજો સમય આવે છે, તેથી કાળ અપ્રદેશ છે. For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ To નવતત્વ પ્રકરણ | ગાથા-૧૪ એક-અનેક ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય દરેક એક એક દ્રવ્ય છે; જીવ અનેક છે=સંખ્યાથી અનંતા છે; પુદ્ગલો પણ અનેક છે=સંખ્યાથી અનંતા છે. ક્ષેત્ર-ક્ષેત્રી ક્ષેત્ર એટલે બીજાને પોતાનામાં રહેવાનું સ્થાન આપે છે. ક્ષેત્રી એટલે જે ક્ષેત્રમાં રહે પરંતુ બીજાને પોતાનામાં રહેવાનું સ્થાન નથી આપતાં તે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને કાળ ક્ષેત્રી છે; આકાશાસ્તિકાય ક્ષેત્ર છે. આકાશાસ્તિકાય અન્ય સર્વ દ્રવ્યોને પોતાનામાં રહેવાનું સ્થાન આપે છે, તેથી આકાશદ્રવ્ય ક્ષેત્ર છે. આકાશ સિવાયનાં સર્વ દ્રવ્યો આકાશમાં રહે છે, માટે આકાશ સિવાયનાં સર્વ દ્રવ્યો ક્ષેત્રી છે. ક્રિયા-અક્રિયા : ક્રિયા એટલે એક સ્થાનમાંથી અન્ય સ્થાનમાં ગમન. અક્રિયા એટલે જે સ્થાનમાં છે તે સ્થાનમાંથી અન્ય સ્થાનમાં ગમનનો સદા અભાવ. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણ દ્રવ્યો અક્રિયાવાળા છે, જીવદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્ય ક્રિયાવાળા છે, કાળ અક્રિય છે. નિત્ય-અનિત્ય નિત્ય એટલે સદા જેની પ્રાપ્તિ હોય તે. અનિત્ય એટલે જેની સદા પ્રાપ્તિ ન હોય તે. ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યયુક્ત સત્, એ પ્રકારનું સતુનું લક્ષણ હોવાથી જગતમાં જે વિદ્યમાન છે, તે સર્વ દ્રવ્યો દ્રવ્યથી નિત્ય છે અને પર્યાયથી અનિત્ય છે. તેથી કયાં દ્રવ્યો નિત્ય છે અને કયાં દ્રવ્યો અનિત્ય છે, તેવો વિભાગ થાય નહિ, તોપણ સ્કૂલ વ્યવહારથી જે દ્રવ્યોમાં કોઈ પરિવર્તન ન દેખાતું હોય તે દ્રવ્યોને નિત્ય કહેવાય છે, અને સ્કૂલ વ્યવહારથી જે દ્રવ્યોમાં પરિવર્તન દેખાતું હોય તે દ્રવ્યોને અનિત્ય કહેવાય છે. તે દૃષ્ટિને સામે રાખીને અહીં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયને નિત્ય કહેલ છે; પુદ્ગલ અને જીવદ્રવ્યને અનિત્ય કહેલ છે; કાળને નિત્ય કહેલ છે; કેમ કે કાળ વર્તમાન-ભૂત અને ભવિષ્યરૂપ સદા પ્રાપ્ત છે. વસ્તુતઃ કોઈ પુદ્ગલદ્રવ્ય કે જીવદ્રવ્ય, નાશ પામતું નથી, પરંતુ સદા છે; આમ છતાં પુદ્ગલદ્રવ્ય ઘડીક સ્કંધરૂપે બને છે અને ઘડીક પરમાણુરૂપે વીખરાય છે. તે અપેક્ષાએ પુદ્ગલદ્રવ્ય અનિત્ય છે; અને જીવદ્રવ્ય સંસાર અવસ્થામાં ઘડીક મનુષ્યરૂપે તો ઘડીક દેવરૂપે થાય છે. આ રીતે જીવદ્રવ્ય ચાર ગતિરૂપે For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ નવતત્વ પ્રકરણ | ગાથા-૧૪ પ૧ પરિણામ પામે છે, માટે જીવદ્રવ્ય અનિત્ય છે. કારણ-અકારણ : ધર્માસ્તિકાય ગતિમાં સહાયક નિમિત્ત કારણ છે, અધર્માસ્તિકાય સ્થિતિમાં સહાયક નિમિત્ત કારણ છે, આકાશાસ્તિકાય કારણ નથી, ફક્ત સર્વ દ્રવ્યને અવગાહના આપે છે. પુદ્ગલના સ્કંધો પ્રત્યે પુદ્ગલના અવયવો ઉપાદાનકારણ છે, અને જીવની શરીરની નિષ્પત્તિ આદિમાં પુદ્ગલ કારણ છે. જીવ કર્તારૂપે કારણ હોવા છતાં અન્ય રીતે કારણ નથી, માટે અકારણ છે. કાળ પદાર્થોના પરાવર્તનમાં નિમિત્ત કારણ છે. કર્તા-અકર્તા : ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પુલાસ્તિકાય કર્તા નથી, પરંતુ અકર્તા છે; અને જીવ દેહ આદિનો કર્તા છે અને અંતે શુદ્ધ સ્વભાવનો પણ કર્તા છે; અને કાળ અકર્તા છે. સર્વગત-દેશગત : ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય ચૌદ રાજલોક પ્રમાણ સંસ્થાનવાળા છે, તેથી દેશગત છે. આકાશાસ્તિકાય સર્વગત છે; કેમ કે આકાશનો કોઈ દિશામાં અંત નથી. પુદ્ગલાસ્તિકાય ચૌદ રાજલોકમાં રહેલ છે, તેથી દેશગત છે. પુદ્ગલ દ્રવ્યના સ્કંધો તો ચૌદ રાજલોકમાં પણ તે તે દેશમાં રહે છે, તેથી તે તે સ્કંધોને આશ્રયીને પણ પુદ્ગલાસ્તિકાય દેશગત છે, અને પરમાણુ એક આકાશપ્રદેશમાં રહે છે, તેથી પરમાણુને આશ્રયીને પણ પુદ્ગલાસ્તિકાય દેશગત છે. જીવાસ્તિકાય ચૌદ રાજલોક અંતર્ગત રહેલ છે, તેથી દેશગત છે, અને તે તે જીવ સ્વદેહપ્રમાણ છે, તેથી ચૌદ રાજલોકના પણ એક દેશમાં રહે છે, તેથી તે તે જીવને આશ્રયીને પણ જીવાસ્તિકાય દેશગત છે. કાળ ઔપચારિક દ્રવ્ય છે અને ઉપચારથી અઢી દ્વીપ પ્રમાણ વ્યવહાર કાળ છે, તેથી તે અપેક્ષાએ કાળ દેશગત છે. પ્રવેશી-અપ્રવેશીઃ સર્વ દ્રવ્યો એકબીજાના સ્વરૂપમાં પ્રવેશ પામતાં નથી, તેથી છએ દ્રવ્યો અપ્રવેશી છે. જીવ અને પુદ્ગલ કથંચિત્ એકબીજાની સાથે એકમેક ભાવ આપે છે, તે અપેક્ષાએ સંસારી જીવો પુદ્ગલના સ્વરૂપની સાથે કથંચિત્ એકત્વભાવને પામેલા છે. તેથી પુદ્ગલ અને જીવને પરસ્પર પ્રવેશી પણ સ્વીકારી શકાય. ll૧૪TI For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ પર નવતત્વ પ્રકરણ | ગાથા-૧૫-૧૬ (૩) “પુણ્યતત્ત્વ”નું વર્ણન (ગાથા-૧૫ થી ૧૭) અવતરણિકા : ગાથા-૧માં નવતત્વનાં નામો બતાવ્યાં. ત્યારપછી જીવતત્વ અને અજીવતત્ત્વનું વર્ણન અત્યાર સુધી કર્યું. હવે પુણ્યતત્ત્વને બતાવવા અર્થે તેના ભેદો ગાથા-૧૫ થી ૧૭ સુધી બતાવે છે – ગાથા - सा उच्चगोअ मणुदुग, सुरदुग पंचिंदिजाइ पणदेहा । आइतितणूणुवंगा, आइमसंघयणसंठाणा ।।१५।। वनचउक्कागुरुलहु, परघा उस्सास आयवुज्जो । सुभखगइनिमिणतसदस, सुरनरतिरिआउ तित्थयरं ।।१६।। ગાથાર્થ - શાતાવેદનીય, ઉચ્ચગોત્ર, મનુષ્યદ્વિક, સુરદ્ધિક, પંચેન્દ્રિય જાતિ, પાંચ દેહ, પ્રથમ ત્રણ શરીરનાં ઉપાંગો, પ્રથમ સંઘયણ અને પ્રથમ સંસ્થાન. ll૧૫ll વર્ણચતુર્ક, અગુરુલઘુ, પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉધોત, શુભ વિહાયોગતિ, નિર્માણ, કસદશક, દેવ-મનુષ્ય અને તિર્યંચનું આયુષ્ય, તીર્થકરનામકર્મ. આ બેંતાલીસ પુણ્યપ્રકૃતિ છે. ll૧૬ll ભાવાર્થ :પુણ્યપ્રકૃતિના બેતાલીસ ભેદો આ પ્રમાણે છે : (૧) શાતા વેદનીય - મધના ચાટવાના જેવું શાતાવેદનીય છે અને શાતાવેદનના કારણભૂત એવું જે કર્મ તે શાતાવેદનીયકર્મ છે. (૨) ઉચ્ચગોત્ર - ઉચ્ચજાતિ અને ઉચ્ચકુળની પ્રાપ્તિનું કારણ એવું જે કર્મ તે ઉચ્ચગોત્રકમ છે. (૩) મનુષ્યગતિનામકર્મ - મનુષ્યભવમાં મનુષ્યપર્યાયની પ્રાપ્તિનું કારણ બને તેવું જે કર્મ તે મનુષ્યગતિનામકર્મ છે. For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ નવતત્વ પ્રકરણ | ગાથા-૧૫-૧૬ પ૩ (૪) મનુષ્યઆનુપૂર્વનામકર્મ - બે સમયાદિ વિગ્રહથી ભવાંતરમાં મનુષ્યભવમાં જતા જીવને અનુશ્રેણીથી નિયત એવી ગમનની પ્રવૃત્તિ જે કર્મથી થાય તે મનુષ્યઆનુપૂર્વીનામકર્મ છે. (૫) દેવગતિનામકર્મ - દેવભવમાં દેવપર્યાયની પ્રાપ્તિનું કારણ બને તે કર્મ દેવગતિનામકર્મ છે. (૯) દેવઆનુપૂર્વી - બે સમયાદિ વિગ્રહથી ભવાંતરમાં દેવભવમાં જતા જીવને અનુશ્રેણીથી નિયત એવી ગમનની પ્રવૃત્તિ જે કર્મથી થાય તે દેવઆનુપૂર્વનામકર્મ છે. (૭) પંચેન્દ્રિયજાતિનામકર્મ:- પંચેન્દ્રિયજાતિ શબ્દથી અભિવ્યક્ત થાય તેવા પર્યાય વડે કરીને જીવની જે ઉત્પત્તિ છે તે પંચેન્દ્રિયજાતિ છે અને તે જાતિનું કારણ એવું જે કર્મ તે પંચેન્દ્રિયજાતિનામકર્મ છે. (૮) દારિકશરીરનામકર્મ :- ઔદારિક વર્ગણાનાં પુદ્ગલો ગ્રહણ કરીને જીવ જે શરીર બનાવે છે તે શરીરની નિષ્પત્તિમાં નિમિત્ત કારણ એવું જ કર્મ તે ઔદારિકશરીરનામકર્મ છે. (૯) વૈક્રિયશરીરનામકર્મ :- વૈક્રિય વર્ગણાનાં પુગલોને ગ્રહણ કરીને જીવ જે શરીર બનાવે છે, તે શરીરની નિષ્પત્તિમાં નિમિત્ત કારણ એવું જે કર્મ તે વૈક્રિયશરીરનામકર્મ છે. (૧૦) આહારકશરીરનામકર્મ - ચૌદ પૂર્વધર એવા સાધુ પોતાના સંશયના નિવર્તન અર્થે મહાવિદેહ આદિ ક્ષેત્રમાં જવા અર્થે આહારક વર્ગણાનાં પુદ્ગલોને ગ્રહણ કરીને જે શરીર બનાવે છે, તે શરીરની નિષ્પત્તિમાં કારણ એવું જ કર્મ તે આહારકશરીરનામકર્મ છે. (૧૧) તેજસશરીરનામકર્મ :- જીવ વડે ઔદારિક આદિ શરીર બનાવવા માટે જે પુદ્ગલો ગ્રહણ કરાય છે તે પુદ્ગલોને તે શરીરરૂપે પરિણમન પમાડવામાં નિમિત્ત કારણ તૈજસ શરીર છે. તેજસવર્ગણાનાં પુગલો ગ્રહણ કરીને જીવ જે શરીર બનાવે તે શરીરની નિષ્પત્તિમાં નિમિત્ત કારણ એવું જે કર્મ તે તૈજસશરીરનામકર્મ છે. For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ પ૪ નવતત્વ પ્રકરણ| ગાથા-૧૫-૧૬ (૧૨) કાર્મણશરીરનામકર્મ - જીવ સાથે એકમેકભાવને પામેલા એવા જે કર્મોનો સમૂહ તે કાર્મણશરીર છે, અને અધ્યવસાયથી જીવ જે કર્મો બાંધે છે, તે કર્મોને આત્મા સાથે એકમેક કરવા અર્થે જે પુદ્ગલોને જીવ ગ્રહણ કરે છે, તે કાર્મણવર્ગણાનાં પુદ્ગલો છે, અને કાર્મણવર્ગણાનાં પુદ્ગલોને ગ્રહણ કરીને જીવ પોતાના વીર્યવ્યાપારથી અને પોતાના અધ્યવસાયથી જે કર્મ બાંધે છે, તે સર્વ કર્મનાં પુદ્ગલોને ગ્રહણ કરવામાં નિમિત્ત કારણ એવું જે કર્મ તે કાર્મણશરીરનામકર્મ છે. (૧૩) દારિકશરીરસંગોપાંગનામકર્મ (૧૪) વેક્રિયશરીરસંગોપાંગનામકર્મ અને (૧૫) આહારકશરીરસંગોપાંગ નામકર્મ. કર્મગ્રંથના મત પ્રમાણે અંગ, ઉપાંગ અને અંગોપાંગ એ ત્રણ ભેદથી અંગોપાંગનામકર્મ વિભક્ત છે, અને તત્ત્વાર્થભાષ્યના મત પ્રમાણે અંગ અને ઉપાંગ એ બે જ ભેદથી અંગોપાંગનામકર્મ વિભક્ત છે. આ અંગોપાંગનામકર્મ દારિક શરીર, વૈક્રિય શરીર અને આહારકશરીરને આશ્રયીને ત્રણ ભેદવાળું તત્ત્વાર્થ અને કર્મગ્રંથના મત પ્રમાણે સમાન છે. કર્મગ્રંથના મત પ્રમાણે – અંગોપાંગ=અંગ, ઉપાંગ અને અંગોપાંગ. તેને પેદા કરાવનારું જે કર્મ તે અંગોપાંગનામકર્મ છે. તેમાં અંગને પેદા કરાવનારું કર્મ તે અંગનામકર્મ છે, તેનાથી શિર, ઉદર આદિ અંગો પેદા થાય છે, અને તે અંગોના અવયવભૂત આંગળી આદિ ઉપાંગો છે, તેને પેદા કરાવનારું કર્મ તે ઉપાંગનામકર્મ છે, અને આંગળી આદિમાં જે પર્વ-રેખા આદિ છે તે અંગોપાંગ છે, અને તેને પેદા કરાવનારું કર્મ તે અંગોપાંગનામકર્મ છે. ઔદારિક, વૈક્રિય અને આહારક ત્રણે શરીરની નિષ્પત્તિમાં રચાતાં અંગ, ઉપાંગ અને અંગોપાંગની રચનામાં અંગોપાંગનામકર્મ કારણ છે. ઔદારિક આદિ શરીરમાં વ્યાપીને તૈજસ અને કાર્મણ શરીર રહેલું છે અને તેનાં અંગઉપાંગ નથી. માટે તેને આશ્રયીને અંગોપાંગનામકર્મ નથી. તત્ત્વાર્થસૂત્ર અધ્યાય-૮, સૂત્ર-૧૨ના ભાગમાં અંગોપાંગનામકર્મ આ પ્રમાણે For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ પપ નવતત્વ પ્રકરણ | ગાથા-૧૫-૧૬ अङ्गोपाङ्गनाम त्रिविधम् । तद्यथा-औदारिकाङ्गोपाङ्गनाम, वैक्रियशरीराङ्गोपाङ्गनाम, आहारकशरीराङ्गोपाङ्गनाम । पुनरेकैकमनेकविधम् । तद्यथाअङ्गनाम तावत् शिरोनाम, उरोनाम, पृष्ठनाम, बाहुनाम, उदरनाम, पादनाम । उपाङ्गनामानेकविधम् । तद्यथा-स्पर्शनाम, रसनाम, घ्राणनाम, चक्षुर्नाम, श्रोत्रनाम ।। (તત્ત્વાર્થસૂત્ર ૩. ૮, સૂ. ૨૨, માગ) અંગનામકર્મ અને ઉપાંગનામકર્મના અવાંતરભેદો નીચે પ્રમાણે છે. (૧) અંગનામકર્મ :- શિરોનામકર્મ, ઉરોનામકર્મ, પૃષ્ઠ(પીઠ)નામકર્મ, બાહુનામકર્મ, ઉદરનામકર્મ અને પાદનામકર્મ, એ અંગનામકર્મના ભેદો છે. (૨) ઉપાંગનામકર્મ - સ્પર્શનામકર્મ, રસનામકર્મ, ઘાણનામકર્મ, ચક્ષુનામકર્મ અને શ્રોત્રનામકર્મ, આ ઉપાંગનામકર્મના ભેદો છે. (૧૬) વજઋષભનારા સંઘયણ :- શરીરનાં પુદ્ગલો જે કર્મના ઉદયથી વજ ઋષભનારા જેવા દઢ નિષ્પન્ન થાય તે વજઋષભનારાચસંઘયણનામકર્મ છે. વજઃખીલો. ઋષભ=પાટો, નારાચ=બન્ને હાડકાંઓનો મર્કટબંધ. બે હાડકાંઓ એકબીજા સાથે મર્કટથી બંધાયેલા હોય, તેના ઉપર હાડકાંનો પાટો હોય અને બે હાડકાંને પરસ્પર જોડવા માટે તેના ઉપર હાડકાંનો ખીલો હોય એવા સાંધાવાળા શરીરની રચના જે કર્મના ઉદયથી થાય તે વજઋષભનારાચસંઘયણનામકર્મ છે. (૧૭) સમચતુરઅસંસ્થાનનામકર્મ - વિશિષ્ટ અવયવની રચના સ્વરૂપ શરીરની આકૃતિવાળા જીવો જેના વડે થાય તે સંસ્થાનનામકર્મ. તેમાં પ્રથમ સંસ્થાન પુણ્યપ્રકૃતિના ઉદયથી પ્રાપ્ત થાય છે. જે આકૃતિમાં સરખા ચાર ખૂણા હોય તે સમચતુરસસંસ્થાન. (૧૮ થી ૨૧) વર્ણચતુષ્ક - જીવને પ્રાપ્ત થયેલા શરીરમાં શ્વેત, રક્ત અને પીત એ ત્રણ વર્ણ, ગંધમાં સુરભિગંધ, રસમાં આમ્લ, મધુર અને કષાય એ ત્રણ રસ, અને સ્પર્શમાં લઘુ, મૃદુ, ઉષ્ણ અને સ્નિગ્ધ એ ચાર સ્પર્શ પુણ્યપ્રકૃતિના ઉદયથી પ્રાપ્ત થાય છે. પુણ્યપ્રકૃતિમાં શુભવર્ણ, ગંધ, રસ અને સ્પર્શમાં આ રીતે અવાંતર અગિયાર પુણ્યપ્રકૃતિઓનો સમાવેશ થાય છે. For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ પ૬ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૧૫-૧૬ (૨૨) અગુરુલઘુનામકર્મ - અગુરુલઘુનામકર્મના ઉદયથી જીવનું શરીર ગુરુ પણ નહિ અને લઘુ પણ નહિ એવું સમતોલ થાય છે. એકાંતે પોતાનું શરીર ગુરુ હોય તો પોતે પોતાનું શરીર વહન કરી શકે નહિ, અને એકાંતે પોતાનું શરીર લઘુ હોય તો વાયુ આદિ વડે હરણ કરાતું પોતાનું શરીર સ્થિર ધારણ કરી શકે નહિ. આવું સમતોલ શરીર નિષ્પન્ન થવામાં જે કર્મ કારણ છે તે અગુરુલઘુનામકર્મ. (૨૩) પરાઘાતનામકર્મ - બીજાઓનો પરાભવ કરે અથવા બીજાથી પરાભવ ન પામે તે પરાઘાત, અને તે પરાઘાતને અનુકૂળ એવું જે કર્મ તે પરાઘાતનામકર્મ. પરાઘાતનામકર્મના ઉદયથી જીવ કોઈનાથી પરાભવને પામતો નથી અને પોતે બીજાઓનો પરાભવ કરી શકે છે. (૨૪) ઉચ્છવાસનામકર્મ :- જીવ ઉચ્છવાસ લેવા માટે શ્વાસોશ્વાસવર્ગણાનાં પુદ્ગલોને ગ્રહણ કરે છે, તે ગ્રહણ કરવામાં નિમિત્ત કારણ એવું જે કર્મ તે ઉચ્છવાસનામકર્મ છે. (૨૫) આતપનામકર્મ - સૂર્ય વિમાનમાં રહેલા એકેન્દ્રિય જાતિવાળા એવા રત્નને, અનુષ્ણ એવું પણ શરીર ઉષ્ણ પ્રકાશવાળું જે કર્મના ઉદયથી પ્રાપ્ત થાય તે આતપનામકર્મ છે. (૨૬) ઉદ્યોતનામકર્મ :- પ્રથમ કર્મગ્રંથની શ્રી દેવેન્દ્રસૂરિજીની ટીકા પ્રમાણે અર્થ આ પ્રમાણે છે – ચંદ્રના વિમાનમાં રહેતા એકેન્દ્રિય જાતિવાળા એવા રત્નોને જે કર્મના ઉદયથી શીતલ પ્રકાશવાળું શરીર પ્રાપ્ત થાય તે ઉદ્યોતનામકર્મ છે. સાધુના ઉત્તરવૈક્રિયશરીરમાં અને દેવોના ઉત્તરક્રિયશરીરમાં, ચંદ્ર, ગ્રહ આદિ જ્યોતિષ્કમાં અને વિશિષ્ટ રત્નો કે ઔષધિ વગેરેમાં અનુષ્ણ પ્રકાશાત્મક ઉદ્યોત હોય છે, જે ઉદ્યોતનામકર્મનું કાર્ય છે. (૨૭) શુભવિહાયોગતિઃ- જે કર્મના ઉદયથી ચાલવાની પદ્ધતિ રમ્ય થાય તે શુભવિહાયોગતિનામકર્મ છે. (૨૮) નિર્માણનામકર્મ :- જે નામકર્મના ઉદયથી શરીરની રચનાકાળમાં અંગઉપાંગનું નિયતસ્થાનમાં વ્યવસ્થાપન થાય તે નિર્માણનામકર્મ છે. આ નિર્માણનામકર્મને સૂત્રધાર જેવું કહેવામાં આવે છે=જેમ નાટકમાં સૂત્રધાર For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ નવતત્વ પ્રકરણ | ગાથા-૧પ-૧૬, ૧૭ પાત્રોને યથાસ્થાન યોજન કરે છે તેમ આ કર્મ અંગઉપાંગને યથાસ્થાન યોજન કરે છે તેથી સૂત્રધાર જેવું કહેવામાં આવે છે. (૨૯ થી ૩૮) ત્રસદશક:- હવે પછીની ગાથા-૧૭માં પૃથક રીતે બતાવેલ છે. (૩૯ થી ૪૧) દેવનું આયુષ્ય, મનુષ્યનું આયુષ્ય અને તિર્યંચનું આયુષ્ય :બેડીમાં નાખેલો પુરુષ છૂટવા ઇચ્છે તોપણ છૂટી શકે નહિ, તેમ આયુષ્યકર્મ જીવને બેડીમાં નાખવા જેવું કાર્ય કરે છે. જે કર્મના ઉદયથી દેવનું આયુષ્ય, મનુષ્યનું આયુષ્ય કે તિર્યંચનું આયુષ્ય પ્રાપ્ત થાય તે દેવઆયુષ્યકર્મ, મનુષ્યઆયુષ્યકર્મ કે તિર્યંચઆયુષ્યકર્મ કહેવાય છે. (૪૨) તીર્થંકરનામકર્મ - જે નામકર્મના ઉદયથી તીર્થકરનો આત્મા ધર્મતીર્થની સ્થાપના કરે છે તે તીર્થંકરનામકર્મ છે. તીર્થંકરનામકર્મના ઉદયથી જીવ ત્રણ ભુવનમાં પણ પૂજ્ય થાય છે. તીર્થકર નામકર્મનો વિપાક કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી થાય છે. ll૧૫-૧૬ અવતરણિકા : પૂર્વની બે ગાથામાં બેંતાલીસ પુણ્યપ્રકૃતિ બતાવેલ, જેમાં ત્રસદશકને ગ્રહણ કરેલ. તેથી હવે ત્રસદશકમાં કઈ દશ પ્રકૃતિ છે, તે બતાવે છે – ગાથા : तस बायर पज्जत्तं, पत्तेअ थिरं सुभं च सुभगं च । सुस्सर आइज्ज जसं, तसाइदसगं इमं होइ ।।१७।। ગાથાર્થ : બસનામકર્મ, બાદરનામકર્મ, પર્યાતનામકર્મ, પ્રત્યેકનામકર્મ, સ્થિરનામકર્મ, શુભનામકર્મ, સુભગનામકર્મ, સુસ્વરનામકર્મ, આદેયનામકર્મ અને યશનામકર્મ આ ત્રસાદિ દશક છે. [૧] ભાવાર્થત્રસદશકની દસ પ્રકૃતિ આ પ્રમાણે છે – For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૧૭ (૨૯) ત્રસનામકર્મ :- ગરમી આદિથી વિહ્વળ થયેલા જીવો વિવક્ષિત સ્થાનથી ઉદ્વેગ પામીને છાયાદિના સેવન માટે સ્થાનાંતર કરે તે ત્રસજીવો કહેવાય, અને ત્રસપણાની પ્રાપ્તિનું કારણ એવું જે કર્મ તે ત્રસનામકર્મ છે. (૩૦) બાદરનામકર્મ :- બાદરનામકર્મના ઉદયથી જીવો સ્થૂલ શરીરવાળા થાય છે. બાદરપણું અહીં ચક્ષુગ્રાહ્યપણારૂપે ઇષ્ટ નથી; કેમ કે બાદર એવા પૃથ્વીકાય આદિના એક એક શરીર ચક્ષુગ્રાહ્ય નથી, પરંતુ બાદરનામકર્મનો વિપાક જીવમાં છે; કેમ કે બાદરનામકર્મ જીવવિપાકી પ્રકૃતિ છે, પરંતુ પુદ્ગલવિપાકી નથી. તેથી બાદરનામકર્મ જીવનો કોઈક બાદર પરિણામ પેદા કરે છે. ૫૮ વળી, બાદરનામકર્મ જીવવિપાકી છે, છતાં પણ શરીરના પુદ્ગલમાં પણ કંઈક બાદ૨૫ણાની અભિવ્યક્તિ બતાવે છે. તેથી બાદરનામકર્મવાળા પૃથ્વીકાય આદિનાં ઘણા શરીરોનાં સમૂહનું ચક્ષુથી ગ્રહણ થાય છે, અને સૂક્ષ્મનામકર્મવાળા ઘણા પણ પૃથ્વીકાય આદિના શરીરોનું ચક્ષુથી ગ્રહણ થતું નથી. (૩૧) પર્યાપ્તનામકર્મ :- જે કર્મના ઉદયથી જીવ સ્વયોગ્ય પર્યાપ્તિ અવશ્ય પૂરી કરે તે પર્યાપ્તનામકર્મ. (૩૨) પ્રત્યેકનામકર્મ :- જે કર્મના ઉદયથી દરેક જીવને પૃથગ્ પૃથગ્ શરીર પ્રાપ્ત થાય તે પ્રત્યેકનામકર્મ. (૩૩) સ્થિરનામકર્મ :- જે કર્મના ઉદયથી દાંત, મસ્તક આદિનાં હાડકાં અને ગ્રીવાદિ અવયવો નિશ્ચલ થાય તે સ્થિરનામકર્મ. (૩૪) શુભનામકર્મ :- જે કર્મના ઉદયથી નાભિની ઉ૫૨ના અવયવો શુભ થાય તે શુભનામકર્મ. (૩૫) સુભગનામકર્મ :- જે કર્મના ઉદયથી અનઉપકારી એવો પણ તે પુરુષ સર્વને પ્રિય થાય તે સુભગનામકર્મ. (૩૬) સુસ્વરનામકર્મ :- જે કર્મના ઉદયથી માધુર્ય ગુણથી અલંકૃત સુખને દેનારો ધ્વનિ થાય તે સુસ્વરનામકર્મ. (૩૭) આદેયનામકર્મ :- જે નામકર્મના ઉદયથી જીવનાં વચનો બધા લોકોને ગ્રાહ્ય થાય છે અર્થાત્ આદેયનામકર્મવાળો પુરુષ જે કાંઈ બોલે છે તે બધાને For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૧૭, ૧૮-૧૯ સ્વીકૃત થાય છે, અને તેના દર્શન સાથે જ લોકો અભ્યસ્થાન આદિ=ઊભા થવું, હાથ જોડવા વગેરે કરે છે, તે આદેયનામકર્મ છે. (૩૮) યશકીર્તિનામકર્મ :- જે કર્મના ઉદયથી યશ અને કીર્તિ થાય તે યશકીર્તિનામકર્મ છે. ત્યાં સામાન્યથી તપ, શૌર્ય, ત્યાગાદિથી ઉપાર્જિત યશ વડે લોકોમાં જે શ્લાઘા થાય=પ્રશંસા થાય, તે યશકીર્તિનામકર્મ છે. આ રીતે ત્રસદશક પુણ્યપ્રકૃતિ છે. I૧ળા (૪) “પાપતત્ત્વ”નું વર્ણન (ગાથા-૧૮ થી ૨૦) અવતરણિકા - પૂર્વની ત્રણ ગાથા-૧૫ થી ૧૭માં પુણ્યતત્વનું વર્ણન કરેલ. હવે ગાથા૧૮ થી ૨૦માં પાપતત્વનું વર્ણન કરે છે – ગાથા : नाणंतरायदसगं, नव बीए नीअसाय मिच्छत्तं । थावरदस-निरयतिगं, कसाय पणवीस तिरियदुगं ।।१८।। इगबितिचउजाईओ, कुखगइ उवघाय हुंति पावस्स । अपसत्थं वनचऊ, अपढमसंघयणसंठाणा ।।१९।। ગાથાર્થ : જ્ઞાનાંતરાયદશક પાંચ જ્ઞાનાવરણીય અને પાંચ અંતરાયકર્મ એમ દસ પ્રકૃતિઓ, નવ બીજા કર્મની દર્શનાવરણીય કર્મની નવ પ્રકૃતિઓ, નીચ અને અશાતા-નીચ ગોગકર્મ અને અશાતાવેદનીયકર્મ, મિથ્યાત્વમોહનીયકર્મ, સ્થાવરદશક, નરકનિક, કષાયની પચીસ પ્રકૃતિઓ અને તિર્યંચદ્ધિક. ૧૮ એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય જાતિઓ, અશુભ વિહાયોગતિ, ઉપઘાત, અપ્રશસ્ત વર્ણચતુષ્ક, પ્રથમ સિવાયનાં પાંચ સંઘયણ અને પ્રથમ સિવાયનાં પાંચ સંસ્થાન પાપની પ્રકૃતિઓ છે. ll૧૯II For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ ૬૦ નવતત્વ પ્રકરણ | ગાથા-૧૮-૧૯ ભાવાર્થ :પાપપ્રકૃતિના વ્યાસી ભેદ છે, તે આ પ્રમાણે :(૧ થી ૫) જ્ઞાનાવરણીય કર્મની પાંચ પ્રકૃતિ - મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન એ પાંચ ભેદવાળું જ્ઞાન છે. જ્ઞાનાવરણીયકર્મના ઉદયથી જીવનું જ્ઞાન મંદમંદતર થાય છે. તેથી પ્રકાશને આવરણ કરનાર પડદાની ઉપમાવાળું પાંચ જ્ઞાનને આવરનારું પાંચ પ્રકારનું જ્ઞાનાવરણીયકર્મ છે. જે આ પ્રમાણે : (૧) મતિજ્ઞાનાવરણ :- પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠી મનથી જે બોધ થાય તે મતિજ્ઞાન છે. તેને આવરનારું કર્મ તે મતિજ્ઞાનાવરણ. (૨) શ્રુતજ્ઞાનાવરણ :- શાસ્ત્રવચન દ્વારા જે અર્થનો બોધ થાય તે શ્રુતજ્ઞાન છે. તેને આવરનારું કર્મ તે શ્રુતજ્ઞાનાવરણ. (૩) અવધિજ્ઞાનાવરણ - મન અને ઇન્દ્રિયથી નિરપેક્ષ આત્મપ્રદેશથી થનારું રૂપી દ્રવ્યવિષયક જ્ઞાનવિશેષ તે અવધિજ્ઞાન છે. તેને આવરનારું જે કર્મ તે અવધિજ્ઞાનાવરણ છે. (૪) મન:પર્યવજ્ઞાનાવરણ :- સંજ્ઞીપંચેન્દ્રિય જીવો મન દ્વારા જે પદાર્થોનું ચિંતવન કરે તે મનોદ્રવ્યોનું જ્ઞાન એ મન:પર્યવજ્ઞાન છે, અને તે મન:પર્યવજ્ઞાનને આવનારું જે કર્મ તે મન:પર્યવજ્ઞાનાવરણ. (૫) કેવલજ્ઞાનાવરણ :- સર્વ પર્યાયવિષયક જે બોધ થાય તે કેવલજ્ઞાન, અને તેને આવરનારું જે કર્મ તે કેવલજ્ઞાનાવરણ. (૬ થી ૧૦) અંતરાયકર્મની પાંચ પ્રકૃતિ :() દાનાંતરાય કર્મ :- દાન આપવા યોગ્ય વસ્તુ વિદ્યમાન હોય, ગુણવાન પાત્ર ઉપલબ્ધ હોય અને દાનનું ફળ પોતે જાણતો હોય, છતાં જે કર્મના ઉદયથી દાન આપવાનો ઉત્સાહ ન થતો હોય તે દાનાંતરાયકર્મ છે. (૭) લાભાંતરાય કર્મ - વિશિષ્ટ દાતા હોય અને વિશિષ્ટ દાતા પાસે આપવા યોગ્ય વસ્તુ વિદ્યમાન હોય અને માંગવા માટે કુશળ યાચક હોય, છતાં માગવા છતાં યાચક જે કર્મના ઉદયથી દાતા પાસેથી મેળવી ન શકે તે લાભાંતરાય કર્મ છે. For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ નવતત્વ પ્રકરણ | ગાથા-૧૮-૧૯ (૮) ભોગાંતરાય કર્મ - જે વ્યક્તિ પાસે વૈભવ હોય, આહારાદિ સામગ્રી પણ પ્રાપ્ત થઈ હોય, વિરતિનો પરિણામ પણ ન હોય છતાં જે કર્મના ઉદયથી ભોગવી ન શકે તે ભોગાંતરાયકર્મ છે. (૯) ઉપભોગાંતરાય કર્મ :- જે વ્યક્તિ પાસે વસ્ત્ર-અલંકાર આદિ વિદ્યમાન હોય તોપણ જે કર્મના ઉદયથી તેને ભોગવી ન શકે તે ઉપભોગાંતરાય કર્મ છે. (૧૦) વીર્યંતરાય કર્મ - બળવાન શરીર હોય, શરીર રોગ વગરનું હોય, યુવાન વય હોય છતાં નાનું પણ કાર્ય કરવા માટે જે કર્મના ઉદયથી અસમર્થ હોય તે વીર્યંતરાય કર્મ છે. (૧૧ થી ૧૯) દર્શનાવરણીયકર્મની નવ પ્રકૃતિ :(૧૧) ચક્ષુદર્શનાવરણ-અચક્ષુદર્શનાવરણ - કર્મગ્રંથ પ્રમાણે ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન આ પ્રમાણે છે – ચક્ષુથી થતો સામાન્ય બોધ, તે ચક્ષુદર્શન, અને તેને આવરનારું કર્મ તે ચક્ષુદર્શનાવરણ. (૧૨) અચક્ષુદર્શનાવરણ - ચક્ષુને છોડીને શેષ ઇન્દ્રિયોથી થતો સામાન્ય બોધ તે અચક્ષુદર્શન, અને તેને આવરનારું કર્મ તે અચક્ષુદર્શનાવરણ. ‘સન્મતિતર્કગ્રંથ અનુસાર ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન આ પ્રમાણે છે – ચક્ષુઇન્દ્રિયથી જે સામાન્ય બોધ થાય તે ચક્ષુદર્શન, અને અચક્ષુથી=મનથી બોધ થાય તે અચક્ષુદર્શન. આ મત પ્રમાણે અન્ય ઇન્દ્રિયોથી દર્શન નથી; અને તેમાં યુક્તિ છે કે “વસુધા પડ્યામિ મનસા પશ્યામ” આ પ્રકારનો પ્રયોગ થાય છે, પણ ‘શ્રોત્રે પશ્યામએ પ્રકારનો પ્રયોગ થતો નથી. તેથી શ્રોતેન્દ્રિય આદિ ઇન્દ્રિયો દ્વારા દર્શન નથી; અને ‘પા’િ શબ્દ દર્શનનો વાચક છે અને ‘નાનાનિ' શબ્દ જ્ઞાનનો વાચક છે, તેથી “ચક્ષુથી જોઉં છું” એ પ્રકારનો અનુભવ એ ચક્ષુદર્શન છે અને “મનથી જોઉ છું” એ પ્રકારનો અનુભવ એ અચક્ષુદર્શન છે; અને ચક્ષુથી થતા દર્શનને આવરનારું કર્મ તે ચક્ષુદર્શનાવરણ અને મનથી થતા દર્શનને આવરનારું કર્મ તે અચક્ષુદર્શનાવરણ. (૧૩) અવધિદર્શનાવરણ:- રૂપી દ્રવ્યવિષયક જે વિશેષબોધ છે તે અવધિજ્ઞાન For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬૨ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૧૮-૧૯ છે, તેમ રૂપી દ્રવ્યવિષયક જે સામાન્ય બોધ છે તે અવધિદર્શન છે, અને અવધિદર્શનને આવરનારું જે કર્મ છે તે અવધિદર્શનાવરણ. - (૧૪) કેવલદર્શનાવરણ ઃ- સર્વ દ્રવ્યવિષયક જે બોધ તે કેવલદર્શન છે અને સર્વ પર્યાયવિષયક જે બોધ તે કેવલજ્ઞાન છે. તેથી જેમ કેવલજ્ઞાનાવરણથી સર્વપર્યાયવિષયક બોધનું આવરણ થાય છે, તેમ કેવલદર્શનાવરણથી સર્વદ્રવ્યવિષયક બોધનું આવરણ થાય છે. માટે સર્વદ્રવ્યવિષયક બોધનું આવા૨ક કર્મ તે કેવલદર્શનાવરણ છે. ‘સન્મતિતર્ક ગ્રંથ’ના મતે કેવલજ્ઞાન અને કેવલદર્શન બન્ને પૃથગ્ નથી. તેથી કેવલજ્ઞાનના આવરણમાં જ કેવલદર્શનના આવરણનો સમાવેશ થાય છે. (૧૫) નિદ્રા :- જે ઊંઘ અવસ્થામાંથી=સુખેથી જાગરણ થાય તે નિદ્રા અર્થાત્ ચપટી વગાડવા માત્રથી પણ જે ઊંધમાંથી જાગરણ થાય તે નિદ્રા કહેવાય. અને નિદ્રારૂપે વેદ્ય એવી કર્મપ્રકૃતિને પણ કારણમાં કાર્યનો ઉપચાર કરીને નિદ્રા કહેવાય. નિદ્રા દર્શનશક્તિને કુંઠિત કરે છે. નિદ્રારૂપદર્શનાવરણીયકર્મ એ નિદ્રાનું કારણ છે અને આપણને અનુભવાતી નિદ્રા એ કાર્ય છે, અને અનુભવાતી એવી નિદ્રાના કારણભૂત એવા કર્મમાં નિદ્રારૂપ કાર્યનો ઉપચાર કરીને નિદ્રાને પેદા કરાવનારા કર્મને પણ નિદ્રા કહેલ છે. (૧૭) નિદ્રા-નિદ્રા :- નિદ્રાથી અતિશય નિદ્રા તે નિદ્રા-નિદ્રા. જે ઊંઘ અવસ્થામાંથી દુઃખે જાગરણ થાય તે નિદ્રા-નિદ્રા અને તેના વિપાકથી વેદ્ય એવું કર્મ પણ કારણમાં કાર્યના ઉપચારથી નિદ્રા-નિદ્રા કહેવાય. (૧૭) પ્રચલા ઃ- બેઠાં બેઠાં પણ ઊંઘ આવે તે પ્રચલા. તેના વિપાકથી વેદ્ય એવું કર્મ પણ પ્રચલા કહેવાય. (૧૮) પ્રચલા-પ્રચલા :- પ્રચલાથી અતિશાયિની પ્રચલા તે પ્રચલા-પ્રચલા. ચાલતાં ચાલતાં પણ જે નિદ્રા આવે તે પ્રચલા-પ્રચલા. (૧૯) થીણદ્ધિ :- થીણદ્ધિ=સ્યાનગૃદ્ધિ=સમૂહને પામેલી ગૃદ્ધિ જે નિદ્રામાં હોય તે સ્ત્યાનગૃદ્ધિ અર્થાત્ જાગૃત અવસ્થામાં ચિંતવેલા કાર્યને નિદ્રા અવસ્થામાં ઊઠીને સાધે તે ત્યાનગૃદ્ધિ. For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૧૮-૧૯ અહીં વિશેષ એ છે કે ચાર દર્શનાવરણ સામાન્ય બોધને પ્રગટ કરવામાં બાધક છે, અને ચાર દર્શનાવરણમાંથી જેનો ક્ષયોપશમભાવ વર્તતો હોય તે દર્શન જાગૃત અવસ્થામાં પ્રગટ હોય છે, અને જાગૃત અવસ્થામાં પ્રગટ એવા તે દર્શનને નિદ્રાદર્શનાવરણીય કર્મ હણે છે. આનાથી એ પ્રાપ્ત થાય કે ચક્ષુદર્શનાવરણ આદિ ચાર દર્શનાવરણ કર્મો દર્શનના ઉદ્ભવમાં બાધક છે અર્થાત્ જે દર્શનાવરણીય કર્મ ઉદયમાં હોય તે પ્રકારનું દર્શન પ્રગટ થાય નહીં. અને ચક્ષુદર્શનાવરણ આદિમાંથી જેનો ક્ષયોપશમ હોય તે દર્શન પ્રગટ થયેલું હોય અને નિદ્રાનો ઉદય થાય તો તે પ્રગટ થયેલા દર્શનનું હનન કરે છે. (૨૦) નીચગોત્ર:- નીચ જાતિ અને હલકા કુળની પ્રાપ્તિનું કારણ નીચ ગોત્રકર્મ છે. (૨૧) અશાતા વેદનીય - ખગની ધારથી જીભના છેદન જેવું અશાતાવેદનીય છે. જીવને જે પ્રતિકૂળ વેદન થાય તે અશાતાવેદનીય છે. ઇન્દ્રિયને જે પદાર્થો ઉપઘાત કરે તેનાથી જીવને અશાતાવેદનીયનો અનુભવ થાય છે. (૨૨) મિથ્યાત્વમોહનીય :- ભગવાનના વચનથી વિપરીત રુચિ તે મિથ્યાત્વમોહનીય છે. ભગવાનના વચનથી વિપરીત રુચિ તે જીવને એકાંતે અહિતનું કારણ છે, તેથી અહિતની પરંપરાનું બીજ મિથ્યાત્વમોહનીય હોવાથી પાપપ્રકૃતિ છે. (૨૩ થી ૩૨) સ્થાવરદશક:- હવે પછીની ગાથા-૨૦માં પૃથક્ બતાવેલ છે. તેથી અહીં બતાવેલ નથી. (૩૩) નરકઆયુકર્મ - નરકભવની પ્રાપ્તિનું કારણ બને અને નરકગતિમાં ચોક્કસ કાલમાન સુધી જીવને ધારણ કરવાનું કારણ બને એવું જે કર્મ, તે નરક આયુકર્મ છે. (૩૪) નરકગતિનામકર્મ - દેહધારી જીવને નારકપર્યાયની=નારક આકારની પ્રાપ્તિનું કારણ બને તે નરકગતિનામકર્મ છે. (૩૫) નરકઆનુપૂર્વી - બે સમયાદિ વિગ્રહથી ભવાંતરમાં નરકમાં જતા જીવને અનુશ્રેણીથી નિયત એવી ગમનની પ્રવૃત્તિ જે કર્મથી થાય, તે નરકઆનુપૂર્વી નામકર્મ છે. For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ નવતત્વ પ્રકરણ | ગાથા-૧૮-૧૯ (૩૭ થી ૩૯) અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ :- અનંત સંસારના પ્રવાહને ચલાવે તેવો કષાય તે અનંતાનુબંધી કષાય અથવા જીવોને અનંત ભવોની સાથે જે કષાયો સંયોજન કરાવે તે કષાયો અનંતાનુબંધી છે. જે જીવોને અતત્ત્વમાં રાગ છે તે જીવોનાં ક્રોધ-માન-માયા-લોભ અનંતાનુબંધી છે અને આ અતત્ત્વનો રાગ ઉત્કટ હોય તો ઉત્કટ અનંત સંસાર ચાલે, અને ઉત્કટતા જેમ જેમ ઓછી થાય તેમ તેમ અનંતાનુબંધી કષાયમાં અનંત સંસાર ચલાવવાની શક્તિ હોવા છતાં પૂર્વ પૂર્વ કરતાં ન્યૂન ચૂન અનંત સંસાર ચલાવવાની શક્તિ રહે છે. યોગની દૃષ્ટિવાળા જીવોને ચોથી દૃષ્ટિ સુધી અનંતાનુબંધી કષાય હોય છે, અને દૃષ્ટિ બહારના જીવો કરતાં દૃષ્ટિવાળા જીવોનો અનંતાનુબંધી કષાય કંઈક મંદ હોય છે. પ્રથમ દૃષ્ટિ કરતાં બીજી દૃષ્ટિમાં અધિક મંદ, બીજી દૃષ્ટિ કરતાં ત્રીજી દૃષ્ટિમાં અધિક મંદ અને ત્રીજી દૃષ્ટિ કરતાં ચોથી દૃષ્ટિમાં અધિક મંદ અનંતાનુબંધી કષાય હોય છે; અને ત્યારપછી સમ્યક્ત પામવા માટે જ્યારે જીવ અત્યંત મધ્યસ્થતાપૂર્વક તત્ત્વાતત્ત્વના વિભાગ માટે યત્ન કરે છે ત્યારે પણ અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણમાં અનંતાનુબંધી કષાય મંદમંદતર વર્તે છે, અને તે અનંતાનુબંધી કષાય અનિવૃત્તિકરણના ચરમ સમયમાં અત્યંત મંદ વર્તે છે, તોપણ તે અત્યંત મંદ અનંતાનુબંધી કષાયમાં અનંત સંસારને ચલાવે તેવી શક્તિ વર્તે છે. (૪૦ થી ૪૩) અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ-માન-માયા-લોભ - અપ્રત્યાખ્યાન= દેશવિરતિરૂપ અલ્પ પ્રત્યાખ્યાન, તેનું જે આવરણ કરે તે અપ્રત્યાખ્યાનાવરણ કષાય, અને અલ્પ એવી દેશવિરતિરૂપ પ્રત્યાખ્યાનનું જે આવરણ કરે તે સર્વવિરતિનું આવરણ પણ કરે. તેથી અપ્રત્યાખ્યાનાવરણ કષાય સર્વથા વિરતિનો અભાવ કરનાર છે. (૪૪ થી ૪૭) પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ-માન-માયા-લોભ :- સંપૂર્ણ પાપની વિરતિરૂપ પ્રત્યાખ્યાન, તેનું જે આવરણ કરે તે પ્રત્યાખ્યાનાવરણ કષાય છે. ભગવાનના વચનને પરતંત્ર થઈને મોહના નાશ માટે સર્વ ઉચિત ક્રિયામાં યત્ન કરવામાં આવે ત્યારે સર્વ પાપની નિવૃત્તિરૂપ પ્રત્યાખ્યાનની પ્રાપ્તિ થાય છે, તેને આવરનાર જે કષાય તે પ્રત્યાખ્યાનાવરણ. For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૧૮-૧૯ ૬૫ (૪૮ થી ૫૧) સંજ્વલન ક્રોધ-માન-માયા-લોભ :- સંપૂર્ણ પાપની નિવૃત્તિ કરીને ભગવાનની આજ્ઞાને પરતંત્ર જે મુનિઓ સદા ઉદ્યમ કરે છે, તેઓને સંપૂર્ણ પાપના પ્રત્યાખ્યાનનો પરિણામ છે, અને આવા પાપના પ્રત્યાખ્યાનના પરિણામવાળા મુનિને પણ કોઈક તેવા પ્રકારના નિમિત્તથી ઇષદ્ જ્વલન કરે તે સંજ્વલન કષાય છે. સંજ્વલન કષાયનો ઉદય વર્તતો હોય ત્યારે ચારિત્રમાં અતિચાર લાગે છે અને સંજ્વલન કષાયનો ક્ષયોપશમભાવ વર્તતો હોય તો ચારિત્રમાં અતિચાર લાગતા નથી. જેમ જેમ સંજ્વલન કષાયનો ક્ષયોપશમભાવ પ્રકર્ષવાળો થાય છે, તેમ તેમ સર્વવિરતિ ચારિત્રના ઊંચા ઊંચા કંડકસ્થાનોની પ્રાપ્તિ થાય છે, અને જે મુનિને સંપૂર્ણ કષાયનો ઉપશમ થાય તે મુનિને ઉપશમભાવનું ચારિત્ર પ્રગટે છે. વળી, જે મુનિને સંપૂર્ણ કષાયનો ક્ષય થાય તે મુનિને ક્ષાયિકભાવનું ચારિત્ર પ્રગટે છે, અને સંજ્વલનના ક્ષય પછી ઘાતિકર્મોનો નાશ થાય છે અને કેવળજ્ઞાન પ્રગટે છે. (૫૨) હાસ્યમોહનીયકર્મ :- જે કર્મના ઉદયથી નિમિત્તને પામીને કે નિમિત્ત વગર રંગભૂમિમાં આવેલા નટની જેમ જીવ હસે તે હાસ્યમોહનીયકર્મ છે. (૫૩) રતિમોહનીયકર્મ :- જે કર્મના ઉદયથી બાહ્ય કે અત્યંતર પદાર્થમાં પ્રીતિનો પરિણામ થાય તે રતિમોહનીયકર્મ છે. (૫૪) અતિમોહનીયકર્મ :- જે કર્મના ઉદયથી બાહ્ય કે અત્યંતર પદાર્થોમાં અપ્રીતિનો પરિણામ થાય તે અતિમોહનીયકર્મ છે. (૫૫) શોકમોહનીયકર્મ :- જે કર્મના ઉદયથી પોતાનાં મસ્તકાદિ અંગોનું તાડન કરે, નિસાસા નાખે, રડે કે જમીન ઉપર આળોટે તે શોકમોહનીય કર્મ છે. (૫૬) ભયમોહનીયકર્મ :- જે કર્મના ઉદયથી નિમિત્તોને પામીને કે નિમિત્તોને પામ્યા વગર જીવ ભય પામે, ધ્રૂજે, ત્રાસ પામે તે ભયમોહનીયકર્મ છે. (૫૭) જુગુપ્સામોહનીયકર્મ :- જે કર્મના ઉદયથી આત્માને શુભ કે અશુભ દ્રવ્યવિષયક જુગુપ્સા થાય તે જુગુપ્સામોહનીયકર્મ છે. (૫૮) પુરુષવેદમોહનીયકર્મ :- શ્લેષ્મના વશથી ખાટા દ્રવ્ય પ્રત્યે જેમ અભિલાષ થાય છે, તેમ જે કર્મના ઉદયથી પુરુષને સ્ત્રી પ્રત્યે અભિલાષ થાય તે પુરુષવેદનો ઉદય છે, અને તે પુરુષવેદનો ઉદય તૃણના દાહ જેવો છે અર્થાત્ For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ 99 નવતત્વ પ્રકરણ | ગાથા-૧૮-૧૯ જેમ તૃણ જલદી સળગે અને જલદી બુઝાઈ જાય તેમ પુરુષને સ્ત્રીનો અભિલાષ જલદી ઊઠે અને તરત શમી જાય છે. વળી, સ્ત્રી આદિ સાક્ષાત્ હોય કે ન હોય તોપણ સંકલ્પથી ઉપસ્થિત થયેલી સ્ત્રી આદિમાં પણ અભિલાષ થાય છે. (૫૯) સ્ત્રીવેદમોહનીયકર્મ - પિત્તના વશથી મધુર દ્રવ્યો પ્રત્યે જેમ અભિલાષા થાય છે, તેમ જે કર્મના ઉદયથી સ્ત્રીને પુરુષ પ્રત્યે અભિલાષ થાય તે સ્ત્રીવેદનો ઉદય છે, અને તે સ્ત્રીવેદનો ઉદય કમાવાહમ” છે અર્થાત્ બકરીની લીંડીઓને બાળવાથી થતા અગ્નિ જેવો છે અર્થાત્ જેમ જેમ બકરીની લીંડીઓથી થતા અગ્નિને હલાવવામાં આવે તેમ તેમ તે અધિક પ્રજવલિત થાય છે, તેમ પુરુષના સ્પર્શથી સ્ત્રીને અધિક અધિક અભિલાષ થાય છે. (૧૦) નપુંસકવેદમોહનીયકર્મ :- પિત્ત અને શ્લેષ્મના વશથી જેમ ખાટાં અને મધુર દ્રવ્યો પ્રત્યે અભિલાષ થાય છે, તેમ જે કર્મના ઉદયથી સ્ત્રી અને પુરુષ બન્નેનો અભિલાષ થાય તે નપુંસકવેદનો ઉદય છે. વળી, ક્વચિત્ સંકલ્પથી ઉપસ્થિત થયેલા સ્ત્રી અને પુરુષ બન્નેમાં કે કોઈકને પુરુષમાં અભિલાષ થાય છે. તે નપુંસકવેદનો ઉદય નગરના દાહ જેવો છે જેમ બળતા નગરનો અગ્નિ જલદી શમન થતો નથી, પણ મોટા પ્રયત્નથી શમે છે, તે રીતે નપુંસકવેદના ઉદયવાળા તે સ્ત્રી-પુરુષ બન્ને પ્રત્યે થયેલો અભિલાષ જલદી શમતો નથી અને તૃપ્તિ થતી નથી. (૧૧) તિર્યંચગતિનામકર્મ - દેહધારી જીવને તિર્યંચ પર્યાયની તિર્યંચ આકારની પ્રાપ્તિનું કારણ બને તે તિર્યંચગતિનામકર્મ છે. (૧૨) તિર્યચઆનુપૂર્વીનામકર્મ - બે સમયાદિ વિગ્રહથી ભવાંતરમાં તિર્યંચમાં જતા જીવને અનુશ્રેણીથી નિયત એવી ગમનની પ્રવૃત્તિ જે કર્મથી થાય તે તિર્યચઆનુપૂર્વીનામકર્મ છે. (૧૩) એકેન્દ્રિયજાતિનામકર્મ - એકેન્દ્રિય જાતિ શબ્દથી અભિવ્યક્ત થાય તેવા પર્યાય વડે જીવની જે ઉત્પત્તિ તે એકેન્દ્રિય જાતિ છે, અને તે એ કેન્દ્રિય જાતિને પેદા કરનારું કર્મ તે એકેન્દ્રિયજાતિનામકર્મ છે. For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ GO નવતત્વ પ્રકરણ | ગાથા-૧૮-૧૯ (૬૪--) બેન્દ્રિયજાતિનામકર્મ, તે ઇન્દ્રિયજાતિનામકર્મ અને ચઉરિદ્રિયજાતિનામકર્મ:- બેઇન્દ્રિય જાતિ, તે ઇન્દ્રિય જાતિ અને ચઉરિન્દ્રિય જાતિ શબ્દથી અભિવ્યક્ત થાય તેવા પર્યાય વડે જીવની જે ઉત્પત્તિ તે બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય જાતિ છે અને તે જાતિને પેદા કરનારું કર્મ તે બેઇન્દ્રિયજાતિનામકર્મ, તેઇન્દ્રિયજાતિનામકર્મ અને ચઉરિન્દ્રિયજાતિનામકર્મ છે. (૩૭) ઉપઘાતનામકર્મ :- જે નામકર્મના ઉદયથી જીવને પોતાના શરીરના અવયવોથી પોતાના શરીરના અન્ય અવયવોને ઉપઘાત થાય તે ઉપઘાતનામકર્મ. (૬૮ થી ૭૨) સંહનનનામકર્મ - શરીરનાં હાડકાંના પુદ્ગલો જેનાથી દઢ કરવામાં આવે તે સંઘયણનામકર્મ કહેવાય. ઋષભનારાચ આદિ પાંચે સંઘયણ પાપપ્રકૃતિના ઉદયથી પ્રાપ્ત થાય છે. (૩૮) ઋષભનારાચસંહનનનામકર્મ - ઋષભનારાચસંઘયણમાં બે હાડકાંઓ એકબીજા સાથે મર્કટથી બંધાયેલાં હોય અને તેના ઉપર હાડકાનો પાટો હોય, તો તે ઋષભનારાયસંહનનકર્મ કહેવાય અને તેવું સંવનન અપાવનાર કર્મ ઋષભનારાચસંહનનનામકર્મ છે. (૩૯) નારાયસંહનનનામકર્મ :- બે હાડકાંઓ એકબીજા સાથે મર્કટબંધથી જોડાએલા હોય, પરંતુ વજ-ખીલો ન હોય અને પાટો પણ ન હોય, તે નારાચસંહનન કહેવાય છે, અને તેવું સહનન અપાવનાર કર્મ નારાયસંહનનનામકર્મ છે. (90) અર્ધનારાચસંહનાનામકર્મ :- એક તરફ મર્કટ અને બીજી તરફ ખીલીરૂપ હાડકાંથી ટકાવેલ હોય, તે અર્ધનારાચસંહનન કહેવાય છે, અને તેવું સંવનન અપાવનાર કર્મ અર્ધનારાચસંહનનનામકર્મ છે. (૭૧) કલિકાસંહનાનામકર્મ :- બંને હાડકાંઓ માત્ર ખીલીથી અટકાવી રાખેલા હોય, તે કલિકાસંહનન કહેવાય છે, અને જીવને તેવું સંવનન અપાવનાર કર્મ કલિકાસંહનનનામકર્મ છે. (૭૨) સેવાર્તસંવનનનામકર્મ :- માત્ર હાડકાંના છેડા પરસ્પર જોડાયેલા હોય, પરંતુ મજબૂતાઈ માટે ખીલો, પાટો કે મર્કટબંધની ગોઠવણ ન હોય, For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ ૬૮ નવતત્વ પ્રકરણ | ગાથા-૧૮-૧૯ તેવો હાડકાંવાળો બાંધો તે સેવાર્તસંહનન કહેવાય છે, અને તેવો બાંધો અપાવનાર કર્મ તે સેવાર્તસંવનનનામકર્મ છે. (૭૩) અશુભવિહાયોગતિ - પાદાદિ દ્વારા આકાશથી ગતિ=એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં જવારૂપ ગતિ, તે વિહાયોગગતિ; અને તેનું કારણ એવું જ કર્મ તે વિહાયોગગતિનામકર્મ છે, જે બેન્દ્રિય આદિ જીવોની ગમનક્રિયાનો હેતુ છે. જેમની ચાલવાની પદ્ધતિ અરમ્ય હોય તે અશુભવિહાયોગગતિનામકર્મનું કાર્ય છે. (૭૪ થી ૭૮) સંસ્થાનનામકર્મ - જીવોને વિશિષ્ટ અવયવની રચનાવાળા શરીરની આકૃતિ જે કર્મના ઉદયથી થાય તે સંસ્થાનનામકર્મ. ન્યગ્રોધપરિમંડળ આદિ પાંચેય સંસ્થાન પાપપ્રકૃતિના ઉદયથી પ્રાપ્ત થાય છે. (૭૪) ચગ્રોધપરિમંડળસંસ્થાનનામકર્મ - ન્યગ્રોધ =વડવૃક્ષ તેની જેમ નાભિની ઉપરનો ભાગ લક્ષણયુક્તહોય અને નીચેનો ભાગ લક્ષણરહિત હોય તે ન્યગ્રોધપરિમંડળસંસ્થાન છે, અને તે ન્યગ્રોધ પરિમંડળસંસ્થાનની પ્રાપ્તિનું કારણ એવું જે કર્મ તે ન્યગ્રોધ પરિમંડળસંસ્થાનનામકર્મ છે. (૭૫) સાદિસંસ્થાનનામકર્મઃ નાભિની નીચેનો ભાગ લક્ષણયુક્ત હોય અને ઉપરનો ભાગ લક્ષણરહિત હોય તે સાદિસંસ્થાન, અને તે સાદિસંસ્થાનની પ્રાપ્તિનું કારણ એવું જે કર્મ તે સાદિસંસ્થાનનામકર્મ. (૭૬) વામન સંસ્થાનનામકર્મ :- હાથ, પગ, મસ્તક અને કટિ એ ચાર લક્ષણરહિત, હોય અને ઉદર વગેરે લક્ષણયુક્ત હોય તે વામનસંસ્થાન, અને તે વામન સંસ્થાનની પ્રાપ્તિનું કારણ એવું જે કર્મ તે વામન સંસ્થાનનામકર્મ. (૭૭) કુન્નસંસ્થાનનામકર્મ :- હાથ, પગ, શિર અને ગ્રીવા પ્રમાણયુક્ત હોય, અને ઉર (સાથળ) અને ઉદર આદિ પ્રમાણ વગરના હોય તે કુમ્ભસંસ્થાનન. અને તે કુન્નસંસ્થાનની પ્રાપ્તિનું કારણ એવું જે કર્મ તે કુલ્ફસંસ્થાનનામકર્મ. (૭૮) હુડકસંસ્થાનનામકર્મ :- શરીરનાં સર્વ અંગો લક્ષણરહિત હોય તે હુડકસંસ્થાન. અને તેની પ્રાપ્તિનું કારણ એવું જે કર્મ તે હુડકસંસ્થાનનામકર્મ. (૭૯ થી ૮૨) વર્ણાદિ ચતુષ્ક :- જીવને પ્રાપ્ત થયેલા શરીરમાં કૃષ્ણાદિ પાંચ પ્રકારના વર્ણની પ્રાપ્તિમાં કારણ એવું જે કર્મ તે વર્ણનામકર્મ છે. જીવને For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ નવતત્ત્વ પ્રકરણ / ગાથા-૧૮-૧૯, ૨૦ ૬૯ પ્રાપ્ત થયેલા શરીરમાં સુરભિગંધ અને દુરભિગંધની પ્રાપ્તિમાં કારણ એવું જે કર્મ તે ગંધનામકર્મ છે. જીવને પ્રાપ્ત થયેલા શરીરમાં પાંચ પ્રકારના રસનો હેતુ એવું નામકર્મ તે રસનામકર્મ છે, અને જીવને પ્રાપ્ત થયેલા શરીરમાં આઠ પ્રકારના સ્પર્શનો હેતુ એવું જે નામકર્મ તે સ્પર્શનામકર્મ છે. અશુભ વર્ણ, ૨સ, ગંધ અને સ્પર્શ જે નામકર્મના ઉદયથી જીવને પ્રાપ્ત થાય તે અપ્રશસ્ત વર્ણાદિ ચતુષ્ક પાપપ્રકૃતિઓ છે. જીવને પ્રાપ્ત થયેલા શરીરમાં કૃષ્ણ અને નીલ એ બે વર્ણ, ગંધમાં દુરભિગંધ, રસમાં તીખો અને કડવો એ બે રસ, અને સ્પર્શમાં ગુરુ, કર્કશ, શીત અને રુક્ષ એ ચાર સ્પર્શ, એમ અવાંતર નવ અશુભ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શનો પાપપ્રકૃતિમાં સમાવેશ થાય છે. ||૧૮-૧૯૯ અવતરણિકા : પૂર્વની બે ગાથા-૧૮ અને ૧૯માં બ્યાસી પાપપ્રકૃતિઓમાં સ્થાવરદશકને ગ્રહણ કરેલ છે. તેથી હવે તે સ્થાવરદશકમાં કઈ દશ પ્રકૃતિઓ છે, તે બતાવે છે - ગાથા : थावर सुहुम अपज्जं, साहारणमथिरमसुभदुभगाणि । दुस्सरणाइज्जजसं थावरदसगं विवज्जत्थं ।। २० ।। ગાથાર્થ ઃ સ્થાવર-સૂક્ષ્મ-અપર્યાપ્ત-સાધારણ-અસ્થિર-અશુભ-દૌર્ભાગ્યદુઃસ્વર-અનાદેય અને અપયશ એ સ્થાવર દશક, વિપરીત અર્થવાળું છે=ત્રસદશક કરતાં વિપરીત અર્થવાળું છે. II૨૦II ભાવાર્થ : (૨૩) સ્થાવરનામકર્મ :- ગરમી આદિથી અભિભૂત થયેલા પણ જીવો તેના પરિહાર માટે અસમર્થ હોય તે સ્થાવર કહેવાય, અને તે સ્થાવર અવસ્થાની પ્રાપ્તિનું કારણ એવું જે કર્મ તે સ્થાવરનામકર્મ. એકેન્દ્રિય જીવોને સ્થાવરનામકર્મનો ઉદય હોય છે. For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ છ0 નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૨૦ (૨૪) સૂક્ષ્મનામકર્મ :- સૂક્ષ્મ શરીરની નિષ્પત્તિનું કારણ એવું જે કર્મ તે સૂક્ષ્મનામકર્મ. આ કર્મ પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય અને વનસ્પતિકાયવર્તી એકેન્દ્રિય જીવોમાંથી કેટલાકને હોય છે, અને જેઓને સૂક્ષ્મ નામકર્મનો ઉદય હોય તેઓનું શરીર ઇન્દ્રિયોથી ગ્રાહ્ય બનતું નથી અને અન્ય જીવોના શરીરને ઉપઘાતનું કારણ તેઓનું શરીર બનતું નથી અને અન્ય જીવોના શરીરથી તેઓના શરીરને ઉપઘાત પણ થતો નથી, તેવું સૂક્ષ્મ શરીર જે કર્મના ઉદયથી પ્રાપ્ત થાય છે તે સૂક્ષ્મનામકર્મ. (૨૫) અપર્યાપ્ત નામકર્મ - જે નામકર્મના ઉદયથી શરીર આદિ છ પર્યાપ્તિમાંથી સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિઓ પૂરી કર્યા વગર જીવનું મૃત્યુ થાય તે અપર્યાપ્તનામકર્મ છે. (૨૭) સાધારણનામકર્મ - જે નામકર્મના ઉદયથી અનંતા જીવોનું એક શરીર થાય તે સાધારણનામકર્મ. સાધારણનામકર્મના ઉદયવાળા જીવો એકસાથે જન્મે છે, અને એક જીવ જે પુદ્ગલને ગ્રહણ કરીને પોતાનું શરીર બનાવે છે તે જ પુદ્ગલને ગ્રહણ કરીને તે શરીરવર્તી ઉત્પન્ન થનારા અનંતા જીવો તે શરીરને બનાવે છે. આ રીતે અનંતા જીવોના પ્રયત્નથી બનેલું એક શરીર સાધારણનામકર્મના ઉદયથી પ્રાપ્ત થાય છે. તે સર્વ જીવો એક સાથે જન્મે છે, એક સાથે મૃત્યુ પામે છે, એક સાથે આહાર ગ્રહણ કરે છે, એક જીવ જે આહાર ગ્રહણ કરે તે આહાર તદ્વર્તી સર્વ જીવોનો છે, એક જીવનો જે શ્વાસોચ્છવાસ છે તે શ્વાસોચ્છવાસ તદ્ શરીરવર્તી સર્વ જીવોનો છે. ફક્ત એક શરીરમાં રહેલા તે અનંતા જીવોના અધ્યવસાયો જુદા જુદા હોય છે. તેથી તે અધ્યવસાયને અનુરૂપ તે શરીરમાં રહેલા સર્વ જીવો જુદાં જુદાં કર્મો બાંધે છે. તેથી તે શરીરમાંથી સર્વ જીવો સાથે ચ્યવીને સ્વકર્મ અનુસાર ભિન્ન ભિન્ન સ્થાનમાં જન્મે છે. (૨૭) અસ્થિર નામકર્મ - શરીરના જે અવયવો સ્થિર હોવા જોઈએ, તેના બદલે શરીરના તે અવયવો જે નામકર્મના ઉદયથી અસ્થિર થાય તે અસ્થિરનામકર્મ છે. જેમ કેટલાકના કાન સતત ધ્રૂજતા હોય, ઘણાની આંખોના ભવાં સતત ફરકતાં હોય કે હોઠ સતત કંપન કરતા હોય, તે અસ્થિરનામકર્મનો ઉદય છે. For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ નવતત્વ પ્રકરણ | ગાથા-૨૦ (૨૮) અશુભનામકર્મ - દેહના નાભિની નીચેના પાદાદિ અવયવો અશુભ કહેવાય છે. તે અશુભનામકર્મનું કાર્ય છે. (૨૯) દુર્ભગનામકર્મ :- અકમનીય દુર્ભગ મનને અપ્રીતિ પેદા કરાવે તે દુર્ભાગ્ય અને તે દુર્ભાગ્યને પેદા કરાવનારું કર્મ તે દુર્ભગનામકર્મ. (૩૦) દુઃસ્વરનામકર્મ - જે સ્વર સાંભળવાથી અપ્રીતિ થાય, તેવા સ્વરની પ્રાપ્તિનું કારણ તે દુઃસ્વરનામકર્મ. (૩૧) અનાદેયનામકર્મ - યુક્તિયુક્ત વાત હોવા છતાં તેનું કથન જે નામકર્મના ઉદયથી અનાદેય બને છે અર્થાત્ અસ્વીકાર્ય બને છે, તે અનાદેયનામકર્મનું કાર્ય છે. (૩૨) અપયશનામકર્મ :- જે નામકર્મના ઉદયથી જીવને લોકમાં અપયશ પ્રાપ્ત થાય છે, તે અપયશનામકર્મ છે. આ રીતે સ્થાવરદશક “પાપપ્રકૃતિ” છે. ll૨૦માં વિશેષ ભાવાર્થ - નવતત્ત્વની પ્રરૂપણા અભ્યદય અને મોક્ષના અર્થી જીવ માટે કરેલ છે, અને તેમાં પુણ્યતત્ત્વ અને પાપતત્ત્વ અભ્યદયના અર્થી માટે બંધ તત્ત્વથી સ્વતંત્ર બતાવેલ છે. માત્ર મોક્ષના અર્થી માટે તો પુણ્યતત્ત્વ અને પાપતત્ત્વ સિવાયનાં સાત તત્ત્વો બતાવેલ છે. તેથી એ પ્રાપ્ત થાય કે મોક્ષના અર્થી પણ જીવો મોક્ષના ઉપાયભૂત અસંગભાવમાં જવા માટે સમર્થ ન બને ત્યાં સુધી અસંગભાવને અનુકૂળ શક્તિસંચયનું કારણ બને તે માટે અભ્યદયના અર્થી હોય છે. તેથી તેઓને પણ અભ્યદયની પ્રાપ્તિ માટે પુણ્યતત્ત્વ અને પાપતત્ત્વનું જ્ઞાન આવશ્યક છે, જેથી પુણ્યતત્ત્વમાં ઉદ્યમ કરે અને પાપતત્ત્વના પરિવાર માટે ઉદ્યમ કરે, જેથી અભ્યદયની પ્રાપ્તિ થાય અને ક્રમે કરીને મોક્ષની પ્રાપ્તિ થાય. આથી જે પુણ્યપ્રકૃતિઓ સદ્ગતિની પરંપરા દ્વારા મોક્ષફળનું કારણ હોય તેવી પુણ્યપ્રકૃતિઓને જ અહીં પુણ્યપ્રકૃતિરૂપે ગ્રહણ કરવાની છે, પરંતુ જે દેવગતિ આદિ પુણ્યપ્રકૃતિઓની પ્રાપ્તિથી આરંભ-સમારંભ દ્વારા સંસારની વૃદ્ધિ થાય, તેવી પુણ્યપ્રકૃતિઓ પરમાર્થથી પુણ્યપ્રકૃતિ તરીકે ગણવાની નથી. For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ નવતત્વ પ્રકરણ | ગાથા-૨૦ જો તેમ વિભાગ કરવામાં ન આવે તો ઘણા જીવો આ બેંતાલીસ પુણ્યપ્રકૃતિઓમાંથી યથાયોગ્ય પુણ્યપ્રકૃતિઓને પ્રાપ્ત કરીને ઘણા આરંભ-સમારંભ કરીને દુર્ગતિઓમાં જાય છે, તેમની પુણ્યપ્રકૃતિને પણ પુણ્યપ્રકૃતિરૂપે સ્વીકારવી પડે; અને તેમની દેવગતિ આદિ પુણ્યપ્રકૃતિને પુણ્યપ્રકૃતિરૂપે સ્વીકારીએ તો નવતત્ત્વમાં પુણ્ય ઉપાદેય છે અને પાપ હેય છે, એ વચનથી દીર્ઘ સંસારની પરંપરાના કારણભૂત એવી પુણ્યપ્રકૃતિ પણ ઉપાદેય સિદ્ધ થાય. વસ્તુતઃ દીર્ઘ સંસારના પરિભ્રમણનું કારણ બને તેવી પણ પુણ્યપ્રકૃતિ સ્થૂલદૃષ્ટિથી પુણ્યપ્રકૃતિ કહેવાય, પરમાર્થથી તો તે પાપપ્રકૃતિ જ છે. જેમ વિષથી મિશ્રિત અન્ન પરમાર્થથી વિષ જ કહેવાય; અન્ન કહેવાય નહિ, તેમ દુર્ગતિઓની પરંપરાના કારણભૂત પુણ્યપ્રકૃતિઓ પરમાર્થથી પાપપ્રકૃતિ જ કહેવાય, પરંતુ પુણ્યપ્રકૃતિ કહેવાય નહિ. આથી સંસારના પરિભ્રમણનું કારણ બને તેવું પુણ્ય પણ હેય છે. જીવને જે અનુકૂળરૂપે વેદના થાય તે પુણ્ય, અને જીવને જે પ્રતિકૂળરૂપે વેદન થાય તે પાપ પુણ્ય બે પ્રકારનાં છેઃ (૧) મોક્ષમાર્ગને અનુપયોગી અને પાપબુદ્ધિમાં સહાયક એવું પુણ્ય. આ પુણ્ય પરમાર્થથી પુણ્ય નથી; જેમ કે ચોરી કરવામાં બુદ્ધિપૂર્વકના પ્રયત્નથી જે સફળતા મળે તે પુણ્યના કારણે મળે છે, જેને પાપાનુબંધી પુણ્ય કહેવાય છે. (૨) મોક્ષમાર્ગની પ્રાપ્તિમાં સહાયક અને સંસારની વૃદ્ધિમાં કારણ ન બને તેવું પુણ્ય. આ પુણ્ય પરમાર્થથી પુણ્ય છે, જેને પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય છે. પાપ પણ બે પ્રકારનું છે : (૧) નિરનુબંધ ક્લિષ્ટકર્મ=નિરનુબંધપાપપ્રકૃતિ અને (૨) સાનુબંધ ક્લિષ્ટકર્મ=સાનુબંધપાપપ્રકૃતિ. નિરનુબંધ ક્લિષ્ટકર્મરૂપ પાપ વિપાકમાં આવે છે ત્યારે પ્રતિકૂળરૂપે વેદન થાય છે, તેથી તે પાપપ્રકૃતિ છે, તોપણ તે પાપપ્રકૃતિ પ્રવાહ ચલાવે તેવી નથી વિપાકમાં આવીને તે પાપપ્રકૃતિ નાશ પામે છે. આ પાપપ્રકૃતિ ક્લેશ પેદા કરાવે તેવી પરંપરાવાળી નથી; કેમ કે તેનાથી અધ્યવસાયની મલિનતા થતી નથી. સાનુબંધ ક્લિષ્ટકર્મરૂપ પાપ વિપાકમાં આવે છે ત્યારે પ્રતિકૂળરૂપે વેદન થાય છે, એટલું જ નહિ, પરંતુ જીવમાં નવી નવી પાપવૃત્તિઓને જાગ્રત કરીને For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૨૦ ૭૩ અધિક અધિક પાપબંધનું કારણ બને છે અને દીર્ઘ સંસારનું કારણ બને છે. આ પાપપ્રકૃતિ અધ્યવસાયની મલિનતાને કારણે પાપનો પ્રવાહ ચલાવે છે. તેથી તે સાનુબંધપાપપ્રકૃતિ છે. જે જીવોને અતત્ત્વ પ્રત્યે અનિવર્તનીય રાગ હોય છે, તેવા જીવો દાન, શીલ, તપ, ભાવમાંથી કોઈપણ પ્રકારનો ધર્મ સેવતા હોય અથવા તો અન્ય કોઈપણ ઉચિત પ્રવૃત્તિ કરતા હોય ત્યારે જે પુણ્ય બંધાય છે, તે પુણ્ય પાપાનુબંધી પુણ્ય હોય છે, તેથી સંસારની વૃદ્ધિનું કારણ બને છે. જેમ જમાલિની સંયમની ક્રિયા. જે જીવોને મિથ્યાત્વને કારણે અતત્ત્વનો રાગ વર્તે છે, પરંતુ તેમનો અતત્ત્વનો તે રાગ અનિવર્તનીય નથી, પરંતુ સામગ્રી પામીને નિવર્તન પામે તેવો છે, આવા જીવોને અતત્ત્વ પ્રત્યેનો રાગ કંઈક મંદ હોય છે. તેથી આ જીવો ભવના સ્વરૂપને કાંઈક યથાર્થ રીતે જોઈ શકે છે અને ભવથી વિરક્ત થઈને યોગમાર્ગના અર્થી બને છે. આવા જીવો સમ્યક્ત ન પામ્યા હોય તોપણ સમ્યકત્વને અભિમુખ કોઈક ભૂમિકામાં હોય છે, અને તેવા જીવો તપ-સંયમ આદિની જે શુભક્રિયાઓ કરે છે તેનાથી જે પુણ્ય બંધાય છે, તે કંઈક અંશથી તત્ત્વમાર્ગની પ્રાપ્તિનું કારણ બને છે. જોકે આ જીવોને, મિથ્યાત્વને કારણે અતત્ત્વનો રાગ પણ છે, છતાં આવા જીવો તત્ત્વને અભિમુખ ઉદ્યમ કરતા હોય છે, તેથી અતત્ત્વનો રાગ ઘટતો હોય છે ત્યારે મોક્ષમાર્ગને અનુકૂળ પુણ્ય બાંધતા હોય છે. વળી, આ જીવો કોઈક નિમિત્તને પામીને પોતાનામાં રહેલા વિપર્યાસથી અતત્ત્વ પ્રત્યેના પક્ષપાતથી પ્રવૃત્તિ કરતા હોય, અને તે વખતે કોઈક શુભ અનુષ્ઠાનમાં યત્ન વર્તતો હોય, તો સંસારના પરિભ્રમણનું કારણ બને તેવું પણ પુણ્ય બાંધે છે. વળી, જે જીવોનું મિથ્યાત્વમોહનીયકર્મ કયોપશમ આદિ ભાવરૂપે થયું છે, તેવા જીવોને તત્ત્વ પ્રત્યે અત્યંત રાગ હોય છે અને તત્ત્વ જાણવા માટે પૂર્ણ મધ્યસ્થતાથી શક્તિ અનુસાર અવશ્ય યત્ન કરતા હોય છે. વળી, તત્ત્વનો બોધ કર્યા પછી તત્ત્વને જીવનમાં આચરીને સંસારનો અંત કરવાની પણ બલવાન ઇચ્છા હોય છે. આવા જીવોને સર્વજ્ઞનું વચન તત્ત્વરૂપે દેખાય છે, તેથી સર્વક્સના For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ નવતત્ત્વ પ્રકરણ / ગાથા-૨૦-૨૧ વચનમાં તેઓની શ્રદ્ધા મેરુ જેવી સ્થિર હોય છે. આવા જીવો કોઈપણ પ્રવૃત્તિ કરતા હોય તો તત્ત્વ પ્રત્યેનો રાગ બલવાન વિદ્યમાન હોવાથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. સંસારની આરંભ-સમારંભની પ્રવૃત્તિ કરતા હોય ત્યારે પણ ક્વચિત્ પ્રમાદવશ પ્રવૃત્તિ થાય તોપણ તત્ત્વનો બલવાન રાગ હોવાથી પા૫પ્રકૃતિઓ શિથિલ મૂળવાળી બંધાય છે. તેથી આવા જીવોને બંધાતું પુણ્ય ઉપાદેય છે; કેમ કે અભ્યુદયનું કારણ છે અને જે અભ્યધ્યનું કારણ નથી તેવું પુણ્ય હેય છે, અને સર્વ પ્રકારનું પાપ હેય છે. ७४ આનાથી એ પ્રાપ્ત થાય કે અભ્યુદયનું કારણ બને તેવું પુણ્ય ઉપાદેય છે અને અભ્યુદયનું કારણ નથી તેવું પુણ્ય હેય છે અને પાપ સર્વ પ્રકારનું એકાંતે હેય છે; કેમ કે અનર્થકારી છે. II૨૦॥ (૫) “આશ્રવતત્ત્વ”નું વર્ણન (૨૧ થી ૨૪) અવતરણિકા : ગાથા-૧માં નવતત્ત્વનાં નામો બતાવ્યાં અને તેમાંથી જીવ, અજીવ, પુણ્ય અને પાપ એ ચાર તત્ત્વનું સ્વરૂપ સંક્ષેપથી બતાવ્યું. હવે ક્રમપ્રાપ્ત આશ્રવતત્ત્વનું સ્વરૂપ ગાથા-૨૧ થી ૨૪માં બતાવે છે ગાથા ઃ इंदिअ कसाय अव्वय, जोगा पंच चउ पंच तिनि कमा । किरियाओ पणवीस, इमा उ ताओ अणुक्कमसो ।। २१ । । ગાથાર્થ ઃ ઈન્દ્રિય, કષાય, અવ્રત અને યોગ ક્રમસર પાંચ, ચાર, પાંચ અને ત્રણ છે. ક્રિયાઓ પચીસ છે અને આ=પચીસ ક્રિયાઓ અનુક્રમથી તે છે=આગળ ગાથા-૨૨, ૨૩, ૨૪માં ક્રમથી બતાવેલ છે, તે છે. II૨૧]I ભાવાર્થ: - કર્મબંધને અનુકૂળ એવા આશ્રવના પરિણામમાં કારણભૂત પાંચ ઇન્દ્રિયો, ચાર કષાય, પાંચ અવ્રત, ત્રણ યોગ અને પચીસ ક્રિયાઓ મળીને કુલ બેંતાલીસ આશ્રવના ભેદો છે. For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ નવતત્વ પ્રકરણ | ગાથા-૨૧ આશ્રવ એટલે કર્મબંધને અનુકૂળ જીવની પરિણતિ, અને આ પરિણતિથી જીવમાં કર્મનું આગમન થાય છે, જેના ફળરૂપે નવા નવા જન્મની પ્રાપ્તિ થાય છે અને સંસારના પરિભ્રમણની પ્રાપ્તિ થાય છે. આશ્રવના બે ભેદ છે : (૧) શુભ આશ્રવ, (૨) અશુભ આશ્રવ. શુભ આશ્રવથી ૪૨ પ્રકારની પુણ્યપ્રકૃતિમાંથી યથાયોગ્ય પુણ્યપ્રકૃતિ બંધાય છે, અને અશુભ આશ્રવથી ૮૨ પ્રકારની પાપપ્રકૃતિમાંથી યથાયોગ્ય પાપપ્રકૃતિ બંધાય છે. શુભ કે અશુભ આશ્રવ મન, વચન અને કાયાને અવલંબીને થતી જીવની પરિણતિરૂપ છે. તત્ત્વાર્થસૂત્ર પ્રમાણે આશ્રવનું સ્વરૂપ : કાયિકકર્મ, વાચિકકર્મ અને માનસિકકર્મ એમ ત્રણ પ્રકારનો યોગ છે, અને તે ત્રણ યોગો આશ્રવ છે. ફાયવીર્મનઃર્મ યોઃ I (તત્ત્વાર્થસૂત્ર ૩. ૬, સૂ. ૨) અને સગાસંવા ! (તસ્વાર્થસૂત્ર . ૬, સૂ. ૨) તત્ત્વાર્થભાષ્ય પ્રમાણે કાયયોગ, વાદ્યોગ અને મનોયોગનું સ્વરૂપઃ કાય અને આત્મપ્રદેશનો પરિણામ ગમનાદિ ક્રિયાનો હેતુ કાયયોગ છે. ભાષાયોગ્ય પુદ્ગલો અને આત્મપ્રદેશનો પરિણામ એ વાક્યોગ છે. મનોયોગ્ય પુદ્ગલો અને આત્મપ્રદેશનો પરિણામ એ મનોયોગ છે. આ ત્રણે યોગોના પરિણામ આશ્રવરૂપ છે અને આ ત્રણેય યોગોમાંથી દરેક યોગના બે પ્રકારો છે : (૧) શુભ અને (૨) અશુભ. જે શુભયોગ છે તે પુણ્યનો આશ્રવ છે અને જે અશુભયોગ છે તે પાપનો આશ્રવ છે. શુભ-અશુભ બે ભેદવાળો આશ્રવ છે, એમ કહ્યા પછી ભાષ્યકાર અશુભ આશ્રવનું સ્વરૂપ પ્રથમ બતાવે છે; પણ ક્રમ પ્રમાણે શુભ આશ્રવનું સ્વરૂપ પ્રથમ બતાવ્યું નહિ. તેનું પ્રયોજન સ્પષ્ટ કરતાં ટીકાકાર કહે છે કે જો પ્રથમ અશુભ આશ્રવ બતાવવામાં આવે તો જીવને અશુભ આશ્રવ દુઃખના ફળવાળો છે એવું જ્ઞાન થવાથી સંવેગ ઉત્પન્ન થાય છે અર્થાત્ કર્મરહિત એવી મુક્ત અવસ્થાની પ્રાપ્તિની ઇચ્છા થાય છે, અને સંવેગને પામેલો શ્રોતા શુભ For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૬ નવતત્વ પ્રકરણ | ગાથા-૨૧ આશ્રવ પણ સંસારના ફળવાળો છે એમ જાણીને શુભ આશ્રવમાં પ્રવર્તશે નહિ, પણ શુભ આશ્રવના ઉચ્છેદ માટે પ્રયત્ન કરશે. માટે ક્રમ પ્રમાણે શુભ આશ્રવનું સ્વરૂપ પ્રથમ નહિ બતાવતાં અશુભ આશ્રવનું સ્વરૂપ પ્રથમ બતાવેલ છે. (I) અશુભઆશ્રવ : કાયિક અશુભઆશ્રવ - હિંસા, સ્તેય, અબ્રહ્માદિ કાયિક અશુભ આશ્રવ છે. વાચિક અશુભઆશ્રવ - સાવદ્ય બોલવું, જૂઠું બોલવું, કઠોર બોલવું અને પશુન્ય આદિ બોલવું તે વાચિક અશુભ આશ્રવ છે. પશુન્ય અર્થાત્ પર પ્રત્યેની પ્રીતિની શૂન્યતાથી અન્યના પરોક્ષ એવા સત્ય કે અસત્ય દોષોને કોઈક આગળ કહેવા તે વાચિક અશુભ આશ્રવ છે. કોઈકના હિતના આશ્રયથી ઉચિત સ્થાને તેના દોષો કહેવામાં આવે, જેથી તેના હિતનું રક્ષણ થાય તેવી સંભાવના દેખાય તો તે પૈન્ય નથી, પણ હિતની ચિંતામાંથી ઉઠેલી વાચિક પ્રવૃત્તિ છે, તેથી શુભ આશ્રવ છે. માનસિક અશુભઆશ્રવ - અભિઘા, વ્યાપાદ, ઇર્ષ્યા, અસૂયા ઇત્યાદિ માનસ વિચારણા માનસિક અશુભ આશ્રવ છે. અભિઘા અર્થાત્ જીવનાં અભિદ્રોહનું ચિંતવન. જેમ “આ શત્રુ મરે તો હું સુખેથી જીવું” એ પ્રમાણે ચિંતવન કરવું એ અભિઘા છે. વ્યાપાર અર્થાત્ બીજાના નાશને અનુકૂળ એવું આરંભનું ચિંતવન. જેમ “આ પુરુષનો આ શત્રુ છે તો હું તેને તેના પ્રત્યે પ્રકોપિત કરું, જેથી તેનો નાશ થાય” એ પ્રમાણે ચિંતવન કરવું એ વ્યાપાદ છે. ઇર્ષ્યા, અસૂયા ઇત્યાદિ માનસ વિચારણા પણ માનસિક અશુભ આશ્રવ છે. (II) શુભ આશ્રવ : કાયિક, વાચિક અને માનસિક ત્રણે પ્રકારના અશુભ આશ્રવથી વિપરીત એવા કાયિક, વાચિક અને માનસિક ત્રણ પ્રકારના શુભ આશ્રવ છે. કાયિક શુભ આશ્રવ :- શ્રાવક ગૃહસ્થ હોય છતાં જીવનમાં કેમ આરંભસમારંભ ઓછો થાય તે રીતે સંસારની પ્રવૃત્તિ કરતો હોય તો કાયિક શુભ આશ્રવ થાય. જેમ કોઈ શ્રાવક સંસારમાં સાંસારિક પ્રવૃત્તિકાળ દરમ્યાન જીવરક્ષાના For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૨૧ ૭૭ આશયથી પૂજવાની, યતનાપૂર્વક લેવા-મૂકવાની ક્રિયા સંયોગો અનુસાર કરતો હોય ત્યારે શુભ આશ્રવ થાય છે. વળી ભગવાનની ભક્તિ આદિ શુભ અનુષ્ઠાન કરતો હોય ત્યારે પણ કાયિક શુભ આશ્રવ થાય છે. આ વાચિક શુભ આશ્રવ :- ગૃહસ્થ અવસ્થામાં શ્રાવક જીવનમાં ક્યાંય સાવદ્ય પ્રવૃત્તિ ન થાય તે રીતે વાચિક પ્રયોગો કરતો હોય, પોતાના જીવનમાં કાંઈ પણ ખોટું બોલવાનો પ્રસંગ ન આવે તે માટે યત્ન કરતો હોય અને કોઈના પ્રત્યે કઠોરભાવ ન થાય તે રીતે યત્ન કરતો હોય તેવા વાચિક પ્રયોગો શુભ આશ્રવ છે. વળી, શ્રાવક ભગવાનની ભક્તિ આદિ શુભ અનુષ્ઠાન કરતો હોય ત્યારે ભગવાનના ગુણગાનમાં ઉપયોગ હોવાથી વાચિક શુભ આશ્રવ થાય છે. માનસિક શુભ આશ્રવ :- શ્રાવક ગૃહસ્થઅવસ્થામાં કોઈપણ જીવને લેશ પણ પીડા ન થાય અને તેનું અહિત ન થાય, કોઈપણ પ્રકારના આરંભસમારંભનું ચિંતવન ન થાય અને કોઈપણ જીવ પ્રત્યે ઇર્ષ્યા-અસૂયાઆદિ ભાવો ન થાય તે પ્રકારનું માનસ ચિંતવન કરતો હોય તો તે માનસિક શુભ આશ્રવ છે. વળી, શ્રાવક ભગવાનના વચન અનુસાર તત્ત્વનું ચિંતવન કરતો હોય તો તે માનસિક શુભ આશ્રવ છે. તઉપરાંત ધર્મબુદ્ધિથી સુપાત્રદાન કે વિવેકપૂર્વકનું અનુકંપાદાન એ પણ શુભ આશ્રવ છે. વળી, દાન, શીલ, તપ અને શુભ ભાવથી આત્માને ભાવિત કરવાની ક્રિયા પણ શુભ આશ્રવ છે. મન-વચન અને કાયાના યોગો મોક્ષમાર્ગને અનુકૂળ પ્રવર્તતા હોય ત્યારે શુભ આશ્રવ થાય છે, અને આ શુભ આશ્રવ પુણ્યબંધનું કારણ છે, અને મનવચન અને કાયાના યોગો સંસારમાર્ગને અનુકૂળ અને મોક્ષમાર્ગને પ્રતિકૂળ વર્તતા હોય ત્યારે અશુભ આશ્રવ થાય છે, અને આ અશુભ આશ્રવ પાપબંધનું કારણ છે. આવાં આશ્રયસ્થાનો બેંતાલીસ છે. આશ્રવનાં ભેદો : આશ્રવનાં ૪૨ ભેદો નીચે પ્રમાણે છે – (૧) પાંચ ઇન્દ્રિયો - પાંચ ઇન્દ્રિયોના કુલ ૨૩ વિષયો છે, તેમાંથી કોઈપણ For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૮ નવતત્વ પ્રકરણ | ગાથા-૨૧, ૨૨-૨૩-૨૪ વિષયને અવલંબીને મન-વચન અને કાયાના યોગો પ્રવર્તતા હોય અને તેમાં ઉપાદેય બુદ્ધિ થાય ત્યારે તે અશુભ આશ્રવ છે. સામાન્ય રીતે પાંચેય ઇન્દ્રિયો વિષયોનો બોધ કરવાનું સાધન છે. ઇન્દ્રિયો સાથે વિષયોનો સંબંધ થાય ત્યારે આત્માને જ્ઞાન થાય છે, તોપણ સંસારી જીવો ઇન્દ્રિયોના વિષયોમાં ઇષ્ટઅનિષ્ટની બુદ્ધિ કરીને અશુભ આશ્રવ કરે છે. જો આ પાંચેય ઇન્દ્રિયો ગુણની પ્રાપ્તિ માટે વ્યાપારવાળી હોય તો શુભ આશ્રવ થાય છે. જેમ ભગવાનની મૂર્તિ જોઈને, ભગવાનનાં વચનોનું શ્રવણ કરીને શુભ ભાવો થાય ત્યારે શુભ આશ્રવ થાય છે. (૨) ચાર કષાયો - કષાયો ક્રોધ, માન, માયા અને લોભના પરિણામરૂપ છે, અને તેના દરેકના અનંતાનુબંધી આદિ ચાર પ્રકાર મળીને કુલ સોળ ભેદો થાય છે. તે સર્વ કષાયો કર્મબંધનાં કારણો છે, તેથી તે આશ્રવરૂપ છે. મનવચન અને કાયાના પ્રશસ્ત કષાયો શુભઆશ્રવરૂપ છે અને અપ્રશસ્ત કષાયો અશુભઆશ્રવરૂપ છે. (૩) પાંચ અવ્રત:- પ્રાણાતિપાત આદિ પાંચ અવ્રત છે. તેથી સંસારી જીવો સંસારની પ્રવૃત્તિમાં વર્તતા હોય ત્યારે હિંસાની પ્રવૃત્તિ, મૃષાવાદની પ્રવૃત્તિ, સ્તેયની પ્રવૃત્તિ કે અબ્રહ્મ સેવનની પ્રવૃત્તિ હોય કે પરિગ્રહ વધારવા માટે યત્નવાળા હોય તે સર્વ અશુભ આશ્રવના પરિણામો છે. (૪) ત્રણ યોગો :- મન-વચન અને કાયાના યોગો મોક્ષમાર્ગને અનુકૂળ વ્યાપારવાળા હોય તો શુભ આશ્રવ થાય છે. મન-વચન અને કાયાના યોગો મોક્ષમાર્ગને પ્રતિકૂળ વ્યાપારવાળા હોય તો અશુભ આશ્રવ થાય છે. (૫) પચ્ચીસ ક્રિયાઓ - પચ્ચીસ પ્રકારની ક્રિયાથી જીવમાં કર્મનું આગમન થાય છે, તેથી પચ્ચીસ ક્રિયાને આશ્રવ કહેલ છે. આમ કુલ ૪૨ આશ્રયસ્થાનો છે. ૨૧ અવતરણિકા : પૂર્વગાથામાં આશ્રવના બેંતાલીસ ભેદોમાંથી પાંચ ઈન્દ્રિય, ચાર કષાય, પાંચ અવ્રત, ત્રણ યોગો અને પચ્ચીસ ક્રિયાઓ બતાવી. હવે પચ્ચીસ ક્રિયાઓના નામો ગાથા-૨૨થી ૨૪માં બતાવે છે – For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ નવતત્ત્વ પ્રકરણ / ગાથા-૨૨-૨૩-૨૪ ગાથા: काइय अहिगरणिया, पाउसिया पारितावणी किरिया । માયવત્તી ગારરા પાળાવાયારંભિય, પાહિ मिच्छादंसणवत्ती, अपच्चक्खाणा य दिट्ठि पुट्ठिय । पाडुच्चिय सामंतोवणीअ नेसत्थि साहत्थी ।। २३ ।। आणवणि विआरणिया, अणभोगा अणवकंखपच्चइया । अन्ना पओग समुदाण पिज्ज दोसेरियावहिया ।।२४।। ' ગાથાર્થ ઃ કાયિકી ક્રિયા, અધિકરણિકી ક્રિયા, પ્રાદ્ધેષિકી ક્રિયા, પારિતાપનિકી ક્રિયા, પ્રાણાતિપાતિકી ક્રિયા, આરંભિકી ક્રિયા, પારિગ્રહિકી ક્રિયા, માયાપ્રત્યયિકી ક્રિયા અને II૨૨।। ૭૯ મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા, અપ્રત્યાખ્યાનિકી ક્રિયા અને દૃષ્ટિકી ક્રિયા, દૃષ્ટિકી ક્રિયા, પ્રાતિત્યકી ક્રિયા, સામન્તોપનિપાતિકી ક્રિયા, વૈશસ્ત્રિકી ક્રિયા, સ્વાહસ્તિકી ક્રિયા. ।।૨૩।। આનયન ક્રિયા=આજ્ઞાપનિકી ક્રિયા, વૈદારણિકી ક્રિયા, અનાભોગિકી ક્રિયા, અનવકાંક્ષપ્રત્યયિકી ક્રિયા, અન્ય પ્રાયોગિકી ક્રિયા, સામુદાનિકી ક્રિયા, પ્રેમિકી ક્રિયા, વૈષિકી ક્રિયા, ઇર્યાપથિકી ક્રિયા. ।।૨૪।। ભાવાર્થ : જે ક્રિયાઓથી જીવમાં કર્મનું આગમન થાય છે, તે ૨૫ ક્રિયાઓ આ પ્રમાણે છે – (૧) હ્રાન્ડ્સ=કાયિકીક્રિયા ઃ- બે પ્રકારની છે ઃ (૧) દુષ્ટ એવા મિથ્યાદ્દષ્ટિનો વાણી અને મન નિ૨પેક્ષ ૫૨ને અભિભવ કરનારો એવો જે કાયાનો વ્યાપાર તે પરથી કાયિકીક્રિયા છે, અથવા (૨) પ્રમત્ત સંયતને અનેક ઉચિત ક્રિયાઓમાં બહુ પ્રકારની દુષ્પ્રયોગવાળી કાયિક ક્રિયા તે કાયિકીક્રિયા છે. For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ નવતત્વ પ્રકરણ | ગાથા-૨૨-૨૩-૨૪ મિથ્યાષ્ટિ જીવો વાણીથી અને મનથી નિરપેક્ષ થઈને માત્ર કાયાથી અન્ય દર્શનવાળાને ઉપદ્રવ કરતા હોય ત્યારે મિથ્યાદૃષ્ટિથી પરને ઉપદ્રવ કરાતી ક્રિયા તે કાયિકીક્રિયા છે. વળી, સુસાધુઓ સંયમની ક્રિયાઓ શાસ્ત્રવિધિ અનુસાર કરાતા હોય છે, છતાં પ્રમાદી સાધુ ઘણા પ્રકારે વિપરીત કાયિક ક્રિયાઓ કરે તે કાયિકક્રિયા છે અર્થાત્ વિપરીત રીતે પડિલેહણ આદિ ક્રિયાઓ કરે તે કાયિકક્રિયા છે. (૨) દિપારણિતા=અધિકરણિકીક્રિયા - જેનાથી આત્મા દુર્ગતિની પ્રાપ્તિનો અધિકારી થાય છે તે અધિકરણિકીક્રિયા છે. જેમ કે સાધુ હોય અને પોતાનાં ઉપકરણ ગૃહસ્થને આપે તો તે ઉપકરણથી ગૃહસ્થો જે આરંભ-સમારંભ કરે તેના દ્વારા સાધુ કર્મબંધનો અધિકારી બને. વળી, ગૃહસ્થ પણ બીજાને ઉપઘાત કરે તેવાં શસ્ત્રાદિ અન્યને આપે તો તેનાથી તે કર્મબંધનો અધિકારી બને, તે અધિકરણિકીક્રિયા છે. (૩) પાસિયા=પ્રાષિકીક્રિયા:- પ્રાષિકી=પ્રાદોષિતક્રિયા બે પ્રકારની છે : (૧) પુત્ર, સ્ત્રી આદિ સ્વજનના કે પરજનના વિષયમાં જે પ્રષ પેદા થાય તે જીવપ્રાષિકીક્રિયા કહેવાય, અને (૨) પોતાને ત્યાઘાત કરનાર કાંટા આદિ પ્રત્યે જે પ્રàષ પેદા થાય તે અજીવપ્રાષિકીક્રિયા કહેવાય. (૪) પરિતાપનિકી=પારિતાપનિકીક્રિયા - પારિતાપનિકી ક્રિયા બે પ્રકારની છે : (૧) પુત્રાદિના વિયોગથી પીડિત થઈને મસ્તકાદિ ફૂટે તે સ્વપરિતાપનિકીક્રિયા છે અને (૨) પુત્ર, શિષ્ય કે સ્ત્રી આદિને તાડન કરે તે પરપરિતાપનિકી ક્રિયા છે. (૫) પIફવા =પ્રાણાતિપાતિકીક્રિયા - પ્રાણાતિપાતિકીક્રિયા બે પ્રકારની છે: (૧) પોતે પ્રાણનો નાશ કરવા માટે ઝપાપાતાદિ કરે તે સ્વપ્રાણાતિપાતિક ક્રિયા છે. (૨) મોહ, લોભ કે ક્રોધથી આવિષ્ટ થઈને બીજાના પ્રાણનો નાશ કરે તે પરપ્રાણાતિપાતિકીક્રિયા છે. (૩) કામ આરંભિકીક્રિયા:પૃથ્વી આદિ જીવોના ઉપઘાતનું કારણ હોય તેવી જે ક્રિયા તે આરંભિકીક્રિયા છે, અને આ ક્રિયા મુનિને પણ પ્રમાદને વશ હોય ત્યારે અયતનાને કારણે For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ નવતત્વ પ્રકરણ | ગાથા-૨૨-૨૩-૨૪ ૮૧ પ્રાપ્ત થાય છે. આરંભિકીક્રિયા બે પ્રકારની છે. (૧) સજીવ એવી વસ્તુના ઘાતની ક્રિયા તે જીવઆરંભિકીક્રિયા છે અને (૨) દોરેલા અથવા કોતરેલા નિર્જીવજીવને હણવાની ક્રિયા તે અજીવઆરંભિકીક્રિયા છે. (૭) પરિપાદિષા=પારિગ્રહિકક્રિયા - ભોગસામગ્રીના ઉપાયોને પ્રાપ્ત કરવાની અને રક્ષણ કરવાની જે મૂચ્છ, તે પારિગ્રહિકીક્રિયા છે. (૮) માયાવીમાયાપ્રત્યયિકીક્રિયા :- મોક્ષના સાધનભૂત એવા જ્ઞાનાદિમાં માયાપ્રધાન એવા પુરુષની પ્રવૃત્તિ તે માયાપ્રયિકક્રિયા છે. જેમ કે શાસ્ત્ર ભણવાની ક્રિયા કે ચારિત્રાચારની ક્રિયા યથાતથા કરે અને મેં સમ્યફ કરી છે, તેમ મનથી સમાધાન કરી લે, તે માયાપ્રત્યયિકીક્રિયા છે. (૯) મિચ્છાવસUવત્તીમિથ્યાદર્શન પ્રત્યયિકક્રિયા :- આત્મકલ્યાણની વિરુદ્ધ એવા સાંસારિક ફળની લાલસાથી મિથ્યાદર્શનના માર્ગ વડે જતા એવા અન્યને “હું સાધી લઉં એ હેતુથી તેના કૃત્યની અનુમોદના કરનારની ક્રિયા અર્થાત્ મિથ્યાદર્શનના માર્ગથી જનાર પુરુષની પ્રવૃત્તિની અનુમોદના કરનારની મિથ્યાદર્શનપ્રયિકી ક્રિયા છે. (૧૦) ૩પક્વાળા=અપ્રત્યાખ્યાનિકીક્રિયા - સંયમનો વિઘાત થાય એ રીતે સંયમની ક્રિયા કરે તે અપ્રત્યાખ્યાનિકી ક્રિયા છે. (૧૧) લિફ્રિ=દષ્ટિક ક્રિયા=દર્શનક્રિયા :- જીવ અને અજીવના વિષયથી દર્શનક્રિયા બે પ્રકારની છે : (૧) પ્રમાદીને યુદ્ધો આદિને જોવાનો જે આદર તે જીવવિષયક દર્શનક્રિયા છે. (૨) દેવ, કુળ, સભા આદિ જોવાનાં સ્થાનોને રાગથી યુક્ત એવી જોવાની ક્રિયા તે અજીવવિષયક દર્શનક્રિયા છે. (૧૨) પુર્દિ=સ્મૃષ્ટિકક્રિયા સ્પર્શનક્રિયા :- જીવ અને અજીવન વિષયથી સ્પર્શનક્રિયા બે પ્રકારની છે : (૧) રાગ, દ્વેષ કે મોહથી યુક્ત એવો પુરુષ, પુરુષનાં અંગ, સ્ત્રીનાં અંગ કે નપુંસકનાં અંગને સ્પર્શન કરે તે જીવવિષયક સ્પર્શનક્રિયા છે. (૨) રાગ, દ્વેષ કે મોહથી યુક્ત એવા પુરુષની મૃગ રોમ આદિ કોમળ પદાર્થોને સ્પર્શન કરે તે અજીવવિષયક સ્પર્શનક્રિયા છે. For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૨ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૨૨-૨૩-૨૪ (૧૩) પાષ્યિ =પ્રાહિત્યકક્રિયા :- પાપના આરંભને કરનાર એવા અપૂર્વ અધિકરણનું સ્વબુદ્ધિથી નિષ્પાદન કરવું એ પ્રાહિત્યકક્રિયા છે. (૧૪) સામંતોવળી સામન્તોપનિપાતિકીક્રિયા - સ્ત્રી, પુરુષ, નપુંસક અને પશુના આવાગમનવાળા દેશમાં જઈને સાધુ પરઠવવા યોગ્ય વસ્તુનો ત્યાગ કરે તે સામન્તોપનિપાતિકીક્રિયા છે. અથવા પ્રમત્ત સાધુઓ પરઠવવા યોગ્ય એવા ભક્તપાનાદિ અનાચ્છાદિક રાખે તો સંપાતિમ જીવોનો તેમાં પાત થાય છે, તે સામન્તોપનિપાતિકીક્રિયા છે. (૧૫) નેત્થિરનેશસ્ત્રિકીક્રિયા :- નૈસૃષ્ટિની ક્રિયા, નિસર્ગક્રિયા. (૧૭) સાહિત્યી સ્વસ્તિકીક્રિયા :- અભિમાનથી રોષિત થયેલા ચિત્ત વડે અન્ય પુરુષના પ્રયત્નથી કરવા યોગ્ય એવી જે ક્રિયા તે પોતાના હાથે કરવામાં આવે તે સ્વસ્તિકીક્રિયા છે. (૧૭) ડાબ=કાનયનક્રિયા=આનયનક્રિયા અથવા આજ્ઞાપનિકીક્રિયા :સાધુ સ્વયે સ્વચ્છેદથી કોઈ વસ્તુ લઈ આવે અથવા બીજા પાસેથી મંગાવે તે આનયનક્રિયા છે અથવા સાધુ કોઈને ‘તું આ કર’ એ પ્રકારની આજ્ઞા કરે નહિ, છતાં પણ પ્રમાદને વશ કોઈ સાધુ આજ્ઞા કરનારા વચનથી કોઈને કાર્ય કરવાનું કહે, તો તે આજ્ઞાપનિક ક્રિયા છે. (૧૮) વિકારળિયા=વેદારણિકીક્રિયા - વિદારણ=કોઈનું હૈયું ચીરી નાખવું. બીજા વડે આચરણ કરાયેલ અપ્રકાશનીય એવા પાપનું પ્રકાશન કરવું તે વિદારણક્રિયા છે. (૧૯) કળમો=અનાભોગિકીક્રિયા - નહિ જોવાયેલ અને નહિ પ્રમાર્જન કરાયેલ એવા સ્થાનમાં શરીરની કે ઉપકરણની સ્થાપનની સાધુની ક્રિયા તે અનાભોગિકી ક્રિયા છે. (૨૦) અવqફયા અનવકાંક્ષપ્રત્યયિકીક્રિયા:- અનવકાંક્ષપ્રત્યયિકીક્રિયા બે પ્રકારની છે : (૧) સ્વઅનવકાંક્ષપ્રત્યયિકક્રિયા અને (૨) પરઅનવકાંક્ષપ્રત્યયિકીક્રિયા. For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ નવતત્ત્વ પ્રકરણ/ ગાથા-૨૨-૨૩-૨૪ (૧) ભગવાને કહેલા કર્તવ્ય વિધિમાં પ્રમાદને વશ પ્રવૃત્તિ ન કરે તે પોતાના હિતની આકાંક્ષાનો અભાવ છે, તે સ્વઅનવકાંક્ષપ્રત્યયિકક્રિયા છે. (૨) ઉચિત ક્રિયાને નહિ કરતો, પરની પણ આકાંક્ષા રાખતો નથી=બીજા મને ઠપકો આપશે, તેની પણ ચિંતા કરતો નથી, તે પરઅનવકાંક્ષપ્રત્યયિકક્રિયા છે. (૨૧) ઘણો =પ્રાયોગિકીક્રિયા - આત્માથી અધિષ્ઠિત એવા કાયાદિનો વ્યાપાર તે પ્રયોગક્રિયા છે, અને તે કાય, વચન અને મનયોગથી ત્રણ પ્રકારનો છે. ધાવન-વલ્સનાદિ (દોડવા, કૂદવારૂપ) કાયવ્યાપારરૂપ છે, હિંસાનો વાવ્યાપાર, કઠોર વાવ્યાપાર કે મૃષાદિ વાવ્યાપારરૂપ છે. ઇર્ષ્યા, અભિમાનાદિ મનોવ્યાપારરૂપ છે. (૨૨) સમુદાન-સામુદાનિકીક્રિયા:- તપસ્વીઓને અપૂર્વ અપૂર્વ વિરતિ પ્રત્યે જે આભિમુખ્ય ભાવ થાય છે, તે સમાદાનક્રિયા છે. વળી, અન્યના મતે જેનાથી વિષયો ગ્રહણ થાય તે સમાધાન એટલે ઇન્દ્રિયો અને તેને ઉપઘાત કરનારી ક્રિયા તે સમાદાનક્રિયા. સમાદાનક્રિયા એટલે જે વિરતિની પરિણતિ પોતાને પ્રાપ્ત થઈ હોય તેનાથી ઉપર ઉપરના વિરતિના પરિણામને પ્રાપ્ત કરવાની સાધુની જે ક્રિયા તે સમાદાનક્રિયા કહેવાય. વળી, અન્ય મત અનુસાર ઇન્દ્રિયો દ્વારા વિષયોનું સમાદાન થાય છે અર્થાત્ ગ્રહણ થાય છે, તેથી ઇન્દ્રિય સમાદાન છે; અને તે ઇન્દ્રિયોનો ઉપઘાત થાય તેવી ક્રિયા કરવામાં આવે તો તે સમાદાનક્રિયા છે. સમ+આદાનઃગ્રહણ કરવું. (૨૩) પિન્નરાગની ક્રિયા:- રાગને વશ થઈને જે જોવા આદિની ક્રિયા થાય તે રાગની ક્રિયા છે. (૨૪) રોસ=ષિકીક્રિયા - અનિચ્છનીય પદાર્થને જોઈને દ્વેષને વશ થઈને જે પ્રકારની મુખાદિની ચેષ્ટા કરવામાં આવે તે દ્વષિકીક્રિયા છે. (૨૫) રૂરિયાવદિયા ઇર્યાપથિકીક્રિયા - બધ્યમાન અને વેદ્યમાન એવો ઇર્યાપથ= એક સમયનું કર્મ બંધાય અને બીજા સમયે વેદન થાય તે ઇર્યાપથ. જે સાધુઓ મોહના પરિણામથી પર છે, કેવળ શરીરની ગમનાદિ ચેષ્ટાને કારણે એક સમયવાળું કર્મ બાંધે છે ઇર્યાપથિકીક્રિયા છે. આ ક્રિયા ૧૧, ૧૨ અને ૧૩મા ગુણસ્થાનકમાં રહેલા મહાત્માઓને હોય છે. ll૨૨-૨૩-૨૪ll For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૪ નવતત્વ પ્રકરણ | ગાથા-૨૫ (૬) “સંવરતત્વ”નું વર્ણન (ગાથા-૨૫થી ૩૩) અવતરણિકા : આશ્રવના ભેદો બતાવ્યા પછી હવે સંવરના પ૭ ભેદો બતાવે છે – ગાથા : समिई गुत्ती परिसह, जइधम्मो भावणा चरित्ताणि । पण ति दुवीस दस बार, पंचभेएहिं सगवना ।।२५।। ગાથાર્થ : સમિતિ, ગુપ્તિ, પરિષહ-પરિષહ જય, યતિધર્મ, ભાવના, ચારિત્ર, ૫, ૩, ૨૨, ૧૦, ૧૨, ૫ ભેદ વડે સત્તાવન ભેદ છે-સંવરના સત્તાવન ભેદ છે. ર૫ા. ભાવાર્થ:સંવરના ભેદોઃ સમિતિ=પ સમિતિ, ગુપ્તિ=૩ ગુપ્તિ, પરિષહ=૨૨ પરિષહનો જય, યતિધર્મ= ૧૦ પ્રકારનો યતિધર્મ, ભાવના=૧૨ ભાવના અને ચારિત્ર=પ પ્રકારનું ચારિત્ર એમ સંવરના ૫૭ ભેદો છે. સંયમજીવનની મર્યાદા પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ છે. તેથી જે સાધુ સંયમગ્રહણથી માંડીને ત્રણ ગુપ્તિવાળા હોય, અને સંયમના પ્રયોજન અર્થે કોઈ પ્રવૃત્તિ કરવી હોય ત્યારે પાંચ સમિતિમાં ઉદ્યમ કરતા હોય, તે મુનિ સંવરભાવવાળા છે, અને સમિતિ-ગુપ્તિમાં ઉદ્યમ કરતા સાધુ જેમ ઉત્તરોત્તર ગુપ્ત ગુપ્તતર થાય છે, તેમ તેમ સંવર અધિક અધિક થાય છે. વળી, તે સંવરના અતિશય અર્થે બાવીસ પ્રકારના પરિષદમાંથી જો કોઈ પરિષહ આવે અને સાધુ જો તે પરિષહનો જય ન કરી શકે તો સંયમની હાનિ થાય છે, અને જે સાધુ શાસ્ત્રવચન અનુસાર ઉચિત યત્ન કરીને ઉપસ્થિત પરિષહનો જય કરે તો સંવરમાં અતિશયતા થાય છે. તેથી પરિષહજયને પણ સંવરના ભેદમાં ગણેલ છે. For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ નવતત્ત્વ પ્રકરણ| ગાથા-૨૫, ૨૬ વળી, સમિતિ-ગુપ્તિવાળા સાધુ ૧૦ પ્રકારના યતિધર્મમાં ઉદ્યમ કરે છે. તેનાથી ગુપ્તિનો અતિશય થાય છે, તેથી દસ પ્રકારના યતિધર્મને પણ સંવરના ભેદમાં ગ્રહણ કરેલ છે. વળી, સમિતિ-ગુપ્તિવાળા મુનિ આત્માને તત્ત્વથી ભાવિત કરવા અર્થે બાર ભાવનાઓમાં ઉદ્યમ કરે છે. તેનાથી પણ ગુપ્તિમાં અતિશયતા આવે છે, માટે બાર ભાવનાઓને પણ સંવરના ભેદમાં ગ્રહણ કરેલ છે. વળી, સામાયિક આદિ પાંચ ચારિત્રોમાંથી પણ ઉત્તર ઉત્તરનાં ચારિત્રો ગુપ્તિમાં અતિશયતાને કરનારાં છે. તેથી પાંચ ચારિત્રોને પણ સંવરના ભેદમાં ગ્રહણ કરેલ છે. આમ સમિતિના પાંચ ભેદ, ગુપ્તિના ત્રણ ભેદ, પરિષહજયના ૨૨ ભેદ, યતિધર્મના દસ ભેદ, ભાવનાના બાર ભેદ, અને ચારિત્રના પાંચ ભેદ એમ કુલ સંવરના સત્તાવન ભેદ ગ્રહણ કરેલ છે. રિપો અવતરણિકા : પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનાં નામો બતાવે છે – ગાથા : इरिया भासेसणादाणे, उच्चारे समिईसु अ । માની વયત્તી, વાયત્તી તહેવ ય શારદા ગાથાર્થ : સમિતિઓમાં ઈર્યા, ભાષા, એષણા, આદાનભંડમતનિશ્મિવેણા અને ઉચ્ચારપાસવણ પારિષ્ઠાપનિકા સમિતિ એમ પાંચ ભેદો છે અને મન, વચન અને કાયમુતિ એમ ત્રણ ગુપ્તિના ભેદો છે. ||રા ભાવાર્થ :પાંચ સમિતિ :(i) ઇર્યાસમિતિ : કંટક આકીર્ણ ભૂમિમાં ગમનની જેમ ગમનાગમનમાં જીવરક્ષાના અર્થે સાધુની યતનાપૂર્વકની ચેષ્ટા ઇર્યાસમિતિ છે. (i) ભાષાસમિતિ - સંયમની વૃદ્ધિ અર્થે વચનપ્રયોગ ઉપયોગી જણાય ત્યારે સંયમની મર્યાદાનું સ્મરણ કરીને જે વચનપ્રયોગ કરાય તે ભાષાસમિતિ For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૬ નવતત્ત્વ પ્રકરણ / ગાથા-૨૬ છે, અને બોલવાની સહજ ઇચ્છા થઈ અને મોક્ષનું કે સંયમનું પ્રયોજન જેનાથી સિદ્ધ થતું ન હોય તેવો વચનપ્રયોગ તે ભાષાસમિતિથી વિપરીત પ્રવૃત્તિ છે. (iii) એષણામિતિ :- સાધુજીવનમાં નિર્દોષ આહાર, વસતિ આદિ માટે શાસ્ત્રવિધિ અનુસાર જે ગવેષણા કરવામાં આવે તે એષણાસિમિત છે, અને શાસ્ત્રવચનના સ્મરણ વગર આહાર, ઉપધિ કે વસતિની યાચના કરવામાં આવે તે એષણામિતિથી વિરુદ્ધ એવી અસમિતિ છે. (iv) આદાનભંડમત્તનિક્બિવેણા સમિતિ :- સાધુના ઉપકરણરૂપ ભાંડ અને માત્રાને યતનાપૂર્વક લેવામાં અને મૂકવામાં આવે તે આદાનભંડમત્તનિક્બિવેણા સમિતિ છે. (v) ઉચ્ચારપાસવણ સમિતિ ઃ- ઉચ્ચાર=મળ-મૂત્રાદિ વિધિપૂર્વક પરઠવવામાં આવે તે ઉચ્ચાર સમિતિ=પારિષ્ટાપનિકા સમિતિ છે. ત્રણ ગુપ્તિ : - (i) મનોગુપ્તિ :- આર્ત્ત-રૌદ્રધ્યાન કે આર્ત્ત-રૌદ્રધ્યાનને અનુકૂળ એવા સંસા૨વર્તી પદાર્થોનું ચિંતવન તે મનની અગુપ્તિ છે, અને તે ભાવોથી આત્માને વિમુખ કરવા માટે ભગવાનના વચન અનુસાર ધર્મધ્યાન કે શુક્લધ્યાનમાં યત્ન કરવામાં આવે અથવા ધર્મધ્યાન કે શુક્લધ્યાનની નિષ્પત્તિના ઉપાયભૂત અધ્યયન આદિથી આત્માને વાસિત ક૨વામાં આવે એવી મનની જે પ્રવૃત્તિ તે મનોગુપ્તિ છે. (ii) વચનગુપ્તિ :- સંયમના પ્રયોજન સિવાય બોલવાને અભિમુખ અંતરંગ મનોવૃત્તિ ન ઊઠે તે પ્રકારના ગુપ્ત ભાવોને કારણે વચનપ્રયોગની અપ્રવૃત્તિ તે વચનગુપ્તિ છે, અથવા સંયમના પ્રયોજનથી વચનપ્રયોગ કરતી વખતે સંયમના પ્રયોજન સિવાયનો અન્ય વચનપ્રયોગ ન થાય તે પ્રકારનો અંતરંગ યતનાનો પરિણામ તે વચનગુપ્તિ છે. (iii) કાયગુપ્તિ :– કાર્યોત્સર્ગકાળમાં કાયાની ચેષ્ટાની નિવૃત્તિ હોય અને મન કાયાને સ્થિર કરીને સંયમભાવને અભિમુખ જવા પ્રવર્તતું હોય તો તે કાયગુપ્તિ છે, અથવા સંયમજીવનની સર્વ ઉચિત પ્રવૃત્તિઓમાં કાયાની ચેષ્ટા ઉપર નિયંત્રણ હોય, જેનાથી સંયમની વૃદ્ધિનો વ્યાઘાત થાય તેવો મનોવ્યાપાર For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૨૬, ૨૭-૨૮ ૮૭ પણ ન હોય, વચનવ્યાપાર પણ ન હોય અને કાયવ્યાપાર પણ ન હોય, ફક્ત સંયમની વૃદ્ધિનું કારણ બને તેવા મનોયોગથી નિયંત્રિત સંયમની ક્રિયામાં યત્ન હોય તો તે કાયગુપ્તિ છે. II૨૬ા અવતરણિકા : પૂર્વગાથામાં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ બતાવ્યા. હવે બાવીસ પરિષહોનાં નામો ગાથા-૨૭ અને ૨૮માં બતાવે છે ગાથા : खुहा पिवासासी उन्हं, दंसाचेलारइत्थिओ | चरिया निसीहिया सिज्जा, अक्कोस वह जायणा ।। २७ ।। અનામ રોળ તળાસા, મલ-સવાર-પરીસદા । पन्ना अन्नाण सम्मत्तं, इअ बावीस परीसहा ||२८|| ગાથાર્થ : ક્ષુધાપરિષહ, પિપાસાપરિષહ, શીતપરિષહ, ઉષ્ણપરિષહ, દંશપરિષહ, અચેલકપરિષહ, અરતિપરિષહ, સ્ત્રીપરિષહ, ચર્યારિષહ, નૈષેધિકીપરિષહ, શય્યાપરિષહ, આક્રોશપરિષહ, વધપરિષહ અને યાચનાપરિષહ. ||૨૭ાા અલાભપરિષહ, રોગપરિષહ, તૃણસ્પર્શપરિષહ, મલપરિષહ, સત્કારપરિષહ, પ્રજ્ઞાપરિષહ, અજ્ઞાનપરિષહ, સમ્યક્ત્વપરિષહ એ પ્રમાણે બાવીસ પરિષહો છે. II૨૮।। જેમ ‘ભીમ' શબ્દથી ભીમસેન ગ્રહણ થાય છે, તેમ ‘પરિષ' શબ્દથી ‘પરિષહનો જય’ ગ્રહણ કરવાનો છે. ભાવાર્થ: બાવીસ પરિષહનો જય : બાવીસ પરિષહો છે અને આ પરિષહોનો અજય સંયમમાં મલિનતાને કરે છે, અને જે સાધુ સમ્યગ્ યત્નપૂર્વક પરિષહનો જય કરે છે, તેનાથી ગુપ્તિનો For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ નવતત્વ પ્રકરણ | ગાથા-૨૭-૨૮ પ્રકર્ષ થાય છે, અને ગુપ્તિનો પ્રકર્ષ તે સંવરનો પ્રકર્ષ છે. તેથી બાવીસ પરિષહનો જય એ પણ સંવરના ભેદો છે. (૧) ક્ષુધાપરિષહનો જય - શેષ વેદનથી અતિશયવાળી એવી સુધાનો ઉદય થયો હોય, જેથી ક્ષુધાવેદનીયથી સાધુને અશાતાનો અનુભવ થતો હોય, આમ છતાં તે સાધુ શુદ્ધ ભિક્ષા માટે સમ્યગુ યત્ન કરતા હોય, અને શુદ્ધ ભિક્ષા ન મળે તો સુધામાં પણ વ્યાકુળતા વગર સમભાવની વૃદ્ધિમાં યત્ન કરતા હોય, તો સુધાપરિષહનો જય છે. જો નિર્દોષ ભિક્ષા મળે અને તે ભિક્ષા દ્વારા સંયમની વૃદ્ધિ થાય તે રીતે જ સુધાને શમાવે તો સુધાપરિષહનો જય કહેવાય, અને અનેષણીય=દોષિત ભિક્ષા ગ્રહણ કરે તો સુધાપરિષહનો જય નથી. (૨) પિપાસાપરિષહનો જય :- સુધાપરિષહની જેમ જ પિપાસાપરિષહનો જય જાણવો. (૩) શીતપરિષહનો જય :- કોઈ સાધુ જીર્ણ વસ્ત્રો થઈ ગયાં હોય, ઠંડી ભયંકર પડતી હોય, અને નિર્દોષ વસ્ત્ર પ્રાપ્ત થઈ શકતાં ન હોય તોપણ દોષિત વસ્ત્રને ગ્રહણ ન કરે, તે શીતપરિષહનો જય છે; અને આગમવિધિપૂર્વક નિર્દોષ વસ્ત્ર આદિની ગવેષણા કરે, અને તે મળે તો તેનો ઉપયોગ કરે, તે શીતપરિષહનો જય કહેવાય. વળી, ઠંડીથી આર્ત થયેલ સાધુ બીજા વડે અગ્નિ જ્વલિત કરાયેલો હોય તો પણ તેની પાસે જઈને બેસે નહિ, તે શીતપરિષહનો જય કહેવાય. (૪) ઉષ્ણપરિષહનો જય :- શીતપરિષદની જેમ ઉષ્ણપરિષહનો જય જાણવો. કોઈ સાધુ ઉષ્ણથી તપ્ત હોય, તોપણ સ્નાન કરવું, પંખો કરવો, પવન આવતો હોય તે સ્થાનમાં બેસવું, તેનું વર્જન કરે, છત્ર આદિ ધારણ કરવાનું વર્જન કરે અને સમ્યક રીતે ઉષ્ણતાને સહન કરે અને ચિત્તને ધર્મધ્યાનમાં પ્રવર્તાવી શકે તો તે ઉષ્ણપરિષહનો જય છે. (૫) દંશમશકપરિષહનો જય :- કોઈ સાધુ ડાંસ આપે એવા મચ્છર આદિ કરડતા હોય તોપણ દંશમશકના સ્થાનથી દૂર ન થાય, તેને દૂર કરવા ધૂમાડાદિ ન કરે, ન કરાવે અને પંખાદિ કે વસ્ત્રાદિથી નિવારણ કરે નહિ, અને ચિત્તને ધર્મધ્યાનમાં પ્રવર્તાવી શકે તો તે દંશમશનપરિષહનો જય કહેવાય. For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ નવતત્વ પ્રકરણ | ગાથા-૨૭-૨૮ () નગ્નપરિષહનો જય :- સાધુને સંયમમાં ઉપકારક હોય તેનાથી લેશ પણ અધિક વસ્ત્ર ધારણ ન કરે, અને સંયમની પુષ્ટિ થાય તેવાં જીર્ણ વસ્ત્રાદિ ધારણ કરે તે સાધુએ નગ્નપરિષહનો જય કર્યો કહેવાય. (૭) અરતિપરિષહનો જય :- સાધુ સંયમની પ્રવૃત્તિમાં શક્ય ઉદ્યમ કરવા છતાં પોતાની ધારણા પ્રમાણે ઉત્તમ ભાવ ન થાય તેના કારણે અથવા કોઈ અન્ય નિમિત્તના કારણે અરતિ થાય ત્યારે સૂત્રના ઉપદેશ અનુસાર સમ્યક ધર્મના ઉદ્યમથી અરતિને દૂર કરે તો અરતિપરિષહનો જય કહેવાય. (૮) સ્ત્રીપરિષહનો જય :- સ્ત્રીઓના કોઈપણ ભાવો પ્રત્યે રાગ ઉત્પન્ન ન થાય, તેઓને જોવા માટે ચક્ષુનો નિવેશ ન થાય, તે પ્રકારની આંતરિક જાગૃતિ રાખવામાં આવે તો સ્ત્રીપરિષહનો જય કહેવાય. (૯) ચર્યાપરિષહનો જય :- આળસનો જેણે ત્યાગ કર્યો છે તેવા સાધુ ગ્રામ, નગર, કુલાદિમાં અનિયતરૂપે વસતા, નિર્મમભાવવાળા, માસ માસ સ્થિર થઈને વિહાર કરે તો ચર્યાપરિષહનો જય કહેવાય. (૧૦) નિષદ્યા=સ્થાનપરિષહનો જય :- સ્ત્રી, પશુ, નપુંસકથી રહિત એવા સ્થાનમાં ઇષ્ટ-અનિષ્ટની બુદ્ધિને જીતવાની ઇચ્છાવાળા સાધુ, પ્રાપ્ત થયેલું જે સ્થાન હોય તે સ્થાનમાં ઉગરહિત રહે, તે નિષદ્યાપરિષહનો જય કહેવાય. (૧૧) શધ્યાપરિષહનો જય :- સંથારો અથવા ખાટલો વગેરે મૃદુ હોય, કઠણ હોય, ઊંચો કે નીચો મળે, ઉપાશ્રય ધૂળથી ભરેલો હોય, શિશિર ઋતુમાં બહુધર્મવાળો હોય-ક્યારેક વધુ ગરમી લાગે તો ક્યારેક વધુ ઠંડી લાગે તેવો હોય, ત્યાં ક્યારેય સાધુ ઉદ્વેગ ન કરે તો શય્યાપરિષહનો જય થાય. (૧૨) આક્રોશપરિષહનો જય:- કોઈ અનિષ્ટ વચન કહે અને તે સત્ય હોય તો કોપ કેમ થાય ? અર્થાત્ ન થાય. જે કારણથી આ મારો ઉપકારી છે તેથી કહે- આ પ્રમાણે હું ફરી નહિ કરું”, અને તે અનિષ્ટ વચન અસત્ય હોય તો ગુસ્સો કરવાનું કોઈ પ્રયોજન નથી, એ પ્રમાણે વિચાર કરવાથી સાધુને આક્રોશપરિષહનો જય થાય. (૧૩) વધપરિષહનો જય :- હાથથી કે ચાબૂકથી કોઈ મારતું હોય તો સાધુ વિચારે કે આ શરીર અવશ્ય નાશ પામનાર છે, તેથી આ પરિષહ મારે સમ્યમ્ For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૦ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૨૭-૨૮ સહન કરવો જોઈએ. “આ શરીર પુદ્ગલરૂપ છે, તેનો નાશ થઈ શકે, આત્માનો નાશ ક૨વો શક્ય નથી” આથી મારા કરાયેલા કર્મના ફળરૂપ આ પરિષહ પ્રાપ્ત થયો છે, માટે મારે સમ્યક્ સહન ક૨વો જોઈએ, એ પ્રકારનો અધ્યવસાય કરે તો તે સાધુને વધપરિષહનો જય છે. (૧૪) યાચનાપરિષહનો જય :- સાધુને ભિક્ષા, વસ્ત્ર, પાત્ર કે વસતિ આદિ બીજા પાસેથી પ્રાપ્ત કરવાની છે, અને બીજા પાસે યાચના કરતાં ક્ષોભ ન થાય, પરંતુ સંયમના અર્થે ઉપકારી એવી વસ્તુની યાચના કરે તો તે સાધુને યાચનાપરિષહનો જય થાય. (૧૫) અલાભપરિષહનો જય :- સાધુ સંયમનાં ઉપકારક એવાં ભિક્ષા, વસ્ત્ર, પાત્ર આદિ મેળવવા માટે યત્ન કરતા હોય અને ગૃહસ્થોના ઘરમાં ઘણી વસ્તુ હોવા છતાં પોતાને કોઈ વસ્તુની પ્રાપ્તિ થાય નહિ તોપણ સમભાવના ચિત્તવાળા મુનિ કોઈ પ્રકારનો ખેદ કરે નહિ તો તે સાધુને અલાભપરિષહનો જય થાય. (૧૭) રોગપરિષહનો જય ઃ- સાધુને કોઈ રોગ પ્રગટ થાય ત્યારે ગચ્છથી નીકળેલા જિનકલ્પી આદિ ચિકિત્સા કરતા નથી અને ગચ્છવાસી સાધુ લાભાલાભનું આલોચન કરીને રોગને સહન કરવાની શક્તિ હોય તો રોગ સહન કરે પણ ચિકિત્સા ન કરાવે, અને જો રોગ સહન કરવાથી યોગમાર્ગની પ્રવૃત્તિ સિદાતી હોય તો શાસ્ત્રોક્ત વિધિથી ચિકિત્સા કરે તો તે સાધુને રોગપરિષહનો જય થાય. (૧૭) તૃણસ્પર્શપરિષહનો જય :- ગચ્છવાસી કે ગચ્છનિર્ગત=ગચ્છમાંથી નીકળેલા, સાધુને છિદ્ર વગરની તૃણની ચટાઈ આદિનો પરિભોગ અનુજ્ઞાત છે, અને રાત્રીના સૂતી વખતે સાધુ તે ચટાઈ આદિ ઉપર સંથારો અને ઉત્તરપટ્ટો આદિ કરીને સૂવે છે; તે ચોરો વડે હરણ કરાયેલો હોય, તેથી સંથારા વગર ચટાઈ ઉપર સૂવું પડે, અથવા તો સંથારો અને ઉત્તરપટ્ટો જીર્ણ હોય તેથી બહુ પાતળો હોય અને તેના કારણે ચટાઈ આદિના તૃણ સૂતી વખતે પ્રતિકૂળ લાગે તોપણ ચિત્તમાં ગ્લાનિ કર્યા વગર સહન કરે, તો તે સાધુએ તૃણસ્પર્શપરિષહનો જય કર્યો કહેવાય. For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ નવતત્વ પ્રકરણ | ગાથા-૨૭-૨૮ (૧૮) મલપરિષહનો જય :- રજ વગેરે ધૂળ શરીર ઉપર લાગેલી હોય, પરસેવાના સંસર્ગથી કઠણ થઈ ગયેલ હોય, અને ઉનાળાની ગરમીના કારણે દુર્ગધથી મહાઉદ્વેગને પેદા કરે તેવો મલ શરીર ઉપર થયો હોય, તો પણ તેને દૂર કરવા માટે સાધુ અભિલાષ પણ ન કરે, પરંતુ સમભાવની વૃદ્ધિ થાય એવો યત્ન કરે તો તે સાધુએ મલપરિષહનો જય કર્યો કહેવાય. (૧૯) સત્કારપરિષહનો જય :-સંયમી સાધુનો ભક્તિથી કોઈ આહાર, વસ્ત્રાદિથી સત્કાર કરતા હોય, અને તેમના ગુણોનું ઉત્કીર્તન કરતા હોય, કે કોઈ સત્કાર ન પણ કરતા હોય, તોપણ લોકોથી પોતે સત્કારિત છે કે અસત્કારિત છે એ પ્રકારના ભાવને કર્યા વગર સમભાવમાં ચિત્તને રાખે તો તે સાધુએ સત્કારપરિષહનો જય કર્યો કહેવાય. (૨૦) પ્રજ્ઞાપરિષહનો જય :- કોઈ મહાત્મા પાસે બુદ્ધિ અતિશય હોય તોપણ ગર્વને ધારણ કરે નહિ તો તે મહાત્માએ પ્રજ્ઞાપરિષહનો જય કર્યો કહેવાય. (૨૧) અજ્ઞાનપરિષહનો જય :- કોઈ મહાત્મા પાસે બુદ્ધિ અલ્પ હોવાને કારણે શાસ્ત્રના પરમાર્થને જાણવામાં સ્કૂલના પામતા હોય, તોપણ અદીનભાવથી પોતાના તે પ્રકારના કર્મને સહન કરે અને સમભાવની વૃદ્ધિમાં યત્ન કરે તો તે મહાત્માએ અજ્ઞાનપરિષહનો જય કર્યો કહેવાય. (૨૨) સમ્યકત્વપરિષહનો જય:- કોઈ મહાત્મા સંયમમાં સારો ઉદ્યમ કરતા હોય તો વિચારે કે “હું બધા પાપોથી વિરત છું, પ્રકૃષ્ટ તપ કરું છું, સર્વથા સંગ વગરનો છું' તોપણ ધર્મ-અધર્મ કે દેવનારકાદિ ભાવોને જોઈ શકું તેવું જ્ઞાન પ્રગટ થતું નથી, તેથી ભગવાનનું વચન સત્ય જણાતું નથી, તે પ્રકારનો સંદેહ થાય તે સમ્યકત્વમાં પરિષહ છે. પરંતુ તેવો સંદેહ કર્યા વગર, મારાં ભૂતકાળનાં તેવાં કર્મ છે કે જેથી આ રીતે સંયમમાં ઉદ્યમ કરવા છતાં પણ તે કર્મો નાશ પામતાં નથી, જેથી અતીન્દ્રિય એવા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય કે નરકાદિ ભાવોને જોવાની શક્તિ પ્રગટ થઈ નથી, એ પ્રકારનું ભાવન કરીને ચિત્તને સમ્યકત્વમાં સ્થિર કરે તો તે સાધુને સમ્યકત્વપરિષહનો જય છે. આ પ્રમાણે બાવીસ પરિષહનો જય સાધુ કરે છે. ૨૭-૨૮ For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૨ અવતરણિકા : પૂર્વગાથામાં સંવરતા ૫૭ ભેદોમાંથી સમિતિ, ગુપ્તિ અને પરિષહોતું વર્ણન કર્યું. હવે દસ પ્રકારના યતિધર્મને બતાવે છે નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૨૯ ગાથા : खंती मद्दव अज्जव, मुत्ती तव संजमे अ बोधव्वे | सच्चं सोअं आकिंचणं च बंभं च जइधम्मो ।। २९ ।। ગાથાર્થઃ ભાવાર્થ :દસ યતિધર્મ : ક્ષમા, નમ્રતા, સરળતા, મુક્તિ, તપ, સંયમ, સત્ય, અકિંચન અને બ્રહ્મચર્ય, એ યતિધર્મ જાણવો. II૨૯॥ - (૧) અંતી=ક્ષમાધર્મ :- ક્ષમા, તિતિક્ષા, સહિષ્ણુપણું અને ક્રોધનો નિગ્રહ, એ ક્ષમાના એકાર્થવાચી શબ્દો છે. ક્રોધના નિમિત્તનો આત્મામાં સદ્ભાવ છે કે અસદ્ભાવ છે એમ ચિંતવન કરીને ક્ષમા કરવી જોઈએ. જેમ કોઈ પોતાના દોષો કહે અને તે દોષો પોતાનામાં હોય તો વિચારે કે પર વડે કહેવાયેલા દોષો મારામાં છે, માટે મારે અરુચિ કરવી જોઈએ નહિ. વળી, ૫૨ વડે કહેવાયેલા દોષો પોતાનામાં ન હોય તો આ પુરુષ અજ્ઞાનથી કહે છે, તેમ વિચારીને ક્ષમા ધારણ કરવી જોઈએ. સોગં=ત્યાગ, વળી, ક્રોધથી થતા અન્ય દોષોના ચિંતવનથી ક્ષમા ધારણ કરવી જોઈએ અર્થાત્ ક્રોધને કારણે વિદ્વેષ=વ્યાકુળતા, બીજાની હિંસા, સ્મૃતિભ્રંશ અને વ્રતલોપ આદિ દોષો થાય છે, તેમ ચિંતવન કરીને ક્ષમા ધા૨ણ ક૨વી જોઈએ. વળી, ક્રોધ કરવો એ બાલસ્વભાવ છે, એમ વિચારીને ક્ષમા ધા૨ણ ક૨વી જોઈએ. વળી, પરથી કોઈપણ પ્રતિકૂળતા આવે ત્યારે આ મારાં કર્મકૃત ફળ છે, એમ વિચાર કરીને અન્યથી થતા ઉપદ્રવમાં ક્ષમા ધારણ કરવી જોઈએ. વળી, ક્ષમાના સ્વસ્થતા આદિ ગુણોનું ચિંતવન કરીને ક્ષમા ધારણ ક૨વી For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૨૯ જોઈએ. જેમ કે સ્વસ્થતા, કર્મબંધનો અભાવ, પ્રાયશ્ચિત્તનો અભાવ, શુભધ્યાન, પરના સમાધાનનું ઉત્પાદન=પરથી અનુચિત પ્રવૃત્તિ થઈ હોય તો ક્ષમાવાળો પુરુષ પ્રસંગને અનુરૂપ તેની અનુચિત પ્રવૃત્તિકૃત તેના ક્લેશના નિવારણ માટે ઉચિત સમાધાન પણ કરી શકે, પરંતુ સ્વયં તે પ્રવૃત્તિથી અક્ષમાવાળો થયેલો હોય તો પ૨નું સમાધાન કરી શકે નહિ, વળી સ્તિમિત પ્રસન્ન અંતરાત્મપણું=પ્રતિકૂળ સંયોગોની અસરને ન ઝીલે તેવું સ્થિર સંવરભાવવાળું અને પ્રસન્નભાવવાળું ચિત્ત ક્ષમામાં હોય છે. આ પ્રમાણે ક્ષમાના ગુણોનું સ્મરણ કરીને ક્ષમા ધારણ કરવી જોઈએ. આ પ્રકારના તત્ત્વના ભાવનથી સાધુમાં જે ક્ષમાનો પરિણામ વર્તે છે, તે સંવરભાવ છે. ૯૩ (૨) મદ્દવ=માર્યવ=નમ્રતાધર્મ :- અસ્તબ્ધભાવવાળું ચિત્ત તે માર્દવભાવ છે. નમ્રતાની વૃત્તિ અને અનુવ્સેક=ગર્વરહિત પરિણામ, એ માર્દવનું લક્ષણ છે અથવા મૃદુભાવ, મૃદુક્રિયા તે માર્દવ છે. આઠ પ્રકારના મદનો નિગ્રહ અને માનનો વિઘાત તે માર્દવ છે. આ મદનાં આઠ સ્થાનો આ પ્રમાણે છે - ―― (૧) જાતિનો મદ, (૨) કુલનો મદ, (૩) રૂપનો મદ, (૪) ઐશ્વર્યનો મદ, (૫) વિશિષ્ટ જ્ઞાનનો મદ, (૭) શ્રુતનો મદ, (૭) લાભનો મદ, (૮) વીર્યનો મદ. મદનાં આઠ સ્થાનો વડે મત્ત થયેલો પુરુષ પરની નિંદા કરે છે, પોતાની પ્રશંસા કરે છે અને તીવ્ર અહંકારથી હણાયેલી મતિવાળો આ ભવમાં અને પરભવમાં અશુભફલવાળું અકુશળ કર્મ બાંધે છે, અને ઉપદેશ અપાતાં પણ તે પુરુષ શ્રેયને સ્વીકારતો નથી. તેથી આ મદસ્થાનોનો નિગ્રહ માર્દવધર્મ છે. (૩) અન્નવ=નાર્નવ=સરળતા=સરળતાધર્મ :- ભાવની વિશુદ્ધિ અને અવિસંવાદન એ આર્જવનું લક્ષણ છે અર્થાત્ મન, વચન અને કાયાની અવક્રતારૂપ ભાવની વિશુદ્ધિ, અને મન-વચન-કાયાના યોગો પરસ્પર વિસંવાદવાળા ન હોય, તે આર્જવનું લક્ષણ છે. ઋજુભાવ અર્થાત્ સરળભાવ અને સરળક્રિયા તે આર્જવ છે. માયાવી પુરુષ આ ભવ કે પરભવમાં અનર્થ કરે તેવાં અશુભકર્મોને બાંધે છે, ઉપદેશ અપાતાં પણ શ્રેયને સ્વીકારતો નથી. તેથી આર્જવ અર્થાત્ સરળભાવ તે ધર્મ છે. For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૪ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૨૯ (૪) મુન્ની મુક્તિધર્મ - તત્ત્વાર્થકારે શૌચધર્મ તરીકે જે ગ્રહણ કરેલ છે તેને નવતત્ત્વમાં “મુત્તી' તરીકે ગ્રહણ કરેલ છે. લોભનો અભાવ તે મુક્તિ છે અથવા આત્માની પવિત્રતા તે “મુત્તી' છે. આત્માને વસ્તુ પ્રત્યેનો અભિન્ડંગ છે તે લોભ છે, અને અભિવૃંગનો અભાવ થાય તે શૌચ છે અને તે શૌચ એ જ લોભથી મુત્તી-મુક્તિ છે. ભાવવિશુદ્ધિ, નિષ્કલુષતા=ફ્લેશ વગરનું ચિત્ત, ધર્મસાધનમાત્રમાં પણ અભિવૃંગનો અભાવ, એ સર્વ મુક્તિના પર્યાયવાચી શબ્દો છે. લોભથી અભિભૂત થયેલો જીવ આ ભવ અને પરભવમાં અશુભ ફળ આપે તેવાં અશુભ કર્મો બાંધે છે અને ઉપદેશ આપતાં પણ શ્રેયને સ્વીકારતો નથી. તેથી લોભથી મુક્તિ એ ધર્મ છે. (૫) તવ=તપધર્મ :- પ્રકીર્ણ તપ અનેક પ્રકારનો છે. છ પ્રકારનો અત્યંતર તપ અને છ પ્રકારનો બાહ્યતા છે. તેનું વિશેષથી વર્ણન ‘નિર્જરા તત્ત્વમાં કરેલ છે. (૯) સંન=સંયમધર્મ - મન, વચન અને કાયાના યોગોનો નિગ્રહ, સંયમ છે, અને તે સત્તર પ્રકારનો છે. (૧) પૃથ્વીકાયનો સંયમ (૨) અપૂકાયનો સંયમ (૩) તેઉકાયનો સંયમ (૪) વાયુકાયનો સંયમ (૫) વનસ્પતિકાયનો સંયમ () બેઇન્દ્રિયનો સંયમ (૭) તે ઇન્દ્રિયનો સંયમ (૮) ચઉરિન્દ્રિયનો સંયમ (૯) પંચેન્દ્રિયનો સંયમ (૧૦) પ્રેક્ષ્યનો સંયમ (૧૧) ઉપેક્ષ્યનો સંયમ (૧૨) અપહત્યનો સંયમ (૧૩) પ્રસૃજ્યનો સંયમ (૧૪) કાયનો સંયમ (૧૫) વાસંયમ (૧૬) મનસંયમ (૧૭) ઉપકરણસંયમ ૧ થી ૯. પૃથ્વીકાય આદિથી પંચેન્દ્રિય જીવોનો સંયમ : મન-વચન-કાયાના યોગોનો શાસ્ત્રવિધિ અનુસાર નિગ્રહ એ સંયમ છે; અને તે સંયમ પૃથ્વી આદિથી માંડીને પંચેન્દ્રિય સુધીના જીવોને લેશ પણ પીડા ન થાય, કોઈનું અહિત ન થાય, અને કોઈના કષાયના ઉદ્રકમાં પોતે નિમિત્ત ન બને તે રીતે For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૨૯ ૯૫ યતનાપૂર્વક મન-વચન-કાયાથી પ્રવૃત્તિ કરવાથી ઉપર દર્શાવેલ એકથી નવ પ્રકારનો સંયમ થાય છે. ૧૦. પ્રેક્ષ સંયમ : કોઈપણ પ્રવૃત્તિ વખતે ચક્ષુથી જમીનનું અવલોકન કરીને જમીન જીવરહિત છે તેનો નિર્ણય કરીને પછી ચેષ્ટા કરે તે પ્રેક્ષ્યસંયમ છે. ૧૧. ઉપેક્ષ સંયમ : ગુરુ પ્રવચન અનુસાર સાધુઓને ક્રિયામાં વ્યાપાર કરવા પ્રેરણા કરતા હોય તો ઉપેક્ષ્ય એવી અવિધિની ક્રિયાનો સંયમ છે. અને ગૃહસ્થો પોતાનાં સંસારનાં કૃત્યોમાં પ્રમાદ કરતા હોય ત્યારે તેઓને પ્રેરણા કરવાને બદલે ઉપેક્ષા કરે તો તે ઉદ્દેશ્ય સંયમ છે. ૧૨. અપહૃત્ય સંયમ : સંયમ માટે અનુપકારક હોય તેવા વસ્ત્ર, પાત્રોને ગ્રહણ કરવાનું વર્જન ક૨વાથી અને જીવથી સંસક્ત હોય તેવા ભક્તપાનાદિને વિધિપૂર્વક પરઠવવાની ક્રિયા કરવાથી અપહૃત્ય સંયમ છે. ૧૩. પ્રસૃજ્ય સંયમ : બેસવાની, ઊઠવાની કે કોઈ વસ્તુને લેવાની મૂકવાની ક્રિયામાં ભૂમિ જીવજંતુ રહિત છે તેનું અવલોકન કરીને પછી રજોહરણથી પ્રમાર્જના કરીને તે પ્રવૃત્તિ કરે તે પ્રમૃજ્ય સંયમ છે. ૧૪. કાય સંયમ : દોડવા-કૂદવાની પ્રવૃત્તિની નિવૃત્તિ અને શુભ ક્રિયાઓમાં શાસ્ત્રવચનથી નિયંત્રિત પ્રવૃત્તિ તે કાય સંયમ છે. ૧૫. વાક્ સંયમ ઃ હિંસાના વચનો અને કઠોર વચનો આદિની નિવૃત્તિ અને મોક્ષને અનુકૂળ એવી શુભ ભાષાની પ્રવૃત્તિ તે વાક્ સંયમ છે. ૧૬. મન સંયમ : દ્રોહ, અભિમાન, ઇર્ષ્યા આદિની નિવૃત્તિ અને ધર્મધ્યાન આદિમાં પ્રવૃત્તિ તે મન સંયમ છે. ૧૭. ઉપકરણ સંયમ : જ્યારે શાસ્ત્રના પદાર્થોને ગ્રહણ અને ધારણની શક્તિવાળા સાધુઓ હતા અને દીર્ઘ આયુષ્યવાળા હતા, ત્યારે પુસ્તકનું પ્રયોજન ન હતું, અને કાળની હાનિના કારણે શાસ્ત્રના ગ્રહણ અને ધારણની શક્તિના અભાવના કારણે સાધુને પુસ્તક ગ્રહણની અનુજ્ઞા છે, એ પ્રમાણે કાલની અપેક્ષાએ પુસ્તકાદિને ગ્રહણ-અગ્રહણ કરવાથી ઉપકરણ સંયમ થાય છે. (૭) સi=સત્યવચનધર્મ : સત્યવચનધર્મનો અર્થ ‘તત્ત્વાર્થભાષ્ય’ પ્રમાણે કરેલ છે. અર્થ હોતે છતે થનારું વચન તે સત્યવચન કહેવાય. અર્થાત્ પદાર્થ જે પ્રમાણે હોય તે પ્રમાણે તે પદાર્થનું વચન કરાય તે સત્યવચન છે, અથવા For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ નવતત્વ પ્રકરણ | ગાથા-૨૯ જીવોના હિતનું કારણ હોય તે સત્યવચન છે, આ બન્ને પ્રકારનાં વચન અમૃષા વચન છે. સત્યવચન કેવા ગુણોવાળું હોય તે બતાવતાં કહે છે – અપરુષ=કઠોરતા વગરનું, અપિશુન=કોઈની પ્રીતિના વિચ્છેદને નહિ કરનારું, અસભ્યપણાના અભાવવાળું, અચપલ, કલુષતા વગરનું, વિરલતા વગરનું=અટકી અટકીને નહિ બોલાયેલું, અસંભ્રાન્તઃકોઈને સંભ્રમ પેદા ન કરે તેવું, અભિજાત વિનયવાળું, અસંદિગ્ધઃસંદેહ ઉત્પન્ન ન કરે તેવું સ્કુટ=સ્પષ્ટ બોધ કરાવે તેવું, ઔદાર્યયુક્તક બીજાના હિતને અનુકૂળ એવા ઉદારભાવથી યુક્ત પરંતુ આ જીવ મારા ઉપદેશથી આવર્જિત થઈને આ મારો અનુયાયી થશે એવા ક્ષુદ્રભાવોથી યુક્ત નહિ એવું, અગ્રામ્ય=વિદ્વાન પુરુષના ચિત્તને આવર્જિત કરે તેવું સમર્થ પરંતુ સામાન્ય લોકો બોલતા હોય તેવું ગ્રામ્યવચન નહિ, પદાર્થના પરમાર્થને બતાવનારું=શીધ્ર જ પ્રસ્તુત એવા અર્થને પરિસમાપ્ત કરનારું, અરાગદ્વેષથી યુક્ત હોય, અને માત્ર સૂત્રના જ ઉત્સર્ગ-અપવાદ અનુસાર પ્રવૃત્ત અર્થવાળું હોય. વળી, અર્થજનના=તત્ત્વને સાંભળવાની ઇચ્છાવાળા પુરુષના, ચિત્તને આવર્જન કરવા સમર્થ હોય, શ્રોતાને ઉપકાર કરનારું હોય, માયારહિત હોય, દેશકાળથી અવિરુદ્ધ હોય, અનવદ્ય હોય, ભગવાનના પ્રવચનમાં જ પ્રવૃત્ત હોય, યતનાવાળું હોય, પરિમિત શબ્દવાળું હોય, યાચના-પ્રચ્છન્ન અને પ્રશ્નવ્યાકરણવાળું હોય એવું સાધુનું વચન તે સત્યધર્મ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે સાધુ સંયમની વૃદ્ધિ અર્થે વસતિ આદિની યાચના કરે ત્યારે યાચનાના વિષયવાળો વચનપ્રયોગ હોય. વળી, શાસ્ત્રમાં કોઈ સ્થાને સંદેહ થાય ત્યારે ગુરુ આદિને પૃચ્છા કરે ત્યારે પ્રચ્છન્ન વચનપ્રયોગ હોય, અને For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૨૯ કોઈ તત્ત્વજિજ્ઞાસુ પ્રશ્ન કરે ત્યારે શાસ્ત્ર અવિરુદ્ધ વચનથી ઉત્તર આપે તે પ્રશ્નવ્યાકરણવાળો=પ્રશ્નના વિશેષરૂપે અર્થના કથનવાળો વચનપ્રયોગ હોય. તે ત્રણ સ્થાને કરાતા વચનપ્રયોગ ઉપર્યુક્ત ગુણવાળા હોય તો સાધુથી સત્યધર્મનું પાલન થાય છે. (૮) સો ત્યાગધર્મ:- બાહ્ય અને અત્યંતર ઉપધિરૂપ અન્નપાનાદિ અને શરીરરૂપ આશ્રયવાળો ભાવદોષનો પરિત્યાગ ત્યાગ” કહેવાય છે. નવતત્ત્વમાં સોdi” નો અર્થ શૌચ કરેલ છે. આશય એ છે કે બાહ્ય ઉપધિ અન્ન-પાનાદિ છે અને અત્યંતર ઉપધિ શરીર છે. તે સર્વને આશ્રયીને ભાવદોષનો ત્યાગ કરવામાં ન આવે તો આત્મામાં શૌચભાવ પ્રગટ થાય નહિ. તેથી શૌચભાવ પ્રગટ કરવા અર્થે સાધુ દેહ અને અન્નપાનાદિને આશ્રયીને પણ રાગાદિ ભાવ કરતા નથી, અને સમભાવની વૃદ્ધિ થાય તે માટે દેહને ધારણ કરે છે અને દેહનું પાલન કરે છે અને સમભાવની વૃદ્ધિ થાય તે માટે અન્નપાનાદિ ગ્રહણ કરે છે તે શૌચભાવ છે. આ રીતે તત્ત્વાર્થકારે સોયંત્રત્યાગધર્મ ગ્રહણ કરેલ છે, તેને જ નવતત્ત્વકારે સોયં શૌચધર્મ ગ્રહણ કરેલ છે. (૯) લવ અકિંચનધર્મ:- શરીર, ધર્મ, ઉપકરણ આદિમાં નિર્મમપણું એ આકિંચન્ય છે અર્થાત્ કોઈપણ જડ પદાર્થમાં આસક્તિ ન રાખવી. (૧૦) વંમંત્રબ્રહ્મચર્યધર્મ:- વ્રતપરિપાલન માટે, જ્ઞાનની વૃદ્ધિ માટે અને કષાયના પરિતાપના પરિવાર માટે કષાયના ઉપશમ કે ક્ષય માટે ગુરુકુળમાં વાસ તે બ્રહ્મચર્ય છે. ગુરુકુલવાસના પર્યાયવાચી શબ્દો કહે છે – અસ્વાતંત્ર્યપણું, ગુરુઆધીનપણું અને ગુરુના નિર્દેશ પ્રમાણે રહેવાપણું તે ગુરુકુલવાસ છે. ગુરુકુલવાસમાં પાંચ આચાર્ય હોય છે : (૧) પ્રવ્રજ્યાક=દીક્ષા આપનાર, (૨) દિગાચાર્યસચિત્ત, અચિત્ત અને મિશ્ર વસ્તુના બોધને કરાવનાર, (૩) શ્રુતઉપદેષ્ટા-આગમનો ઉપદેશ આપનાર, (૪) શ્રુત સમુદ્ષ્ટા આગમના અર્થનો બોધ કર્યા પછી સ્થિર પરિચય કરાવનાર અને સ્થિર પરિચય કર્યા પછી બીજાને ઉપદેશ આપવાની અનુજ્ઞા આપનાર. (૫) આગમના અર્થવાચક=આગમના ઉત્સર્ગ અપવાદરૂપ અર્થને કહેનારા, આ સર્વ બ્રહ્મચર્યના વિશેષગુણો બ્રહ્મચર્યના પાલનમાં મુખ્ય અંગભૂત ગુરુકુલવાસના વિશેષગુણો છે. આ રીતે યતિધર્મના દસ ભેદો બતાવેલ છે. ર૯ll For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૮ નવતત્ત્વ પ્રકરણ ગાથા-૩૦-૩૧ અવતરણિકા : ભાવના=અનુપ્રેક્ષા બાર પ્રકારની છે, અને તે બાર ભાવનાઓનાં નામ પ્રસ્તુત ગાથામાં બતાવે છે ગાથા : पढममणिच्चमसरणं, संसारो एगया य अन्नत्तं । असुइत्तं आसव संवरो य तह णिज्जरा नवमी ।। ३० ।। लोगसहावो बोहीदुल्लहा धम्मस्स साहगा अरिहा । आओ भावणाओ, भावेअव्वा पयत्तेणं ।। ३१ । । ગાથાર્થ ઃ પ્રથમ=પ્રથમ ભાવના અનિત્ય, અશરણ=અશરણભાવના, સંસાર= સંસારભાવના, એકત્વ=એકત્વભાવના, અન્યત્વ=અન્યત્વભાવના, અશુચિત્વ=અશુચિપણાની ભાવના, આશ્રવ=આશ્રવભાવના, સંવર= સંવરભાવના અને નવમી નિર્જરાભાવના 113II લોકસ્વભાવ=લોકસ્વભાવભાવના, બોધિદુર્લભ=બોધિદુર્લભભાવના, ધર્મના સાધક અરિહંતો=ધર્મના સાધક અરિહંતો છે એ પ્રકારની ભાવના. આ ભાવનાઓ પ્રયત્નથી=અત્યંત પ્રણિધાનપૂર્વક ભાવવી જોઈએ. ।।૩૧|| ભાવાર્થ : બાર ભાવનાઓનાં નામ બતાવે છે (૧) અનિત્યભાવના (૨) અશરણભાવના (૩) સંસારભાવના (૪) એકત્વભાવના (૫) અન્યત્વભાવના (૬) અશુચિભાવના (૭) આશ્રવભાવના (૮) સંવરભાવના (૯) નિર્જરાભાવના (૧૦) લોકસ્વભાવભાવના (૧૧) બોધિદુર્લભભાવના (૧૨) ધર્મના સુઆખ્યાતપણાની ભાવના For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૩૦-૩૧ ૯૯ એ બાર ભાવનાઓ ઉદ્યમપૂર્વક ભાવવી. નિત્યા-શર-સંસારે-ત્ની-ન્યત્વ-વિત્રી-ડડસ્ટવ-સંવરनिर्जरा-लोक-बोधिदुर्लभ-धर्मस्वाख्यातत्वानुचिन्तनमनुप्रेक्षाः ।। (तत्त्वार्थसूत्र . ૬, જૂ. ૭) ભાવાર્થ :(૧) અનિત્યભાવના : एता द्वादशानुप्रेक्षाः । तत्र बाह्याभ्यन्तराणि शरीर-शय्या-ऽऽसन-वस्त्रादीनि द्रव्याणि सर्वसंयोगाश्चानित्या इत्यनुचिन्तयेत्, एवं ह्यस्य चिन्तयतस्तेष्वभिष्वङ्गो न भवति, मा भून्मे तद्वियोगजं दुःखमित्यनित्यानुप्रेक्षा ।।१।। (तत्त्वार्थसूत्र अ. ९, सू. ७, અભ્યતર એવું શરીર અને બાહ્ય એવાં શય્યા, આસન, વસ્ત્ર આદિ સર્વ દ્રવ્યો અને સર્વ સંયોગો અનિત્ય છે, એ પ્રમાણે સાધુ અનુચિંતવન કરે, અને આ રીતે ચિંતવન કરવાથી સાધુને શરીર અને બાહ્ય પદાર્થોમાં રાગ થાય નહિ, જેના કારણે તેના વિયોગથી દુઃખ ઉત્પન્ન ન થાય એ હેતુથી અનિત્યભાવના કરવાની છે. આશય એ છે કે સ્યાદ્વાદને જાણનારા સાધુ પદાર્થને નિત્ય-અનિત્યરૂપે જાણે છે, તોપણ અત્યંતર એવા શરીર પ્રત્યે અને બાહ્ય એવા સાધુનાં ઉપકરણો પ્રત્યે અને સહવર્તી એવા સાધુઓ પ્રત્યે કે પરિચયમાં આવતા શ્રાવકો પ્રત્યે રાગ ન થાય તદ્અર્થે સર્વ પદાર્થો અનિત્ય છે, એ પ્રકારે સાધુ અનુચિંતવન કરે, જેથી તે ભાવથી ભાવિત થયેલું ચિત્ત કોઈ પદાર્થો પ્રત્યે રાગના પરિણામવાળું રહે નહિ. તેથી વસ્ત્રાદિ બાહ્ય પદાર્થોના વિયોગથી દુઃખ ઉત્પન્ન થાય નહિ. આમ ચિત્ત નિર્લેપ નિર્લેપતર બને તઅર્થે અનિત્યભાવના છે. (૨) અશરણભાવના :___ यथा निराश्रये जनविरहिते वनस्थलीपृष्ठे बलवता क्षुत्परिगतेनामिषैषिणा सिंहेनाभ्याहतस्य मृगशिशोः शरणं न विद्यते । एवं जन्म-जरा-मरणव्याधि-प्रियविप्रयोगा For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૩૦-૩૧ ऽप्रियसंप्रयोगे-प्सितालाभ-दारिद्र्य-दौर्भाग्य-दौर्मनस्य-मरणादिसमुत्थेन दुःखेनाभ्याहतस्य जन्तोः संसारे शरणं न विद्यत इति चिन्तयेत् । ___ एवं ह्यस्य चिन्तयतो नित्यमशरणोऽस्मीति नित्योद्विग्नस्य सांसारिकेषु भावेष्वनभिष्वङ्गो भवति, अर्हच्छासनोक्त एव विधौ घटते, तद्धि परं शरणमित्यપરાનુપ્રેક્ષા સારા (તત્ત્વાર્થસૂત્ર . ૧, સૂ. ૭, માણ) જે પ્રમાણે નિરાશ્રિત અને લોકોથી રહિત, વનસ્થલીથી પૃષ્ઠ એવા સ્થાનમાં બલવાન, સુધાતર અને માંસ ખાવાની ઇચ્છાવાળા સિંહ વડે હણાયેલા મૃગના બાળને કોઈ શરણ નથી; એ પ્રમાણે જન્મ, જરા, મરણ, વ્યાધિ, પ્રિયનો વિયોગ, અપ્રિયનો સંયોગ, ઇચ્છિતનો અલાભ, દારિદ્રય, દૌર્ભાગ્ય, દૌર્મનસ્ય= માનસિક દુઃખ, અને મરણાદિથી ઉસ્થિત થયેલા એવા દુઃખથી હણાયેલા જીવને સંસારમાં કોઈ શરણ નથી, એ પ્રકારે સાધુ ચિંતવન કરે. આશય એ છે કે સંસારમાં જીવો કર્મને વશ છે, અને કર્મને કારણે જન્મ, જરા આદિ સર્વ ઉપદ્રવોથી જીવો દુઃખી થાય છે, ત્યારે તે દુઃખથી સંસારમાં જીવને કોઈ બચાવી શકતું નથી. આ પ્રકારે અશરણ ભાવનાનું ચિંતવન કરવાથી જીવોને સંસારના બાહ્ય પદાર્થો પ્રત્યેની જે આસ્થા છે, અને જેની હુંફથી સંસારી જીવો જીવે છે તે હૂંફને છોડીને જગતના જીવોના રક્ષણનો એકમાત્ર ઉપાય ધર્મ જ સાધુને શરણ દેખાય છે. તેથી તેની=ધર્મની, નિષ્પત્તિ માટેનો ઉદ્યમ દૃઢ થાય છે; અને જેઓ અશરણ ભાવનાથી ભાવિત નથી, તેઓ તણખલા જેવા બાહ્ય પદાર્થોનું આલંબન લઈને પોતે નિર્ભય છે તેમ જીવે છે, અને અંતે દુર્ગતિઓમાં પરિભ્રમણરૂપ વિનાશને પ્રાપ્ત કરે છે. (૩) સંસારભાવના : अनादौ संसारे नरक-तिर्यग्योनि-मनुष्या-ऽमर भवग्रहणेषु चक्रवत् परिवर्तमानस्य जन्तोः सर्व एव जन्तवः स्वजनाः परजना वा नहि स्वजनपरजनयोर्व्यवस्था विद्यते । माता हि भूत्वा भगिनी भार्या दुहिता च भवति । भगिनी भूत्वा माता भार्या दुहिता च भवति । भार्या भूत्वा भगिनी दुहिता माता च भवति । दुहिता भूत्वा माता भगिनी भार्या च भवति । तथा पिता भूत्वा भ्राता पुत्रः पौत्रश्च भवति, भ्राता भूत्वा For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ નવતત્વ પ્રકરણ | ગાથા-૩૦-૩૧ ૧૦૧ पिता पुत्रः पौत्रश्च भवति । पुत्रो भूत्वा पिता भ्राता पौत्रश्च भवति । पौत्रो भूत्वा पिता पुत्रश्च भवति । भर्ता भूत्वा दासो भवति । दासो भूत्वा भर्ता भवति । मित्रं भूत्वा शत्रुर्भवति, शत्रुर्भूत्वा मित्रं भवति, पुमान् भूत्वा स्त्री भवति नपुंसकं च, स्त्री भूत्वा पुमान् नपुंसकं च भवति, नपुंसकं भूत्वा स्त्री पुमांश्च भवतीति एवं चतुरशीतियोनिप्रमुखशतसहस्रेषु राग-द्वेष-मोहाभिभूतैर्जन्तुभिरनिवृत्तविषयतृष्णैरन्योन्यभक्षणाभिघातबन्धाभियोगाक्रोशादिजनितानि तीव्राणि दुःखानि प्राप्यन्ते, अहो द्वन्द्वारामः कष्टस्वभावः संसार इति चिन्तयेत् । एवं ह्यस्य चिन्तयतः संसारभयोद्विग्नस्य निर्वेदो भवति, निर्विण्णश्च संसारप्रहाणाय घटत इति संसारानुप्रेक्षा ।।३।। (તત્ત્વાર્થસૂત્ર મ. ૨, સૂ. ૭, ભાષ્ય) અનાદિ સંસારમાં નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવભવમાં ચક્રની જેમ પરિવર્તન પામતા જીવને સર્વ જીવો સ્વજન છે અને પરજન છે. સંસારી જીવના સર્વ જીવો સ્વજન અને પરજન કેમ છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે -- આ જીવો સ્વજન છે અને આ જીવો પરજન છે, એવી વ્યવસ્થા નથી; કેમ કે જે માતા થાય છે તે જ જીવ અન્ય ભવમાં બહેન, પત્ની અને પુત્રી થાય છે. વળી, બહેન થઈને માતા, પત્ની અને પુત્રી થાય છે. વળી, પત્ની થઈને બહેન, પુત્રી અને માતા થાય છે. વળી, પુત્રી થઈને માતા, બહેન અને પત્ની થાય છે. વળી, પિતા થઈને ભાઈ, પુત્ર અને પૌત્ર થાય છે. વળી, ભાઈ થઈને પિતા, પુત્ર અને પૌત્ર થાય છે. વળી, પુત્ર થઈને પિતા, ભાઈ અને પૌત્ર થાય છે. પૌત્ર થઈને પિતા અને પુત્ર થાય છે. સ્વામી થઈને દાસ થાય છે, દાસ થઈને સ્વામી થાય છે. મિત્ર થઈને શત્રુ થાય છે. શત્રુ થઈને મિત્ર થાય છે. પુરુષ થઈને સ્ત્રી કે નપુંસક થાય છે. સ્ત્રી થઈને પુરુષ કે નપુંસક થાય છે. નપુંસક થઈને સ્ત્રી કે પુરુષ થાય છે. આ રીતે ૮૪ લાખ યોનિમાં રાગ-દ્વેષ અને મોહથી અભિભૂત અને નિવર્તન નહિ પામેલી વિષયોની તૃષ્ણાવાળા જીવો વડે, પરસ્પર ભક્ષણ, અભિઘાત, બંધ, અભિયોગ, આક્રોશ આદિ જનિત તીવ્ર દુઃખો પ્રાપ્ત કરાય છે. ખેદની વાત છે કે કંઠનું સ્થાન કષ્ટ સ્વભાવવાળો સંસાર છે, એ પ્રમાણે ચિંતવન કરવું જોઈએ, અને આ રીતે સંસારના ચિંતવનથી સંસારથી ભય For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૩૦-૩૧ થવાના કારણે ઉદ્વિગ્ન થયેલા જીવને નિર્વેદ થાય છે, અને સંસાર પ્રત્યેના નિર્વેદવાળો જીવ સંસારના નાશ માટે સમ્યગ્ ઉદ્યમ કરી શકે છે. આ પ્રકારની સંસાર અનુપ્રેક્ષારૂપ ભાવના છે. ૧૦૨ અહીં વિશેષ એ છે કે સંસારના સ્વરૂપનું વર્ણન પૂર્વમાં કર્યું તેવી વિચારણા માત્ર કરવાથી નિર્વેદ થતો નથી, પરંતુ સંસારના સ્વરૂપના ચિંતવનથી આખો સંસાર ઇન્દ્રજાળ જેવો દેખાય, અને ચાર ગતિમાં પરિભ્રમણ પ્રત્યે ઉદ્વેગ થાય, તો સ્નેહના તાંતણાથી જીવનો જે સંસાર જીવી રહ્યો છે, તે જીવે નહિ; પરંતુ સંસારના ઉચ્છેદના ઉપાયભૂત ગુણમાત્રનો પક્ષપાત પ્રગટે, અને ગુણમાત્રનો પક્ષપાત પ્રગટે તો ગુણવાન એવા યોગીઓ પ્રત્યેનો અને ગુણમય એવા યોગમાર્ગ પ્રત્યેનો પક્ષપાત થાય, અને તે પક્ષપાત થાય તો સંસારના ઉચ્છેદ માટે સમ્યક્ ઉદ્યમ થઈ શકે. (૪) એકત્વભાવના : एक एवाहं, न मे कश्चित् स्वः परो वा विद्यते, एक एवाहं जाये, एक एव म्रिये न मे कश्चित् स्वजनसंज्ञः परजनसंज्ञो वा व्याधि- जरा मरणादीनि दुःखान्यपहरति प्रत्यंशहारी वा भवति, एक एवाहं स्वकृतकर्मफलमनुभवामीति चिन्तयेत् । एवं ह्यस्य चिन्तयतः स्वजनसंज्ञकेषु स्नेहानुरागप्रतिबन्धो न भवति परसंज्ञकेषु च द्वेषानुबन्धः, ततो निःसङ्गतामभ्युपगतो मोक्षायैव घटत इत्येकत्वानुप्रेक्षा ||४ || (तत्त्वार्थसूत्र ૩. ૧, સૂ. ૭, મા) હું એક જ છું, મારું કોઈ નથી અથવા મારા માટે સ્વ કે પર કોઈ વિદ્યમાન નથી. હું એકલો જ જન્મ છું અને એકલો જ મરું છું, સ્વજન કે પરજન કોઈ મારા વ્યાધિ, જરા, મરણાદિ દુ:ખોને અપહરણ કરનાર નથી કે તેના વિભાગને ગ્રહણ કરનાર નથી. એકલો જ હું સ્વકૃત કરાયેલા કર્મના ફળને અનુભવું છું, એ પ્રમાણે ચિંતવન કરે, અને એ પ્રમાણે ચિંતવન ક૨ના૨ને સ્વજનોમાં સ્નેહનો રાગ દૂર થાય છે અને પરજનોમાં દ્વેષ થતો નથી. તેથી જગતના જીવો પ્રત્યે રાગ વગરની પરિણતિવાળો થાય છે. તેથી મોક્ષ માટે ઉદ્યમ કરી શકે છે. અહીં વિશેષ એ છે કે ઉપ૨ વર્ણન કરાયેલા પદાર્થોનો વિચાર માત્ર ક૨વાથી એકત્વ ભાવના થતી નથી, પરંતુ પોતાનું જે પ્રકારે એકત્વ સ્વરૂપ છે તે બુદ્ધિને For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ નવતત્વ પ્રકરણ | ગાથા-૩૦-૩૧ ૧૦૩ સ્પર્શે તે રીતે ઉપયોગપૂર્વક વારંવાર ભાવન કરવામાં આવે, તો જીવમાં સર્વ જીવો સાથે સંગ કરવાની જે મનોવૃત્તિ છે, અને સંગ કરીને ક્યાંક રાગનો પરિણામ કરે છે અને ક્યાંક દ્વેષનો પરિણામ કરે છે, તે પ્રકારની સંગની પરિણતિ તિરોધાન થાય છે, જેથી સાધુમાં જે નિર્લેપદશા છે તે એકત્વ ભાવનાથી પ્રકર્ષવાળી બને છે. (૫) અન્યત્વ ભાવના : शरीरव्यतिरेकेणात्मानमनुचिन्तयेत् - अन्यच्छरीरमन्योऽहम्, ऐन्द्रियकं शरीरम्, अतीन्द्रियोऽहम्, अनित्यं शरीरं नित्योऽहम्, अज्ञ शरीरं ज्ञोऽहम्, आद्यन्तवच्छरीरं अनाद्यन्तोऽहम्, बहूनि च मे शरीरशतसहस्राणि अतीतानि संसारे परिभ्रमतः स एवायमहमन्यस्तेभ्य इत्यनुचिन्तयेत् । एवं ह्यस्य चिन्तयतः शरीरप्रतिबन्धो न भवतीति । अन्यच्च शरीरान्नित्योऽहमिति श्रेयसे घटत इत्यन्यत्वानुप्रेक्षा ।।५।। (तत्त्वार्थसूत्र 1. ૨, સૂ. ૭, ભાગ) શરીરથી ભિન્ન આત્માનું ચિંતવન કરે - શરીર અન્ય છે અને હું અન્ય છું, ઇન્દ્રિયથી ગ્રાહ્ય શરીર છે, અને હું અતીન્દ્રિય છું. અનિત્ય શરીર છે અને હું નિત્ય છું. અજ્ઞાનવાળું શરીર છે અને હું જ્ઞાનવાળો છું. આદિ અને અંતવાળું શરીર છે અને હું અનાદિ-અનંત છું. સંસારમાં પરિભ્રમણ કરતાં મારા વડે ઘણાં શરીરો ભૂતકાળમાં કરાયાં અને તે આ છે=શરીર છે, હું તે શરીરોથી અન્ય છું, એ પ્રમાણે ચિંતવન કરે. આ પ્રમાણે ચિંતવન કરવાથી શરીર પ્રત્યે રાગ થતો નથી. વળી, શરીરથી અન્ય એવો હું નિત્ય છું, એ ભાવનાથી નિત્ય એવા આત્માના કલ્યાણ માટે યત્ન થાય છે. (૬) અશુચિભાવના - अशुचि खल्विदं शरीरमिति चिन्तयेत् । तत् कथमशुचीति चेत् आधुत्तरकारणाशुचित्वात्, अशुचिभाजनत्वात्, अशुच्युद्भवत्वात्, अशुभपरिणामपाकानुबन्धात्, अशक्यप्रतीकारत्वाच्चेति । तत्राद्युत्तरकारणाशुचित्वात् तावच्छरीरस्याचं कारणं शुक्रं शोणितं च तदुभयमत्यन्ताशुचीति, उत्तरमाहारपरिणामादि, तद्यथा-कवलाहारो हि ग्रस्तमात्र एव श्लेष्माशयं For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ १०४ नवतत्व प्र२ | गाथा-30-39 प्राप्य श्लेष्मणा द्रवीकृतः अत्यन्ताशुचिर्भवतीति । ततः पित्ताशयं प्राप्य पच्यमानः खलीभूतोऽशुचिरेव भवति । पक्को वाय्वाशयं प्राप्य वायुना विभिद्यते पृथक् खलः पृथग् रसः, खलात् मूत्रपुरीषादयो मलाः प्रादुर्भवन्ति, रसाच्छोणितं परिणमति, शोणितान्मांसं, मांसान्मेदः, मेदसोऽस्थीनि, अस्थिभ्यो मज्जानः, मज्जभ्यां शुक्रमिति, सर्व चैतत् श्लेष्मादिशुक्रान्तमशुचि भवति, तस्मादाद्युत्तरकारणाशुचित्वाद्शुचि शरीरमिति । किञ्चान्यत्-अशुचिभाजनत्वात्, अशुचीनां खल्वपि भाजनं, शरीरं कर्ण-नासाऽक्षिदन्त-मल-स्वेद-श्लेष्म-पित्त-मूत्र पुरीषादीनामवस्करभूतं तस्मादशुचीति । किञ्चान्यत्अशुच्युद्भवत्वात् एषामेव कर्णमलादीनामुद्भवः शरीरं तत उद्भवन्तीति । अशुचौ च गर्भे सम्भवतीत्यशुचि शरीरम् । किञ्चान्यत्-अशुभपरिणामपाकानुबन्धादातवे बिन्दोराधानात् प्रभृति खल्वपि शरीरं कलला-ऽर्बुदपेशी-घनव्यूह-सम्पूर्णगर्भ-कौमारयौवन-स्थविर-भावजनकेनाशुभपरिणामपाकेनानुबद्धं दुर्गन्धि पूतिस्वभावं दुरन्तं तस्मादशुचि । किञ्चान्यत्-अशक्यप्रतीकारत्वात् । अशक्यप्रतीकारं खल्वपि शरीरस्याशुचित्वम्, उद्वर्तन-रूक्षण-स्नाना-ऽनुलेपन-धूप-प्रघर्ष-वासयुक्ति-माल्यादिभिरप्यस्य न शक्यमशुचित्वमपनेतुम् । अशुच्यात्मकत्वात् शुच्युपघातकत्वाच्चेति । तस्मादशुचि शरीरमिति । एवं ह्यस्य चिन्तयतः शरीरे निर्वेदो भवतीति । निर्विण्णश्च शरीर(रे जन्म)प्रहाणाय घटत इत्यशुचित्वानुप्रेक्षा ।।६।। (तत्त्वार्थसूत्र अ. ९, सू. ७, भाष्य) આ શરીર અશુચિમય છે, એ પ્રમાણે ચિંતવન કરે. કેમ આ શરીર અશુચિમય छ ? तेमा उतु ४ छ - (૧) પ્રથમનું કારણ અને ઉત્તરનું કારણ અશુચિ છે - શરીર શુક્ર અને લોહીથી ઉત્પન્ન થાય છે અને તે બન્ને અત્યંત અશુચિમય છે. તેથી શરીરનું આદ્ય કારણ અશુચિ છે. વળી, શરીર દ્વારા ગ્રહણ કરાયેલા સર્વ આહાર શ્લેખ આશયને પ્રાપ્ત કરીને શ્લેખથી દ્રવિત કરાયેલો આહાર અત્યંત અશુચિય For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૩૦-૩૧ ૧૦પ થાય છે. ત્યારપછી પિત્તાશયને પ્રાપ્ત કરીને તે આહાર પકાવાતો, ખલીભૂત થયેલો અશુચિ જ થાય છે, અને પક્વ થયેલો આહાર વાયુ આશયને પ્રાપ્ત કરીને વાયુથી ભેદાય છે, ત્યારે મળ અને રસ પૃથક થાય છે, મળમાંથી મૂત્રવિષ્ટા આદિ મળો પ્રગટ થાય છે અને રસમાંથી લોહી થાય છે. વળી, લોહીમાંથી માંસ થાય છે, માંસમાંથી મેદ થાય છે, મેદથી હાડકાં થાય છે, હાડકાંમાંથી મજ્જા થાય છે અને મજ્જામાંથી શુક્ર થાય છે. આ રીતે શ્લેખથી માંડીને શુક્ર સુધી સર્વ પદાર્થો અશુચિય છે, તેથી શરીરનું ઉત્તર કારણ પણ અશુચિ છે. માટે શરીર અશુચિમય છે. (૨) અશુચિનું ભાન છે - કર્ણમલ, નાસિકામલ, આંખમલ, દાંતમલ, પરસેવો અને શ્લેષ્મ, પિત્ત, મૂત્ર, વિષ્ટાદિનું ભાજન શરીર છે, તેથી અશુચિ છે. (૩) અશુચિનું ઉદ્ભવસ્થાન છે - કર્ણમલાદિનું ઉદ્ભવ શરીર છે, તેથી અશુચિનું ઉદ્ભવસ્થાન છે. (૪) અશુભ પરિણામના પાકના ફળવાળું છે. સ્ત્રીઓના ઋતુકાળમાં બિંદુઓના આધાનથી માંડીને આ શરીર કલલ અવસ્થા=પ્રવાહી અવસ્થા, અબ્દપેશી અવસ્થા, ઘન અવસ્થા, સંપૂર્ણ ગર્ભ, કુમારભાવ, યૌવનભાવ, સ્થવિરભાવના જનક એવા અશુભ પરિણામના પાકથી અનુબદ્ધ દુર્ગધી પૂતિ સ્વભાવવાળું=ખરાબ સ્વભાવવાળું અને ખરાબ અંતવાળું છે, માટે શરીર અશુચિમય છે. (૫) શરીરનું અશુચિપણું, ઉદ્વર્તનથી કસ્તુરી આદિ વિલેપનથી, અને રુક્ષણથી= સ્વચ્છ કરવાની ક્રિયાથી, સ્નાનથી કે ચંદનાદિનું અનુલેપન કરવાથી કે વિશિષ્ટ સુગંધી દ્રવ્યોના ધૂપથી, પ્રવર્ષથી=વસ્ત્રના ઘર્ષણથી, સુગંધી પદાર્થોથી વાસિત કરેલા વસ્ત્રાદિથી કે પુષ્પમાલા આદિથી દૂર કરવું અશક્ય છે, માટે શરીર અશુચિય છે. આ રીતે શરીર અશુચિરૂપ છે અને પવિત્ર પદાર્થોનું ઉપઘાતક છે, તેથી અશુચિમય શરીર છે. એ પ્રમાણે વિચારવાથી શરીરમાં નિર્વેદ થાય છે, અને શરીર પ્રત્યે નિર્વેદભાવવાળો સાધક આત્મા શરીરના નાશ માટે યોગમાર્ગમાં સમ્યફ પ્રયત્ન કરી શકે છે, તેથી અશુચિ ભાવનાથી આત્માને ભાવિત કરવો સાધુ માટે આવશ્યક છે. For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ नवतत्व प्रर/गाथा-30-39 (७) मावभावना : आस्रवान् इहामुत्रापाययुक्तान् महानदीस्रोतोवेगतीक्ष्णान् अकुशलागमकुशलनिर्गमद्वारभूतान् इन्द्रियादीन् अवद्यतश्चिन्तयेत् । तद्यथा-स्पर्शनेन्द्रियप्रसक्तचित्तः सिद्धोऽनेकविद्याबलसम्पन्नोऽप्याकाशगोऽष्टाङ्गमहानिमित्तपारगो गार्ग्यः सत्यकिनिधनमाजगाम । तथा प्रभूतयवसोदकप्रमाथावगाहादिगुणसम्पन्नवनविचारिणश्च मदोत्कटा बलवन्तो हस्तिनो हस्तिबन्धकीषु स्पर्शनेन्द्रियसक्तचित्ता ग्रहणमुपगच्छन्ति, ततो बन्ध वध-दमन-(वाहन)निहननाऽङ्कुशपाणिप्रतोदाभिघातादिजनितानि तीव्राणि दुःखान्यनुभवन्ति, नित्यमेव स्वच्छन्दप्रचारसुखस्य वनवासस्यानुस्मरन्ति, तथा मैथुनसुखप्रसङ्गादाहितगर्भाऽश्वतरी प्रसवकाले प्रसवितुमशक्नुवती तीव्रदुःखाभिहता अवशा मरणमभ्युपैति । एवं सर्व एव स्पर्शनेन्द्रियप्रसक्ता इहामुत्र च विनिपातमृच्छन्तीति ।। तथा जिह्वेन्द्रियप्रसक्ता मृतहस्तिशरीरस्थस्रोतोवेगोढवायसवत् हेमन्तधृतकुम्भप्रविष्टमूषिकवत् गोष्ठप्रसक्तहृदवासिकूर्मवत् मांसपेशीलुब्धश्येनवत् बडिशागतमांसगृद्धमत्स्यवच्चेति ।। तथा घ्राणेन्द्रियप्रसक्ता औषधिगन्धलुब्धपन्नगवत् पललगन्धानुसारिमूपकवच्चेति ।। तथा चक्षुरिन्द्रियप्रसक्ताः स्त्रीदर्शनप्रसङ्गादर्जुनकचोरवत् दीपालोकनलोलपतङ्गवद् विनिपातमृच्छन्तीति चिन्तयेत् ।। तथा श्रोत्रेन्द्रियप्रसक्तास्तित्तिरिकपोतकपिञ्जलवत् गीतसङ्गीतध्वनिलोलमृगवद् विनिपातमृच्छन्तीति चिन्तयेत् । एवं हि चिन्तयन्नास्रवनिरोधाय घटत इत्यास्रवानुप्रेक्षा ।।७।। (तत्त्वार्थसूत्र अ. ९, सू. ७, भाष्य) જીવને કર્મબંધનું કારણ પાંચ ઇન્દ્રિયો આદિ છે, તેથી ઇન્દ્રિયાદિ આશ્રવો છે અને તે ઇન્દ્રિયો આલોક અને પરલોકમાં અનર્થો કરે તેવા આશ્રવને લાવનાર છે. વળી, જેમ મહાનદીઓના પ્રવાહનો વેગ રોકવો દુષ્કર હોય છે, તેમ ઇન્દ્રિયોનો આવેગ રોકવો અતિદુષ્કર હોય છે. વળી ઇન્દ્રિયો અકુશલ પ્રવૃત્તિઓના આગમન અને કુશલ પ્રવૃત્તિઓના નિર્ગમનના દ્વારભૂત છે, તેથી જીવને માટે અનર્થકારી છે, તે પ્રમાણે ચિંતવન કરવું જોઈએ. ઇન્દ્રિયો કઈ રીતે અનર્થકારી છે, તે બતાવતાં કહે છે – For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૩૦-૩૧ અનેક વિદ્યાબળથી સંપન્ન, આકાશમાં જવા સમર્થ, અષ્ટાંગ મહાનિમિત્તના પારને પામેલ, છતાં સ્પર્શેન્દ્રિયમાં આસક્ત ચિત્તવાળા એવા સત્યકી વિદ્યાધર મૃત્યુને પામ્યા=સ્પર્શેન્દ્રિયમાં આસક્તને કારણે મૃત્યુને પામ્યા, અને મહાબલિષ્ટ એવા હાથીઓ પણ સ્પર્શેન્દ્રિયને વશ થઈને બંધનને પ્રાપ્ત કરે છે. ત્યાર પછી બંધ, વધ, દમન, નિહનન અંકુશ વડે અભિવાતાદિ જનિત તીવ્ર દુઃખોને તે હાથી અનુભવે છે. અને નિત્ય જ સ્વછંદ વિહરણના સુખરૂપ વનવાસનું અનુસ્મરણ કરે છે. મનુષ્યની સ્ત્રીઓ પણ પ્રસવકાળમાં મૃત્યુને પામે છે. તેનું કારણ પણ સ્પર્શેન્દ્રિયની પરવશતા છે. આ રીતે સ્પર્શેન્દ્રિયની પરવશતાથી આલોક અને પરલોકમાં ઘણા અનર્થોની પ્રાપ્તિ થાય છે. વળી, મરેલા હાથીના શરીરનું માંસ ખાવામાં આસક્ત કાગડો, હાથીના મૃત શરીરમાં પેસે છે અને તડકાના કારણે શરીર સંકોચાય ત્યારે તે કાગડો હાથીના મૃત શરીરમાં અંદર દબાઈને મૃત્યુ પામે છે. આનું કારણ રસનેન્દ્રિયની આસક્તિ છે. વળી, ઔષધિગંધમાં લુબ્ધ સાપ જે રીતે મૃત્યુને પામે છે સાપના નાશ માટે તેવી ઔષધિઓ મૂકવામાં આવે છે જેથી તેમાં લુબ્ધ થયેલ સાપ ત્યાં આવે ત્યારે તેને મારવામાં આવે છે, તે રીતે ધ્રાણેન્દ્રિયમાં આસક્ત જીવો વિનાશને પામે છે. વળી, સ્ત્રીદર્શનમાં આસક્ત એવા અર્જુનચોરની જેમ ચક્ષુરિન્દ્રિયમાં આસક્ત જીવો વિનાશને પામે છે અથવા દીપકના પ્રકાશમાં આસક્ત એવા પતંગિયાની જેમ ચક્ષુરિન્દ્રિયમાં આસક્ત જીવો નાશ પામે છે. વળી, શ્રોત્રેન્દ્રિયમાં આસક્ત મૃગલાની જેમ સંસારી જીવો શ્રોતેન્દ્રિયને વશ થઈ દુર્ગતિને પ્રાપ્ત કરે છે. આ રીતે પાંચ ઇન્દ્રિયોના આશ્રવના અનર્થોનું ચિંતવન કરવાથી આશ્રવના નિરોધ માટે ઉત્સાહિત થયેલ જીવ યોગમાર્ગમાં ઉદ્યમ કરી શકે છે. એ પ્રકારની આશ્રવ અનુપ્રેક્ષા ભાવના છે. (૮) સંવરભાવના : संवराश्च महाव्रतादीन् गुप्त्यादिपरिपालनाद् गुणतश्चिन्तयेत् । सर्वे ह्येते For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૩૦-૩૧ यथोक्तास्रवदोषाः संवृतात्मानो न भवन्तीति चिन्तयेत् । एवं ह्यस्य चिन्तयतो मतिः संवरायैव घटत इति संवरानुप्रेक्षा ।।८।। (तत्त्वार्थसूत्र अ. ९, सू. ७, भाष्य) મહાવ્રત આદિના અને ગુપ્તિ આદિના પરિપાલનથી આત્મામાં જે સંવરભાવ થાય છે, તેના ગુણોનું ચિંતવન કરવાથી સંવરનો પરિણામ ઉલ્લસિત થાય છે, અને સંવૃત થયેલા આત્માને પૂર્વમાં આશ્રવભાવનામાં કહેતા દોષો થતા નથી, અને સંવર માટે ઉદ્યમ થાય છે. ૧૦૮ (૯) નિર્જરાભાવના : निर्जरा वेदना विपाक इत्यनर्थान्तरम् । स द्विविधः - अबुद्धिपूर्वः कुशलमूलश्च । तत्र नरकादिषु कर्मफलविपाकोदयोऽबुद्धिपूर्वकस्तमवद्यतोऽनुचिन्तयेत् अकुशलानुबन्ध इति । तपः परीषहजयकृतः कुशलमूलः, तं गुणतोऽनुचिन्तयेत् शुभानुबन्धो निरनुबन्धो वेत्येवमनुचिन्तयन् कर्म निर्जरणायैव घटत इति निर्जराऽनुप्रेक्षा ।।९।। (तत्त्वार्थसूत्र ૩. ૧, સૂ. ૭, મા) નિર્જરા, વેદના, વિપાક : આ એકાર્થવાચી શબ્દો છે. આત્મામાંથી કર્મોનું નિર્ઝરણ થાય એ નિર્જરા. કર્મોના ઉદયથી થતો અનુભવ એ વેદના છે. પ્રદેશોદયથી કે વિપાકોદયથી ઉદયમાં આવેલા કર્મો તે વિપાક છે. કર્મનો વિપાક બે ભેદવાળો છે : (૧) અબુદ્ધિપૂર્વક :- નિર્જરાના આશય વગર પૂર્વના કર્મ વિપાકમાં આવે તેના કારણે જે દુઃખોનો અનુભવ થાય તેનાથી તે કર્મની નિર્જરા થાય તે અબુદ્ધિપૂર્વક છે અને તે અકુશળ ફળવાળો વિપાક છે. નરકાદિમાં કર્મોના ફળનો જે અનુભવ તે અબુદ્ધિપૂર્વકનો વિપાક છે, અને તેનું અવદ્યથી ચિંતવન કરવું જોઈએ=અકુશલ અનુબંધરૂપ છે એ પ્રકારે ચિંતવન કરવું જોઈએ. અર્થાત્ આ પ્રકારની અબુદ્ધિપૂર્વકની નરકાદિમાં અનુભવાતા કર્મની નિર્જરા અનર્થકારી છે એમ ચિંતવન ક૨વું જોઈએ. (૨) કુશલમૂલ :- નિર્જરાના આશયથી નિર્જરાના ઉપાયનું સેવન કરવાથી થતી નિર્જરા બુદ્ધિપૂર્વકની નિર્જરા છે અને તે કુશલમૂળવાળો કર્મનો વિપાક છે. તપથી અને પરિષહના જયથી કરાયેલો કર્મનો વિપાક કુશલમૂળવાળો છે. આ આ For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ નવતત્વ પ્રકરણ | ગાથા-૩૦-૩૧ ૧૦૯ કુશલમૂળવાળો વિપાક ગુણકારી છે એ પ્રમાણે ચિંતવન કરવું જોઈએ. વળી, આ કુશલમૂળવાળો વિપાક શુભઅનુબંધવાળો છે અથવા નિરનુબંધવાળો છે, એ પ્રમાણે ચિંતવન કરવું. તપ અને પરિષદના જયથી થતા કર્મવિપાક સમયે જે નિર્જરા કરાય છે, તે નિર્જરાકાળમાં પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. તેથી કુશલમૂળવાળો કર્મનો વિપાક શુભ અનુબંધવાળો છે એમ કહેલ છે. વળી, તપ અને પરિષહજય દ્વારા મહાત્માઓ જ્યારે અસંગભાવમાં જાય છે, ત્યારે કુશલમૂળવાળો કર્મનો વિપાક નિરનુબંધવાળો છે અર્થાતુ ફરી કર્મબંધ ન કરાવે, પરંતુ કર્મોની નિર્જરા કરાવીને મોક્ષની પ્રાપ્તિનું કારણ બને એવો છે. માટે નિરનુબંધ છે. આ પ્રમાણે ચિંતવન કરવાથી કર્મની નિર્જરા માટે સુદઢ યત્ન થાય છે. માટે સાધુઓ આત્માને નિર્જરાભાવનાથી ભાવિત કરે છે. (૧૦) લોકસ્વરૂપભાવના : पञ्चास्तिकायात्मकं विविधपरिणाममुत्पत्तिस्थित्यन्यतानुग्रहप्रलययुक्तं लोकं चित्रस्वभावमनुचिन्तयेत्, एवं ह्यस्य चिन्तयतस्तत्त्वज्ञानविशुद्धिर्भवतीति लोकाનુપ્રેક્ષા પાપા (તસ્વાર્થસૂત્ર સ. ૧, પૂ. ૭, મીણ) પંચાસ્તિકાયાત્મક, વિવિધ પ્રકારના પરિણામોની ઉત્પત્તિ, સ્થિતિ અને નાશથી યુક્ત એવા ચિત્ર સ્વભાવવાળા લોકનું ચિંતવન કરવું, અને આ પ્રકારે ચિંતવન કરવાથી તત્ત્વજ્ઞાનની વિશુદ્ધિ થાય છે અર્થાત્ પંચાસ્તિકાયાત્મક લોકની ઉત્પત્તિ, વિનાશ અને સ્થિતિનું ચિંતવન કરવાથી જીવાદિ સાત તત્ત્વો વિષયક શંકાદિ દોષરહિત એવું વિશુદ્ધ તત્ત્વજ્ઞાન પ્રગટે છે, જેથી યોગમાર્ગમાં સુદઢ પ્રવૃત્તિ થાય છે. અહીં વિશેષ એ છે કે આખું જગત ઉત્પાદ, વ્યય અને ધ્રુવયુક્ત છે, એ પ્રકારે સૂક્ષ્મ યુક્તિપૂર્વક ચિંતવન કરવામાં આવે તો શાસ્ત્રવચન, યુક્તિ અને અનુભવથી આખું જગત ઉત્પાદ, વ્યય અને ધ્રુવયુક્ત છે, એવી સ્થિર શ્રદ્ધા થાય છે અને ઉત્પાદ, વ્યય અને ધ્રુવયુક્ત આ જગતનું સ્વરૂપ સ્થિર થાય તો જીવાદિ સાત તત્ત્વવિષયક શ્રદ્ધા સ્થિર થાય છે. તેથી લોકસ્વરૂપ ભાવના યોગમાર્ગની પ્રવૃત્તિમાં અત્યંત ઉપકારક બને છે. For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ (૧૧) બોધિદુર્લભભાવના : अनादौ संसारे नरकादिषु तेषु तेषु भवग्रहणेष्वनन्तकृत्वः परिवर्तमानस्य जन्तोर्विविधदुःखाभिहतस्य मिथ्यादर्शनाद्युपहतमतेर्ज्ञानदर्शनावरणमोहान्तरायोदयाभिभूतस्य सम्यग्दर्शनादिविशुद्धो बोधिदुर्लभो भवतीत्यनुचिन्तयेत् । एवं ह्यस्य बोधिदुर्लभत्वमनुचिन्तयतो बोधिं प्राप्य प्रमादो न भवतीति बोधिदुर्लभत्वानुप्रेक्षा ।। ११ ।। (तत्त्वार्थसूत्र ૩. ૧, સૂ. ૭, માધ્ય) નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૩૦-૩૧ અનાદિ સંસારમાં તે તે ભવગ્રહણરૂપ નરકાદિમાં અનંતી વખત પરાવર્તન પામતાં વિવિધ પ્રકારના દુઃખોથી હણાયેલા, મિથ્યાદર્શન આદિથી ઉપહત મતિવાળા અને જ્ઞાન, દર્શનના આવરણથી અને મોહના ઉદયથી હણાયેલા અને અંતરાયના ઉદયથી હણાયેલા એવા જીવને સમ્યગ્દર્શન આદિથી વિશુદ્ધ એવું બોધિ=ભગવાને બતાવેલ ચારિત્ર, દુર્લભ થાય છે, એ પ્રમાણે, ચિંતવન કરવું જોઈએ. આ રીતે બોધિદુર્લભપણાના ચિંતવનથી=ચારિત્રદુર્લભપણાના ચિંતવનથી, ચારિત્રને પ્રાપ્ત કરીને સાધુને પ્રમાદ થાય નહિ, એથી સાધુ બોધિદુર્લભભાવનાનું ચિંતવન કરે. અહીં નિશ્ચયનયની દૃષ્ટિથી ‘બોધિ’ શબ્દથી સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનથી વિશુદ્ધ એવા ચારિત્રને ગ્રહણ કર્યું છે. (૧૨) સુઆખ્યાતધર્મભાવના : सम्यग्दर्शनद्वारः पञ्चमहाव्रतसाधनो द्वादशाङ्गोपदिष्टतत्त्वो गुप्त्यादिविशुद्धव्यवस्थानः संसारनिर्वाहकः निःश्रेयसप्रापको भगवता परमर्षिणाऽर्हताऽहो स्वाख्यातो धर्म इत्येवमनुचिन्तयेत् । एवं ह्यस्य धर्मस्वाख्यातत्वमनुचिन्तयतो मार्गाच्यवने तदनुष्ठाने च व्यवस्थानं भवतीति धर्मस्वाख्यातत्वानुचिन्तनानुप्रेक्षा ।।१२।। (९-७ ) ( तत्त्वार्थसूत्र ૩. ૧, સૂ. ૭, મા) સમ્યગ્દર્શન દ્વારવાળો, પાંચ મહાવ્રતના સાધનવાળો, દ્વાદશાંગથી ઉપદિષ્ટ તત્ત્વવાળો, ગુપ્તિ આદિથી વિશુદ્ધ વ્યવસ્થાનવાળો=ગુપ્તિ-સમિતિના પાલનથી વિશુદ્ધ અવસ્થાનવાળો, સંસારનિર્વાહક=સંસારથી નિસ્તારને કરનારો, નિઃશ્રેયસનો પ્રાપક=મોક્ષનો પ્રાપક, પરમઋષિ અરિહંત ભગવંતો વડે સુઆખ્યાત ધર્મ છે, For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૩૦-૩૧, ૩૨-૩૩ ૧૧૧ એ પ્રમાણે ચિંતવન કરવું જોઈએ. આ રીતે ધર્મના સુઆખ્યાત તત્ત્વના અનુચિંતવનથી માર્ગમાંથી અચ્યવન અને માર્ગના સેવનમાં વ્યવસ્થાન થાય છે. તેથી સાધુઓ ધર્મના સુઆખ્યાત તત્ત્વનું ચિંતવન કરે. ॥૩૦-૩૧॥ અવતરણિકા : સંવરના ૫૭ ભેદોમાંથી ૫ સમિતિ, ૩ ગુપ્તિ, ૨૨ પરિષહજય, ૧૦ યતિધર્મ અને ૧૨ ભાવના સુધીના ભેદો બતાવ્યાં પછી હવે પાંચ પ્રકારના ચારિત્રને બતાવવા માટે પ્રસ્તુત ગાથામાં ચારિત્રનાં નામો બતાવે છે . — ગાથા ઃ सामाइअत्थ पढमं, छेओवट्ठावणं भवे बीअं । परिहारविसुद्धिअं, सुहुमं तह संपरायं च ।। ३२ ।। तत्तो अ अहक्खायं खायं सव्वंमि जीवलोगंमि । ' जं चरिऊण सुविहिया, वच्चंति अयरामरं ठाणं ।। ३३ ।। ગાથાર્થ ઃ સામાયિકસંયમ પ્રથમ, છેદોપસ્થાપ્યસંયમ બીજું થાય, પરિહારવિશુદ્ધિસંયમ અને સૂક્ષ્મસંપરાયસંયમ. II3II અને ત્યારપછી=સૂક્ષ્મસંપરાય પછી, સર્વ જીવલોકમાં ખ્યાત એવું= પ્રસિદ્ધ એવું યથાખ્યાતસંયમ છે, જેને આચરીને સુવિહિતો-સુવિહિત સાધુઓ અજરામર સ્થાનને પ્રાપ્ત કરે છે. II33|| ભાવાર્થ : પ્રસ્તુત ગાથાને કહેનારા વચનો તત્ત્વાર્થસૂત્રમાં આ પ્રમાણે છે - सामायिक-च्छेदोपस्थाप्य - परिहारविशुद्धि - सूक्ष्मसम्पराय - यथाख्यातानि ચારિત્રમ્ ।। (તત્ત્વાર્થસૂત્ર ૪. ૧, સૂ. ૮) सामायिकसंयमः १ छेदोपस्थाप्यसंयमः २ परिहारविशुद्धिसंयमः ३ सूक्ष्मसम्परायसंयमः ४ यथाख्यातसंयमः ५ इति पञ्चविधं चारित्रम् । तत् पुलाकादिषु (अ. ९, સૂ. ૪૮) વિસ્તરેળ વક્ષ્યામ: ।।૮।। (તત્ત્વાર્થસૂત્ર ૪. ૧, સૂ. ૮, માધ્ય) For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ (૧) સામાયિકસંયમ : સામાયિકસંયમ એ સર્વવિરતિ સામાયિક છે. सर्वसावद्ययोगविरतिलक्षणं सामायिकं । (तत्त्वार्थसूत्र अ. ९, सू. १८, सिद्धसेनगणि टीका ) બાવીસ તીર્થંકરના કાળમાં સાધુઓને સામાયિકસંયમ હોય છે, અને પ્રથમ તથા ચરમતીર્થંકરના કાળમાં વડીદીક્ષાની પ્રાપ્તિ પૂર્વે સામાયિકસંયમ હોય છે. જે સર્વ સાવદ્યયોગની વિરતિ સ્વરૂપ છે. નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૩૨-૩૩ (૨) છેદોપસ્થાપ્યસંયમ : पूर्वपर्यायच्छेदे सति उत्तरपर्याये उपस्थापनं । (तत्त्वार्थसूत्र अ. ९, सू. १८, सिद्धसेनगणि टीका) પૂર્વના સંયમપર્યાયના છેદપૂર્વક ઉત્તરના પર્યાયમાં=પાંચ મહાવ્રતોનાં પર્યાયમાં ઉપસ્થાપન એ છેદોપસ્થાપ્યસંયમ છે. પહેલા અને છેલ્લા તીર્થંકરના કાળમાં વડીદીક્ષાની પ્રાપ્તિ સમયે પાંચ મહાવ્રતો ઉચ્ચરાવવામાં આવે છે. તે વખતે પૂર્વના પર્યાયનો છેદ કરવામાં આવે છે અને પાંચ મહાવ્રતોમાં સાધુને ઉપસ્થાપન કરવામાં આવે છે, તે છેદોપસ્થાપ્યસંયમ છે. ૨૩મા તીર્થંકરના સાધુઓ જ્યારે ચરમતીર્થંકરના શાસનમાં આવે ત્યારે તેઓને પણ છેદોપસ્થાપ્યસંયમ પ્રાપ્ત થાય છે. (૩) પરિહારવિશુદ્ધ સંયમ ઃ परिहारः-तपोविशेषस्तेन विशुद्धं परिहारविशुद्धिकं चेति । (तत्त्वार्थसूत्र अ. ९, સૂ. ૮, સિદ્ધસેનળિ ટીજા) પરિહાર–તપવિશેષ. તેનાથી વિશુદ્ધ એવું જે સંયમ તે પરિહારવિશુદ્ધ સંયમ. જિનકલ્પ સ્વીકારતાં પૂર્વે તપવિશેષનું સેવન ક૨વામાં આવે છે. તે તપવિશેષથી વિશુદ્ધ એવું જે ચારિત્ર તે પરિહારવિશુદ્ધ સંયમ છે. (૪) સૂક્ષ્મસંપરાયસંયમ : - सूक्ष्मः=श्लक्ष्णावयवः सम्परायः कषायः संसारभ्रान्तिहेतुर्यत्र तत् सूक्ष्मसम्परायम् । (તત્ત્વાર્થસૂત્ર ૪. ૧, સૂ. ૮, સિદ્ધસેનળિ ટીજા) For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૩૨-૩૩, ૩૪-૩૫ સૂક્ષ્મસંપરામ=સૂક્ષ્મ કષાય છે જેમાં એવું સંયમ તે સૂક્ષ્મસંપરાય છે. ઉપશમશ્રેણીમાં ચઢનાર જીવોને ૧૦માં ગુણસ્થાનકે સૂક્ષ્મસંપરાયસંયમ પ્રાપ્ત થાય છે અથવા તો ૧૧માં ગુણસ્થાનકથી પાત થઈને ૧૦મા ગુણસ્થાનકે રહેલા સાધુને સૂક્ષ્મસંપરાય હોય છે. વળી, ક્ષપકશ્રેણીવાળા સાધુને ૧૦મા ગુણસ્થાનકની પ્રાપ્તિકાળમાં સૂક્ષ્મસંપરાયસંયમ હોય છે. (૫) યથાખ્યાતસંયમ : समस्तमोहनीयोपशमे तु एकादशगुणस्थानप्राप्त उपशान्तकषायो यथाख्यातसंयमी भवति । क्षपकस्तु सकलमोहार्णवमुत्तीर्णो निर्ग्रन्थो यथाख्यातसंयमी जायते । (તત્ત્વાર્થસૂત્ર 1. ૨, સૂ. ૮, સિદ્ધસેના િટીલા) જે પ્રમાણે ચારિત્રનું સ્વરૂપ શાસ્ત્રમાં આખ્યાત છે, તે પ્રકારનું સંયમ તે યથાખ્યાતસંયમ છે, જે ઉપશાંતવીતરાગ કે ક્ષાયિકવીતરાગને જ હોય છે. II૩૨-૩૩ (૭) "નિર્જરાતત્ત્વ” અને (૮) “બંધતત્ત્વ” નું વર્ણન (ગાથા-૩૪ થી ૪૨) અવતરણિકા : નિર્જરા અને બંધતત્વને બતાવે છે – ગાથા - बारसविहं तवो णिज्जरा य, बंधो चउबिगप्पो अ । पयइ-द्विइ-अणुभाग-प्पएसभेएहिं नायव्यो ।।३४।। ગાથાર્થ : બાર પ્રકારનો તપ નિર્જરા છે, અને પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશથી ચાર વિકલ્પવાળો બંધ જાણવો. ll૧૪ll અવતરણિકા : પૂર્વગાથામાં બાર પ્રકારનો તપ નિર્જરા છે એમ કહ્યું. હવે બાર પ્રકારનો તપ બતાવવા માટે પ્રથમ છ પ્રકારનાં બાહ્યતાનાં નામો બતાવે છે – For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ નવતત્વ પ્રકરણ | ગાથા-૩૪-૩૫ ગાથા : अणसणमूणोअरिया, वित्तीसंखेवणं रसच्चाओ । कायकिलेसो संलीणया य, बज्झो तवो होइ ।।३५ ।। ગાથાર્થ : અનશન, ઊણોઘરિકા, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ અને સંલીનતા બાહ્યતા છે. Il3૫ll ભાવાર્થ - સખ્યપ્રયુનિ વહ્ય તપ: I (તસ્વાર્થસૂત્ર . ૧, સૂ. ૨૨, માણ) સ્વેચ્છાથી નિર્જરાના અર્થે પ્રાપ્ત થતા દુઃખોને સ્વીકારી લેવા અર્થાત્ જાણીને કષ્ટ સહન કરવું તે તપ છે. પરંતુ તે કષ્ટ કર્મનિમિત્ત નથી. કોઈ જીવ જાણતો હોય કે મોક્ષમાં જવા માટે નિર્લેપ થવું છે અને નિર્લેપ થવા માટે કષ્ટ પ્રત્યે દ્વેષ દૂર કરવાનો છે; તેથી સામેથી કષ્ટમાં યત્ન કરીને અથવા કષ્ટ આવી પડે તે કષ્ટ પ્રત્યે દ્વેષ ન થાય તે રીતે સ્વેચ્છાથી નિર્જરાના અર્થે સમ્યક સહન કરવા યત્ન કરે છે તે તપ છે; અને તેનાથી નિર્જરા થાય છે. વળી, તપથી ગુણની વૃદ્ધિ અને પૂર્વના તપ-સંયમના ફળથી પ્રગટ થયેલા ગુણો વિવેકપૂર્વક સહન કરાયેલા કષ્ટથી ટકી રહે છે તેથી પ્રાપ્ત થયેલા ગુણનો અપ્રતિપાત થાય છે. તેથી તપ મોક્ષનું કારણ છે. તપ બે પ્રકારનો છે : (૧) બાહ્યતપ અને (૨) અત્યંતરતપ. अनशनं १ अवमौदर्यं २ वृत्तिपरिसङ्ख्यानं ३ रसपरित्यागः ४ विविक्तशय्यासनता ५ कायक्लेशः ६ इत्येतत् षड्विधं बाह्यं तपः ।। सम्यग् योगनिग्रहो गुप्तिः (अ. ९, સૂ. ૪) ત્યત:પ્રકૃતિ સ ત્યનુવર્તતે ! (તત્ત્વાર્થસૂત્ર . ૧, સૂ. ૨૨, માણ) (૧) બાહ્યતા છ પ્રકારનો છે : સમ્યગુ અનશન, સમ્યગુ અવમૌદર્ય, સમ્યગુ વૃત્તિસંક્ષેપ, સમ્યગુ રસપરિત્યાગ, સમ્યક કાયક્લેશ, સમ્યગૂ વિવિધ શય્યાસનતા. ભાષ્યકારે છ પ્રકારના બાહ્યતપ સાથે “સમ્યક'નું યોજન કરેલ છે. એનો For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ નવતત્વ પ્રકરણ | ગાથા-૩૪-૩૫ ૧૧૫ અર્થ એ ફલિત થાય કે અનશન આદિ તપ સમ્યફ થાય તો જ નિર્જરાનું કારણ છે, અન્યથા નહિ. (i) સમ્યમ્ અનશન તપ : संयमरक्षणार्थं कर्मनिर्जरार्थं च चतुर्थषष्ठाष्टमादि सम्यगनशनं तपः ।। (तत्त्वार्थसूत्र ૩. , સૂ. ૨૨, માણ) સંયમના રક્ષણ માટે અને કર્મની નિર્જરા માટે છઠ્ઠ-અઠ્ઠમ આદિ જે તપ કરાય છે તે સમ્યગુ અનશન તપ છે. આશય એ છે કે સાધુ વિકારોના નિરોધ અર્થે અને કર્મની નિર્જરા અર્થે સમભાવની વૃદ્ધિ થાય તે રીતે ઉપવાસ આદિ જે તપ કરે તે સમ્યગુ અનશન તપ છે. (ii) સમ્યમ્ અવમોદર્ય તપ अवमौदर्यम् – अवममित्यूननाम, अवममुदरमस्य (इति) अवमोदरः, अवमोदरस्य ભાવ: મવમૌર્યમ્ II (તત્ત્વાર્થસૂત્ર સ. , સૂ. ૨૨, માર્થ) એવમ્ શબ્દ ઊણ અર્થમાં છે, અને અવમ્ ઉદર છે જેને તે અવમ્ ઉદર, અને તેનો જે ભાવ તે અવમૌદર્ય તપ=ઊણોદરી. ઉત્કૃષ્ટ અને અપકૃષ્ટને છોડીને મધ્યમ કવલથી ત્રણ પ્રકારનું ઊણોદરી તપ થાય છે. (૧) અલ્પ આહારરૂપ ઊણોદરી, (૨) ઉપાધરૂપ ઊણોદરી, અને (૩) પૂર્ણ ભોજનથી કંઈક ન્યૂન ઊણોદરી. (૧) અલ્પ આહારરૂપ ઊણોદરી - એક કવલથી માંડીને પોતાના શરીરની અપેક્ષાએ ભોજનના ચોથા ભાગ જેટલો અલ્પ આહાર તે અલ્પ આહારરૂપ ઊણોદરી કહેવાય. (૨) ઉપાર્ધરૂપ ઊણોદરી - અર્ધા ભોજનથી ચાર કવલ ન્યૂન તે ઉપાધે ઊણોદરી કહેવાય. પુરુષોને ૩૨ કવલનો આહાર છે, તેનું અર્ધ અર્થાત્ ૧૬ કવલમાં ચાર કવલ ન્યૂન કરવાથી ૧૨ કવલનો આહાર તે પુરુષો માટે ઉપાધ ઊણોદરી કહેવાય, અને સ્ત્રીઓને ૨૮ કવલનો આહાર હોવાથી તેનું અધું તે ૧૪ કવલમાં ચાર કવલ ન્યૂન કરવાથી ૧૦ કવલનો આહાર તે સ્ત્રીઓ માટે ઉપાધે ઊણોદરી કહેવાય. For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૩૪-૩૫ (૩) પૂર્ણ ભોજનથી કંઈક ન્યૂન ઊણોદરી :- પૂર્ણ ભોજનથી એકાદ કવલ ન્યૂન તે કંઈક ન્યૂન ઊણોદરી છે. ૧૧૬ સામાન્યથી પુરુષનો ૩૨ અને સ્ત્રીઓનો ૨૮ કવલ આહાર છે, અને તે કવલ મોઢામાં સમાય તેટલો મોટો પણ નહિ અને તદ્દન અલ્પ પણ નહિ, પણ મધ્યમ કવલના આહારની ગણતરીથી થાય છે. આ ઊણોદરી તપ પણ સંયમની રક્ષા અર્થે અને નિર્લેપભાવની વૃદ્ધિ દ્વારા કર્મનિર્જરા અર્થે કરવામાં આવે તો સમ્યગ્ ઊણોદરી તપ કહેવાય. (iii) સમ્યગ્ વૃત્તિસંક્ષેપ તપ : वृत्तिपरिसङ्ख्यानमनेकविधम् । तद्यथा-उत्क्षिप्तनिक्षिप्तान्तप्रान्तचर्यादीनां सक्तुकुल्माषौदनादीनां चान्यतममभिगृह्यावशेषस्य प्रत्याख्यानम् । (तत्त्वार्थसूत्र अ. ९, સૂ. ૨૧, ભાષ્ય) સાધુની ભિક્ષાચર્યા તેનું પરિગણન તે વૃત્તિપરિસંખ્યાન તપ છે, અને તે આ પ્રમાણે છે - ગોચરી માટે નીકળતી વખતે સાધુ સંકલ્પ કરે કે ઉત્ક્ષિપ્ત શક્ત આદિ વહોરાવે તો ગ્રહણ કરીશ, તે સિવાય નહિ, અથવા નિક્ષિપ્ત શક્યું આદિ વહોરાવે તો ગ્રહણ કરીશ, તે સિવાય નહિ, અથવા ભાજનના અંતમાં રહેતું હોય તેવું શક્ત, ભાષ=અડદ અને ઓદન આદિ ગ્રહણ કરીશ તે સિવાય નહિ. અહીં ‘આદિ’ શબ્દથી ત=છાશ, મંડf=ખાખરા વગેરેનું ગ્રહણ છે. (શક્યુ એટલે એક પ્રકારનો ચણા આદિ કોઈપણ વસ્તુનો લોટ શેકીને બનાવવામાં આવે છે, જે ઉત્તર ભારત આદિમાં વિશેષ પ્રચલિત છે.) વળી, જેમ દ્રવ્યને આશ્રયીને ઉત્તિપ્ત આદિ વિકલ્પથી ભિક્ષા સાધુ ગ્રહણ કરે છે, તેમ ક્ષેત્ર-કાળ અને ભાવને આશ્રયીને અભિગ્રહથી સાધુ ભિક્ષા ગ્રહણ કરે છે. જેમ કોઈ સાધુ અભિગ્રહ કરે કે એક પગ ઉંબરાની બહાર અને એક પગ ઉંબરાની અંદર હોય તો જ વહોરવું તે ક્ષેત્ર અભિગ્રહ છે, ભિક્ષાકાલ ન હોય ત્યારે ભિક્ષા મળશે તો ગ્રહણ કરીશ તે કાલને આશ્રયીને કાલઅભિગ્રહ છે, વળી, હસતા હોય કે રડતા હોય આદિ ભાવવાળા ભિક્ષા આપે તો ગ્રહણ કરીશ તે ભાવને આશ્રયીને વૃત્તિસંક્ષેપ તપ છે. For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ નવતત્વ પ્રકરણ | ગાથા-૩૪-૩૫ ૧૧૭ આ રીતે દ્રવ્ય-ક્ષેત્ર-કાલ અને ભાવને આશ્રયીને ભિક્ષા મળે તો ગ્રહણ કરવું અને શેષનું પ્રત્યાખ્યાન કરવું તે વૃત્તિસંક્ષેપ તપ છે. આ પ્રકારના તપથી સંયમસ્થાનની વૃદ્ધિ થાય તો કર્મની નિર્જરા થાય અને કર્મની નિર્જરા થાય તો વૃત્તિસંક્ષેપ નામનો સમ્યફ તપ થાય છે. (iv) સમ્યગુ રસપરિત્યાગ તપ : रसपरित्यागोऽनेकविधः । तद्यथा-मद्य-मांस-मधु-नवनीतादीनां रसविकृतीनां પ્રત્યારણ્યાનું વિસરૂક્ષીર્ઘદૃઢ || (તત્ત્વાર્થસૂત્ર . , સૂ. ૨૨, માર્થ) રસપરિત્યાગ અનેક પ્રકારનો છે. મધ, માંસ, મધ, માખણ આદિ દસ વિગઈનું પ્રત્યાખ્યાન=ચાર મહાવિગઈ અને દૂધ આદિ છ વિગઈનું પ્રત્યાખ્યાન, અને વિરસ રુક્ષાદિ આહારગ્રહણનો અભિગ્રહ એ રસપરિત્યાગ છે. સાધુઓ સંયમવૃદ્ધિ અર્થે મદ્ય, માંસ, મધ, માખણ એ ચાર મહાવિગઈ અને દૂધ, દહીં, ઘી, ગોળ, તેલ અને કડાવિગઈ એ છ સામાન્ય વિગઈનો ત્યાગ કરે, અને વિરસ એવા રુક્ષ, અંત અને પ્રાંત આહાર ગ્રહણ કરવાનો અભિગ્રહ કરે, જેથી આહારમાં પણ વૃદ્ધિ થાય નહિ અને દેહની પુષ્ટિ કરવાની પણ વૃત્તિ થાય નહિ, પરંતુ દેહ પ્રત્યે નિરપેક્ષભાવ વૃદ્ધિ પામે. (૫) સમ્યફ કાયક્લેશ તપकायक्लेशोऽनेकविधः । तद्यथा-स्थानवीरासनोत्कटुकासनैकपार्श्वदण्डायतનાતાપનાપ્રાવૃતાનિ (તત્ત્વાર્થસૂત્ર . , સૂ. ૨૨, માધ્ય) કાયોત્સર્ગમાં રહેવું, વીરાસનમાં રહેવું, હાથ ઊંચા કરીને આતાપના લેવી, ઠંડી વખતે વસ્ત્રને ગ્રહણ કર્યા વગર રહેવું ઇત્યાદિ પ્રવૃત્તિપૂર્વક ચિત્તને ધર્મધ્યાનમાં પ્રવર્તાવવામાં આવે તે કાયક્લેશ તપ છે. (vi) સમ્ય વિવિક્તશય્યાસનતા તપ विविक्तशय्यासनता नाम एकान्तेऽनाबाधेऽसंसक्ते स्त्रीपशुपण्डकवर्जिते । शून्यागारदेवकुल-सभा-पर्वतगुहादीनामन्यतमस्मिन् समाध्यर्थं संलीनता ।। (तत्त्वार्थसूत्र સ. ૧, ખૂ. ૨૨, માણ) For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૩૪-૩૫, ૩૬ એકાંત, અનાબાધ, અસંસક્ત=જીવોથી અસંસક્ત, સ્ત્રી-પશુ-નપુંસકથી રહિત એવાં શૂન્યધરોમાં અથવા દેવકુળમાં અથવા સભામાં અથવા પર્વત, ગુફા આદિમાં સમાધિ માટે સંલીનતા એ વિવિક્તશય્યાઆસનતા છે. આશય એ છે કે સાધુ સમભાવની વૃદ્ધિ અર્થે કોઈ એકાંત સ્થાનમાં જાય, જે સ્થાન સાધના માટે બાધ કરે તેવું ન હોય, જીવોથી સંસક્ત ન હોય અને સ્ત્રીપશુ-નપુંસક આદિથી રહિત હોય, તેવા શૂન્યધર આદિમાં કાયાને સ્થિર રાખીને ધર્મધ્યાન આદિમાં ઉદ્યમ કરતા હોય તે વિવિક્તશય્યાઆસનતા નામનો તપવિશેષ છે. આ છએ બાહ્ય પ્રકારના તપો આગમમાં કહેલ વિધિપૂર્વક અને ધર્મધ્યાનની વૃદ્ધિ થાય તે રીતે કરવામાં આવે તો તે સમ્યક તપ બને છે, અને આ છએ પ્રકારના તપથી સાધુ અસંગભાવની વૃદ્ધિને પ્રાપ્ત કરે છે, શરીરના લાઘવને પ્રાપ્ત કરે છે, ઇન્દ્રિયના જયને પ્રાપ્ત કરે છે, સંયમનું રક્ષણ કરે છે અને કર્મનિર્જરાની પ્રાપ્તિ કરે છે. ૩૪-૩માં અવતરણિકા : પૂર્વગાથા-૩૫માં છ પ્રકારના બાધતપને બતાવ્યાં પછી હવે છ પ્રકારનાં અત્યંતરતપને બતાવે છે – ગાથા :पायच्छित्तं विणओ, वेयावच्चं तहेव सज्झाओ । झाणं उस्सग्गोऽवि अ, अभिंतरओ तवो होइ ।।३६।। ગાથાર્થ : પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ અને સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ અત્યંતરતપ છે. [3] ભાવાર્થ :અભ્યતરતા છ પ્રકારનો છે : સમ્યક પ્રાયશ્ચિત્ત, સમ્યગુવિનય, સમ્યગુવૈયાવચ્ચ, સમ્યસ્વાધ્યાય, સમ્યગુ For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૩૬ ૧૧૯ વ્યુત્સર્ગ અને સમ્યગુધ્યાન. ભાષ્યકારે આ રીતે છ પ્રકારના અત્યંતર તપ સાથે સમ્યકુનું યોજન કરેલ છે. એનો અર્થ એ થાય કે પ્રાયશ્ચિત્ત આદિ તપ સમ્યક થાય તો જ નિર્જરાનું કારણ છે, અન્યથા નહિ. (i) સમ્યફપ્રાયશ્ચિત્તતપ:- સભ્યપ્રાયશ્ચિત્તના નવ ભેદો છે – (૧) આલોચનપ્રાયશ્ચિત્ત, (૨) પ્રતિક્રમણપ્રાયશ્ચિત્ત, (૩) આલોચનપ્રતિક્રમણરૂપ ઉભય પ્રાયશ્ચિત્ત, (૪) વિવેકપ્રાયશ્ચિત્ત, (૫) વ્યુત્સર્ગપ્રાયશ્ચિત્ત, (૬) તપપ્રાયશ્ચિત્ત, (૭) છેદપ્રાયશ્ચિત્ત, (૮) પરિહારપ્રાયશ્ચિત્ત અને (૯) ઉપસ્થાપનપ્રાયશ્ચિત્તકપરાંચિતપ્રાયશ્ચિત્ત. (૧) આલોચનપ્રાયશ્ચિત્ત - આલોચન, વિવરણ, પ્રકાશન, કથન, પ્રાદુષ્કરણ= પાપનું પ્રગટીકરણ, એ બધા આલોચનપ્રાયશ્ચિત્તના પર્યાયવાચી શબ્દો છે. (૨) પ્રતિક્રમણપ્રાયશ્ચિત્ત :- મિથ્યાદુષ્કતથી યુક્ત એવા વિમર્શપૂર્વક પાપનું પ્રત્યાખ્યાન અને કાયોત્સર્ગકરણ એ પ્રતિક્રમણપ્રાયશ્ચિત્તના પર્યાયવાચી શબ્દો છે. (૩) આલોચન-પ્રતિક્રમણરૂપ ઉભયપ્રાયશ્ચિત્ત. (૪) વિવેકપ્રાયશ્ચિત્ત:- વિવેક, વિવેચન, વિશોધન, પ્રત્યુપેક્ષણ એ વિવેકના એકાર્યવાચી શબ્દો છે. વિવેક એટલે ત્યાગનો પરિણામ.' સાધુને જ્યારે જીવસંસક્ત અન્ન-પાણીની પ્રાપ્તિ થઈ હોય કે કોઈક દોષયુક્ત અન્ન-પાણીની પ્રાપ્તિ થઈ હોય, અને દોષયુક્ત ઉપધિ કે વસતિની પ્રાપ્તિ થઈ હોય ત્યારે તે અન્ન-પાણી, ઉપધિ કે વસતિનો ત્યાગ કરે, તે વખતે સાધુને જે ત્યાગનો પરિણામ છે, તે વિવેકપ્રાયશ્ચિત્ત છે. (૫) વ્યુત્સર્ગપ્રાયશ્ચિત્ત :- વ્યુત્સર્ગ અને પ્રતિષ્ઠાપન એ બન્ને એકા®વાચી શબ્દો છે. સાધુને અનેષણીય એવા અન્ન-પાન, ઉપકરણ આદિની પ્રાપ્તિ થઈ હોય કે જીવસંસક્ત અનાદિને છૂટા પાડી શકાય તેમ ન હોય, એવી વસ્તુને યતનાપૂર્વક ઉચિત સ્થાને પરઠવ્યા પછી શુદ્ધિ અર્થે કાયોત્સર્ગ કરાય છે, તે વ્યુત્સર્ગ નામનું પ્રાયશ્ચિત્ત છે. () તપપ્રાયશ્ચિત્ત :- બાહ્ય અનશનાદિ તપનું કે અનેક પ્રકારના પ્રકીર્ણ આદિ તપનું પ્રાયશ્ચિત્ત અપાય છે, તે તપપ્રાયશ્ચિત્ત છે. For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ નવતત્વ પ્રકરણ | ગાથા-૩૬ (૭) છેદપ્રાયશ્ચિત્ત :- છેદ, અપવર્તન, અપહાર એ છેદપ્રાયશ્ચિત્તના એકાર્ણવાચી શબ્દો છે, અને તે છેદપ્રાયશ્ચિત્ત પ્રવ્રજ્યાના દિવસ, પક્ષ, માસ કે સંવત્સરમાંથી જે પ્રાયશ્ચિત પ્રાપ્ત થાય તેટલા પ્રમાણમાં દીક્ષાપર્યાય ન્યૂન કરવાથી થાય છે. (૮) પરિહારપ્રાયશ્ચિત્ત :- જેટલા મહિનાનો સાધુને પરિવાર પ્રાપ્ત થયો હોય એટલા મહિનાઓ સુધી તેને વંદન કરવાનો, તેની સાથે આલાપ કરવાનો-બોલવાનો, તેને અન્ન-પાન આપવાં આદિ ક્રિયાઓનો અન્ય સાધુઓ પરિહાર કરે છે. ત્યારપછી તેના સંયમનો પર્યાય ગણાય છે. (૯) ઉપસ્થાપન પ્રાયશ્ચિત પારાંચિતપ્રાયશ્ચિત:- ઉપસ્થાપન, ફરી દીક્ષણ, ફરી ચારિત્રનો સ્વીકાર, ફરી વ્રતનું આરોપણ એ સર્વ પારાંચિતપ્રાયશ્ચિતનાં એકાર્ણવાચી શબ્દો છે. (i) સમ્યવિનય તપ:- જેનાથી કર્મોનું વિનયન થાયઃકર્મો નાશ થાય તે વિનય કહેવાય. અને જ્ઞાન, દર્શન અને ચારિત્રની પરિણતિને અભિમુખ જીવનો પરિણામ કર્મનું વિગમન કરનાર હોવાથી અનુક્રમે જ્ઞાનવિનય, દર્શનવિનય અને ચારિત્રવિનય અને ઉપચારવિનય એમ વિનયતપ ચાર પ્રકારનો છે. (૧) જ્ઞાનવિનય :- મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન એ પાંચ ભેદથી જ્ઞાનવિનય પાંચ પ્રકારનો છે. પાંચ પ્રકારના જ્ઞાનની ભક્તિ, બહુમાન અને યથાર્થ સદ્દતણા એ જ્ઞાનવિનય છે. (૨) દર્શનવિનય :- દર્શનવિનય એક પ્રકારનો છે અર્થાતુ ભગવાનના વચનમાં યથાર્થ શ્રદ્ધાનરૂપ દર્શનવિનય એક પ્રકારનો છે. (૩) ચારિત્રવિનય - સામાયિક આદિ ચારિત્રના પાંચ ભેદથી ચારિત્રવિનય પાંચ પ્રકારનો છે. (૪) ઉપચારવિનય :- ઉપચારવિનય અનેક પ્રકારનો છે. ભગવાનની ભક્તિ કરતાં, ગુણવાન સાધુ આદિની ભક્તિ કરતાં જે ઉપચાર કરાય છે, તે ઉપચારવિનય છે. જેમ કે ભગવાનની પુષ્પાદિ સામગ્રીથી ભક્તિ કરાય તે ઉપચારવિનય છે. વળી ગુણવાન સાધુની સન્મુખ જવું, આદર-સત્કાર કરવો વગેરે ઉપચારવિનય છે. For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ નવતત્વ પ્રકરણ / ગાથા-૩૬ ૧૨૧ (iii) સમ્યવૈયાવચ્ચ તપ :- આચાર્ય આદિ દશ વિષયક વૈયાવચ્ચની પ્રવૃત્તિને આશ્રયીને વૈયાવચ્ચ તપ દશ પ્રકારે છે. (૧) આચાર્યની વૈયાવચ્ચ, (૨) ઉપાધ્યાયની વૈયાવચ્ચ, (૩) તપસ્વીની વૈયાવચ્ચ, (૪) શૈક્ષની વૈયાવચ્ચ, (૫) ગ્લાનની વૈયાવચ્ચ, (૯) ગણની વૈયાવચ્ચ, (૭) કુલની વૈયાવચ્ચ, (૮) સંઘની વૈયાવચ્ચ, (૯) સાધુની વૈયાવચ્ચ, (૧૦) સમનોજ્ઞ સાધુની વૈયાવચ્ચ. (iv) સમ્યક્રસ્વાધ્યાય ત૫:- વાચના, પૃચ્છના, અનુપ્રેક્ષા, આમ્નાય=પરાવર્તના અને ધર્મોપદેશ એ પાંચ પ્રકારનો સ્વાધ્યાય તપ છે. વાચના=શિષ્યને ભણાવવું તે, પૃચ્છના=ગ્રંથના અર્થનું પૂછવું તે, અનુપ્રેક્ષાઋગ્રંથ અને અર્થનો મન દ્વારા અભ્યાસ આમ્નાય=ઘોષથી વિશુદ્ધ પરાવર્તના=ઉદાત્ત, અનુદાત્ત આદિથી પરિશુદ્ધ એવું જે સૂત્ર-અર્થનું પરાવર્તન તે આમ્નાય. ધર્મોપદેશ=અર્થનો ઉપદેશ. (v) સમ્યવ્યત્સર્ગ તપ - વ્યુત્સર્ગઃત્યાગ. બે પ્રકારનો છે : (૧) બાહ્ય અને (૨) અભ્યતર. (૧) સાધુને અશુદ્ધ અન્ન-પાન આદિની પ્રાપ્તિ થઈ હોય તો વિધિપૂર્વક તેને પરઠવે તેને બાહ્ય વ્યુત્સર્ગ કહેવાય. (૨) શરીરનો કે કષાયનો વ્યુત્સર્ગ તે અત્યંતર વ્યુત્સર્ગ છે. અંતકાળે અનશનથી કાયાને વોસિરાવે તે શરીરનો વ્યુત્સર્ગ છે, અને ક્રોધાદિ કષાયો સંસારના પરિભ્રમણના હેતુ છે. તેથી મન-વચન અને કાયાથી કૃત, કારિત અને અનુમતિના ભેદથી તેનો જે ત્યાગ કરવો તે કષાયોનો વ્યુત્સર્ગ છે. (vi) સમ્યગુ ધ્યાન તપઉત્તમસંદનનસ્થાન્તિનિરોધો ધ્યાનમ્ (તત્ત્વાર્થસૂત્ર 1. ૨, સૂ. ર૭) ઉત્તમ સંઘયણવાળા જીવોને=પ્રથમ ચાર સંઘયણવાળા જીવોને એક આલંબનમાં ચિંતાનો નિરોધ=ચિંતવનનો નિરોધ એ ધ્યાન છે. ll૩ાા For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ નવતત્વ પ્રકરણ | ગાથા-૩૭ અવતરણિકા : ગાથા-૩૪માં સામાન્યથી નિર્જરાતત્વને અને બંધતત્વને બતાવેલ. ત્યારપછી નિર્જરાતત્વના ૧૨ ભેદો બતાવ્યાં. હવે ગાથા-૩૪માં બતાવેલ પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ એ બંધતત્ત્વના ચાર ભેદોનું સ્વરૂપ બતાવે છે – ગાથા :पयई सहावो वुत्तो, ठिई कालावहारणं । अणुभागो रसो णेओ, पएसो दलसंचओ ।।३७।। ગાથાર્થ :પ્રકૃતિ સ્વભાવ કહેવાયો છે. સ્થિતિ કાળનું અવધારણ છે કાળની મર્યાદા છે. અનુભાગ રસ જાણવો. પ્રદેશ દળિયાનો સંચય જાણવો. l૩૭ના ભાવાર્થ : વન્યઃ I (તત્ત્વાર્થસૂત્ર . ૮, સૂ. ૩) प्रकृतिस्थित्यनुभावप्रदेशास्तद्विधयः । (तत्त्वार्थसूत्र अ. ८, सू. ४) प्रकृतिबन्धः, स्थितिबन्धः, अनुभावबन्धः, प्रदेशबन्ध इति । (तत्त्वार्थसूत्र अ. ૮, સૂ. ૪, માધ્ય) આત્માના મોહજનિત અધ્યવસાયથી અને યોગથી આત્માની સાથે કર્મપુદ્ગલોનો જે સંબંધ થાય છે, તે બંધાયેલ કર્મયુગલોની વિચારણા ચાર પ્રકારે થાય છે. (i) પ્રકૃતિબંધ:- બંધાયેલ કર્મની પ્રકૃતિ અર્થાત્ આત્મા સાથે સંલગ્ન થયેલાં કર્મો આત્મા ઉપર જે પ્રકારનું કાર્ય કરતાં હોય તે પ્રકારનો કર્મનો સ્વભાવ, પ્રકૃતિબંધ છે. For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ નવતત્વ પ્રકરણ | ગાથા-૩૭ ૧૨૩ જેમ કે જ્ઞાનાવરણીય કર્મનો સ્વભાવ આત્માના જ્ઞાનને આવરવાનો છે. તેથી બંધાયેલા કર્મનો જે કાર્ય કરવાનો સ્વભાવ હોય તે પ્રકૃતિબંધ કહેવાય. (ii) સ્થિતિબંધ:- બંધાયેલાં કર્મ કેટલા કાળ સુધી ફળ આપવાની મર્યાદાવાળાં છે, તે સ્થિતિબંધ કહેવાય. જીવ પ્રતિસમય કોઈક અધ્યવસાયથી કર્મ બાંધે છે, અને બંધાયેલું કર્મ તેના અબાધાકાળ સહિત કોટાકોટી સાગરોપમ પ્રમાણ સ્થિતિવાળું હોય છે અર્થાત્ અબાધાકાળને છોડીને બંધાયેલું કર્મ ઉદયમાં આવે તો અબાધાકાળ ન્યૂન કોટાકોટી સાગરોપમ કાળમર્યાદા સુધી ક્રમસર ફળ બતાવે તેવા સામર્થ્યવાળું હોય છે. તેથી અબાધાકાળ સહિત વિપાક આવવાનું કાલમાન સ્થિતિબંધ છે. (iii) અનુભાગબંધ :- બંધાયેલા કર્મમાં ફળ આપવાની શક્તિરૂપ રસ કેટલા પ્રમાણમાં છે, તે અનુભાગ બંધ કહેવાય. કર્મપુદ્ગલો જીવથી ગ્રહણ થતાં પૂર્વે કાર્મણવર્ગણારૂપે હોય છે. તેમાં ફળ આપવાને અનુકૂળ કોઈ શક્તિ નથી, પરંતુ જીવના અધ્યવસાયના નિમિત્તને પામીને જીવ સાથે બંધાયેલા કર્મમાં ચોક્કસ પ્રકારનું ફળ આપવાની શક્તિ પેદા થાય છે, જેને સ્વભાવ કહેવામાં આવે છે; અને તે સ્વભાવમાં ફળ આપવાની શક્તિની તરતમતાને રસની તરતમતા કહેવાય છે, અને તેને અનુભાગબંધ કહેવાય છે. (iv) પ્રદેશબંધ :- બંધાયેલા કર્મના દળિયાનો જથ્થો પ્રદેશબંધ કહેવાય. જીવના પ્રયત્નથી બંધાયેલાં કર્મો એક-બે સંખ્યામાં નથી, પરંતુ ઘણી મોટી સંખ્યામાં છે, અને તે કર્મપુદ્ગલોના દળનો જથ્થો તેને પ્રદેશબંધ કહેવાય. સંક્ષેપથી એ ફલિત થાય કે જીવ કોઈક અધ્યવસાય અને વીર્યવ્યાપાર દ્વારા કર્મયુગલોને ગ્રહણ કરે છે, તે કર્મપુદ્ગલોનો જથ્થો તે પ્રદેશબંધ છે. તે કર્મપુદ્ગલોમાં પેદા થયેલો જે રસ છે તે રસનો જે પ્રકારનો કાર્ય કરવાનો સ્વભાવ છે તે પ્રકૃતિબંધ છે, અને કર્મપુદ્ગલોમાં પેદા થયેલ રસની તરતમતા છે, તે અનુભાગબંધ છે, અને જીવ દ્વારા ગ્રહણ થયેલા કર્મપુદ્ગલનો જથ્થો બંધથી માંડીને અબાધાકાળ સુધીના સમયને છોડીને વિપાકમાં આવે ત્યારે જેટલા કાળ સુધી તે પ્રકારના ફળને આપવા માટે સામર્થ્યવાળો છે, તે કાળની મર્યાદા સ્થિતિબંધ છે. Il૩ળા For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ નવતત્વ પ્રકરણ / ગાથા-૩૮ અવતરણિકા : કર્મોની મૂળ પ્રકૃતિ આઠ છે. તે આઠ પ્રકૃતિઓનો કેવો કેવો સ્વભાવ છે, તે દાંતથી બતાવે છે – ગાથા - पडपडिहारऽसिमज्जहडचित्तकुलालभंडगारीणं । जह एएसिं भावा, कम्माणऽवि जाण तह भावा ।।३८।। ગાથાર્થ - પગપાટો પાટા જેવું જ્ઞાનાવરણીય કર્મ છે, દરર દ્વારપાળ જેવું દર્શનાવરણીય કર્મ છે, મસિમધથી લેપાયેલ કે નહિ લેપાયેલ તલવાર જેવું વેદનીયકર્મ છે, મM મધ જેવું મોહનીયકર્મ છે, દ=બેડી જેવું આયુષ્યકર્મ છે, ચિત્ત ચિત્રકાર જેવું નામકર્મ છે, યુનાન કુંભાર જેવું ગોત્રકર્મ છે, અને ભંડારી ભંડારી જેવું અંતરાયકર્મ છે. જે પ્રમાણે આમના ભાવો પાટા વગેરેના ભાવો છે, તે પ્રમાણે કર્મોના પણ ભાવો જાણવા. ll૩૮ll ભાવાર્થ - (૧) જ્ઞાનાવરણીયકર્મ - જેમ ચક્ષુ ઉપર પાટો બાંધેલો હોય તો ચક્ષુથી જ્ઞાન થતું નથી, તેમ જ્ઞાનાવરણીયકર્મ આત્માના જ્ઞાનને અવરોધ કરવા માટે પાટા જેવું છે. (૨) દર્શનાવરણીયકર્મ - જેમ દ્વારપાળ રાજસભામાં પ્રવેશ કરતાં અવરોધ કરે તો રાજાનું દર્શન થઈ શકે નહિ, તેમ દર્શનાવરણીયકર્મ પદાર્થનું સામાન્ય દર્શન કરવામાં અવરોધ કરે છે. (૩) વેદનીયકર્મ :- જેમ મધથી લેપાયેલ તલવારની ધાર ચાટતી વખતે સુખ થાય છે અને જો જીભ કપાય તો દુઃખનું વદન થાય છે, તેમ વેદનીયકર્મમાં અનુકૂળ વેદનીયથી મધને ચાટવા તુલ્ય સુખ થાય છે અને પ્રતિકૂળ વેદનીયથી જીભ કપાવા તુલ્ય દુઃખનું વેદના થાય છે. For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૩૮, ૩૯ (૪) મોહનીયકર્મ - મદ્યપાન જેવું મોહનીયકર્મ છે. જેમ મદ્યપાન કરનાર પુરુષ યથાતથા અસંબદ્ધ પ્રવૃત્તિઓ કરે છે, તેમ મોહને વશ જીવો યથાતથા અસંબદ્ધ પ્રવૃત્તિઓ કરે છે. (૫) આયુષ્યકર્મ :- બેડી જેવું આયુષ્યકર્મ છે. બેડીમાં બંધાયેલો પુરુષ સ્થાનાંતર જવા ઇચ્છે તોપણ જઈ શકતો નથી, તેમ આયુષ્યથી દેહની સાથે બંધાયેલો જીવ દેહને છોડીને અન્યત્ર જઈ શકતો નથી. (૬) નામકર્મ - જેમ ચિત્રકાર વિવિધ પ્રકારનાં ચિત્રો કરે છે, તેમ નામકર્મ જીવનાં અનેક પ્રકારનાં સ્વરૂપો કરે છે. (૭) ગોત્રકર્મ :- જેમ કુંભાર સારો ઘટ પણ બનાવે અને ખરાબ ઘટ પણ બનાવે, તેમ ગોત્રકર્મથી જીવ સારી અથવા ખરાબ અવસ્થા પ્રાપ્ત કરે છે. (૮) અંતરાયકર્મ :- જેમ ભંડારી પ્રતિકૂળ હોય તો રાજા આદિ દાન આપવા ઇચ્છતા હોય તોપણ દાન આપી શકતા નથી, તેમ જીવ દાનાદિ કરવાની ઇચ્છાવાળો હોવા છતાં અંતરાયકર્મ વિઘ્ન કરનાર હોય તો દાન કરી શકતો નથી. જે પ્રમાણે ગાથાના પૂર્વાર્ધમાં પાટા વગેરે દષ્ટાંતો બતાવ્યાં, તે પાટાદિ વસ્તુઓનો જે પ્રમાણે સ્વભાવ છે તે પ્રમાણે કર્મોનો પણ સ્વભાવ જાણવો. Il૩૮II અવતરણિકા : દષ્ટાંતથી આઠ કર્મોની પ્રકૃત્તિનો સ્વભાવ કેવો છે તે બતાવ્યું. હવે તે આઠ પ્રકૃતિનાં નામો અને તેના ઉત્તરભેદોની સંખ્યા બતાવે છે – ગાથા :इह नाणदंसणावरणवेयमोहाउनामगोआणि । विग्धं च पण नव दु अट्ठवीस चउ तिसय दु पणविहं ।।३९।। ગાથાર્થ : રૂદ=સંસારમાં જ્ઞાન-દર્શનનું આવરણ, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર અને વિજ્ઞ=અંતરાય, આઠ કર્મો છે અને તેનાં ઉત્તર ભેદો For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૩૯ ક્રમસર પાંચ, નવ, બે, અઠ્ઠાવીસ, ચાર, એકસો ત્રણ, બે અને પાંચ પ્રકારવાળા છે. ll૩૯ll ભાવાર્થ : જ્ઞાનાવરણીયકર્મના પાંચ, દર્શનાવરણીયકર્મના નવ, મોહનીયકર્મના અઠ્ઠાવીસ, વેદનીયકર્મના બે, આયુષ્યકર્મના ચાર, નામકર્મના એકસો ત્રણ, ગોત્રકર્મના બે અને અંતરાયકર્મના પાંચ ભેદો છે. તે આ પ્રમાણે – (૧) જ્ઞાનાવરણીય ઃ ૫ ભેદ. (i) મતિજ્ઞાનાવરણીય, (ii) શ્રુતજ્ઞાનાવરણીય, (iii) અવધિજ્ઞાનાવરણીય, (iv) મન:પર્યવજ્ઞાનાવરણીય, (૫) કેવલજ્ઞાનાવરણીય. (૨) દર્શનાવરણીય ઃ ૯ ભેદ. (i) ચક્ષુદર્શનાવરણીય, (ii) અચક્ષુદર્શનાવરણીય, (iii) અવધિદર્શનાવરણીય, (iv) કેવલદર્શનાવરણીય, (૫) નિદ્રા, (vi) નિદ્રાનિદ્રા, (vii) પ્રચલા, (viii) પ્રચલાપ્રચલા, (ix) થીણદ્ધિ. (૩) વેદનીયકર્મ: ૨ ભેદ. (i) શાતાવેદનીય, (ii) અશાતવેદનીય. (૪) મોહનીયકર્મ: ૨૮ ભેદ. દર્શનમોહનીયકર્મનાં ત્રણ ભેદ. (૧) સમ્યકત્વમોહનીય, (૨) મિશ્રમોહનીય, (૩) મિથ્યાત્વમોહનીય, ચારિત્રમોહનીયકર્મ અંતર્ગત કષાયના સોળ ભેદ. (૪-૭) અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ. (૮-૧૧) અપ્રત્યાખ્યાનીય ક્રોધ-માન-માયા-લોભ કષાય (૧૨-૧૫) પ્રત્યાખ્યાનીય ક્રોધ-માન-માયા-લોભ કષાય (૧૩-૧૯) સંજ્વલન ક્રોધ-માન-માયા-લોભ કષાય ચારિત્રમોહનીયકર્મ અંતર્ગત નોકષાયના નવ ભેદ. (૨૦-૨૮) હાસ્ય-રતિ-શોક-અરતિ-ભય-જુગુપ્સા, પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદ નોકષાયમોહનીયકર્મનાં નવ ભેદ. For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૩૯ (૫) આયુષ્યકર્મ : ૪ ભેદ. (i) દેવ (ii) મનુષ્ય (iii) તિર્યંચ (iv) નારક (૭) નામકર્મ : ૧૦૩ ભેદ. (i) ૧૪ પિંડપ્રકૃતિના ઉત્તર ૭૫ ભેદ, (ii) ૮ પ્રત્યેક પ્રકૃતિના ઉત્તર ૮ ભેદ, (iii) ૧ ત્રસદશકના ઉત્તર ૧૦ ભેદ, (iv) ૧ સ્થાવરદશકના ઉત્તર ૧૦ ભેદ, એમ કુલ-૧૦૩ નામકર્મની પ્રકૃતિ. (i) ૧૪ પિંડપ્રકૃતિના ૭૫ ભેદો : ૧ થી ૪ ગતિનામકર્મ (૪) ૧૨૭ (૧) નારકગતિ નામકર્મ, (૨) તિર્યંચગતિ નામકર્મ, (૩) મનુષ્યગતિ નામકર્મ, (૪) દેવગતિ નામકર્મ. ૫ થી ૯ જાતિનામકર્મ : (૫) (૫) એકેન્દ્રિય જાતિનામકર્મ, (૬) બેઇન્દ્રિય જાતિનામકર્મ, (૭) તેઇન્દ્રિય જાતિનામકર્મ, (૮) ચઉરિન્દ્રિય જાતિનામકર્મ, (૯) પંચેન્દ્રિય જાતિનામકર્મ, ૧૦-૧૪. શરીરનામકર્મ : (૫) (૧૦) ઔદારિક શરીરનામકર્મ, (૧૧) વૈક્રિય શરીરનાંમકર્મ, (૧૨) આહારક શરીરનામકર્મ, (૧૩) તૈજસ શરીરનામકર્મ, (૧૪) કાર્મણ શરીરનામકર્મ ૧૫-૧૭. અંગોપાંગનામકર્મ : (૩) (૧૫) ઔદારિક અંગોપાંગનામકર્મ, (૧૬) વૈક્રિય અંગોપાંગનામકર્મ, (૧૭) આહારક અંગોપાંગનામકર્મ. ૧૮-૩૨. બંધનનામકર્મ : (૧૫) (૧૮) ઔદારિકઔદારિક બંધનનામકર્મ, (૧૯) વૈક્રિયવૈક્રિય બંધનનામકર્મ, (૨૦) આહારકઆહારક બંધનનામકર્મ, (૨૧) ઔદારિક-તૈજસ બંધનનામકર્મ, (૨૨) વૈક્રિય-તૈજસ બંધનનામકર્મ, (૨૩) આહારક-તૈજસ બંધનનામકર્મ, (૨૪) ઔદારિક-કાર્યણ બંધનનામકર્મ, (૨૫) વૈક્રિય-કાર્યણ બંધનનામકર્મ, (૨૬) આહારક-કાર્યણ બંધનનામકર્મ, (૨૭) ઔદારિક-તૈજસ-કાર્મણ For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ નવતત્વ પ્રકરણ | ગાથા-૩૯ બંધનનામકર્મ, (૨૮) વૈક્રિય-તેજસ-કાર્પણ બંધનનામકર્મ, (૨૯) આહારકતૈજસ-કાર્પણ બંધનનામકર્મ, (૩૦) તેજસ-તેજસ બંધનનામકર્મ, (૩૧) કાર્પણ કાર્પણ બંધનનામકર્મ, (૩૨) તેજસ કાર્મણ બંધનનામકર્મ. ૩૩-૩૭. સંઘાતન નામકર્મ : (૫) (૩૩) ઔદારિક સંઘાતન નામકર્મ (૩૪) વૈક્રિય સંઘાતન નામકર્મ (૩૫) આહારક સંઘાતન નામકર્મ (૩૬) તેજસ સંઘાતન નામકર્મ (૩૭) કાર્પણ સંઘાતન નામકર્મ. ૩૮-૪૩. સંવનન નામકર્મ (સંઘયણ) : (ક) (૩૮) વજઋષભનારાચ સંહનનનામકર્મ, (૩૯) ઋષભનારા સંતનનનામકર્મ, (૪૦) નારા સંહનનનામકર્મ, (૪૧) અર્ધનારા સંતનનનામકર્મ, (૪૨) કીલિકા સંવનનનામકર્મ, (૪૩) સેવાર્ત સંવનનનામકર્મ. ૪૪-૪૯. સંસ્થાન નામકર્મ (૯) (૪૪) સમચતુરસ સંસ્થાનનામકર્મ, (૪૫) ન્યગ્રોધપરિમંડલ સંસ્થાનનામકર્મ, (૪૬) સાદિ સંસ્થાનનામકર્મ, (૪૭) કુન્જ સંસ્થાનનામકર્મ, (૪૮) વામન સંસ્થાનનામકર્મ, (૪૯) હુંડક સંસ્થાનનામકર્મ. ૫૦-૫૪. વર્ણનામકર્મ : (૫) (૫૦) રક્તવર્ણ નામકર્મ, (૫૧) નીલવર્ણ નામકર્મ, (૫૨) પીતવર્ણ નામકર્મ, (૫૩) કૃષ્ણવર્ણ નામકર્મ, (૫૪) શ્વેતવર્ણ નામકર્મ. ૫૫-૫૬. ગંધ નામકર્મ : (૨) (૫૫) સુરભિગંધ નામકર્મ, (૫૭) દુરભિગંધ નામકર્મ. ૫૭-૬૧. રસ નામકર્મ : (૫) (૫૭) મધુરરસ નામકર્મ, (૫૮) તિક્તરસ નામકર્મ, (૫૯) કટુકરસ નામકર્મ, (૬૦) કષાયરસ નામકર્મ, (૧૧) લવણરસ નામકર્મ. કર-૧૯. સ્પર્શનામકર્મઃ () (૬૨) મૃદુસ્પર્શ નામકર્મ, (૬૩) કર્કશસ્પર્શ નામકર્મ, (૬૪) શીતસ્પર્શ નામકર્મ, (૬૫) ઉષ્ણસ્પર્શ નામકર્મ, (૬૬) લઘુસ્પર્શ નામકર્મ, (૬૭) ગુરુસ્પર્શ નામકર્મ, (૧૮) સ્નિગ્ધસ્પર્શ નામકર્મ, (૧૯) રુક્ષસ્પર્શ નામકર્મ. For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ નવતત્ત્વ પ્રકરણ / ગાથા-૩૯ ૭૦-૭૩. આનુપૂર્વી નામકર્મ : (૪) (૭૦) નારક આનુપૂર્વી નામકર્મ, (૭૧) દેવ આનુપૂર્વી નામકર્મ, (૭૨) મનુષ્ય આનુપૂર્વી નામકર્મ, (૭૩) તિર્યંચ આનુપૂર્વી નામકર્મ. ૭૪-૭૫. વિહાયોગતિ નામકર્મ : (૨) (૭૪) શુભ વિહાયોગતિ નામકર્મ, (૭૫) અશુભ વિહાયોગતિ નામકર્મ. | (i) ૭૬-૮૩. અપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિઓઃ (૮) (૭૬) પરાઘાત નામકર્મ, (૭૭) શ્વાસોચ્છવાસ નામકર્મ, (૭૮) આતપ નામકર્મ, (૭૯) ઉદ્યોત નામકર્મ, (૮૦) અગુરુલઘુ નામકર્મ, (૮૧) તીર્થકર નામકર્મ, (૮૨) નિર્માણ નામકર્મ, (૮૩) ઉપઘાત નામકર્મ. (i) ૮૪-૩. ત્રસદશકની પ્રકૃતિઓઃ (૧૦) (૮૪) ત્રસ નામકર્મ, (૮૫) બાદર નામકર્મ, (૮૯) પર્યાપ્ત નામકર્મ, (૮૭) પ્રત્યેક નામકર્મ, (૮૮) સ્થિર નામકર્મ, (૮૯) શુભ નામકર્મ, (૯૦) સુસ્વર નામકર્મ, (૯૧) સુભગ નામકર્મ, (૯૨) આદેય નામકર્મ, (૯૩) યશકીર્તિ નામકર્મ. (iv) ૯૪-૧૦૩. સ્થાવરદશકની પ્રકૃતિઓઃ (૧૦) (૯૪) સ્થાવર નામકર્મ, (૯૫) સૂમ નામકર્મ, (૯૬) અપર્યાપ્ત નામકર્મ, (૭) સાધારણ નામકર્મ, (૯૮) અસ્થિર નામકર્મ, (૯૯) અશુભ નામકર્મ, (૧૦૦) દુઃસ્વર નામકર્મ, (૧૦૧) દુર્ભગ નામકર્મ, (૧૦૨) અનાદેય નામકર્મ, (૧૦૩) અયશકીર્તિ નામકર્મ. આ રીતે ૧૦૩ નામકર્મની પ્રકૃતિઓ છે. (૭) ગોત્રકર્મ: ૨ ભેદ. (૧) ઉચ્ચગોત્ર કર્મ, (૨) નીચગોત્ર કર્મ. (૮) અંતરાયકર્મ : ૫ ભેદ. (૧) દાનાંતરાય, (૨) લાભાંતરાય, (૩) ભોગવંતરાય, (૪) ઉપભોગવંતરાય, (૫) વીર્યંતરાય. આ રીતે આઠ પ્રકૃતિના ઉત્તરભેદોની કુલ સંખ્યા ૧૫૮ થાય છે. ll૩૯ll For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ નવતત્વ પ્રકરણ | ગાથા-૪૦-૪૧, ૪૨ અવતરણિકા : પૂર્વગાથામાં કર્મની મૂળ પ્રકૃતિઓ બતાવી અને ઉત્તર પ્રકૃતિની સંખ્યા બતાવી. તેથી પ્રકૃતિ બંધનું નિરૂપણ થયું. હવે સ્થિતિબંધ બતાવવા માટે આઠે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી છે, તે બે ગાથાથી બતાવે છે – ગાથા :नाणे अ दंसणावरणे, वेयणिए चेव अंतराए अ । तीसं कोडाकोडी, अयराणं ठिई अ उक्कोसा ।।४०।। सित्तरि कोडाकोडी, मोहणिए वीस नाम-गोएसु । तित्तीसं अयराइं आउट्ठिइबंध उक्कोसा ।।४१।। ગાથાર્થ : જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાય આ ચારે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ દરેકની ત્રીસ કોડાકોડી સાગરોપમની છે. IoTI સિત્તેર કોડાકોડી સાગરોપમ મોહનીયકર્મનો, વીસ કોડાકોડી સાગરોપમ નામકર્મનો અને ગોગકર્મનો અને તેત્રીસ સાગરોપમ આયુષ્યકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ છે. II૪૧પ અવતરણિકા - સ્થિતિબંધના નિરૂપણમાં આઠે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ગાથા-૪૦/૪૧માં બતાવી. હવે આઠ કર્મોની જઘન્યસ્થિતિ બતાવતાં કહે છે – ગાથા :बारस मुहुत्तं जहन्ना, वेयणिए अट्ठ नाम गोएसु । सेसाणंतमुहत्तं, एयं बंधट्टिईमाणं ।।४२।। ગાથાર્થ : વેદનીયકર્મની જઘન્ય સ્થિતિ બાર મુહૂર્તની છે, નામ અને ગોગકર્મની જઘન્ય સ્થિતિ દરેકની આઠ આઠ મુહૂર્તની છે. શેષ કર્મોની જઘન્ય For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ નવતત્વ પ્રકરણ | ગાથા-૪૨-૪૩ ૧૩૧ સ્થિતિ અંતર્મુહૂર્તની છે. આ ગાથા-૪૦થી ૪રમાં બતાવ્યું, એ સ્થિતિબંધનું માન છે. જરા (૯) “મોક્ષતત્ત્વ”નું વર્ણન (ગાથા-૪૩થી ૫૦) અવતરણિકા - ગાથા-૩૭માં બંધતત્વના નિરૂપણનો પ્રારંભ કરેલ, અને તે બંધાતાં કર્મો પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશરૂપ છે, તેમ ગાથા-૩૭માં બતાવેલ. ત્યારપછી તે પ્રકૃતિ બતાવવાને અર્થે કર્મોની મૂળ પ્રકૃતિ કેટલી છે, તે સંક્ષેપથી બતાવ્યું અને ઉત્તર પ્રવૃતિઓની સંખ્યા બતાવી. તેમ બતાવીને કર્મોની પ્રકૃતિનું વક્તવ્ય પૂર્ણ કર્યું. ત્યારપછી આઠ કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ અને જઘન્ય સ્થિતિ કેટલી છે તે બતાવ્યું અને પ્રદેશબંધ અને રસબંધનું વિશેષ વર્ણન અન્યત્ર પ્રસિદ્ધ છે તેથી અહીં તેનું વર્ણન ગ્રંથકારે કરેલ નથી. આ રીતે બંધ તત્વને પૂર્ણ કરીને હવે મોક્ષતત્વને બતાવે છે. મોક્ષતત્વની વિચારણા કરવા માટે દ્વારગાથા બતાવે છે – ગાથા : संतपयपरूवणया, दव्वपमाणं च खित्त फुसणा य । कालो अ अंतरं भाग भाव अप्पाबडं चेव ।।४३।। ગાથાર્થ – સપદપ્રરૂપણા, દ્રવ્યપ્રમાણ, ક્ષેત્ર, સ્પર્શના, કાળ, અંતર, ભાગ, ભાવ અને અલ્પબદુત્વ. ll૪all ભાવાર્થ - (૧) સત્પદપ્રરૂપણા દ્વાર :- સત્પદપ્રરૂપણામાં સિદ્ધના જીવો છે કે નહિ તેની વિચારણા સત્પદથી કરાય છે. (૨) દ્રવ્યપ્રમાણ દ્વાર :- સિદ્ધના જીવો સંખ્યાથી કેટલા છે, તેનું પ્રમાણ આ દ્વારમાં બતાવવામાં આવે છે. (૩) ક્ષેત્ર દ્વાર :- સિદ્ધના જીવો કેટલા ક્ષેત્રમાં અવગાહીને રહેલા છે, તેની વિચારણા ક્ષેત્ર દ્વારમાં કરવામાં આવે છે. For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ નવતત્વ પ્રકરણ | ગાથા-૪૩-૪૪ (૪) સ્પર્શના દ્વાર :- સિદ્ધના જીવો કેટલા આકાશપ્રદેશોને સ્પર્શે છે, તે અહીં બતાવ્યું છે. (૫) કાળ દ્વારઃ- સિદ્ધના જીવોને સિદ્ધ અવસ્થામાં રહેવાનો કાળ કેટલો છે તે બતાવે છે. (૬) અંતર દ્વાર :- સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિ પછી ફરી સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિ નથી, તેથી જેમ મનુષ્ય જન્મની પ્રાપ્તિમાં અંતર પ્રાપ્ત થાય છે તેમ સિદ્ધના જીવોને અંતરની પ્રાપ્તિ નથી તે બતાવે છે. (૭) ભાગ દ્વારઃ- સર્વ જીવોના કેટલા ભાગમાં સિદ્ધના જીવો છે, તે ભાગ દ્વારમાં બતાવે છે. (૮) ભાવ દ્વારઃ- સિદ્ધના જીવો કયા ભાવોમાં છે, તે આ કારમાં બતાવે છે. (૯) અલ્પબદુત્વ દ્વાર :- સ્ત્રીલિંગ આદિ ત્રણ લિંગોમાં સિદ્ધના જીવોનું પરસ્પર અલ્પબદુત્વ આ દ્વારમાં બતાવે છે. II૪all અવતરણિકા : પૂર્વગાથામાં મોક્ષની વિચારણા માટેનાં નવ દ્વારોનાં નામ બતાવ્યાં. તેમાં સત્પદપ્રરૂપણારૂપ પ્રથમ દ્વાર બતાવે છે – ગાથા :संतं सुद्धपयत्ता, विज्जंतं खकुसुमंच न असंतं । मुक्खत्ति पयं तस्स उ, परूवणा मग्गणाईहिं ।।४४ ।। ગાથાર્થ : મોક્ષ એ પ્રકારનું પદ સત્ છે વિધમાન છે; કેમ કે શુદ્ધપદપણું છે. આકાશકુસુમની જેમ અસત્ નથી. વળી, તેની પ્રરૂપણા માર્ગણા દ્વારા થાય છે. ll૪૪TI ભાવાર્થ (૧) સત્પદપ્રરૂપણાદ્વાર :- જે સામાસિક પદ ન હોય અને વ્યુત્પત્તિથી જે શબ્દ બનેલો હોય તે શબ્દને શુદ્ધ પદ કહેવાય છે. મોક્ષપદ સામાસિક પદ નથી, For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૪૪-૪૫ ૧૩૩ વળી ‘મુ’ ધાતુથી બનેલ છે. તેથી મોક્ષપદથી વાચ્ય વસ્તુ જગતમાં વિદ્યમાન છે, પરંતુ આકાશકુસુમની જેમ અવિદ્યમાન નથી; અર્થાત્ આકાશકુસુમ એ પદ આકાશ અને કુસુમ એ બે શબ્દોના સમાસથી બનેલું છે, તેથી શુદ્ધપદ નથી, વળી આકાશકુસુમ એ પદથી વાચ્ય જગતમાં કોઈ પદાર્થ વિદ્યમાન નથી, જ્યારે મોક્ષપદથી વાચ્ય વસ્તુ જગતમાં અવિદ્યમાન નથી. મોક્ષપદથી વાચ્ય વસ્તુ છે, તે બતાવ્યા પછી તે મોક્ષના સ્વરૂપનું જ્ઞાન કરવા માટે માર્ગણાથી વિચારણા થાય છે, અને તે માર્ગણાની વિચારણા સ્વયં ગ્રંથકાર આગળની ગાથામાં બતાવે છે. ||૪૪|| અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે માર્ગણાથી મોક્ષપદની વિચારણા કરવી જોઈએ. તેથી તે માર્ગણાઓનાં નામો પ્રસ્તુત ગાથાથી બતાવે છે 51121 : गइ इंदिए अ का जोए वेए कसाय नाणे अ । संजम दंसण लेसा, भव सम्मे सन्नि आहारे ।। ४५ ।। - ગાથાર્થ : ગતિ, ઈન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, લેશ્યા, ભવ્ય, સમ્યક્ત્વ, સંજ્ઞા અને આહાર, (એ માર્ગણાઓનાં નામો છે.) II૪૫]I ભાવાર્થ: ગતિચાર ગતિ, ઇન્દ્રિય=પાંચ ઇન્દ્રિય, કાય=છકાય, યોગ–ત્રણ યોગ, વેદ= ત્રણ વેદ, કષાય–ચાર કષાય, જ્ઞાન-અજ્ઞાન=આઠ જ્ઞાન, સંયમ-અસંયમ=સાત સંયમ, દર્શન=ચાર દર્શન, લેશ્યા=છ લેશ્યા, બે ભવ્ય-અભવ્ય, સમ્યક્ત્વ-અસમ્યક્ત્વ, સંજ્ઞી-અસંજ્ઞી અને આહાર-અનાહાર, એમ ચૌદ મૂળ માર્ગણાઓ છે. આ ચૌદ માર્ગણાઓનાં કુલ-સડસઠ પેટાભેદો આ પ્રમાણે છે. (i) ચાર ગતિ : (૧) દેવગતિ, (૨) મનુષ્યગતિ, (૩) તિર્યંચગતિ અને (૪) નરકગતિ. For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૪૫ (i) પાંચ ઇન્દ્રિય ઃ (૧) એકેન્દ્રિય જાતિ, (૨) બેઇન્દ્રિય જાતિ, (૩) તેઇન્દ્રિય જાતિ, (૪) ચઉરિન્દ્રિય જાતિ અને (૫) પંચેન્દ્રિય જાતિ. (i) છકાયઃ (૧) પૃથ્વીકાય, (૨) અપૂકાય, (૩) તેઉકાય, (૪) વાઉકાય, (૫) વનસ્પતિકાય અને (૬) ત્રસકાય. (iv) ત્રણ યોગ (૧) મનયોગ, (૨) વચનયોગ અને (૩) કાયયોગ. (v) ત્રણ વેદઃ (૧) સ્ત્રીવેદ, (૨) પુરુષવેદ અને (૩) નપુંસકવેદ. (vi) ચાર કષાય ઃ (૧) ક્રોધ, (૨) માન, (૩) માયા અને (૪) લોભ (vii) આઠ જ્ઞાન-અજ્ઞાનઃ (૧) મતિજ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) મન:પર્યવજ્ઞાન, (૫) કેવળજ્ઞાન, (૬) મતિઅજ્ઞાન, (૭) ચુતઅજ્ઞાન અને (૮) વિર્ભાગજ્ઞાન. | (iii) સાત સંયમ-અસંયમ : (૧) સામાયિક ચારિત્ર, (૨) છેદોપસ્થાપ્ય ચારિત્ર, (૩) પરિહારવિશુદ્ધિ ચારિત્ર, (૪) સૂક્ષ્મસંપરાય ચારિત્ર, (૫) યથાખ્યાત ચારિત્ર, (૬) દેશવિરતિ ચારિત્ર, (૭) અવિરતિ. (ix) ચાર દર્શન : (૧) ચક્ષુદર્શન, (૨) અચક્ષુદર્શન, (૩) અવધિદર્શન, (૪) કેવલદર્શન. (x) છ લેશ્યાઃ (૧) કૃષ્ણલેશ્યા, (૨) નીલલેશ્યા, (૩) કાપોતલેશ્યા, (૪) તેજોલેશ્યા, (૫) પદ્મલેશ્યા, (૬) શુક્લલેશ્યા. (xi) (૧) ભવ્ય, (૨) અભવ્ય. (ii) સમ્યક્ત-અસમ્યક્ત ઃ (૧) ઉપશમ સમ્યક્ત્વ, (૨) ક્ષયોપશમ સમ્યત્વ, (૩) ક્ષાયિક સમ્યકત્વ, (૪) મિશ્ર સમ્યકત્વ, (પ) સાસ્વાદન સમ્યક્ત્વ, (૯) મિથ્યાત્વ. (xi) (૧) સંશી, (૨) અસંશી. (xiv) (૧) આહાર, (૨) અનાહાર. આ ૧૪ મૂળ માર્ગણાઓમાં મોક્ષના સ્વરૂપની વિચારણા ગ્રંથકારશ્રી સ્વયં આગળ બતાવે છે. II૪પ For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ નવતત્વ પ્રકરણ | ગાથા-૪૬ ૧૩૫ અવતરણિકા : દરેક માર્ગણાઓના કયા અવાંતરભેદમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે, તે બતાવે છે – ગાથા : नरगइ पणिंदितस भव, सन्नि अहक्खाय खइअसम्मत्ते । मुक्खोऽणाहार केवल-दंसणनाणे न सेसेसु ।।४६।। ગાથાર્થ : (૧) મનુષ્યગતિ, (૨) પંચેન્દ્રિય, (3) કસ, (૪) ભવ્ય, (૫) સંજ્ઞી, (૬) યથાખ્યાન ચારિત્ર, (૭) ક્ષાયિક સમ્યકત્વ, (૮) અનાહાર, (૯) કેવળદર્શન, (૧૦) કેવળજ્ઞાનમાં મોક્ષ છે. શેષભેદોમાં મોક્ષ નથી(૧૧) કષાય, (૧૨) વેદ, (૧૩) યોગ અને (૧૪) વેશ્યા, આ ચાર માર્ગણામાં મોક્ષ નથી. II૪૬ll ભાવાર્થ - (૧) ગતિમાર્ગણામાં માત્ર મનુષ્યગતિમાંથી મોક્ષ છે, શેષ ત્રણ ગતિઓમાંથી મોક્ષ નથી. (૨) જાતિમાર્ગણામાં માત્ર પંચેન્દ્રિય જાતિમાંથી મોક્ષ છે, શેષ ચાર જાતિઓમાંથી મોક્ષ નથી. (૩) કાયમાર્ગણામાંથી ત્રસકાયમાં મોક્ષ છે, શેષ પૃથ્વીકાય આદિ ચાર કાયમાંથી મોક્ષ નથી. (૪) ભવ્ય-અભવ્ય માર્ગણામાંથી ભવ્યમાર્ગણામાં મોક્ષ છે, અભવ્યમાર્ગણામાં મોક્ષ નથી. (૫) સંજ્ઞી-અસંજ્ઞી માર્ગણામાંથી સંજ્ઞીમાર્ગણામાં મોક્ષ છે, અસંજ્ઞીમાર્ગણામાં મોક્ષ નથી. (૯) સંયમીમાર્ગણામાંથી માત્ર યથાખ્યાતચારિત્રમાં મોક્ષ છે, શેષ ચાર ચારિત્રમાં મોક્ષ નથી. For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૪૬-૪૭ (૭) સમ્યક્ત્વ માર્ગણામાંથી માત્ર ક્ષાયિકસમ્યક્ત્વીને મોક્ષ છે, અન્ય ચાર સમ્યક્ત્વીને અને મિથ્યાત્વીને મોક્ષ નથી. ૧૩૬ (૮) આહાર-અનાહા૨માર્ગણામાંથી અનાહારમાર્ગણામાં મોક્ષ છે, આહારમાર્ગણામાં મોક્ષ નથી. (૯) દર્શનમાર્ગણામાંથી કેવળદર્શનમાર્ગણામાં મોક્ષ છે, શેષ દર્શનમાર્ગણામાં મોક્ષ નથી. (૧૦) જ્ઞાનમાર્ગણામાંથી કેવળજ્ઞાનમાર્ગણામાં મોક્ષ છે, શેષ ચાર જ્ઞાનમાર્ગણામાંથી અને ત્રણ અજ્ઞાનમાર્ગણામાંથી મોક્ષ નથી. શેષ ચાર માર્ગણામાં અર્થાત્ (૧) ચાર પ્રકારના કષાયો, (૨) ત્રણ પ્રકારના વેદ, (૩) ત્રણ પ્રકારના યોગ અને (૪) છ પ્રકારની લેશ્યા, એ શેષ ચાર માર્ગણામાં, મોક્ષ નથી. ॥૪॥ અવતરણિકા : ગાથા-૪૩માં નવ દ્વારથી મોક્ષતત્ત્વની વિચારણા કરવાની છે તેમ કહ્યું. ત્યારપછી સત્પદપ્રરૂપણા આદિ નવ દ્વારોથી મોક્ષની વિચારણા કરવાનો પ્રારંભ કર્યો. તેમાંથી સત્પદપ્રરૂપણારૂપ પ્રથમ દ્વારથી મોક્ષની વિચારણા માર્ગણા દ્વારા કઈ રીતે કરવી, તે ગાથા-૪૪ થી ૪૬માં બતાવ્યું. હવે ક્રમપ્રાપ્ત સત્પદપ્રરૂપણાદિ તવ દ્વારોમાંથી બીજા અને ત્રીજા દ્વારરૂપ દ્રવ્યપ્રમાણદ્વારથી અને ક્ષેત્રદ્વારથી મોક્ષતત્ત્વને બતાવે છે – 51121 : दव्वपमाणे सिद्धाणं, जीवदव्वाणि हुंतिऽणंताणि । लोगस्स असंखिज्जे, भागे इक्को य सव्वेवि ।। ४७ ।। ગાથાર્થ ઃ સિદ્ધોના દ્રવ્યપ્રમાણમાં અનંત જીવદ્રવ્યો છે. લોકના અસંખ્યાતમાભાગમાં એક અને સર્વ પણ સિદ્ધના જીવો છે. II૪૭।। For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૪૭-૪૮ ભાવાર્થ: (૨) દ્રવ્યપ્રમાણદ્વાર ઃ- દ્રવ્યપ્રમાણથી વિચારણા કરીએ તો સિદ્ધના જીવો સંખ્યાથી અનંતા છે; કેમ કે સાધના કરીને અનાદિકાળથી સિદ્ધમાં જવાનો પ્રવાહ અનાદિનો છે. તેથી સિદ્ધમાં હંમેશાં અનંતા જીવોની પ્રાપ્તિ છે. (૩) ક્ષેત્રદ્વાર :- વળી, સિદ્ધના જીવો કેટલા ક્ષેત્રમાં છે, તેની વિચારણા બતાવતાં કહે છે -- એક સિદ્ધના જીવને આશ્રયીને વિચારીએ તો એક સિદ્ધનો આત્મા લોકના અસંખ્યાતમાભાગમાં છે, અને સર્વ સિદ્ધના જીવોને આશ્રયીને વિચારીએ તોપણ લોકના અસંખ્યાતમાભાગમાં સર્વ સિદ્ધના જીવો છે. ફક્ત એક જીવના ક્ષેત્રને આશ્રયીને વિચારીએ તો લોકનો અસંખ્યાત ભાગ ક્ષેત્રનું પ્રમાણ અલ્પ છે, અને જે જીવ સિદ્ધ થયેલ છે, તેના પૂર્વના શરીરના ત્રીજા ભાગ ન્યૂન દેહની અવગાહના પ્રમાણ ક્ષેત્રમાં છે, અને સર્વ જીવોને આશ્રયીને વિચારીએ તો ૪૫ લાખ યોજન સિદ્ધશિલા છે, એટલા ક્ષેત્રમાં ઉપરના ભાગમાં અવગાહીને સર્વ સિદ્ધના જીવો રહેલા છે. II૪૭ના અવતરણિકા : ગાથા-૪૩માં બતાવેલ નવ દ્વારમાંથી ક્રમપ્રાપ્ત ચોથા, પાંચમા, છઠ્ઠા દ્વારરૂપ સ્પર્શનાદ્વાર, કાળદ્વાર અને અંતરદ્વારથી મોક્ષતત્ત્વને બતાવે છે – ગાથા: फुसणा अहिया कालो, इग- सिद्ध पडुच्च साइओणतो । -પડુષ્ય સાફોળતો 1 पडिवायाऽभावाओ, सिद्धाणं अंतरं नत्थि ।।४८ ।। ૧૩૭ ગાથાર્થ ઃ સ્પર્શના અધિક છે=જેટલા ક્ષેત્રમાં અવગાહના છે તેના કરતાં સ્પર્શના અધિક છે. એક સિદ્ધને આશ્રયીને સાદિ અનંતકાળ છે. સિદ્ધોનો પ્રતિપાતનો અભાવ હોવાને કારણે=સિદ્ધમાં ગયા પછી સંસારમાં આગમનો અભાવ હોવાને કારણે, અંતર નથી=સિદ્ધના ભવની પ્રાપ્તિ પછી ફરી સિદ્ધના ભવની પ્રાપ્તિમાં અંતર નથી. ।।૪૮।। For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ નવતત્વ પ્રકરણ | ગાથા-૪૮-૪૯ ભાવાર્થ - (૪) સ્પર્શના ધાર :- સિદ્ધના જીવો જેટલા આકાશમાં અવગાહીને રહેલા છે, તેટલા આકાશપ્રદેશની તેમજ આજુબાજુ સ્પર્શનારા આકાશપ્રદેશોની તેઓને સ્પર્શના હોય છે. તેથી અવગાહનાના પ્રદેશો કરતાં સ્પર્શનના પ્રદેશોની સંખ્યા અધિક છે. (૫) કાળ દ્વારઃ- એક સિદ્ધના જીવને આશ્રયીને સિદ્ધનો કાળ સાદિ અનંત છે; કેમ કે જ્યારે સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થાય છે ત્યારે તે કાળનો પ્રારંભ થાય છે અને સદા સિદ્ધ અવસ્થામાં રહે છે, તેથી અનંતકાળ છે. (૯) અંતર દ્વાર - સિદ્ધમાં ગયા પછી કોઈ જીવ સિદ્ધના ભવથી પ્રતિપાતને પામતો નથી. તેથી જેમ એક વખત મનુષ્યભવ પ્રાપ્ત કર્યા પછી ફરી મનુષ્યભવની પ્રાપ્તિમાં અંતર છે, તેમ સિદ્ધ અવસ્થા પામ્યા પછી ફરી સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિમાં અંતર નથી. II૪૮ અવતરણિકા - ગાથા-૪૩માં બતાવેલ નવ દ્વારમાંથી ક્રમ પ્રાપ્ત, સિદ્ધના જીવો સર્વ જીવોના કેટલા ભાગમાં છે તે રૂ૫ સાતમું ભાગ દ્વાર, અને સિદ્ધના જીવો કયા ભાવમાં વર્તે છે, તે રૂપ આઠમું ભાવ દ્વાર બતાવે છે – ગાથા : सव्वजियाणमणंते, भागे ते तेसिं दंसणं नाणं । खइए भावे परिणा-मिए अ पुण होइ जीवत्तं ।।४९।। ગાથાર્થ : સર્વ જીવોના અનંતમા ભાગમાં તેઓ છેકસિદ્ધના જીવો છે. તેઓમાં દર્શન-જ્ઞાન ક્ષાયિકભાવનાં છે અને વળી પારિણામિક ભાવમાં જીવવા છે. ll૪૯II ભાવાર્થ :(૩) ભાગદ્વાર :- જગતમાં જેટલા જીવો છે, તેના અનંતમા ભાગમાં For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ નવતત્વ પ્રકરણ | ગાથા-૪૯-૫૦ ૧૩૯ સિદ્ધના જીવો છે; જોકે આદિ વગરના અનંતકાળથી સિદ્ધિગમન ચાલુ છે, તેથી અનંતા જીવો સિદ્ધમાં છે, તોપણ સિદ્ધના તે સર્વ જીવો સંસારી જીવો કરતાં અનંતમા ભાગમાં છે. (૮) ભારદ્વાર :- વળી, સિદ્ધના જીવોમાં ક્ષાયિકભાવરૂપે દર્શન અને જ્ઞાન રહેલાં છે અને પરિણામિક ભાવરૂપે જીવત્વ રહેલું છે. તે સિવાય ઔદયિકભાવ, ક્ષાયોપથમિકભાવ કે ઔપથમિકભાવ સિદ્ધના જીવોમાં નથી. II૪૯ll અવતરણિકા : ગાથા-૪૩માં નવ દ્વારોથી સિદ્ધના જીવોની વિચારણા શરૂ કરેલ. તેમાંથી ક્રમ પ્રાપ્ત છેલ્લું “અલ્પબહુવૈદ્વાર' હવે બતાવે છે – ગાથા : थोवा नपुंससिद्धा, थी नर सिद्धा कमेण संखगुणा । इअ मुक्खतत्तमेअं नवतत्ता लेसओ भणिआ ।।५।। ગાથાર્થ : - થોડા નપુંસકસિદ્ધ છે અને સ્ત્રીસિદ્ધ અને પુરુષસિદ્ધ ક્રમથી સંખ્યાતગુણા છે. આ પ્રમાણે આ મોક્ષતત્વ છે. નવતત્ત્વો લેશથી કહેવાયાં. II૫oll ભાવાર્થ : (૯) અલ્પબદુત્વવાર :- જે સિદ્ધના જીવો છે, તેમાં નપુંસકલિંગથી સિદ્ધ થનારા સૌથી ઓછા છે, તોપણ સંખ્યાથી અનંતા છે, અને સ્ત્રીલિંગથી સિદ્ધ થનાર નપુંસકલિંગથી સિદ્ધ થનાર કરતાં સંખ્યાતગુણા છે, અને પુરૂષલિંગથી સિદ્ધ થનાર સ્ત્રીલિંગથી સિદ્ધ થનાર કરતાં સંખ્યાતગુણા છે. આ પ્રમાણે અર્થાત્ અત્યાર સુધી વર્ણન કર્યું એ પ્રમાણે આ મોક્ષતત્ત્વ છે. આ રીતે નવે તત્ત્વોનું લેશથી કથન કરાયું, તેથી નવે તત્ત્વોનું વર્ણન અહીં પૂરું થાય છે. નવતત્ત્વો વિશે જે અવશિષ્ટ વક્તવ્ય છે તે હવે પછીની ગાથામાં બતાવશે. For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ નવતત્વ પ્રકરણ | ગાથા-૫૦ “તત્ત્વાર્થસૂત્ર પ્રમાણે મોક્ષતત્ત્વનું વર્ણન તત્ત્વાર્થસૂત્ર અનુસાર સંક્ષેપથી મોક્ષતત્ત્વનું સ્વરૂપ આ પ્રમાણે છે – मोहक्षयात् ज्ञानदर्शनावरणान्तरायक्षयाच्च केवलम् । (तत्त्वार्थसूत्र अ. ૨૦, સૂ. ૨) મોહના ક્ષયથી, જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયના ક્ષયથી કેવળજ્ઞાન થાય છે. અહીં પ્રશ્ન થાય કે મોહનીય આદિનો ક્ષય કેવી રીતે થાય છે ? તેથી કહે बन्धहेत्वभावनिर्जराभ्याम् । (तत्त्वार्थसूत्र अ. १०, सू. २) બંધના હેતુનો અભાવ અને નિર્જરા દ્વારા મોહનીય આદિ કર્મોનો ક્ષય થાય છે. मिथ्यादर्शनादयो बन्धहेतवोऽभिहिताः (पृ. १२१) तेषामपि तदावरणीयस्य कर्मणः क्षयादभावो भवति सम्यग्दर्शनादीनां चोत्पत्तिः । “तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनं” (अ. ૨, સૂ. ૨), “સિધિમાર્ વા” (મ. ૨, સૂ. ૩) રૂત્યુત્તમ્ | एवं संवरसंवृतस्य महात्मनः सम्यग्व्यायामस्याभिनवस्य कर्मणः उपचयो न भवति पूर्वोपचितस्य च यथोक्तैर्निर्जराहेतुभिरत्यन्तक्षयः ततः सर्वद्रव्यपर्यायविषयं पारमैश्वर्यमनन्तं केवलं ज्ञानदर्शनं प्राप्य शुद्धो बुद्धः सर्वज्ञः सर्वदर्शी जिनः केवली भवति ततः प्रतनुशुभचतुःकर्मावशेषः आयुःकर्मसंस्कारवशाद् विहरति ।।२।। (તત્ત્વાર્થસૂત્ર . ૨૦, સૂ. ૨, માણ) મિથ્યાદર્શન આદિ બંધના હેતુઓ છેઃમિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કપાય અને યોગ બંધના હેતુ છે. તેમાંથી યોગના હેતુ એવા કર્મને છોડીને બાકીના મિથ્યાદર્શન આદિ ચારના કર્મોનો સંપૂર્ણ ક્ષય થવાથી કેવળજ્ઞાન થાય છે. ક્યારે કેવળજ્ઞાન થાય છે તે સ્પષ્ટ કરે છે – વળી, જ્યારે આત્મા સંવરથી સંવૃત બને છે અને સમ્યગુ વ્યાયામવાળા એવા=સમ્યગું અનુષ્ઠાનવાળા એવા મહાત્માને સમ્યક વ્યાયામથી નવાં કર્મોનો ઉપચય થતો નથી અને પૂર્વ ઉપચિત કર્મોનો અત્યંત ક્ષય થાય છે. તેથી સર્વ દ્રવ્ય અને પર્યાયના વિષયવાળા, પરમ ઐશ્વર્યવાળા, અંત વગરના કેવળજ્ઞાન અને કેવળદર્શનને પ્રાપ્ત કરે છે ત્યારે શુદ્ધ, બુદ્ધ, For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ નવતત્વ પ્રકરણ | ગાથા-૫૦ ૧૪૧ સર્વજ્ઞ, સર્વદર્શી, જિન, કેવલી થાય છે. ત્યારપછી અલ્પ એવા શુભ ચાર કર્મ અવશેષવાળા તે મહાત્મા આયુષ્યકર્મના સંસ્કારના વશથી વિહરે છે. ત્યારપછી આ મહાત્માના આયુષ્યકર્મની પરિસમાપ્તિ થયે છતે બાકીનાં ત્રણ અઘાતી કર્મોનો પણ ક્ષય કરે છે. આથી સંપૂર્ણ કર્મના ક્ષયરૂપ મોક્ષ પ્રાપ્ત થાય છે. ન્નવર્મક્ષયો મોક્ષ: I (તત્ત્વાર્થસૂત્ર 1. ૨૦, નૂ. ) कृत्स्नकर्मक्षयलक्षणो मोक्षो भवति, पूर्वं क्षीणानि चत्वारि कर्माणि पश्चाद् वेदनीय-नाम-गौत्रा-ऽऽयुष्कक्षयो भवति तत्क्षयसमकालमेवौदारिकशरीरवियुक्तस्यास्य जन्मनः प्रहाणम् हेत्वभावाच्चोत्तरस्याप्रादुर्भावः, एषाऽवस्था कृत्स्नकर्मक्षयो मोक्ष રૂત્યુચ્યતે પાર પા (તત્ત્વાર્થસૂત્ર ક. ૦, . ૨, માર્ગ) औपशमिकादिभव्यत्वाभावाच्चान्यत्र केवलसम्यक्त्वज्ञानदर्शनસિદ્ધત્વેચ્યા (તત્ત્વાર્થસૂત્ર 1. ૨૦, . ૪) औपशमिकक्षायोपशमिकौदयिकपारिणामिकानां भावानां भव्यत्वस्य चाभावान्मोक्षो भवति अन्यत्र केवलसम्यक्त्वकेवलज्ञानकेवलदर्शनसिद्धत्वेभ्यः । एते ह्यस्य क्षायिका નિત્યસ્તુ મુસ્યપિ મર્યાન્તિ ૪ TT (તત્ત્વાર્થસૂત્ર . ૦, સૂ. ૪, માણ) વળી, મુક્ત આત્માઓને કેવળસમ્યક્ત=ક્ષાયિકસમ્યક્ત, કેવળજ્ઞાન, કેવળદર્શન અને સિદ્ધત્વને છોડીને ઓપશમિક, લાયોપથમિક, ઔદયિક અને પારિણામિક ભાવોનો અને ભવ્યત્વનો અભાવ થવાથી મોક્ષ થાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે સિદ્ધ અવસ્થામાં કેવળસમ્યક્ત ક્ષાયિકસમ્યક્ત, કેવળજ્ઞાન, કેવળદર્શન અને સિદ્ધપણું ક્ષાવિકભાવરૂપે સદા રહે છે. વળી, મોક્ષમાં રહેલા જીવો કેવા સુખને પ્રાપ્ત કરે છે, તે ભાષ્યકાર બતાવે છે -- संसारसुखमतीत्यात्यन्तिकमैकान्तिकं निरुपमं नित्यं निरतिशयं निर्वाणसुखमવનોતીતિ IIST (તત્ત્વાર્થસૂત્ર 1. ૨૦, સૂ. ૭, માધ્ય) સંસારસુખને ઓળંગીને થતું હોવાથી આત્યંતિક, એકાન્તિક, નિરુપમ, નિત્ય, નિરતિશય, નિર્વાણ સુખને સિદ્ધના આત્માઓ પામે છે. For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ નવતત્વ પ્રકરણ | ગાથા-૫૦ ભાવાર્થ : (૧) આત્યંતિક - સંસારનું સુખ સંયોગજન્ય છે અને મોક્ષનું સુખ સંયોગના અભાવથી થયેલું જીવની પ્રકૃતિરૂપ છે, તેથી સંસારનું સુખ સાદિ-સાંત છે અને મોક્ષનું સુખ સાદિ-અનંત છે. (૨) એકાન્તિક - સિદ્ધનું સુખ દુઃખના સ્પર્શ વગરનું છે, તેથી એકાન્તિક સુખ છે. સંસારનું સુખ આવેગ અને શ્રમથી સંયુક્ત છે, તેથી એકાન્તિક સુખ નથી, પરંતુ દુઃખના સંશ્લેષવાળું સુખ છે. તેથી કંઈક હણાયેલું એવું સંસારનું સુખ છે, જ્યારે મોક્ષનું સુખ તો આવેગ અને શ્રમ વગર સહજ જીવની પ્રકૃતિરૂપ છે, તેથી પૂર્ણ સુખરૂપ છે. માટે એકાન્તિક સુખ છે. (૩) નિરુપમ :- મોક્ષના સુખને કોઈ ઉપમા આપી શકાય તેવું નથી, માટે નિરુપમ છે. સાધુના સુખની ઉપમા આપી શકાય. બાર માસના પર્યાયવાળા સાધુને સર્વાર્થસિદ્ધ દેવલોક જેવા સુખની પ્રાપ્તિ થાય તેમ ઉપમા આપી શકાય, પરંતુ મોક્ષના સુખની ઉપમા આપી શકાય તેમ નથી. (૪) નિત્ય :- જીવની પ્રકૃતિરૂપ હોવાથી મોક્ષનું સુખ નિત્ય છે. (૫) નિરતિશય - મોક્ષના સુખમાં તરતમતા નથી, પરંતુ પ્રકર્ષરૂપ છે. તેથી સર્વ મુક્ત જીવોનું સમાન રીતે અતિશયવાળું સુખ છે. વળી, સંસારવર્તી સુખ તરતમતાથી અનેક ભેદવાળું છે, અને સર્વાર્થસિદ્ધમાં જે ઉત્કર્ષવાળું સુખ મળે છે, તે પણ નિરતિશય સુખ નથી; કેમ કે સંસારનાં અન્ય સુખો કરતાં સર્વાર્થસિદ્ધનું સુખ અતિશયવાળું હોવા છતાં પણ મુનિને, કેવળીને કે સિદ્ધના જીવોને જેવું અતિશય સુખ છે, તેવું અતિશય સુખ સર્વાર્થસિદ્ધના જીવોને નથી. આવું નિર્વાણનું સુખ સિદ્ધના જીવોને પ્રાપ્ત થાય છે. આ મોક્ષના સુખનું વર્ણન કરતાં ભાષ્યકાર તત્ત્વાર્થસૂત્રના ભાષ્ય અંતર્ગત કારિકામાં કહે છે – एवं तत्त्वपरिज्ञानाद्, विरक्तस्यात्मनो भृशम् । निरास्रवत्वाच्छिन्नायां, नवायां कर्मसन्ततौ ।।१।। पूर्वार्जितं क्षपयतो, यथोक्तैः क्षयहेतुभिः । संसारबीजं कात्न्ये न, मोहनीयं प्रहीयते ।।२।। For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ નવતત્વ પ્રકરણ | ગાથા-૫૦ १४3 ततोऽन्तरायज्ञानघ्नदर्शननान्यनन्तरम् । प्रहीयन्तेऽस्य युगपत्, त्रीणि कर्माण्यशेषतः ।।३।। गर्भसूच्यां विनष्टायां, यथा तालो विनश्यति । तथा कर्म क्षयं याति, मोहनीये क्षयं गते ।।४।। ततः क्षीणचतुःकर्मा, प्राप्तो यथाख्यातसंयमम् । बीजबन्धननिर्मुक्तः, स्नातकः परमेश्वरः ।।५।। शेषकर्मफलापेक्षः, शुद्धो बुद्धो निरामयः । सर्वज्ञः सर्वदर्शी च, जिनो भवति केवली ।।६।। कृत्स्नकर्मक्षयादूर्वा, निर्वाणमधिगच्छति । यथा दग्धेन्धनो वह्निनिरुपादानसन्ततिः ।।७।। दग्धे बीजे यथाऽत्यन्तं, प्रादुर्भवति नाङ्कुरः । कर्मबीजे तथा दग्धे, नारोहति भवाङ्कुरः ।।८।। तदनन्तरमेवोर्ध्वमालोकान्तात् स गच्छति । पूर्वप्रयोगासङ्गत्वबन्धच्छेदोर्ध्वगौरवैः ।।९।। कुलालचक्रे दोलायामिषौ वाऽपि यथेष्यते । पूर्वप्रयोगात् कर्मेह, तथा सिद्धिगतिः स्मृता ।।१०।। मृल्लेपसङ्गनिर्मोक्षाद्, यथा दृष्टाऽप्स्वलाबुनः । कर्मसङ्गविनिर्मोक्षात्, तथा सिद्धिगतिः स्मृता ।।११।। एरण्डयन्त्रपेडासु, बन्धच्छेदाद् यथा गतिः । कर्मबन्धनविच्छेदात्, सिद्धस्यापि तथेष्यते ।।१२।। ऊर्ध्वगौरवधर्माणो, जीवा इति जिनोत्तमैः । अधोगौरवधर्माणः, पुद्गला इति चोदितम् ।।१३।। यथाऽधस्तिर्यगूज़ च, लोष्टवाय्वग्निवीतयः । स्वभावतः प्रवर्तन्ते, तथोर्ध्वं गतिरात्मनाम् ।।१४ ।। अतस्तु गतिवैकृत्यमेषां यदुपलभ्यते । कर्मणः प्रतिघाताच्च, प्रयोगाच्च तदिष्यते ।।१५।। For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ १४४ अधस्तिर्यगथोर्ध्वं च, जीवानां कर्मजा गतिः । ऊर्ध्वमेव त तद्धर्मा भवति क्षीणकर्मणाम् ।। १६ ।। द्रव्यस्य कर्मणो यद्वदुत्पत्त्याऽऽरम्भवीतयः । समं तथैव सिद्धस्य, गतिमोक्षभवक्षयाः ।। १७ ।। उत्पत्तिश्च विनाशश्च, प्रकाशतमसोरिह । युगपद् भवतो यद्वत्, तथा निर्वाणकर्मणोः ।। १८ ।। तन्वी मनोज्ञा सुरभिः, पुण्या परमभास्वरा । प्राग्भारा नाम वसुधा, लोकमूर्ध्नि व्यवस्थिता ।।१९।। नृलोकतुल्यविष्कम्भा, सितच्छत्रनिभा शुभा । ऊर्ध्वं तस्याः क्षितेः सिद्धा, लोकान्ते समवस्थिताः ।। २० ।। तादात्म्यादुपयुक्तास्ते, केवलज्ञानदर्शनैः । सम्यक्त्वसिद्धतावस्था, हेत्वभावाच्च निष्क्रियाः ।। २१ ।। ततोऽप्यूर्ध्वगतिस्तेषां कस्मान्नास्तीति चेन्मतिः । धर्मास्तिकायस्याभावात् स हि हेतुर्गतेः परः ।। २२ ।। , , નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૫૦ , संसारविषयातीतं मुक्तानामव्ययं सुखम् । अव्याबाधमिति प्रोक्तं, परमं परमर्षिभिः ।। २३ ।। स्यादेतदशरीरस्य, जन्तोर्नष्टाष्टकर्मणः । कथं भवति मुक्तस्य, सुखमित्यत्र मे शृणु ।। २४ ।। लोके चतुविहार्थेषु, सुखशब्दः प्रयुज्यते । विषये वेदनाभावे, विपाके मोक्ष एव च ।। २५ ।। सुखो वह्निः सुखो वायु, विषयेष्विह कथ्यते । दुःखाभावे च पुरुषः, सुखितोऽस्मीति मन्यते । । २६ ।। पुण्यकर्मविपाकाच्च, सुखमिष्टेन्द्रियार्थजम् । कर्मक्लेशविमोक्षाच्च, मोक्षे सुखमनुत्तमम् ।।२७।। सुखप्रसुप्तवत् केचिदिच्छन्ति परिनिर्वृतिम् । तदयुक्तं क्रियावत्त्वात्, सुखानुशयतस्तथा ।। २८ ।। For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ નવતત્વ પ્રકરણ | ગાથા-૫૦ ૧૪૫ શ્રમ-વત્ત-મદ્ર-ધ- મJશ્વ સમૈવી ! મોદોત્પત્વિપબ્ધિ , તર્શનખર્ચ ર્મળ: ર૬ IT लोके तत्सदृशो ह्यर्थः, कृत्स्नेऽप्यन्यो न विद्यते । उपगीयेत तद् येन, तस्मान्निरुपमं सुखम् ।।३० ।। लिड्गप्रसिद्धेः प्रामाण्यादनुमानोपमानयोः । अत्यन्तं चाप्रसिद्धं तद्, यत् तेनानुपमं स्मृतम् ।।३१।। प्रत्यक्षं तद्भगवतामर्हतां तैश्च भाषितम् । गृह्यतेऽस्तीत्यतः प्राज्ञैर्न छद्मस्थपरीक्षया ।।३२ ।। (તસ્વાર્થસૂત્ર મ. ૨૦ સૂ. ૭, માણ) ભાવાર્થ : તત્ત્વાર્થસૂત્રમાં જે પ્રમાણે જીવાદિ સાત તત્ત્વો બતાવ્યો, તે પ્રમાણે તત્ત્વના પરિજ્ઞાનથી અત્યંત વિરક્ત થયેલા આત્માનું અત્યંત નિરાશ્રવપણું હોવાને કારણે, નવી કર્મની સંતતિ છેદાયે છતે, જે પ્રમાણે પૂર્વમાં કહ્યા એવા કર્મક્ષયના હેતુથી પૂર્વમાં અર્જન કરાયેલા કર્મને નાશ કરતા જીવનું, સંસારનું બીજ એવું મોહનીયકર્મ સંપૂર્ણ નાશ પામે છે. ત્યારપછી આ જીવનાં અંતરાય, જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીયરૂપ ત્રણેય કર્મો એકસાથે સંપૂર્ણ નાશ પામે છે. (૧થી ૩) જે પ્રમાણે ગર્ભસૂચિ વિનષ્ટ થયે છતે મસ્તકનો ભાગ વિનાશ થયે છતે, તાડવૃક્ષ નાશ પામે છે, તે રીતે મોહનીયકર્મ ક્ષય થયે છતે કર્મ ક્ષયને પામે છેeત્રણે ઘાતકર્મો ક્ષય પામે છે. (૪) તેથી ક્ષીણ ચાર કર્મોવાળા, પ્રાપ્ત થયેલા યથાખ્યાત સંયમવાળા, બીજબંધનથી નિર્મુક્ત=સંસારના બીજરૂપ ઘાતી કર્મોના બંધનથી મુક્ત થયેલા, સ્નાતક, પરમેશ્વર, શેષ કર્મફળની અપેક્ષાવાળા=અઘાતી એવા શેષ કર્મના ફળની અપેક્ષાવાળા, શુદ્ધ, બુદ્ધ, નિરામય=ભાવરોગ રહિત, સર્વજ્ઞ, સર્વદર્શી જિન કેવલી થાય છે. (પ-૧) જે પ્રમાણે બળેલા ઇંધણવાળો અગ્નિ ઉપાદાન સંતતિ વગરનો છેeઇંધણના અભાવને કારણે ઓલવાયેલો છે, તે પ્રમાણે સંપૂર્ણ કર્મક્ષયથી ઊર્ધ્વ નિર્વાણને પામે છે=કેવલી નિર્વાણને પામે છે. (૭) For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ નવતત્વ પ્રકરણ | ગાથા-૫૦ જે પ્રમાણે બીજ અત્યંત દગ્ધ થયે છતે અંકુરો પ્રાદુર્ભાવ પામતો નથી, તે પ્રમાણે કર્મબીજ દગ્ધ થયે છતે કર્મબંધનું કારણ એવો સંગનો પરિણામ નાશ થયે છતે, ભવનો અંકુરો પ્રાદુર્ભાવ પામતો નથી. (૮) (૧) પૂર્વપ્રયોગને કારણે, (૨) અસંગપણાને કારણે, (૩) બંધનો છેદ થવાને કારણે અને (૪) ઊર્ધ્વ જવાનો ગૌરવ સ્વભાવ હોવાને કારણે તદ્ અનંતર જ=નિર્વાણ પામતાંની સાથે જ, નિર્વાણ પામનાર આત્મા આલોકના અંત સુધી ઊર્ધ્વમાં જાય છે. (૯) જે પ્રમાણે કુલાલના ચક્રમાંકકુંભારના ચક્રમાં, પૂર્વના પ્રયોગથી ચક્રભ્રમણ થાય છે, પછી ઉત્તરમાં દંડ વગર પણ=ચક્રના ભ્રમણને અનુકૂળ વ્યાપાર વગર પણ, ચક્રભ્રમણની ક્રિયા થાય છે, અથવા બાણની પણછમાં તીરને ખેંચવાથી ઉત્તરમાં તીરના ગમનની ક્રિયા થાય છે, તે પ્રમાણે પૂર્વપ્રયોગથી= યોગનિરોધકાળમાં કરાયેલા યોગનિરોધ માટેના જીવના વ્યાપારથી, ઉત્તરમાં= ૧૪માં ગુણસ્થાનકના અંતમાં, સિદ્ધશિલા તરફ જવાની ક્રિયા સિદ્ધના જીવોને કહેવાઈ છે. (૧૦) જે પ્રમાણે માટીના લેપવાળું તુંબડું તળાવમાં તળિયે ડૂબેલું હોય છે, અને લેપ દૂર થવાથી તુંબડું તળાવમાં પાણીની સપાટી ઉપર તરે છે, તેમ કર્મનો સંગ દૂર થવાથી સિદ્ધના જીવોની ગતિ કહેવાઈ છે. (૧૧) એરંડ, યંત્ર અને પેડામાં બંધના છેદથી જેમ ગતિ થાય છે, તેમ કર્મબંધનના વિચ્છેદથી સિદ્ધના જીવોની પણ ગતિ થાય છે અર્થાત્ જેમ કોઈ યંત્ર ગતિવાળું હોય અને તેની ગતિના અવરોધ અર્થે કોઈ બંધન કરવામાં આવેલ હોય, અને બંધનનો છેદ થાય તો યંત્રની ગતિ થાય છે. વળી, જેમ કોષમાં રહેલું એરંડાનું બીજ કોષનું બંધન તૂટતાં જ ઊડીને ઊંચે ઊછળે છે તેમ કર્મનું બંધન ખસવાથી જીવની ઊર્ધ્વગતિ થાય છે. (૧૨) ઊર્ધ્વગૌરવધર્મવાળા=ઊર્ધ્વગમન કરે એવા ગૌરવ ધર્મવાળા જીવો છે, અને અધોગૌરવ ધર્મવાળા પુદ્ગલો છે, એ પ્રમાણે ભગવાન વડે કહેવાયું છે. (૧૩) જે પ્રમાણે લોષ્ટ=ઢેફાનું અધોગમન, વાયુનું તિહુઁગમન અને અગ્નિનું ઊર્ધ્વગમન સ્વભાવથી પ્રવર્તે છે, તે પ્રમાણે આત્માની ઊર્ધ્વગતિ છે. (૧૪) For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-પ૦ ૧૪૭ આથી જીવોની ગતિનું વિકૃતપણું ઊર્ધ્વગતિથી અન્ય પ્રકારનું ગતિપણું, જે પ્રાપ્ત થાય છે, તે કર્મના પ્રતિઘાતના કારણે કે પ્રયોગના કારણે=જીવના પ્રયત્નના કારણે ઇચ્છાય છે. આશય એ છે કે જીવનો ઊર્ધ્વગમનનો સ્વભાવ છે, તેથી વગર પ્રયત્ન કે કર્મથી મુક્ત થયેલા આત્માઓનું ઊર્ધ્વગમન થાય છે, પરંતુ સંસારી જીવોમાં જે ગતિનું વિકૃતપણું પ્રાપ્ત થાય છે અર્થાત્ કેટલાક સંસારી જીવો નરકમાં જાય છે ત્યારે અધોગમન કરે છે, દેવલોકમાં જાય છે ત્યારે ઊર્ધ્વગમન કરે છે, તો વળી ક્યારેક કોઈક ભવમાં જાય છે ત્યારે તિર્કીંગમન કરે છે, તે સર્વ ગમનની પ્રવૃત્તિ કર્મના પ્રતિઘાતથી અને જીવના પ્રયોગથી ઇચ્છાય છે. (૧૫) જીવોની નીચી, તિરછી અને ઊર્ધ્વગતિ કર્મથી થાય છે. ક્ષીણકર્મવાળા જીવોની ઊર્ધ્વ જ ગતિ તેના જ ધર્મથી થાય છે જીવના સ્વભાવથી થાય છે. (૧૬) જેમ દ્રવ્યની વિતિ=ગતિ, અને ઉત્પત્તિ ક્રિયાનો આરંભ સાથે થાય છે, તેમ આત્મા સિદ્ધ થાય છે ત્યારે સિદ્ધશિલા તરફની ગતિ, મોક્ષ અને ભવક્ષય એક સમયમાં થાય છે. જેમ કોઈક જીવ કોઈક સ્થાનથી ચ્યવીને વિગ્રહ ગતિ વગર જન્મ લે ત્યારે આઠમા સમયમાં અવેલો હોય તો નવમા સમયે ઉત્પત્તિસ્થાનમાં ગતિ થાય છે, અને નવમા સમયે જ નવા ભવની ઉત્પત્તિ થાય છે, નવમા સમયે જ શરીર બનાવવાની ક્રિયાનો આરંભ થાય છે; તેમ જે સમયે જીવના સર્વ કર્મોનો ક્ષય થાય છે તે જ સમયે જીવનું સિદ્ધશિલા ઉપર ગમન થાય છે. જેમ આઠમા સમયે સંપૂર્ણ કર્મનો ક્ષય થયો હોય તો આઠમા સમયે જ સિદ્ધશિલા ઉપર ગમન થાય છે, અને આઠમા જ સમયે આત્મા સર્વ કર્મના ક્ષયરૂપ મોક્ષ પ્રાપ્ત કરે છે અને આઠમા સમયે જ મનુષ્યભવનો ક્ષય પ્રાપ્ત થાય છે. (૧૭) જેમ અહીં પ્રકાશની ઉત્પત્તિ અને અંધકારનો વિનાશ એકીસાથે થાય છે, તેમ નિર્વાણની ઉત્પત્તિ અને કર્મનો નાશ એકસાથે થાય છે. (૧૮) સિદ્ધશિલાનું સ્વરૂપ - સિદ્ધશિલા તન્વ=પાતળી અર્થાત્ મધ્યભાગમાં આઠ યોજન જાડી હોય છે, અને પછી પાતળી પાતળી થતાં સર્વ ગોળાકાર છેડે માખીની પાંખ કરતાં પણ પાતળી થાય છે, માટે ખૂણામાં પાતળી છે. વળી, For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૫૦ મનોજ્ઞ છે=અત્યંત સુંદર દેખાવવાળી છે, સુરભિ છે=પુણ્યશાળી પૃથ્વીકાયના જીવોથી નિર્માણ કરાયેલી એવી સુંદર ગંધવાળી છે, પરમભાસ્વર પ્રાક્ભારા નામવાળી પૃથ્વી લોકના મસ્તક ઉપર રહેલી છે. વળી, મનુષ્યલોકની તુલ્ય ૪૫ લાખ યોજનવાળી, સિત છત્રના આકારવાળી=ઊંધા કરાયેલા શ્વેત છત્રના આકારવાળી, શુભ એવી તે પૃથ્વીના ઉપર સિદ્ધના જીવો લોકના અંતમાં રહેલા છે. (૧૯૨૦) તેઓ=સિદ્ધના જીવો, કેવળજ્ઞાન-કેવળદર્શન સાથે તાદાત્મ્યપણાથી ઉપયોગવાળા છે, ક્ષાયિક સમ્યક્ત્વવાળા છે, સિદ્ધતાની અવસ્થાવાળા છે અને હેતુ અભાવના કારણે અર્થાત્ ક્રિયા કરવાનું કોઈ પ્રયોજન નહિ હોવાને કારણે, નિષ્ક્રિય છે. (૨૧) - ત્યારપછી=લોકાન્ત પછી તેઓની ઊર્ધ્વગતિ કેમ થતી નથી, એ પ્રમાણે મતિ થાય તો કહે છે – ધર્માસ્તિકાયનો અભાવ હોવાને કારણે લોકના અંત પછી ગતિ નથી, જે કારણથી તે-ધર્માસ્તિકાય ગતિનો પ્રધાનહેતુ છે. (૨૨) મુક્ત આત્માઓને અવ્યય, અવ્યાબાધ, સંસારના વિષયોથી અતીત, પ્રકૃષ્ટ સુખ છે, એ પ્રમાણે પરમઋષિઓ વડે કહેવાયું છે. (૨૩) અહીં શંકા થાય કે નાશ થયેલા આઠ કર્મોવાળા અશરીરી એવા મુક્ત જીવોને સુખ કેવી રીતે થઈ શકે ? એ પ્રકારની શંકામાં ભાષ્યકાર કહે છે, મને સાંભળો ! (૨૪) આ લોકમાં ચાર અર્થમાં ‘સુખ’ શબ્દ વપરાય છે. (૧) વિષયમાં, (૨) વેદનાના અભાવમાં, (૩) વિપાકમાં=પુણ્યકર્મના વિપાકમાં, અને (૪) મોક્ષમાં. (૨૫) ચાર અર્થમાં વપરાતા સુખને જ સ્પષ્ટ કરે છે - (૧) અગ્નિ સુખ છે, વાયુ સુખ છે, એ પ્રમાણે વિષયોમાં અહીં=સંસારમાં, સુખ કહેવાય છે. આશય એ છે કે અતિ ઠંડી પડતી હોય ત્યારે વહ્નિનું તાપણું સુખ પેદા કરે છે, અને અતિ ગરમી થતી હોય ત્યારે વાયુ સુખ પેદા કરે છે. તેથી વહ્નિ અને વાયુરૂપ વિષયમાં ‘સુખ’ શબ્દનો પ્રયોગ થાય છે. (૨) વળી, દુઃખના અભાવમાં પુરુષ ‘હું સુખી છું,’ એમ માને છે. અશાતાના ઉદયથી કોઈક શારીરિક દુ:ખ પેદા થયું હોય, અને તે દુઃખનો જ્યારે અભાવ For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૫૦ ૧૪૯ થાય છે ત્યારે હું સુખી છું, એમ જીવ માને છે. એથી વેદનાના અભાવમાં ‘સુખ’ શબ્દ વપરાય છે. (૩) પુણ્યકર્મના વિપાકથી ઇષ્ટ એવા ઇન્દ્રિયોના વિષયોથી થનારું સુખ લોકમાં ‘સુખ’ શબ્દથી કહેવાય છે. (૪) કર્મકૃત ક્લેશના વિશેષરૂપે=સંપૂર્ણરૂપે મોક્ષથી, મોક્ષમાં અનુત્તમ સુખ કહેવાય છે. આશય એ છે કે પુણ્યકર્મનો વિપાક હોય છે ત્યારે પાંચે ઇન્દ્રિયોના અનુકૂળ વિષયોથી સુખ થાય છે, ત્યારે આ જીવ સુખી છે એ પ્રકારનો વ્યવહાર થાય છે. તેથી કર્મના વિપાકમાં ‘સુખ’ શબ્દનો પ્રયોગ થાય છે. (૨૬) સંસારમાં જીવને કર્મકૃત ક્લેશ પ્રાપ્ત થાય છે, અને જ્યારે જીવ કર્મથી રહિત થાય છે ત્યારે કર્મના ક્લેશનો અભાવ થાય છે. તેથી કર્મકૃત ક્લેશના વિમોક્ષથી મોક્ષમાં અનુત્તમ કોટિનું સુખ છે. (૨૭) સિદ્ધના સુખનું વર્ણન કરતાં કેટલાક કહે છે કે સુખપૂર્વક ઊંઘતા પુરુષને જેવું સુખ છે તેવું સુખ મોક્ષમાં છે, પરંતુ તે વચન અયુક્ત છે; કેમ કે સુખપૂર્વક ઊંઘતા પુરુષમાં ઊંઘવાની ક્રિયા છે અને સુખનો અનુશય છે=સુખની તરતમતા છે. જ્યારે સિદ્ધઅવસ્થામાં તો ક્રિયા નથી અને સુખની તરતમતા નથી, પરંતુ સદા પ્રકૃષ્ટ સુખ છે. (૨૮) વળી, શ્રમથી ઊંઘનો સંભવ છે, ક્લમથી=ગ્લાનિથી ઊંઘનો સંભવ છે, મદથી=મદ્યપાનથી ઊંઘનો સંભવ છે, વ્યાધિથી=જ્વરથી ઊંઘનો સંભવ છે, મદનથી=કામના સેવનથી ઊંઘનો સંભવ છે, મોહની ઉત્પત્તિને કારણે ઊંઘનો સંભવ છે અને દર્શનાવરણીય કર્મના વિપાકથી (ઉદયથી) ઊંઘનો સંભવ છે અને મોક્ષમાં આ સર્વ કારણોનો અભાવ છે. તેથી ઊંઘના જેવું મોક્ષનું સુખ નથી, પરંતુ સંસારના સર્વ સુખોથી વિલક્ષણ અને પ્રકર્ષવાળું એવું સહજ સુખ મોક્ષમાં છે એમ યોજન છે. (૨૯) સકલ પણ લોકમાં મોક્ષના સુખ જેવો અન્ય અર્થ વિદ્યમાન નથી, જેના વડે મોક્ષનું સુખ બતાવી શકાય અર્થાત્ કોઈ ઉપમાથી બતાવી ન શકાય તેવું સુખ છે. તે કારણથી મોક્ષનું સુખ નિરુપમ સુખ છે. (૩૦) For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫o નવતત્ત્વ પ્રકરણ / ગાથા-૫૦-૫૧ વળી, મોક્ષનું સુખ અનુપમ કેમ છે ? તેમાં મુક્તિ આપે છે – અનુમાનના અને ઉપમાનના લિંગની પ્રસિદ્ધિથી પ્રમાણપણું હોવાના કારણે અને ય–જે કારણથી, તે=મોક્ષના સુખની સિદ્ધિનું લિંગ અત્યંત અપ્રસિદ્ધ છે=જગતમાં ક્યાંય પ્રસિદ્ધ નથી, તે કારણથી, અનુપમ કહેવાયું છે=મોક્ષનું સુખ અનુપમ કહેવાયું છે. આશય એ છે કે અનુમાન અને ઉપમાન પ્રમાણ લિંગ દ્વારા સાધ્યના ગમક બને છે અને સંસારમાં ક્યાંય પણ મોક્ષના સુખને બતાવનાર લિંગ પ્રસિદ્ધ નથી. તેથી ફલિત થાય છે કે સંસારના સર્વ સુખોથી અતિશય સુખ મોક્ષમાં છે માટે મોક્ષનું સુખ અનુપમ છે=ઉપમા ન આપી શકાય એવું છે. (૩૧) અહીં પ્રશ્ન થાય કે મોક્ષમાં સુખ છે એ કઈ રીતે નક્કી થાય ? તેથી કહે અરિહંત ભગવંતોને તે મોક્ષનું સુખ પ્રત્યક્ષ છે, અને તેઓના વડે મોક્ષનું સુખ કહેવાયેલું છે. આથી મોક્ષમાં સુખ છે, એમ ગ્રહણ કરાય છે; અને પ્રાજ્ઞ પુરુષ વડે છમસ્થની પરીક્ષાથી મોક્ષનું સુખ ગ્રહણ કરાતું નથી. (૩૨) પંચસૂત્રમાં પણ મોક્ષના સુખનું વર્ણન આ પ્રમાણે છે – सव्वसत्तुक्खए सव्ववाहिविगमे सव्वत्थसंजोगेणं सब्विच्छासंपत्तीए जारिसमेयं एत्तोऽणंतगुणं खा तं, भावसत्तुक्खयादितो । (पंचसूत्र-५) સર્વ શત્રુઓનો ક્ષય થયે છત, સર્વ વ્યાધિઓનો નાશ થયે છત, સર્વ અર્થોના સંયોગથી=સર્વ ઇષ્ટની પ્રાપ્તિના સંયોગથી, સર્વ ઇચ્છાઓની પૂર્તિથી જેવા પ્રકારનું આસુખ થાય છે તેવા પ્રકારનું સિદ્ધનું સુખ છે. આથી તે સિદ્ધનું સુખ, અનંતગણું જ છે; કેમ કે ભાવશત્રુઓનો ક્ષયાદિ થયેલ છે. આપના અવતરણિકા : આ નવતત્વના જ્ઞાનથી શું પ્રાપ્ત થાય છે, તે બતાવવાં અર્થે કહે છે – ગાથા : जीवाइ नव पयत्थे, जो जाणइ तस्स होइ सम्मत्तं । भावेण सद्दहतो, अयाणमाणेऽवि सम्मत्तं ।।५१।। For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-પ૧ ૧૫૧ ગાથાર્થ - જે જીવાદિ નવ પદાર્થોને જાણે છે, તેને સમ્યક્ત થાય છે. અજાણ હોવા છતાં પણ જીવ નવતત્વના પરમાર્થને સ્પર્શે તેવા અર્થનો અજાણ હોવા છતાં પણ, ભાવથી શ્રદ્ધા કરનાર જીવને સમ્યત્ત્વ હોય છે. પ૧II ભાવાર્થ : પ્રસ્તુત ગ્રંથમાં જીવાદિ નવ પદાર્થો પ્રારંભિક બોધ માટે ઉપયોગી થાય તે રીતે બતાવેલ છે, તેથી તેટલા વર્ણન માત્રથી નવ તત્ત્વોનું યથાર્થ જ્ઞાન થઈ જાય તેવો નિયમ નથી. છતાં જે જીવોને આ નવ તત્ત્વોનો તે પ્રકારે પણ બોધ થયો છે કે જેથી પોતાના પરિણામરૂપે વર્તતા આશ્રવના ભાવો કે સંવરના ભાવો તે સમ્યક્ રીતે જાણી શકે, અને તે જાણીને નવે તત્ત્વોના બોધથી કઈ રીતે પ્રવૃત્તિ કરવાથી હિત થશે અને કઈ રીતે પ્રવૃત્તિ કરવાથી અહિત થશે, તેનું યોજન કરી શકે, તેવા જીવોને નવ તત્ત્વનું ભાવથી શ્રદ્ધાપૂર્વકનું જ્ઞાન છે, અને તેવા જીવોને નવ તત્ત્વના તે જ્ઞાનથી સમ્યક્ત થાય છે. જેમ ઘટાદિ ઘણા પદાર્થો પડ્યા હોય, અને કોઈ બાળકને આ ઘટ છે, આ પટ છે ઇત્યાદિ રૂપે બોધ કરાવવામાં આવે, છતાં જ્યાં સુધી તેનો તેવો બોધ સ્પષ્ટ ન હોય કે જેથી તે વસ્તુમાંથી ઘટ લાવવાનું કહેવામાં આવે ત્યારે સર્વ વસ્તુઓથી પૃથક્ ઘટને ગ્રહણ કરીને તેને લાવી શકે, ત્યાં સુધી તેને ઘટાદિ પદાર્થોનું યથાર્થ જ્ઞાન નથી. તેમ જે જીવોએ શાસ્ત્રોથી નવે તત્ત્વોનું શબ્દો દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરેલું હોય, તોપણ તે તત્ત્વનો યથાસ્થાને વિનિયોગ કરીને હિતમાં પ્રવૃત્તિ કઈ રીતે કરવી અને અહિતથી નિવૃત્તિ કઈ રીતે કરવી, તે પ્રકારે યોજન કરી શકે નહિ, ત્યાં સુધી નવ તત્ત્વ વિષયક તેને પરમાર્થથી બોધ નથી. માટે નવ તત્ત્વના જ્ઞાનથી સમ્યક્ત તે જીવમાં નથી તેમ નક્કી થાય છે. ગાથાના પૂર્વાર્ધમાં કહ્યું કે જેને નવતત્ત્વનું જ્ઞાન છે તેને સમ્યક્ત છે. તેથી નવતત્ત્વના જ્ઞાન વગરના જીવોમાં સમ્યક્ત નથી, તેવો અર્થ પ્રાપ્ત થાય. તેના નિવારણ માટે ગાથાના ઉત્તરાર્ધથી કહે છે કે જેઓ નવતત્ત્વને જાણતા નથી, For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-પ૧-પર છતાં ભાવથી નવતત્ત્વની શ્રદ્ધા કરે છે, તેમાં પણ સમ્યક્ત છે. તેથી એ ફલિત થાય કે જે જીવોએ સંસારનું વાસ્તવિક સ્વરૂપ જાણ્યું છે, અને સંસારથી પર એવી મુક્ત અવસ્થા જીવ માટે એકાંત સુખરૂપ છે અને તેની પ્રાપ્તિનો ઉપાય ભગવાનના વચન અનુસાર પ્રવૃત્તિ છે તેવો સ્થિર નિર્ણય છે, અને જેઓને ભગવાને જ આ નવતત્ત્વને વિસ્તારથી બતાવ્યાં છે, માટે “હું પણ આ નવતત્ત્વના પરમાર્થને જાણું અને તેને જાણીને હિતમાં પ્રવૃત્તિ કરું અને અહિતથી મારું રક્ષણ કરું,” તેવી સ્થિર શ્રદ્ધા છે, તેવા જીવો સ્વશક્તિ અનુસાર નવતત્ત્વના પરમાર્થને જાણવા માટે, અને તેને જાણીને જીવનમાં તે તત્ત્વ અનુસાર પ્રવૃત્તિ કરવા માટે ઉદ્યમ કરતા હોય, તેઓને ભાવથી નવતત્ત્વમાં શ્રદ્ધા છે, કે “આ નવતત્ત્વનું જ્ઞાન અને આચરણ આલોક અને પરલોક માટે એકાંતે હિતકારી છે, અને નવતત્ત્વના અજ્ઞાનને કારણે જ જીવ જે પ્રવૃત્તિ કરે છે તેનાથી આલોક અને પરલોકનું અહિત થાય છે અને આવી શ્રદ્ધાવાળા જીવોને નવતત્ત્વનો વિશેષ બોધ ન થયો હોય તોપણ ભાવથી શ્રદ્ધા હોવાના કારણે તેઓમાં સમ્યક્ત છે. IFપવા અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે નવતત્વના પરિજ્ઞાનથી સમ્યક્ત થાય છે, અને જેઓને નવતત્વનું પરિજ્ઞાન નથી, તેઓને પણ જો ભાવથી નવતત્વની શ્રદ્ધા હોય તો સખ્યત્ત્વ છે. તેથી હવે નવતત્વના પરિજ્ઞાતવાળા કે તવતત્ત્વના પરિજ્ઞાન વગરના જીવોમાં રહેલી ભાવથી નવતત્ત્વની શ્રદ્ધા કેવા સ્વરૂપવાળી છે, તે સ્પષ્ટ કહે છે – ગાથા : सव्वाइं जिणेसरभासियाई, वयणाई ननहा हुंति । इइ बुद्धि जस्स मणे, सम्मत्तं निच्चलं तस्स ।।५२।। ગાથાર્થ : જિનેશ્વરો વડે કહેવાયેલાં સર્વ પણ વચનો અન્યથા હોતાં નથી, એ પ્રકારની બુદ્ધિ જેના મનમાં છે, તેને નિશ્ચલ સખ્યત્ત્વ છે. પરચા For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ નવતત્વ પ્રકરણ | ગાથા-પર-૫૩ ૧પ૩ ભાવાર્થ - અતીન્દ્રિય પદાર્થો કેવલી કેવળજ્ઞાનમાં યથાર્થ જોઈ શકે છે અને તે જોયા પછી જગતના જીવોને આલોકમાં અને પરલોકમાં એકાંતે હિતનું કારણ બને તેવો ઉપદેશ આપે છે, અને આલોક અને પરલોકમાં એકાંતે અહિત હોય તેવી પ્રવૃત્તિનો નિષેધ કરે છે”. આ પ્રકારની સ્થિરબુદ્ધિ જેઓને છે તેવા જીવો સ્વશક્તિ અનુસાર ભગવાનના વચનના પરમાર્થને જાણવા માટે અને જાણ્યા પછી સ્વભૂમિકા અનુસાર ભગવાનના વચન અનુસાર ઉચિત પ્રવૃત્તિનું સેવન કરવા માટે ઉદ્યમ કરે છે. આવા જીવોને ભગવાનના વચનમાં જે નિશ્ચલ બુદ્ધિ છે તે સમ્યક્ત છે; અને જે જીવોને તેવી ઉત્કટ રુચિ થવા છતાં ક્યારેક રુચિની સ્લાનિ થવાથી સ્વશક્તિ અનુસાર તત્ત્વને જાણવામાં અને તત્ત્વને જાણીને યોગમાર્ગનું સેવન કરવામાં દઢ યત્ન કરતાં નથી, તેઓને પૂર્વમાં સમ્યક્ત પ્રગટેલું હોય તોપણ મંદ શ્રદ્ધાને કારણે સમ્યકત્વથી પાત પામે છે; અને તેવા જીવોને ઉપદેશની સામગ્રી મળે તો શ્રદ્ધા મંદ થતી અટકે તો સમ્યત્વથી પાત થાય નહિ અને કોઈક રીતે શ્રદ્ધા મંદ થયેલી હોય અને ઉપદેશની સામગ્રી મળે તો ફરી શ્રદ્ધા પ્રદીપ્ત બને છે, જેથી પાત થયેલું સમ્યક્ત ફરી પ્રગટે છે. પિશા અવતરણિકા : સમ્યકત્વની પ્રાપ્તિ પછી કોઈક નિમિતે સમ્યકત્વથી ભ્રષ્ટ થાય તોપણ ઉત્કૃષ્ટથી અર્ધપુદ્ગલપરાવર્તનથી ધૂન કાળમાં સંસારના ઉચ્છેદની પ્રાપ્તિ બતાવીને સમ્યકત્વનું માહાભ્ય બતાવે છે – ગાથા : अंतोमुहुत्तमित्तंपि, फासियं हुज्ज जेहिं सम्मत्तं । तेसिं अवड्डपुग्गलपरिअट्टो चेव संसारो ।।५३।। ગાથાર્થ : અંતર્મુહૂર્ત પણ જેઓ વડે સમ્યત્ત્વ સ્પર્ધાયું, તેઓને અર્ધપુદ્ગલથી ન્યૂન પુગલ પરાવર્તન સંસાર છે. 1પ3II For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧પ૪ નવતત્વ પ્રકરણ | ગાથા-૫૩-૫૪ ભાવાર્થ : પૂર્વમાં ગ્રંથકારે નવતત્ત્વનું સંક્ષેપથી સ્વરૂપ બતાવ્યું. પછી ગાથા-૫૧માં કહ્યું કે આ નવતત્ત્વોના પરમાર્થને જેઓ જાણે છે, તેઓને સમ્યક્ત થાય છે, અને કદાચ કોઈને નવતત્ત્વનું પારમાર્થિક જ્ઞાન ન થયું તોપણ ભાવથી જેઓને નવતત્ત્વની શ્રદ્ધા છે, તેમાં પણ સમ્યક્ત છે. સમ્યકૃત્વમાં ભાવથી શ્રદ્ધા કેવા પ્રકારની છે, તે ગાથા-પરમાં બતાવ્યું. હવે તેવું સમ્યક્ત કોઈ જીવ પ્રાપ્ત કરે તો સમ્યકત્વની પ્રાપ્તિથી સંસારનો ઉચ્છેદ થવાનો પ્રારંભ શરૂ થાય છે; અને જે સાધક પ્રાપ્ત થયેલા સમ્યત્વને અપ્રમાદભાવથી જાળવી શકે, તે સાધક દેવ અને મનુષ્યભવના ક્રમથી થોડા ભવોમાં અવશ્ય મોક્ષને પામે છે. વળી, કોઈક સાધક સમ્યક્ત પામ્યા પછી પ્રમાદને વશ થઈ અંતર્મુહૂર્તથી અધિક તેનું રક્ષણ કરી ન શકે, અથવા તો કદાચ કિંચિત્ કાળ રક્ષણ કર્યા પછી પ્રમાદને વશ થઈ સમ્યકત્વને ગુમાવી બેસે, અને કોઈ તીર્થકર આદિની અત્યંત આશાતના કરે, તોપણ અર્ધપુદ્ગલ પરાવર્તનની અંદર ગોશાળાની જેમ અવશ્ય મોક્ષને પામશે. IFપર અવતરણિકા : ગાથા-પ૧માં નવતત્વના જ્ઞાનથી સમ્યક્ત થાય છે તેમ બતાવ્યું. તેથી જિજ્ઞાસા થાય કે સમ્યક્ત શું છે? તેથી ગાથા-પરમાં સમ્યક્ત્વનું સ્વરૂપ બતાવ્યું. વળી, ગાથા-પ૩માં સમ્યકત્વની પ્રાપ્તિ પછી સમ્યકત્વથી ભ્રષ્ટ થયેલ જીવ પણ અપાઈપુદ્ગલપરાવર્તનમાં અવશ્ય મોક્ષમાં જાય છે, તે બતાવીને સખ્યત્વનું માહાભ્ય બતાવ્યું. તેથી જિજ્ઞાસા થાય કે પુદ્ગલપરાવર્તન શું છે? માટે હવે પુદ્ગલપરાવર્તનનું સ્વરૂપ બતાવે છે, અને ભૂતકાળ અને ભવિષ્યકાળ કેટલો છે, તેનું સ્વરૂપ બતાવે છે – ગાથા :उस्सप्पिणी अणंता, पुग्गलपरिअट्टओ मुणेयव्यो । तेऽणंताऽतीअद्धा, अणागयद्धा अणंतगुणा ।।५४ ।। For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ નવતત્વ પ્રકરણ | ગાથા-પ૪-પપ ૧૫૫ ગાથાર્થ : પુદ્ગલપરાવર્તન અનંતી ઉત્સર્પિણી પ્રમાણ જાણવો. અતીતકાળ તે અનંત છે, અનાગતકાળ અનંતગુણો છે અતીતકાળ કરતાં અનાગતકાળ અનંતગુણો છે. I૫૪ll ભાવાર્થ : અનંત ઉત્સર્પિણી પ્રમાણ એક પુદ્ગલપરાવર્તન સંસાર છે, અને અત્યાર સુધી જે કાળ પસાર થયો તે ભૂતકાળ અનંત છે=એક પુદ્ગલપરાવર્તન અનંતકાળ કરતાં અતીતકાળ અનંતગુણો છે, અને ભૂતકાળનો જે અનંતકાળ છે તેના કરતા ભવિષ્યનો અનંતકાળ અનંતગુણો છે, આ પ્રકારનું સર્વજ્ઞનું વચન છે. પિઝા અવતરણિકા : નવતત્વોમાં છેલ્લું તત્ત્વ મોક્ષ તત્વ છે. તેથી મોક્ષમાં ગયેલા સિદ્ધના ૧૫ ભેદોનું સ્વરૂપ બતાવે છે – ગાથા :जिणअजिणतित्थऽतित्था, गिहिअन्नसलिंग थीनरनपुंसा । पत्तेयसयंबुद्धा, बुद्धबोहिय इक्कणिक्का य ।।५५।। ગાથાર્થ : નિr=જિનસિદ્ધ, નિ=અજિનસિદ્ધ, તિત્વ=તીર્થસિદ્ધ, તિસ્થા= અતીર્થસિદ્ધ, દિગૃહસ્થલિંગસિદ્ધ, માત્ર=અન્યલિંગસિદ્ધ, સતિ = સ્વલિંગસિદ્ધ જૈન સાધુના વેશમાં થનારા સિદ્ધ, થી સ્ત્રીલિંગસિદ્ધ, નર=પુરુષલિંગસિદ્ધ, નપુંસા નપુંસકલિંગસિદ્ધ, પગ-પ્રત્યેકબુદ્ધસિદ્ધ, સર્વવૃદ્ધાસ્વયંભુદ્ધસિદ્ધ, વૃદ્ધવોદિય બુદ્ધગોહિતસિદ્ધ, વ=એક સમયમાં એક સિદ્ધા અને માત્ર એક સમયમાં અનેક સિદ્ધ. પપIl ભાવાર્થ - (૧) જિનસિદ્ધ-અજિનસિદ્ધ - સંસારમાંથી જે જીવો સિદ્ધ થાય છે, તેમાંથી કેટલાક તીર્થંકર થઈને સિદ્ધ For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-પપ થાય છે, તે જિનસિદ્ધ છે, અને કેટલાક તીર્થકર થયા વગર સિદ્ધ થાય છે, તે અજિનસિદ્ધ છે. જિનસિદ્ધ અને અજિનસિદ્ધ આ બે ભેદોમાં સિદ્ધના સર્વ જીવોનો સંગ્રહ છે. (૨) તીર્થસિદ્ધ-અતીર્થસિદ્ધ - સંસારમાંથી જે જીવો સિદ્ધ થાય છે, તેમાંથી કેટલાક જીવો તીર્થની સ્થાપના થયા પછી મોક્ષે જાય છે, તેઓ તીર્થસિદ્ધ કહેવાય છે, અને તીર્થની સ્થાપના થયા પૂર્વે જેઓ મોક્ષે જાય છે, તેઓ અતીર્થસિદ્ધ કહેવાય છે. તીર્થસિદ્ધ અને અતીર્થસિદ્ધ આ બે ભેદોમાં સિદ્ધના સર્વ જીવોનો અંતર્ભાવ થાય છે. (૩) ગૃહસ્થલિંગસિદ્ધ, અવલિંગસિદ્ધ અને સ્વલિંગસિદ્ધ - જે કોઈ જીવો સિદ્ધ થાય છે, તેમાંથી કેટલાક ગૃહસ્થ વેશમાં કેવળજ્ઞાન પામીને મોક્ષમાં જાય છે, તેઓને ગૃહસ્થતિંગસિદ્ધ કહેવાય છે. વળી, કેટલાક જીવોએ અન્યદર્શનના સંન્યાસને સ્વીકારેલું હોય અને કોઈક રીતે કેવળજ્ઞાન પામીને તરત જ આયુષ્ય પૂર્ણ થતું હોય અને મોક્ષે જાય અથવા આયુષ્ય બાકી હોય તો સાધુવેશ ગ્રહણ કરે, છતાં અન્યલિંગમાં કેવલજ્ઞાન થયેલ છે તેથી તે અન્ય લિંગે મોક્ષમાં ગયા છે તેમ વ્યવહાર થાય છે. તેથી અન્યલિંગસિદ્ધ કહેવાય. વળી, કેટલાક જીવોએ ભગવાનના શાસનને પામીને સાધુપણું સ્વીકાર્યું હોય અને કેવળજ્ઞાન પામીને મોક્ષમાં જાય તો સ્વલિંગસિદ્ધ કહેવાય. આ ત્રણ વિભાગમાં સિદ્ધના સર્વ જીવોનો અંતર્ભાવ થાય છે. (૪) સ્ત્રીલિંગસિદ્ધ, પુરૂષલિંગસિદ્ધ અને નપુંસકલિંગસિદ્ધ: જે કોઈ જીવો મોક્ષે જાય છે, તેમાંથી કોઈ સ્ત્રીલિંગને ધારણ કરીને, કોઈ પુરુષલિંગને ધારણ કરીને અને કોઈ નપુંસકલિંગને ધારણ કરીને સિદ્ધ થાય છે. આ ત્રણ વિભાગમાં સિદ્ધના સર્વ જીવોનો અંતર્ભાવ થાય છે. (૫) પ્રત્યેકબુદ્ધસિદ્ધ, સ્વયંબુદ્ધસિદ્ધ, બુદ્ધબોધિતસિદ્ધ - અધ્યાત્મમતપરીક્ષામાં “પ્રત્યેક' શબ્દની વ્યુત્પત્તિ આ રીતે કરેલ છે : જે For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ નવતત્વ પ્રકરણ | ગાથા-પપ, ૫૬-૫૭-૫૮-૫૯ ૧૫૭ જીવો બાહ્ય વૃષભ આદિ કારણને જોઈને બોધ પામેલા છતા સિદ્ધ થાય, તે પ્રત્યેકબુદ્ધસિદ્ધ કહેવાય. જે જીવો બાહ્ય નિમિત્ત વગર જ પોતાના જાતિસ્મરણ આદિથી બોધ પામેલા છતા સિદ્ધ થાય, તે સ્વયંબુદ્ધસિદ્ધ કહેવાય. કેટલાક જીવો ઉપદેશ આદિની સામગ્રી વગર કોઈક નિમિત્તથી વિરક્ત થાય છે, અને વિશિષ્ટ જ્ઞાનનો ક્ષયોપશમ થવાથી સાડા નવ પૂર્વથી અધિક વિશિષ્ટ જ્ઞાન થયા પછી કોઈકને કેવળજ્ઞાન થાય છે, તેવા જીવોને ભાવથી સંયમનો પરિણામ સ્પર્શે છે અને સ્વયં દીક્ષા ગ્રહણ કરે છે અને અસંગઅનુષ્ઠાનને પામેલા હોય છે, તેઓ પ્રત્યેકબુદ્ધ છે, અને તે પ્રત્યેકબુદ્ધ કેવળજ્ઞાન પામીને મોક્ષમાં જાય તો પ્રત્યેકબુદ્ધસિદ્ધ કહેવાય છે. તીર્થકરના જીવો પૂર્વના ભવથી જ બોધ લઈને આવે છે, તેઓ સ્વયંબુદ્ધ છે, અને તેઓ મોક્ષે જાય છે, તે સ્વયંબુદ્ધસિદ્ધકહેવાય છે. બુદ્ધ એવા ભગવાનથી કે ગુરુ આદિથી બોધ પામીને જેઓ સિદ્ધ થાય છે તેઓ બુદ્ધબોધિતસિદ્ધ કહેવાય. આ ત્રણે વિભાગમાં સર્વ સિદ્ધના જીવોનો અંતર્ભાવ થાય છે. (૬) એક સમયમાં એકસિદ્ધ અને એક સમયમાં અનેકસિદ્ધ - એક સમયમાં જઘન્યથી કોઈ એક સિદ્ધ થાય છે, અને ક્યારેક એક સમયમાં અનેક સિદ્ધ થાય. તેથી એક સિદ્ધ અને અનેકસિદ્ધમાં સર્વ સિદ્ધના જીવોનો સમાવેશ થાય છે. 'પિપા અવતરણિકા : પૂર્વગાથામાં સિદ્ધના ૧૫ ભેદો બતાવ્યાં. હવે તે ભેદોમાં કોનો કોનો અંતર્ભાવ થાય છે, તે ગાથા-પ૬ થી ૫૯માં બતાવે છે – ગાથા :जिणसिद्धा अरिहंता, अजिणसिद्धा य पुंडरिअपमुहा । गणहारि तित्थसिद्धा, अतित्थसिद्धा य मरुदेवा ।।५६।। For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૫૬-૫૭-૫૮-૫૯ गिहिलिंगसिद्ध भरहो, वक्कलचीरी य अनलिंगम्मि । साहु सलिंगसिद्धा, थीसिद्धा चंदणापमुहा ।।५७।। पुंसिद्धा गोयमाई, गांगेयाई नपुंसया सिद्धा । पत्तेयसयंबुद्धा, भणिया करकंडुकविलाई ।।५८।। तह बुद्धबोहि गुरुबोहिया य, इगसमये इगसिद्धा य । इगसमयेऽवि अणेगा, सिद्धा तेऽणेगसिद्धा य ।।५९।। ગાથાર્થ - જિનસિદ્ધ અરિહંત છે અને અજિનસિદ્ધો પુંડરિક વગેરે છે. ગણધારી તીર્થસિદ્ધ છે અને અતીર્થસિદ્ધ મરુદેવા છે. ગૃહીલિંગસિદ્ધ ભરત મહારાજા છે અને વલ્કલગીરી અવલિંગસિદ્ધ છે. સાધુઓ સ્વલિંગસિદ્ધ છે. સ્ત્રીસિદ્ધ ચંદના વગેરે સાધ્વીઓ છે. પુરુષસિદ્ધ ગૌતમ આદિ મુનિઓ છે. ગાંગેય આદિ નપુંસકલિંગસિદ્ધ છે. પ્રત્યેકબુદ્ધસિદ્ધ અને સ્વયંસંબુદ્ધસિદ્ધ કરવુ અને કપિલ કહેવાયા છે અને બુદ્ધબોધિતસિદ્ધ ગુરુબોધિતસિદ્ધ છે. એક સમયમાં એક સિદ્ધ થાય તે એકસિદ્ધ છે. એક સમયમાં પણ અનેક સિદ્ધ થાય તે અનેકસિદ્ધ છે. પકથી પCII. ભાવાર્થ - જેઓ તીર્થંકર થઈને સિદ્ધ થયા છે, તે જિનસિદ્ધ અરિહંત છે, અને પુંડરિક વગેરે તીર્થકર થયા વગર સિદ્ધ થયા તેઓ અજિનસિદ્ધ છે. તીર્થની સ્થાપના થયા પછી ગણધારી સિદ્ધ થયા તેઓ તીર્થસિદ્ધો છે, અને તીર્થની સ્થાપના થયા પૂર્વે મરુદેવામાતા સિદ્ધ થયા તે અતીર્થસિદ્ધ છે. ભરતમહારાજા ગૃહસ્થપણામાં કેવળજ્ઞાન પામ્યા, તેથી ગૃહીલિંગસિદ્ધ છે, અને વલ્કલચીરી અન્યદર્શનના સંન્યાસને સ્વીકારીને મોક્ષે ગયા, તેથી અન્યલિંગસિદ્ધ છે. ભગવાનના શાસનને પામીને મોક્ષે ગયા તે સાધુઓ સ્વલિંગસિદ્ધ છે. ચંદનબાળા વગેરે સાધ્વીઓ સ્ત્રીલિંગસિદ્ધ છે. ગૌતમ આદિ મુનિઓ પુરૂષલિંગસિદ્ધ છે. ગાંગેય આદિ નપુંસકલિંગસિદ્ધ છે. કરકંડુ પ્રત્યેકબુદ્ધસિદ્ધ For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૫૬-૫૭-૫૮-૫૯ ૧૫૯ છે અને કપિલ સ્વયંબુદ્ધસિદ્ધ છે. જેમ ગૌતમ આદિ મહામુનિઓ બુદ્ધ એવા ભગવાનથી બોધ પામીને સિદ્ધ થયા છે, માટે તેઓ બુદ્ધબોધિતસિદ્ધ છે જ્યારે જંબૂસ્વામી આદિ મહામુનિઓ ગુરુ આદિથી બોધ પામીને સિદ્ધ થયા છે, માટે તેઓ ગુરુબોધિતસિદ્ધ છે. વળી, એક સમયમાં જઘન્યથી કોઈ એક સિદ્ધ થાય છે, તે એકસિદ્ધ છે અને ક્યારેક એક સમયમાં અનેક સિદ્ધ થાય છે, તે અનેકસિદ્ધ છે. પકથી પલા. // તિ શ્રી નવતત્ત્વમૂત્રમ્ | For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ નવતત્વ પ્રકરણ | મૂલ श्री नवतत्त्व प्रकरण जीवाऽजीवा पुण्णं, पावाऽऽसव संवरो य निज्जरणा । बन्धो मुक्खो य तहा, नवतत्ता हुंति नायव्वा ।।१।। चउदस चउदस बायालीसा, बासी अ हुंति बायाला । सत्तावन्नं बारस, चउ नव भेया कमेणेसिं ।।२।। एगविह दुविह तिविहा, चउब्विहा पंच छविहा जीवा । चेयण-तस-इयरेहिं, वेय-गई-करण-काएहिं ।।३।। एगिदिय सुहुमियरा, सनियर पणिंदिया य सबितिचउ । अपज्जत्ता पज्जत्ता, कमेण चउदस जियट्ठाणा ।।४।। नाणं च दंसणं चेव, चरित्तं च तवो तहा । वीरियं उवओगो य, एवं जीअस्स लक्खणं ।।५।। आहारसरीरिंदियपज्जत्ती आणपाणभासमणे । चउ पंच पंच छप्पि य, इगविगलाऽसन्निसनीणं ।।६।। पणिंदिअत्तिबलूसासाउ दस पाण चउ छ सग अट्ठ । इग-दु-ति-चउरिंदीणं, असनि-सन्नीणं नव दस य ।।७।। धम्माधम्मागासा, तिय-तिय-भेया तहेव अद्धा य । खंधा देस पएसा, परमाणु अजीव चउदसहा ।।८।। धम्माऽधम्मा पुग्गल, नह कालो पंच हुंति अज्जीवा । चलणसहावो धम्मो, थिरसंठाणो अहम्मो य ।।९।। अवगाहो आगासं, पुग्गलजीवाण पुग्गला चउहा । खंधा देस पएसा, परमाणु चेव नायव्वा ।।१०।। For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ नवतत्य प्रदर। | भूल ૧૬૧ सबंधयार उज्जोअ, पभा छायातवेहि अ । वन गंध रसा फासा, पुग्गलाणं तु लक्खणं ।।११।। एगा कोडि सतसट्ठि, लक्खा सत्तहुत्तरी सहस्सा य । दो य सया सोलहिया, आवलिया इगमुहुत्तम्मि ।।१२।। समयावली मुहुत्ता, दीहा पक्खा य मास वरिसा य । भणिओ पलिया सागर, उस्सप्पिणिसप्पिणी कालो ।।१३।। परिणामि जीव मुत्तं, सपएसा एग खित्त किरिया य । णिच्चं कारण कत्ता, सव्वगय इयर अप्पवेसे ।।१४ ।। सा उच्चगोअ मणुदुग, सुरदुग पंचिंदिजाइ पणदेहा । आइतितणूणुवंगा, आइमसंघयणसंठाणा ।।१५।। वनचउक्कागुरुलहु, परघा उस्सास आयवुज्जोअं । सुभखगइनिमिणतसदस, सुरनरतिरिआउ तित्थयरं ।।१६।। तस बायर पज्जत्तं, पत्तेअ थिरं सुभं च सुभगं च । सुस्सर आइज्ज जसं, तसाइदसगं इमं होइ ।।१७।। नाणंतरायदसगं, नव बीए नीअसाय मिच्छत्तं । थावरदस-निरयतिगं, कसाय पणवीस तिरियदुगं ।।१८।। इगबितिचउजाईओ, कुखगइ उवघाय हुंति पावस्स । अपसत्थं वनचऊ, अपढमसंघयणसंठाणा ।।१९।। थावर सुहुम अपज्जं, साहारणमथिरमसुभदुभगाणि । दुस्सरणाइज्जजसं थावरदसगं विवज्जत्थं ।।२०।। For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ નવતત્ત્વ પ્રકરણ | મૂલ इंदिअ कसाय अव्वय, जोगा पंच चउ पंच तिनि कमा । किरियाओ पणवीसं, इमा उ ताओ अणुक्कमसो ।।२१।। काइय अहिगरणिया, पाउसिया पारितावणी किरिया । पाणाइवायारंभिय, परिग्गहिआ मायवत्ती अ ।।२२।। मिच्छादसणवत्ती, अपच्चक्खाणा य दिट्ठि पुट्ठि य । पाडुच्चिय सामंतोवणीअ नेसत्थि साहत्थी ।।२३।। आणवणि विआरणिया, अणभोगा अणवकंखपच्चइया । अन्ना पओग समुदाण पिज्ज दोसेरियावहिया ।।२४।। समिई गुत्ती परिसह, जइधम्मो भावणा चरित्ताणि । पण ति दुवीस दस बार, पंचभेएहिं सगवना ।।२५।। इरिया भासेसणादाणे, उच्चारे समिईसु अ । मणगुत्ती वयगुत्ती, कायगुत्ती तहेव य ।।२६।। खुहा पिवासा सी उण्हं, दंसाचेलारइथिओ । चरिया निसीहिया सिज्जा, अक्कोस वह जायणा ।।२७।। अलाभ रोग तणफासा, मल-सक्कार-परीसहा । पन्ना अन्नाण सम्मत्तं, इअ बावीस परीसहा ।।२८।। खंती मद्दव अज्जव, मुत्ती तव संजमे अ बोधव्वे । सच्चं सोअं आकिंचणं च बंभं च जइधम्मो ।।२९।। पढममणिच्चमसरणं, संसारो एगया य अन्नत्तं । असुइत्तं आसव संवरो य तह णिज्जरा नवमी ।।३०।। For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ १५3 નવતત્વ પ્રકરણ | મૂલા लोगसहावो बोहीदुल्लहा धम्मस्स साहगा अरिहा । एआओ भावणाओ, भावेअव्वा पयत्तेणं ।।३१।। सामाइअत्थ पढम, छेओवट्ठावणं भवे बीअं । परिहारविसुद्धि, सुहुमं तह संपरायं च ।।३२।। तत्तो अ अहक्खायं, खायं सव्वंमि जीवलोगंमि । जं चरिऊण सुविहिया, वच्चंति अयरामरं ठाणं ।।३३।। बारसविहं तवो णिज्जरा य, बंधो चउव्विगप्पो अ । पयइ-टिइ-अणुभाग-प्पएसभेएहिं नायव्यो ।।३४।। अणसणमूणोअरिया, वित्तीसंखेवणं रसच्चाओ । कायकिलेसो संलीणया य, बज्झो तवो होइ ।।३५ ।। पायच्छित्तं विणओ, वेयावच्चं तहेव सज्झाओ । झाणं उस्सग्गोऽवि अ, अभिंतरओ तवो होइ ।।३६।। पयई सहावो वुत्तो, ठिई कालावहारणं । अणुभागो रसो णेओ, पएसो दलसंचओ ।।३७।। पडपडिहारऽसिमज्जहडचित्तकुलालभंडगारीणं । जह एएसिं भावा, कम्माणऽवि जाण तह भावा ।।३८।। इह नाणदंसणावरणवेयमोहाउनामगोआणि । विग्धं च पण नव दु अट्ठवीस चउ तिसय दु पणविहं ।।३९।। नाणे अ दंसणावरणे, वेयणिए चेव अंतराए अ । तीसं कोडाकोडी, अयराणं ठिई अ उक्कोसा ।।४०।। For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ નવતત્વ પ્રકરણ | મૂલ सित्तरि कोडाकोडी, मोहणिए वीस नाम-गोएसु । तित्तीसं अयराइं आउट्ठिइबंध उक्कोसा ।।४१।। बारस मुहत्तं जहन्ना, वेयणिए अट्ठ नाम गोएसु । सेसाणंतमुहुत्तं, एयं बंधट्टिईमाणं ।।४२।। संतपयपरूवणया, दव्वपमाणं च खित्त फुसणा य । कालो अ अंतरं भाग भाव अप्पाबहुं चेव ।।४३।। संतं सुद्धपयत्ता, विज्जंतं खकुसुमंव्व न असंतं । मुक्खत्ति पयं तस्स उ, परूवणा मग्गणाईहिं ।।४४।। गइ इंदिए अ काए जोए वेए कसाय नाणे अ । संजम सण लेसा, भव सम्मे सन्नि आहारे ।।४५।। नरगइ पणिंदितस भव, सन्नि अहक्खाय खइअसम्मत्ते । मुक्खोऽणाहार केवल-दसणनाणे न सेसेसु ।।४६।। दव्वपमाणे सिद्धाणं, जीवदव्वाणि हुंतिऽणंताणि । लोगस्स असंखिज्जे, भागे इक्को य सव्वेवि ।।४७।। फुसणा अहिया कालो, इग-सिद्ध-पडुच्च साइओणंतो । पडिवायाऽभावाओ, सिद्धाणं अंतरं नत्थि ।।४८।। सव्वजियाणमणंते, भागे ते तेसिं दंसणं नाणं । खइए भावे परिणा-मिए अ पुण होइ जीवत्तं ।।४९।। थोवा नपुंससिद्धा, थी नर सिद्धा कमेण संखगुणा । इअ मुक्खतत्तमेअं नवतत्ता लेसओ भणिआ ।।५०।। For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ નવતત્વ પ્રકરણ | મૂલ ૧૬૫ जीवाइ नव पयत्थे, जो जाणइ तस्स होइ सम्मत्तं । भावेण सद्दहंतो, अयाणमाणेऽवि सम्मत्तं ।।५१।। सव्वाइं जिणेसरभासियाई, वयणाइं ननहा हंति । इइ बुद्धि जस्स मणे, सम्मत्तं निच्चलं तस्स ।।५२।। अंतोमुहुत्तमित्तंपि, फासियं हुज्ज जेहिं सम्मत्तं । तेसिं अवड्डपुग्गलपरिअट्टो चेव संसारो ।।५३।। उस्सप्पिणी अणंता, पुग्गलपरिअट्टओ मुणेयव्यो । तेऽणंताऽतीअद्धा, अणागयद्धा अणंतगुणा ।।५४ ।। जिणअजिणतित्थऽतित्था, गिहिअनसलिंग थीनरनपुंसा । पत्तेयसयंबुद्धा, बुद्धबोहिय इक्कणिक्का य ।।५५।। जिणसिद्धा अरिहंता, अजिणसिद्धा य पुंडरिअपमुहा । गणहारि तित्थसिद्धा, अतित्थसिद्धा य मरुदेवा ।।५६।। गिहिलिंगसिद्ध भरहो, वक्कलचीरी य अन्नलिंगम्मि । साहु सलिंगसिद्धा, थीसिद्धा चंदणापमुहा ।।५७।। पुंसिद्धा गोयमाई, गांगेयाई नपुंसया सिद्धा । पत्तेयसयंबुद्धा, भणिया करकंडुकविलाई ।।५८।। तह बुद्धबोहि गुरुबोहिया य, इगसमये इगसिद्धा य । इगसमयेऽवि अणेगा, सिद्धा तेऽणेगसिद्धा य ।।५९।। (जइआइ होइ पुच्छा, जिणाण मग्गंमि उत्तरं तइया । इक्कस्स निगोयस्स, अणंतभागो य सिद्धिगओ ।।६०।।) For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ सव्वाइं जिणेसरभासियाई, वयणाइं नन्नहा हुँति / इइ बुद्धि जस्स मणे, सम्मत्तं निच्चलं तस्स // 'જિનેશ્વરો વડે કહેવાયેલાં સર્વ પણ 'વચનો અન્યથા હોતાં નથી, એ પ્રકારની બુદ્ધિ જેના મનમાં છે, ' તેને નિશ્ચલ સમ્યકત્વ છે. : પ્રકાશક : DESIGN BY (5, જેન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. ટેલિ./ફેક્સ : (079) 26604911, ફોન : (079) 32911401 E-mail : gitarthganga@yahoo.co.in 9824048550 | For Personal & Private Use Only