SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-પ૦ ૧૪૭ આથી જીવોની ગતિનું વિકૃતપણું ઊર્ધ્વગતિથી અન્ય પ્રકારનું ગતિપણું, જે પ્રાપ્ત થાય છે, તે કર્મના પ્રતિઘાતના કારણે કે પ્રયોગના કારણે=જીવના પ્રયત્નના કારણે ઇચ્છાય છે. આશય એ છે કે જીવનો ઊર્ધ્વગમનનો સ્વભાવ છે, તેથી વગર પ્રયત્ન કે કર્મથી મુક્ત થયેલા આત્માઓનું ઊર્ધ્વગમન થાય છે, પરંતુ સંસારી જીવોમાં જે ગતિનું વિકૃતપણું પ્રાપ્ત થાય છે અર્થાત્ કેટલાક સંસારી જીવો નરકમાં જાય છે ત્યારે અધોગમન કરે છે, દેવલોકમાં જાય છે ત્યારે ઊર્ધ્વગમન કરે છે, તો વળી ક્યારેક કોઈક ભવમાં જાય છે ત્યારે તિર્કીંગમન કરે છે, તે સર્વ ગમનની પ્રવૃત્તિ કર્મના પ્રતિઘાતથી અને જીવના પ્રયોગથી ઇચ્છાય છે. (૧૫) જીવોની નીચી, તિરછી અને ઊર્ધ્વગતિ કર્મથી થાય છે. ક્ષીણકર્મવાળા જીવોની ઊર્ધ્વ જ ગતિ તેના જ ધર્મથી થાય છે જીવના સ્વભાવથી થાય છે. (૧૬) જેમ દ્રવ્યની વિતિ=ગતિ, અને ઉત્પત્તિ ક્રિયાનો આરંભ સાથે થાય છે, તેમ આત્મા સિદ્ધ થાય છે ત્યારે સિદ્ધશિલા તરફની ગતિ, મોક્ષ અને ભવક્ષય એક સમયમાં થાય છે. જેમ કોઈક જીવ કોઈક સ્થાનથી ચ્યવીને વિગ્રહ ગતિ વગર જન્મ લે ત્યારે આઠમા સમયમાં અવેલો હોય તો નવમા સમયે ઉત્પત્તિસ્થાનમાં ગતિ થાય છે, અને નવમા સમયે જ નવા ભવની ઉત્પત્તિ થાય છે, નવમા સમયે જ શરીર બનાવવાની ક્રિયાનો આરંભ થાય છે; તેમ જે સમયે જીવના સર્વ કર્મોનો ક્ષય થાય છે તે જ સમયે જીવનું સિદ્ધશિલા ઉપર ગમન થાય છે. જેમ આઠમા સમયે સંપૂર્ણ કર્મનો ક્ષય થયો હોય તો આઠમા સમયે જ સિદ્ધશિલા ઉપર ગમન થાય છે, અને આઠમા જ સમયે આત્મા સર્વ કર્મના ક્ષયરૂપ મોક્ષ પ્રાપ્ત કરે છે અને આઠમા સમયે જ મનુષ્યભવનો ક્ષય પ્રાપ્ત થાય છે. (૧૭) જેમ અહીં પ્રકાશની ઉત્પત્તિ અને અંધકારનો વિનાશ એકીસાથે થાય છે, તેમ નિર્વાણની ઉત્પત્તિ અને કર્મનો નાશ એકસાથે થાય છે. (૧૮) સિદ્ધશિલાનું સ્વરૂપ - સિદ્ધશિલા તન્વ=પાતળી અર્થાત્ મધ્યભાગમાં આઠ યોજન જાડી હોય છે, અને પછી પાતળી પાતળી થતાં સર્વ ગોળાકાર છેડે માખીની પાંખ કરતાં પણ પાતળી થાય છે, માટે ખૂણામાં પાતળી છે. વળી, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy