SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ નવતત્વ પ્રકરણ | ગાથા-૪ (i) ઇન્દ્રિયનું જ્ઞાન - સૌ પ્રથમ ઇન્દ્રિયનું જ્ઞાન કરવા માટે ઇન્દ્રિય શું છે ? અને ઇન્દ્રિયોના વિભાગો શું છે ? અને ઇન્દ્રિયોના વિભાગથી જીવના વિભાગો કઈ રીતે પડે છે ? તે જાણવું આવશ્યક છે. તેનું વર્ણન તત્ત્વાર્થસૂત્રમાં આ પ્રમાણે છે -- इन्द्रो जीवः सर्वद्रव्येष्वैश्वर्ययोगात् विषयेषु वा परमैश्वर्ययोगात्, तस्य लिङ्गमिन्द्रियम्, लिङ्गनात् सूचनात् प्रदर्शनादुपष्टम्भनाद् व्यञ्जनाच्च जीवस्य लिङ्गमिन्द्रियम् ।। (તત્ત્વાર્થસૂત્ર ક. ૨, સૂ. ૨૫, માધ્ય) સર્વ દ્રવ્યોમાં ઐશ્વર્યવાળો જીવ હોવાથી જીવ ઇન્દ્ર છે અને તેનું લિંગ તે ઇન્દ્રિય. આ પ્રકારની ઇન્દ્રિય શબ્દનો અર્થ છે અને આ ઇન્દ્રિય બે પ્રકારની છે : (૧) દ્રવ્ય ઇન્દ્રિય, (૨) ભાવઇન્દ્રિય. દ્રવ્ય ઇન્દ્રિયના બે ભેદ : (૧) નિવૃત્તિઇન્દ્રિય, (૨) ઉપકરણઇન્દ્રિય. ભાવઇન્દ્રિયના બે ભેદ : (૧) લબ્ધિઇન્દ્રિય, (૨) ઉપયોગઇન્દ્રિય. (I) દ્રવ્યઇન્દ્રિય :નિવૃત્યુપરને દ્રક્રિય છે (તત્ત્વાર્થસૂત્ર 1. ૨, સૂ. ૭) तत्र निर्वृत्तीन्द्रियमुपकरणेन्द्रियं च द्विविधं द्रव्येन्द्रियम् । निर्वृत्तिरङ्गोपाङ्गनामनिर्वर्तितानीन्द्रियद्वाराणि, कर्मविशेषसंस्कृता: शरीरप्रदेशाः, निर्माणनामाङ्गोपाङ्गप्रत्यया मूलगुणनिर्वर्तनेत्यर्थः । उपकरणं बाह्यमभ्यन्तरं च निर्वर्तितस्यानुपघातानुग्रहाभ्यामुपશારીતિ પાઉ૭ના (તત્ત્વાર્થસૂત્ર ૩. ૨, સૂ. ૭, મીણ) દ્રવ્યઇન્દ્રિય પુદ્ગલાત્મક છે. તેના બે ભેદ છે : (i) નિવૃત્તિ ઇન્દ્રિય - અંગોપાંગનામકર્મ અને નિર્માણનામકર્મથી પ્રતિવિશિષ્ટ સંસ્થાનરૂપેચોક્કસ આકારરૂપે, ઉત્પન્ન કરાયેલ અને ઉપયોગરૂપ ભાવઇન્દ્રિયના દ્વારસ્વરૂપ નિવૃત્તિ ઇન્દ્રિય છે, અને તે નિવૃત્તિ ઇન્દ્રિય અંગોપાંગનામકર્મ અને નિર્માણનામકર્મથી સંસ્કાર પામેલા એવા શરીરના પ્રદેશોરૂપ છે. (ii) ઉપકરણઇન્દ્રિય:- નિવૃત્તિ ઇન્દ્રિય છે તેનાથી જુદી કોઈ ઉપકરણઇન્દ્રિય નથી, પરંતુ જે નિવૃત્તિ ઇન્દ્રિયનાં પુદ્ગલો છે, તે હણાયેલાં ન હોય અને બોધ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy