SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ નવતત્વ પ્રકરણ | ગાથા-૨૯ જીવોના હિતનું કારણ હોય તે સત્યવચન છે, આ બન્ને પ્રકારનાં વચન અમૃષા વચન છે. સત્યવચન કેવા ગુણોવાળું હોય તે બતાવતાં કહે છે – અપરુષ=કઠોરતા વગરનું, અપિશુન=કોઈની પ્રીતિના વિચ્છેદને નહિ કરનારું, અસભ્યપણાના અભાવવાળું, અચપલ, કલુષતા વગરનું, વિરલતા વગરનું=અટકી અટકીને નહિ બોલાયેલું, અસંભ્રાન્તઃકોઈને સંભ્રમ પેદા ન કરે તેવું, અભિજાત વિનયવાળું, અસંદિગ્ધઃસંદેહ ઉત્પન્ન ન કરે તેવું સ્કુટ=સ્પષ્ટ બોધ કરાવે તેવું, ઔદાર્યયુક્તક બીજાના હિતને અનુકૂળ એવા ઉદારભાવથી યુક્ત પરંતુ આ જીવ મારા ઉપદેશથી આવર્જિત થઈને આ મારો અનુયાયી થશે એવા ક્ષુદ્રભાવોથી યુક્ત નહિ એવું, અગ્રામ્ય=વિદ્વાન પુરુષના ચિત્તને આવર્જિત કરે તેવું સમર્થ પરંતુ સામાન્ય લોકો બોલતા હોય તેવું ગ્રામ્યવચન નહિ, પદાર્થના પરમાર્થને બતાવનારું=શીધ્ર જ પ્રસ્તુત એવા અર્થને પરિસમાપ્ત કરનારું, અરાગદ્વેષથી યુક્ત હોય, અને માત્ર સૂત્રના જ ઉત્સર્ગ-અપવાદ અનુસાર પ્રવૃત્ત અર્થવાળું હોય. વળી, અર્થજનના=તત્ત્વને સાંભળવાની ઇચ્છાવાળા પુરુષના, ચિત્તને આવર્જન કરવા સમર્થ હોય, શ્રોતાને ઉપકાર કરનારું હોય, માયારહિત હોય, દેશકાળથી અવિરુદ્ધ હોય, અનવદ્ય હોય, ભગવાનના પ્રવચનમાં જ પ્રવૃત્ત હોય, યતનાવાળું હોય, પરિમિત શબ્દવાળું હોય, યાચના-પ્રચ્છન્ન અને પ્રશ્નવ્યાકરણવાળું હોય એવું સાધુનું વચન તે સત્યધર્મ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે સાધુ સંયમની વૃદ્ધિ અર્થે વસતિ આદિની યાચના કરે ત્યારે યાચનાના વિષયવાળો વચનપ્રયોગ હોય. વળી, શાસ્ત્રમાં કોઈ સ્થાને સંદેહ થાય ત્યારે ગુરુ આદિને પૃચ્છા કરે ત્યારે પ્રચ્છન્ન વચનપ્રયોગ હોય, અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy