________________
નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૧
અને પ્રકર્ષવાળો સંવરભાવ પ્રાપ્ત થાય છે ત્યારે સર્વથા આશ્રવનો અભાવ થાય છે અને સંવરભાવથી સત્તામાં રહેલ અવશિષ્ટ કર્મોની નિર્જરા થાય છે; અને સર્વકર્મોનો નાશ થાય છે ત્યારે, તૃત્સ્નર્માો મોક્ષઃ (તત્ત્વાર્થ સૂત્ર-૧૦-૩) અર્થાત્ કૃત્સ્નકર્મક્ષયરૂપ=સંપૂર્ણ કર્મના ક્ષયરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે. (૫) આશ્રવતત્ત્વના જ્ઞાનની ઉપયોગિતા ઃ
જાવવા મન: ધર્મયોગ (તત્ત્વાર્થસૂત્ર ઞ. ૬, સૂ. ૨) અને સ સાચવ: (તત્ત્વાર્થસૂત્ર જ્ઞ. ૬, સૂ. ૧)
આશ્રવરૂપ જીવના પરિણામથી આત્મામાં કર્મોનું આગમન થાય છે, જેના ફળરૂપે જીવને સંસારની પ્રાપ્તિ થાય છે. અને મન-વચન અને કાયાના યોગથી થતી જીવની પરિણતિ આશ્રવ છે. તેથી કર્મબંધના કારણીભૂત એવો મન, વચન, કાયાનો વ્યાપાર એ આશ્રવ છે. મિથ્યાત્વ, અવિરતિ અને કષાયના સંશ્લેષવાળા મન, વચન અને કાયાના યોગો સંપૂર્ણ આશ્રવવાળા છે, તેથી સંસાર પરિભ્રમણના કારણ બને છે; અને જેમ જેમ જીવમાં વિવેક પ્રગટે છે, તેમ તેમ જીવ સમ્યગ્ યત્નપૂર્વક સ્વશક્તિ અનુસાર મિથ્યાત્વ આદિ આશ્રવના અંશોનો પરિહાર કરવા યત્ન કરે તો તેટલા અંશમાં સંવર પ્રગટે છે, અને સંપૂર્ણ આશ્રવનો પરિહાર યોગનિરોધ વખતે ચૌદમા ગુણસ્થાનકે થાય છે.
મોક્ષના અર્થી જીવને માટે આશ્રવ મોક્ષનો વિરોધી હોવાથી હેય છે. તેથી આશ્રવનું જ્ઞાન કરીને આશ્રવમાં હેયબુદ્ધિ પેદા થાય તો આશ્રવના પરિહાર માટે યત્ન થાય છે, અને અંશ અંશથી આશ્રવના પરિહાર માટે યત્ન કરીને અંતે શક્તિસંચય થાય ત્યારે જીવ સર્વથા આશ્રવનો પરિહાર કરી શકે છે, જેના ફળરૂપે સંસારનો અંત થાય છે. માટે મોક્ષની પ્રાપ્તિ અર્થે આશ્રવનું જ્ઞાન ઉપયોગી છે. આમ છતાં આ આશ્રવ શુભઆશ્રવરૂપ પણ છે. તેથી મોક્ષપ્રાપ્તિ માટે સાક્ષાત્ યત્ન ન થઈ શકે ત્યાં સુધી અભ્યુદયનો અર્થી જીવ શુભઆશ્રવમાં યત્ન કરીને સુમાનુષત્વ અને સુદેવત્વની પ્રાપ્તિ દ્વારા સર્વ આશ્રવના પરિહારની શક્તિને પ્રાપ્ત કરે છે, ત્યારે સર્વથા આશ્રવના ઉચ્છેદ માટે ઉદ્યમ કરીને અંતે મોક્ષફળને પામે છે.
Jain Education International
રે
For Personal & Private Use Only
www.jainelibrary.org