SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ 99 નવતત્વ પ્રકરણ | ગાથા-૧૮-૧૯ જેમ તૃણ જલદી સળગે અને જલદી બુઝાઈ જાય તેમ પુરુષને સ્ત્રીનો અભિલાષ જલદી ઊઠે અને તરત શમી જાય છે. વળી, સ્ત્રી આદિ સાક્ષાત્ હોય કે ન હોય તોપણ સંકલ્પથી ઉપસ્થિત થયેલી સ્ત્રી આદિમાં પણ અભિલાષ થાય છે. (૫૯) સ્ત્રીવેદમોહનીયકર્મ - પિત્તના વશથી મધુર દ્રવ્યો પ્રત્યે જેમ અભિલાષા થાય છે, તેમ જે કર્મના ઉદયથી સ્ત્રીને પુરુષ પ્રત્યે અભિલાષ થાય તે સ્ત્રીવેદનો ઉદય છે, અને તે સ્ત્રીવેદનો ઉદય કમાવાહમ” છે અર્થાત્ બકરીની લીંડીઓને બાળવાથી થતા અગ્નિ જેવો છે અર્થાત્ જેમ જેમ બકરીની લીંડીઓથી થતા અગ્નિને હલાવવામાં આવે તેમ તેમ તે અધિક પ્રજવલિત થાય છે, તેમ પુરુષના સ્પર્શથી સ્ત્રીને અધિક અધિક અભિલાષ થાય છે. (૧૦) નપુંસકવેદમોહનીયકર્મ :- પિત્ત અને શ્લેષ્મના વશથી જેમ ખાટાં અને મધુર દ્રવ્યો પ્રત્યે અભિલાષ થાય છે, તેમ જે કર્મના ઉદયથી સ્ત્રી અને પુરુષ બન્નેનો અભિલાષ થાય તે નપુંસકવેદનો ઉદય છે. વળી, ક્વચિત્ સંકલ્પથી ઉપસ્થિત થયેલા સ્ત્રી અને પુરુષ બન્નેમાં કે કોઈકને પુરુષમાં અભિલાષ થાય છે. તે નપુંસકવેદનો ઉદય નગરના દાહ જેવો છે જેમ બળતા નગરનો અગ્નિ જલદી શમન થતો નથી, પણ મોટા પ્રયત્નથી શમે છે, તે રીતે નપુંસકવેદના ઉદયવાળા તે સ્ત્રી-પુરુષ બન્ને પ્રત્યે થયેલો અભિલાષ જલદી શમતો નથી અને તૃપ્તિ થતી નથી. (૧૧) તિર્યંચગતિનામકર્મ - દેહધારી જીવને તિર્યંચ પર્યાયની તિર્યંચ આકારની પ્રાપ્તિનું કારણ બને તે તિર્યંચગતિનામકર્મ છે. (૧૨) તિર્યચઆનુપૂર્વીનામકર્મ - બે સમયાદિ વિગ્રહથી ભવાંતરમાં તિર્યંચમાં જતા જીવને અનુશ્રેણીથી નિયત એવી ગમનની પ્રવૃત્તિ જે કર્મથી થાય તે તિર્યચઆનુપૂર્વીનામકર્મ છે. (૧૩) એકેન્દ્રિયજાતિનામકર્મ - એકેન્દ્રિય જાતિ શબ્દથી અભિવ્યક્ત થાય તેવા પર્યાય વડે જીવની જે ઉત્પત્તિ તે એકેન્દ્રિય જાતિ છે, અને તે એ કેન્દ્રિય જાતિને પેદા કરનારું કર્મ તે એકેન્દ્રિયજાતિનામકર્મ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy