SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ નવતત્વ પ્રકરણ | ગાથા-૨૨-૨૩-૨૪ ૮૧ પ્રાપ્ત થાય છે. આરંભિકીક્રિયા બે પ્રકારની છે. (૧) સજીવ એવી વસ્તુના ઘાતની ક્રિયા તે જીવઆરંભિકીક્રિયા છે અને (૨) દોરેલા અથવા કોતરેલા નિર્જીવજીવને હણવાની ક્રિયા તે અજીવઆરંભિકીક્રિયા છે. (૭) પરિપાદિષા=પારિગ્રહિકક્રિયા - ભોગસામગ્રીના ઉપાયોને પ્રાપ્ત કરવાની અને રક્ષણ કરવાની જે મૂચ્છ, તે પારિગ્રહિકીક્રિયા છે. (૮) માયાવીમાયાપ્રત્યયિકીક્રિયા :- મોક્ષના સાધનભૂત એવા જ્ઞાનાદિમાં માયાપ્રધાન એવા પુરુષની પ્રવૃત્તિ તે માયાપ્રયિકક્રિયા છે. જેમ કે શાસ્ત્ર ભણવાની ક્રિયા કે ચારિત્રાચારની ક્રિયા યથાતથા કરે અને મેં સમ્યફ કરી છે, તેમ મનથી સમાધાન કરી લે, તે માયાપ્રત્યયિકીક્રિયા છે. (૯) મિચ્છાવસUવત્તીમિથ્યાદર્શન પ્રત્યયિકક્રિયા :- આત્મકલ્યાણની વિરુદ્ધ એવા સાંસારિક ફળની લાલસાથી મિથ્યાદર્શનના માર્ગ વડે જતા એવા અન્યને “હું સાધી લઉં એ હેતુથી તેના કૃત્યની અનુમોદના કરનારની ક્રિયા અર્થાત્ મિથ્યાદર્શનના માર્ગથી જનાર પુરુષની પ્રવૃત્તિની અનુમોદના કરનારની મિથ્યાદર્શનપ્રયિકી ક્રિયા છે. (૧૦) ૩પક્વાળા=અપ્રત્યાખ્યાનિકીક્રિયા - સંયમનો વિઘાત થાય એ રીતે સંયમની ક્રિયા કરે તે અપ્રત્યાખ્યાનિકી ક્રિયા છે. (૧૧) લિફ્રિ=દષ્ટિક ક્રિયા=દર્શનક્રિયા :- જીવ અને અજીવના વિષયથી દર્શનક્રિયા બે પ્રકારની છે : (૧) પ્રમાદીને યુદ્ધો આદિને જોવાનો જે આદર તે જીવવિષયક દર્શનક્રિયા છે. (૨) દેવ, કુળ, સભા આદિ જોવાનાં સ્થાનોને રાગથી યુક્ત એવી જોવાની ક્રિયા તે અજીવવિષયક દર્શનક્રિયા છે. (૧૨) પુર્દિ=સ્મૃષ્ટિકક્રિયા સ્પર્શનક્રિયા :- જીવ અને અજીવન વિષયથી સ્પર્શનક્રિયા બે પ્રકારની છે : (૧) રાગ, દ્વેષ કે મોહથી યુક્ત એવો પુરુષ, પુરુષનાં અંગ, સ્ત્રીનાં અંગ કે નપુંસકનાં અંગને સ્પર્શન કરે તે જીવવિષયક સ્પર્શનક્રિયા છે. (૨) રાગ, દ્વેષ કે મોહથી યુક્ત એવા પુરુષની મૃગ રોમ આદિ કોમળ પદાર્થોને સ્પર્શન કરે તે અજીવવિષયક સ્પર્શનક્રિયા છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy