________________
નવતરૂ પ્રકરણ / ગાથા-૧૨-૧૩
૪૫
ગાથા :
एगा कोडि सतसट्ठि, लक्खा सत्तहुत्तरी सहस्सा य ।
दो य सया सोलहिया, आवलिया इगमुहुत्तम्मि ।।१२।। ગાથાર્થ :
એક મુહૂર્ત એટલે ૪૮ મિનિટરબે ઘડી. જેની અંદર ૧૬૭૭૭૨૧૬ આવલિકા હોય છે. ll૧રી અવતરણિકા :
કાળ શું છે, તે બતાવે છે – ગાથા :समयावली मुहुत्ता, दीहा पक्खा य मास वरिसा य ।
भणिओ पलिया सागर, उस्सप्पिणिसप्पिणी कालो ।।१३।। ગાથાર્થ :
સમય, આવલિકા, મુહૂર્ત, દિવસ, પક્ષ, માસ, વર્ષ, પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણી, અવસર્પિણીરૂપ કાળ કહેવાયો છે. ll૧૩ ભાવાર્થ -
સમયઃ ગતિ પરિણામને પામેલ પરમાણુ મંદગતિથી એક આકાશપ્રદેશથી અન્ય આકાશપ્રદેશમાં જાય તેટલા કાળને ‘સમય’ કહે છે. આ “સમય” કાળનો સૌથી સૂક્ષ્મ વિભાગ છે, જેનો ભેદ પડતો નથી.
આવલિકા અસંખ્યાત સમયોનો સમુદાય તે આવલિકા છે. મુહૂર્ત પૂર્વગાથામાં બતાવ્યું તે પ્રમાણે ૧૯૭૭૭૨૧૩ આવલિકાનું એક મુહૂર્ત હોય છે. દિવસઃ ૩૦ મુહૂર્તનો એક દિવસ થાય છે. પક્ષ: ૧૫ દિવસનો પક્ષ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org