________________
૧૧૦
(૧૧) બોધિદુર્લભભાવના :
अनादौ संसारे नरकादिषु तेषु तेषु भवग्रहणेष्वनन्तकृत्वः परिवर्तमानस्य जन्तोर्विविधदुःखाभिहतस्य मिथ्यादर्शनाद्युपहतमतेर्ज्ञानदर्शनावरणमोहान्तरायोदयाभिभूतस्य सम्यग्दर्शनादिविशुद्धो बोधिदुर्लभो भवतीत्यनुचिन्तयेत् । एवं ह्यस्य बोधिदुर्लभत्वमनुचिन्तयतो बोधिं प्राप्य प्रमादो न भवतीति बोधिदुर्लभत्वानुप्रेक्षा ।। ११ ।। (तत्त्वार्थसूत्र ૩. ૧, સૂ. ૭, માધ્ય)
નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૩૦-૩૧
અનાદિ સંસારમાં તે તે ભવગ્રહણરૂપ નરકાદિમાં અનંતી વખત પરાવર્તન પામતાં વિવિધ પ્રકારના દુઃખોથી હણાયેલા, મિથ્યાદર્શન આદિથી ઉપહત મતિવાળા અને જ્ઞાન, દર્શનના આવરણથી અને મોહના ઉદયથી હણાયેલા અને અંતરાયના ઉદયથી હણાયેલા એવા જીવને સમ્યગ્દર્શન આદિથી વિશુદ્ધ એવું બોધિ=ભગવાને બતાવેલ ચારિત્ર, દુર્લભ થાય છે, એ પ્રમાણે, ચિંતવન કરવું જોઈએ. આ રીતે બોધિદુર્લભપણાના ચિંતવનથી=ચારિત્રદુર્લભપણાના ચિંતવનથી, ચારિત્રને પ્રાપ્ત કરીને સાધુને પ્રમાદ થાય નહિ, એથી સાધુ બોધિદુર્લભભાવનાનું ચિંતવન કરે.
અહીં નિશ્ચયનયની દૃષ્ટિથી ‘બોધિ’ શબ્દથી સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનથી વિશુદ્ધ એવા ચારિત્રને ગ્રહણ કર્યું છે.
(૧૨) સુઆખ્યાતધર્મભાવના
:
Jain Education International
सम्यग्दर्शनद्वारः पञ्चमहाव्रतसाधनो द्वादशाङ्गोपदिष्टतत्त्वो गुप्त्यादिविशुद्धव्यवस्थानः संसारनिर्वाहकः निःश्रेयसप्रापको भगवता परमर्षिणाऽर्हताऽहो स्वाख्यातो धर्म इत्येवमनुचिन्तयेत् । एवं ह्यस्य धर्मस्वाख्यातत्वमनुचिन्तयतो मार्गाच्यवने तदनुष्ठाने च व्यवस्थानं भवतीति धर्मस्वाख्यातत्वानुचिन्तनानुप्रेक्षा ।।१२।। (९-७ ) ( तत्त्वार्थसूत्र ૩. ૧, સૂ. ૭, મા)
સમ્યગ્દર્શન દ્વારવાળો, પાંચ મહાવ્રતના સાધનવાળો, દ્વાદશાંગથી ઉપદિષ્ટ તત્ત્વવાળો, ગુપ્તિ આદિથી વિશુદ્ધ વ્યવસ્થાનવાળો=ગુપ્તિ-સમિતિના પાલનથી વિશુદ્ધ અવસ્થાનવાળો, સંસારનિર્વાહક=સંસારથી નિસ્તારને કરનારો, નિઃશ્રેયસનો પ્રાપક=મોક્ષનો પ્રાપક, પરમઋષિ અરિહંત ભગવંતો વડે સુઆખ્યાત ધર્મ છે,
For Personal & Private Use Only
www.jainelibrary.org