________________
નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૧૮-૧૯
૬૫
(૪૮ થી ૫૧) સંજ્વલન ક્રોધ-માન-માયા-લોભ :- સંપૂર્ણ પાપની નિવૃત્તિ કરીને ભગવાનની આજ્ઞાને પરતંત્ર જે મુનિઓ સદા ઉદ્યમ કરે છે, તેઓને સંપૂર્ણ પાપના પ્રત્યાખ્યાનનો પરિણામ છે, અને આવા પાપના પ્રત્યાખ્યાનના પરિણામવાળા મુનિને પણ કોઈક તેવા પ્રકારના નિમિત્તથી ઇષદ્ જ્વલન કરે તે સંજ્વલન કષાય છે. સંજ્વલન કષાયનો ઉદય વર્તતો હોય ત્યારે ચારિત્રમાં અતિચાર લાગે છે અને સંજ્વલન કષાયનો ક્ષયોપશમભાવ વર્તતો હોય તો ચારિત્રમાં અતિચાર લાગતા નથી. જેમ જેમ સંજ્વલન કષાયનો ક્ષયોપશમભાવ પ્રકર્ષવાળો થાય છે, તેમ તેમ સર્વવિરતિ ચારિત્રના ઊંચા ઊંચા કંડકસ્થાનોની પ્રાપ્તિ થાય છે, અને જે મુનિને સંપૂર્ણ કષાયનો ઉપશમ થાય તે મુનિને ઉપશમભાવનું ચારિત્ર પ્રગટે છે. વળી, જે મુનિને સંપૂર્ણ કષાયનો ક્ષય થાય તે મુનિને ક્ષાયિકભાવનું ચારિત્ર પ્રગટે છે, અને સંજ્વલનના ક્ષય પછી ઘાતિકર્મોનો નાશ થાય છે અને કેવળજ્ઞાન પ્રગટે છે.
(૫૨) હાસ્યમોહનીયકર્મ :- જે કર્મના ઉદયથી નિમિત્તને પામીને કે નિમિત્ત વગર રંગભૂમિમાં આવેલા નટની જેમ જીવ હસે તે હાસ્યમોહનીયકર્મ છે.
(૫૩) રતિમોહનીયકર્મ :- જે કર્મના ઉદયથી બાહ્ય કે અત્યંતર પદાર્થમાં પ્રીતિનો પરિણામ થાય તે રતિમોહનીયકર્મ છે.
(૫૪) અતિમોહનીયકર્મ :- જે કર્મના ઉદયથી બાહ્ય કે અત્યંતર પદાર્થોમાં અપ્રીતિનો પરિણામ થાય તે અતિમોહનીયકર્મ છે.
(૫૫) શોકમોહનીયકર્મ :- જે કર્મના ઉદયથી પોતાનાં મસ્તકાદિ અંગોનું તાડન કરે, નિસાસા નાખે, રડે કે જમીન ઉપર આળોટે તે શોકમોહનીય કર્મ છે.
(૫૬) ભયમોહનીયકર્મ :- જે કર્મના ઉદયથી નિમિત્તોને પામીને કે નિમિત્તોને પામ્યા વગર જીવ ભય પામે, ધ્રૂજે, ત્રાસ પામે તે ભયમોહનીયકર્મ છે.
(૫૭) જુગુપ્સામોહનીયકર્મ :- જે કર્મના ઉદયથી આત્માને શુભ કે અશુભ દ્રવ્યવિષયક જુગુપ્સા થાય તે જુગુપ્સામોહનીયકર્મ છે.
(૫૮) પુરુષવેદમોહનીયકર્મ :- શ્લેષ્મના વશથી ખાટા દ્રવ્ય પ્રત્યે જેમ અભિલાષ થાય છે, તેમ જે કર્મના ઉદયથી પુરુષને સ્ત્રી પ્રત્યે અભિલાષ થાય તે પુરુષવેદનો ઉદય છે, અને તે પુરુષવેદનો ઉદય તૃણના દાહ જેવો છે અર્થાત્
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org