________________
નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૨૯
જોઈએ. જેમ કે સ્વસ્થતા, કર્મબંધનો અભાવ, પ્રાયશ્ચિત્તનો અભાવ, શુભધ્યાન, પરના સમાધાનનું ઉત્પાદન=પરથી અનુચિત પ્રવૃત્તિ થઈ હોય તો ક્ષમાવાળો પુરુષ પ્રસંગને અનુરૂપ તેની અનુચિત પ્રવૃત્તિકૃત તેના ક્લેશના નિવારણ માટે ઉચિત સમાધાન પણ કરી શકે, પરંતુ સ્વયં તે પ્રવૃત્તિથી અક્ષમાવાળો થયેલો હોય તો પ૨નું સમાધાન કરી શકે નહિ, વળી સ્તિમિત પ્રસન્ન અંતરાત્મપણું=પ્રતિકૂળ સંયોગોની અસરને ન ઝીલે તેવું સ્થિર સંવરભાવવાળું અને પ્રસન્નભાવવાળું ચિત્ત ક્ષમામાં હોય છે. આ પ્રમાણે ક્ષમાના ગુણોનું સ્મરણ કરીને ક્ષમા ધારણ કરવી જોઈએ.
આ પ્રકારના તત્ત્વના ભાવનથી સાધુમાં જે ક્ષમાનો પરિણામ વર્તે છે, તે સંવરભાવ છે.
૯૩
(૨) મદ્દવ=માર્યવ=નમ્રતાધર્મ :- અસ્તબ્ધભાવવાળું ચિત્ત તે માર્દવભાવ છે. નમ્રતાની વૃત્તિ અને અનુવ્સેક=ગર્વરહિત પરિણામ, એ માર્દવનું લક્ષણ છે અથવા મૃદુભાવ, મૃદુક્રિયા તે માર્દવ છે. આઠ પ્રકારના મદનો નિગ્રહ અને માનનો વિઘાત તે માર્દવ છે. આ મદનાં આઠ સ્થાનો આ પ્રમાણે છે -
――
(૧) જાતિનો મદ, (૨) કુલનો મદ, (૩) રૂપનો મદ, (૪) ઐશ્વર્યનો મદ, (૫) વિશિષ્ટ જ્ઞાનનો મદ, (૭) શ્રુતનો મદ, (૭) લાભનો મદ, (૮) વીર્યનો મદ.
મદનાં આઠ સ્થાનો વડે મત્ત થયેલો પુરુષ પરની નિંદા કરે છે, પોતાની પ્રશંસા કરે છે અને તીવ્ર અહંકારથી હણાયેલી મતિવાળો આ ભવમાં અને પરભવમાં અશુભફલવાળું અકુશળ કર્મ બાંધે છે, અને ઉપદેશ અપાતાં પણ તે પુરુષ શ્રેયને સ્વીકારતો નથી. તેથી આ મદસ્થાનોનો નિગ્રહ માર્દવધર્મ છે.
(૩) અન્નવ=નાર્નવ=સરળતા=સરળતાધર્મ :- ભાવની વિશુદ્ધિ અને અવિસંવાદન એ આર્જવનું લક્ષણ છે અર્થાત્ મન, વચન અને કાયાની અવક્રતારૂપ ભાવની વિશુદ્ધિ, અને મન-વચન-કાયાના યોગો પરસ્પર વિસંવાદવાળા ન હોય, તે આર્જવનું લક્ષણ છે. ઋજુભાવ અર્થાત્ સરળભાવ અને સરળક્રિયા તે આર્જવ છે.
માયાવી પુરુષ આ ભવ કે પરભવમાં અનર્થ કરે તેવાં અશુભકર્મોને બાંધે છે, ઉપદેશ અપાતાં પણ શ્રેયને સ્વીકારતો નથી. તેથી આર્જવ અર્થાત્ સરળભાવ તે ધર્મ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org