SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ નવતત્વ પ્રકરણ | ગાથા-૨૨-૨૩-૨૪ મિથ્યાષ્ટિ જીવો વાણીથી અને મનથી નિરપેક્ષ થઈને માત્ર કાયાથી અન્ય દર્શનવાળાને ઉપદ્રવ કરતા હોય ત્યારે મિથ્યાદૃષ્ટિથી પરને ઉપદ્રવ કરાતી ક્રિયા તે કાયિકીક્રિયા છે. વળી, સુસાધુઓ સંયમની ક્રિયાઓ શાસ્ત્રવિધિ અનુસાર કરાતા હોય છે, છતાં પ્રમાદી સાધુ ઘણા પ્રકારે વિપરીત કાયિક ક્રિયાઓ કરે તે કાયિકક્રિયા છે અર્થાત્ વિપરીત રીતે પડિલેહણ આદિ ક્રિયાઓ કરે તે કાયિકક્રિયા છે. (૨) દિપારણિતા=અધિકરણિકીક્રિયા - જેનાથી આત્મા દુર્ગતિની પ્રાપ્તિનો અધિકારી થાય છે તે અધિકરણિકીક્રિયા છે. જેમ કે સાધુ હોય અને પોતાનાં ઉપકરણ ગૃહસ્થને આપે તો તે ઉપકરણથી ગૃહસ્થો જે આરંભ-સમારંભ કરે તેના દ્વારા સાધુ કર્મબંધનો અધિકારી બને. વળી, ગૃહસ્થ પણ બીજાને ઉપઘાત કરે તેવાં શસ્ત્રાદિ અન્યને આપે તો તેનાથી તે કર્મબંધનો અધિકારી બને, તે અધિકરણિકીક્રિયા છે. (૩) પાસિયા=પ્રાષિકીક્રિયા:- પ્રાષિકી=પ્રાદોષિતક્રિયા બે પ્રકારની છે : (૧) પુત્ર, સ્ત્રી આદિ સ્વજનના કે પરજનના વિષયમાં જે પ્રષ પેદા થાય તે જીવપ્રાષિકીક્રિયા કહેવાય, અને (૨) પોતાને ત્યાઘાત કરનાર કાંટા આદિ પ્રત્યે જે પ્રàષ પેદા થાય તે અજીવપ્રાષિકીક્રિયા કહેવાય. (૪) પરિતાપનિકી=પારિતાપનિકીક્રિયા - પારિતાપનિકી ક્રિયા બે પ્રકારની છે : (૧) પુત્રાદિના વિયોગથી પીડિત થઈને મસ્તકાદિ ફૂટે તે સ્વપરિતાપનિકીક્રિયા છે અને (૨) પુત્ર, શિષ્ય કે સ્ત્રી આદિને તાડન કરે તે પરપરિતાપનિકી ક્રિયા છે. (૫) પIફવા =પ્રાણાતિપાતિકીક્રિયા - પ્રાણાતિપાતિકીક્રિયા બે પ્રકારની છે: (૧) પોતે પ્રાણનો નાશ કરવા માટે ઝપાપાતાદિ કરે તે સ્વપ્રાણાતિપાતિક ક્રિયા છે. (૨) મોહ, લોભ કે ક્રોધથી આવિષ્ટ થઈને બીજાના પ્રાણનો નાશ કરે તે પરપ્રાણાતિપાતિકીક્રિયા છે. (૩) કામ આરંભિકીક્રિયા:પૃથ્વી આદિ જીવોના ઉપઘાતનું કારણ હોય તેવી જે ક્રિયા તે આરંભિકીક્રિયા છે, અને આ ક્રિયા મુનિને પણ પ્રમાદને વશ હોય ત્યારે અયતનાને કારણે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy