SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ નવતત્વ પ્રકરણ | ગાથા-૧૮-૧૯ (૩૭ થી ૩૯) અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ :- અનંત સંસારના પ્રવાહને ચલાવે તેવો કષાય તે અનંતાનુબંધી કષાય અથવા જીવોને અનંત ભવોની સાથે જે કષાયો સંયોજન કરાવે તે કષાયો અનંતાનુબંધી છે. જે જીવોને અતત્ત્વમાં રાગ છે તે જીવોનાં ક્રોધ-માન-માયા-લોભ અનંતાનુબંધી છે અને આ અતત્ત્વનો રાગ ઉત્કટ હોય તો ઉત્કટ અનંત સંસાર ચાલે, અને ઉત્કટતા જેમ જેમ ઓછી થાય તેમ તેમ અનંતાનુબંધી કષાયમાં અનંત સંસાર ચલાવવાની શક્તિ હોવા છતાં પૂર્વ પૂર્વ કરતાં ન્યૂન ચૂન અનંત સંસાર ચલાવવાની શક્તિ રહે છે. યોગની દૃષ્ટિવાળા જીવોને ચોથી દૃષ્ટિ સુધી અનંતાનુબંધી કષાય હોય છે, અને દૃષ્ટિ બહારના જીવો કરતાં દૃષ્ટિવાળા જીવોનો અનંતાનુબંધી કષાય કંઈક મંદ હોય છે. પ્રથમ દૃષ્ટિ કરતાં બીજી દૃષ્ટિમાં અધિક મંદ, બીજી દૃષ્ટિ કરતાં ત્રીજી દૃષ્ટિમાં અધિક મંદ અને ત્રીજી દૃષ્ટિ કરતાં ચોથી દૃષ્ટિમાં અધિક મંદ અનંતાનુબંધી કષાય હોય છે; અને ત્યારપછી સમ્યક્ત પામવા માટે જ્યારે જીવ અત્યંત મધ્યસ્થતાપૂર્વક તત્ત્વાતત્ત્વના વિભાગ માટે યત્ન કરે છે ત્યારે પણ અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણમાં અનંતાનુબંધી કષાય મંદમંદતર વર્તે છે, અને તે અનંતાનુબંધી કષાય અનિવૃત્તિકરણના ચરમ સમયમાં અત્યંત મંદ વર્તે છે, તોપણ તે અત્યંત મંદ અનંતાનુબંધી કષાયમાં અનંત સંસારને ચલાવે તેવી શક્તિ વર્તે છે. (૪૦ થી ૪૩) અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ-માન-માયા-લોભ - અપ્રત્યાખ્યાન= દેશવિરતિરૂપ અલ્પ પ્રત્યાખ્યાન, તેનું જે આવરણ કરે તે અપ્રત્યાખ્યાનાવરણ કષાય, અને અલ્પ એવી દેશવિરતિરૂપ પ્રત્યાખ્યાનનું જે આવરણ કરે તે સર્વવિરતિનું આવરણ પણ કરે. તેથી અપ્રત્યાખ્યાનાવરણ કષાય સર્વથા વિરતિનો અભાવ કરનાર છે. (૪૪ થી ૪૭) પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ-માન-માયા-લોભ :- સંપૂર્ણ પાપની વિરતિરૂપ પ્રત્યાખ્યાન, તેનું જે આવરણ કરે તે પ્રત્યાખ્યાનાવરણ કષાય છે. ભગવાનના વચનને પરતંત્ર થઈને મોહના નાશ માટે સર્વ ઉચિત ક્રિયામાં યત્ન કરવામાં આવે ત્યારે સર્વ પાપની નિવૃત્તિરૂપ પ્રત્યાખ્યાનની પ્રાપ્તિ થાય છે, તેને આવરનાર જે કષાય તે પ્રત્યાખ્યાનાવરણ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy