SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પ૪ નવતત્વ પ્રકરણ | ગાથા-૫૩-૫૪ ભાવાર્થ : પૂર્વમાં ગ્રંથકારે નવતત્ત્વનું સંક્ષેપથી સ્વરૂપ બતાવ્યું. પછી ગાથા-૫૧માં કહ્યું કે આ નવતત્ત્વોના પરમાર્થને જેઓ જાણે છે, તેઓને સમ્યક્ત થાય છે, અને કદાચ કોઈને નવતત્ત્વનું પારમાર્થિક જ્ઞાન ન થયું તોપણ ભાવથી જેઓને નવતત્ત્વની શ્રદ્ધા છે, તેમાં પણ સમ્યક્ત છે. સમ્યકૃત્વમાં ભાવથી શ્રદ્ધા કેવા પ્રકારની છે, તે ગાથા-પરમાં બતાવ્યું. હવે તેવું સમ્યક્ત કોઈ જીવ પ્રાપ્ત કરે તો સમ્યકત્વની પ્રાપ્તિથી સંસારનો ઉચ્છેદ થવાનો પ્રારંભ શરૂ થાય છે; અને જે સાધક પ્રાપ્ત થયેલા સમ્યત્વને અપ્રમાદભાવથી જાળવી શકે, તે સાધક દેવ અને મનુષ્યભવના ક્રમથી થોડા ભવોમાં અવશ્ય મોક્ષને પામે છે. વળી, કોઈક સાધક સમ્યક્ત પામ્યા પછી પ્રમાદને વશ થઈ અંતર્મુહૂર્તથી અધિક તેનું રક્ષણ કરી ન શકે, અથવા તો કદાચ કિંચિત્ કાળ રક્ષણ કર્યા પછી પ્રમાદને વશ થઈ સમ્યકત્વને ગુમાવી બેસે, અને કોઈ તીર્થકર આદિની અત્યંત આશાતના કરે, તોપણ અર્ધપુદ્ગલ પરાવર્તનની અંદર ગોશાળાની જેમ અવશ્ય મોક્ષને પામશે. IFપર અવતરણિકા : ગાથા-પ૧માં નવતત્વના જ્ઞાનથી સમ્યક્ત થાય છે તેમ બતાવ્યું. તેથી જિજ્ઞાસા થાય કે સમ્યક્ત શું છે? તેથી ગાથા-પરમાં સમ્યક્ત્વનું સ્વરૂપ બતાવ્યું. વળી, ગાથા-પ૩માં સમ્યકત્વની પ્રાપ્તિ પછી સમ્યકત્વથી ભ્રષ્ટ થયેલ જીવ પણ અપાઈપુદ્ગલપરાવર્તનમાં અવશ્ય મોક્ષમાં જાય છે, તે બતાવીને સખ્યત્વનું માહાભ્ય બતાવ્યું. તેથી જિજ્ઞાસા થાય કે પુદ્ગલપરાવર્તન શું છે? માટે હવે પુદ્ગલપરાવર્તનનું સ્વરૂપ બતાવે છે, અને ભૂતકાળ અને ભવિષ્યકાળ કેટલો છે, તેનું સ્વરૂપ બતાવે છે – ગાથા :उस्सप्पिणी अणंता, पुग्गलपरिअट्टओ मुणेयव्यो । तेऽणंताऽतीअद्धा, अणागयद्धा अणंतगुणा ।।५४ ।। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy