________________
૧૨૬
નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૩૯ ક્રમસર પાંચ, નવ, બે, અઠ્ઠાવીસ, ચાર, એકસો ત્રણ, બે અને પાંચ પ્રકારવાળા છે. ll૩૯ll ભાવાર્થ :
જ્ઞાનાવરણીયકર્મના પાંચ, દર્શનાવરણીયકર્મના નવ, મોહનીયકર્મના અઠ્ઠાવીસ, વેદનીયકર્મના બે, આયુષ્યકર્મના ચાર, નામકર્મના એકસો ત્રણ, ગોત્રકર્મના બે અને અંતરાયકર્મના પાંચ ભેદો છે. તે આ પ્રમાણે – (૧) જ્ઞાનાવરણીય ઃ ૫ ભેદ. (i) મતિજ્ઞાનાવરણીય, (ii) શ્રુતજ્ઞાનાવરણીય, (iii) અવધિજ્ઞાનાવરણીય, (iv) મન:પર્યવજ્ઞાનાવરણીય, (૫) કેવલજ્ઞાનાવરણીય. (૨) દર્શનાવરણીય ઃ ૯ ભેદ. (i) ચક્ષુદર્શનાવરણીય, (ii) અચક્ષુદર્શનાવરણીય, (iii) અવધિદર્શનાવરણીય,
(iv) કેવલદર્શનાવરણીય, (૫) નિદ્રા, (vi) નિદ્રાનિદ્રા, (vii) પ્રચલા, (viii) પ્રચલાપ્રચલા, (ix) થીણદ્ધિ. (૩) વેદનીયકર્મ: ૨ ભેદ. (i) શાતાવેદનીય, (ii) અશાતવેદનીય. (૪) મોહનીયકર્મ: ૨૮ ભેદ. દર્શનમોહનીયકર્મનાં ત્રણ ભેદ. (૧) સમ્યકત્વમોહનીય, (૨) મિશ્રમોહનીય, (૩) મિથ્યાત્વમોહનીય, ચારિત્રમોહનીયકર્મ અંતર્ગત કષાયના સોળ ભેદ. (૪-૭) અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ. (૮-૧૧) અપ્રત્યાખ્યાનીય ક્રોધ-માન-માયા-લોભ કષાય (૧૨-૧૫) પ્રત્યાખ્યાનીય ક્રોધ-માન-માયા-લોભ કષાય (૧૩-૧૯) સંજ્વલન ક્રોધ-માન-માયા-લોભ કષાય ચારિત્રમોહનીયકર્મ અંતર્ગત નોકષાયના નવ ભેદ. (૨૦-૨૮) હાસ્ય-રતિ-શોક-અરતિ-ભય-જુગુપ્સા, પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદ નોકષાયમોહનીયકર્મનાં નવ ભેદ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org