SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ નવતત્વ પ્રકરણ | ગાથા-૪ ૩૧ ગ્રહણ કરાયેલો આહાર મલ અને રસરૂપે આહારપર્યાપ્તિથી પરિણમન પામ્યા પછી રસરૂપે પરિણમન પામેલા આહારને સાત ધાતુરૂપે જીવ જેનાથી પરિણમન પમાડે છે તે શરીરપર્યાપ્તિ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે જીવ ઉત્પત્તિના પ્રથમ સમયે ઔદારિક આદિ પુદ્ગલોને ગ્રહણ કરીને તેના છ વિભાગ કરે છે. તેમાંથી એક વિભાગ આહારપર્યાપ્તિરૂપે બન્યો અને બીજો વિભાગ શરીરપર્યાપ્તિરૂપે બને છે. ત્યાર પછી જીવ જે લોમાહાર કે કવલાહારથી આહાર ગ્રહણ કરે છે, તે આહારને આહારપર્યાપ્તિ દ્વારા મલ અને રસરૂપે પરિણમન પમાડે છે, અને આહારપર્યાપ્તિથી રસરૂપે પરિણમન પામેલાં પુદ્ગલોને શરીરપર્યાપ્તિથી સાત ધાતરૂપે બનાવે છે. તેથી ગ્રહણ કરાયેલા આહારને આહારપર્યાપ્તિ રસરૂપે બનાવે અને શરીરપર્યાપ્તિ સાત ધાતુરૂપ બનાવે તેમ ફલિત થાય છે. ઇન્દ્રિય પર્યાપ્તિ :यया धातुरूपतया परिणमितमाहारमिन्द्रियरूपतया परिणमयति सा इन्द्रियપર્યાપ્તિઃ રૂ . (વસ્વીર: વર્મગ્રંથા:, વર્મગ્રંથ-૧, સ્નો-૪૮, સ્વપજ્ઞ ટીવા) ગ્રહણ કરાયેલા આહારને આહારપર્યાપ્તિ દ્વારા જીવ રસરૂપે બનાવે છે, શરીરપર્યાપ્તિ દ્વારા સાત ધાતરૂપે બનાવે છે, અને ધાતુરૂપે પરિણમન પામેલા આહારને જીવ ઇન્દ્રિય પર્યાપ્તિથી ઇન્દ્રિયરૂપે પરિણમન પમાડે છે. તેથી સાત ધાતુમાંથી ઇન્દ્રિયોને બનાવવાને અનુકૂળ શક્તિવાળાં ઔદારિક આદિ પુદ્ગલો ઇન્દ્રિયપર્યાપ્તિ છે. ઉચ્છવાસ પર્યાપ્તિ : यया पुनरुच्छ्वासप्रायोग्यवर्गणादलिकमादाय उच्छ्वासरूपतया परिणमय्याऽऽलम्ब्य च मुञ्चति सा उच्छ्वासपर्याप्तिः ४ । (चत्त्वारः कर्मग्रंथाः, कर्मग्रंथ-१, श्लोक૪૮, સ્વોપર ટીવા) ઉચ્છવાસને યોગ્ય વર્ગણાનાં પુદ્ગલોને ગ્રહણ કરીને ઉચ્છવાસરૂપે પરિણમન પમાડીને, અને તે ઉચ્છવાસ યોગ્ય પુદ્ગલોનું આલંબન લઈને તે ઉચ્છવાસ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy