SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ નવતત્વ પ્રકરણ | ગાથા-૧ આત્મામાં આવતાં કર્મોનો બંધ અટકે છે અને સંવરભાવની પ્રાપ્તિથી સત્તામાં રહેલાં કર્મોની નિર્જરા થાય છે. તેથી સંવરનાં આ બે કાર્યો છે : (૧) આવતાં કર્મોને અટકાવવાં. (૨) વિદ્યમાન કર્મોની નિર્જરા કરવી. જેમ દંડ ચક્રભ્રમણ દ્વારા ઘટનું કારણ છે, તેમ સંવરનો પરિણામ નિર્જરા દ્વારા મોક્ષનું કારણ પણ છે. આમ છતાં, જૈનશાસનનાં વચનો સાપેક્ષ હોય છે, તેથી તપથી નિર્જરા થાય છે, એમ કહેવામાં આવે છે. છતાં તપણા નિર્નર વ (તત્ત્વાર્થ સૂત્ર-૯-૩) તત્ત્વાર્થના આ સૂત્રમાં “ઘ' શબ્દથી સંવરને પણ ગ્રહણ કરેલ છે. તેથી એ પ્રાપ્ત થાય કે તપ દ્વારા સંવર અને નિર્જરા બન્ને પ્રાપ્ત થાય છે, છતાં નિર્જરા મુખ્યરૂપે છે અને સંવર ગૌણરૂપે છે. જેમ ગુપ્તિનું માનસ સંવરભાવનું કારણ છે, તેમ તપ પણ આત્માના સંવરભાવને અતિશય કરવાનું કારણ છે; કેમ કે બાર પ્રકારના તપના સેવનથી જીવમાં નિર્લેપદશા પ્રગટે છે જે સંવરવિશેષરૂપ છે, અને તપના સેવનથી જીવમાં પેદા થયેલ આ સંવરવિશેષ ઘણી નિર્જરા કરે છે. તેથી તપથી નિર્જરા થાય છે તેમ બતાવીને તત્ત્વાર્થ સૂત્રમાં ‘વ’ શબ્દથી તપ દ્વારા સંવર પણ થાય છે, તેમ બતાવેલ છે. (૮) બંધના જ્ઞાનની ઉપયોગિતા : બંધ એટલે આશ્રવના પરિણામથી જીવની સાથે એકમેક ભાવને પામેલાં કર્યો. બંધ એ સંસાર છે અને બંધનું કારણ આશ્રવ છે. જેમ જીવ માટે મોક્ષ ઉપાદેય છે, તેમ મોક્ષથી વિરુદ્ધ સંસાર હેય છે. તેથી હેયરૂપે સંસારને પણ બતાવવો જોઈએ, તેવી જિજ્ઞાસા થાય. તેના ખુલાસારૂપે શ્રી ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબે એ કહેલ છે કે જીવ અને કર્મનો સંબંધ એ સંસાર છે. તેથી બંધ શબ્દથી સંસારનું ગ્રહણ થઈ જાય છે, અને બંધનું કારણ આશ્રવ છે. તેથી મોક્ષના અર્થી જીવો મોક્ષના ઉપાયમાં જેમ યત્ન કરે છે તેમ મોક્ષના વિરોધી એવા બંધરૂપ સંસાર પ્રત્યે હેયબુદ્ધિ કરીને સંસારના કારણભૂત એવા આશ્રવના ત્યાગમાં યત્ન કરે છે. આનાથી એ પ્રાપ્ત થાય કે બંધ એ સંસાર છે અને બંધનું કારણ આશ્રવ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy