SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ નવતત્ત્વ પ્રકરણ / ગાથા-૪ ગ્રહણ કરાયેલા આહારનાં પુદ્ગલોની શ૨ી૨પણારૂપે સંસ્થાપનની=રચનાની ક્રિયાની પરિસમાપ્તિ શ૨ી૨૫ર્યાપ્તિ છે. ૨૮ જીવ ઉત્પત્તિના સમયે આહાર ગ્રહણ કરે છે, તેમાંથી શરીર આદિ પાંચ વસ્તુની રચના કરવાનો પ્રારંભ કરે છે. તેથી ઉત્પત્તિના સમયે ગ્રહણ કરાયેલાં પુદ્ગલોમાંથી જે પુદ્ગલથી શ૨ી૨૨ચનાનો પ્રારંભ કરાય તે ક્રિયા અંતર્મુહૂર્ત સુધી નવાં નવાં પુદ્ગલોને ગ્રહણ કરીને શરીરરૂપે બનાવવાનું ચાલુ કરે છે. તેથી શરીરની રચના ક૨વારૂપ ક્રિયાની સમાપ્તિ થાય તે શ૨ી૨પર્યાપ્તિ છે. પરંતુ આહારપર્યાપ્તિની ક્રિયા જેમ એક સમયમાં પૂર્ણ થાય છે, તેમ શરીર આદિની રચનાની ક્રિયા એક સમયમાં પરિસમાપ્ત થતી નથી. માટે શ૨ી૨૫ર્યાપ્તિ એક અંતર્મુહૂર્તે પૂરી થાય છે. (iii) ઇન્દ્રિયપર્યાપ્તિ : त्वगादीन्द्रियनिर्वर्तनक्रियापरिसमाप्तिरिन्द्रियपर्याप्तिः । (तत्त्वार्थ सूत्र अ. ८, સૂ. ૧૨, માધ્ય) ત્વગાદિ ઇન્દ્રિયની=સ્પર્શેન્દ્રિય આદિની નિષ્પત્તિની ક્રિયાની પરિસમાપ્તિ ઇન્દ્રિયપર્યાપ્તિ છે. સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય અને મનની નિષ્પત્તિને અનુકૂળ ક્રિયાની પરિસમાપ્તિ ઇન્દ્રિયપર્યાપ્તિ છે. જીવ ઉત્પત્તિના પ્રથમ સમયે ઔદારિક આદિ પુદ્ગલોને ગ્રહણ કરીને પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠા મનને નિષ્પન્ન કરવાની ક્રિયા શરૂ કરે છે, તે ઇન્દ્રિય અને મનને નિષ્પન્ન કરવાની ક્રિયાની સમાપ્તિ તે ઇન્દ્રિયપર્યાપ્તિ છે. (iv) પ્રાણાપાનપર્યાપ્તિ :- (ઉચ્છ્વાસ-નિઃશ્વાસપર્યાપ્તિ) प्राणापानक्रियायोग्यद्रव्यग्रहणनिसर्गशक्तिनिर्वर्तनक्रियापरिसमाप्तिः प्राणापानપર્યાપ્તિઃ ।। (તત્ત્વાર્થ સૂત્ર ૐ. ૮, સૂ. ૧૨, ભાષ્ય) પ્રાણાપાનની ક્રિયાને યોગ્ય એવા શ્વાસોશ્વાસ વર્ગણાના દ્રવ્યને ગ્રહણ અને ત્યાગને અનુકૂળ એવી શક્તિની નિષ્પત્તિની ક્રિયાની પરિસમાપ્તિ પ્રાણાપાનપર્યાપ્તિ છે. જીવ ઉત્પત્તિના સમયમાં જે ઔદારિક આદિ પુદ્ગલો ગ્રહણ કરે છે, તેમાંથી પ્રાણ-અપાનને યોગ્ય એવી પર્યાપ્તિ બનાવવા માટે પ્રારંભ કરે છે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy