________________
નવતત્વ પ્રકરણ | ગાથા-૧
ગાથા :
जीवाऽजीवा पुण्णं, पावाऽऽसव संवरो य निज्जरणा ।
बन्धो मुक्खो य तहा, नवतत्ता हुंति नायव्वा ।।१।। ગાથાર્થ :
જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંઘ અને મોક્ષ નવતત્ત્વો જાણવા યોગ્ય છે. [૧]
» ‘’, ‘’ અને ‘તદા' ઘ કારના અર્થમાં છે. તેથી નવે તત્ત્વોનો સમુચ્ચય કરવા માટે તેનો પ્રયોગ છે. ભાવાર્થ :
આ નવે તત્ત્વો જ્ઞાનનો વિષય છે, તેથી જ્ઞય છે; અને આ નવે તત્ત્વોનું જ્ઞાન જીવને ઇષ્ટ એવી પૂર્ણ સુખમય અવસ્થાનું કારણ છે, તેથી પરમાર્થ છે; અને તેમાં જીવ, અજીવ આદિ તત્ત્વો મોક્ષ માટે ઉપયોગી છે તે આ પ્રમાણે – (૧) જીવતત્વ અને (૨) અજીવતત્વના જ્ઞાનની ઉપયોગિતાઃ અબ્યુદય માટે અને મોક્ષ માટે :
જીવ દેહથી અને કર્મથી જુદો છે, શાશ્વત છે અને ચાર ગતિમાં પરિભ્રમણ કરનાર છે, તેવું જ્ઞાન થવાથી સંસારથી છૂટવાની ઇચ્છા થાય છે. તેથી વૈરાગ્ય પેદા કરવા દ્વારા જીવનું જ્ઞાન મોક્ષપ્રાપ્તિમાં ઉપયોગી છે. વળી, ગાથા-૪માં જીવના ચૌદ ભેદો બતાવાશે. એ ભેદમાં સંસારી જીવ વર્તે છે, તેવું જ્ઞાન થવાથી અને જીવના ભેદ-પ્રભેદનું જ્ઞાન થવાથી પકાયના પાલનમાં સમ્યગુ યત્ન થઈ શકે છે. તેથી મોક્ષપ્રાપ્તિ માટે જીવતત્ત્વનું જ્ઞાન ઉપયોગી છે.
વળી, અજીવતત્ત્વનું જ્ઞાન અજીવથી જીવ જુદો છે, તેનો બોધ કરવા માટે આવશ્યક છે. અજીવથી જુદા જીવનો બોધ થાય તો આત્મહિત સાધવા માટે યત્ન થઈ શકે. માટે અજીવતત્ત્વનું જ્ઞાન પણ મોક્ષપ્રાપ્તિ માટે ઉપયોગી છે.
વળી, જીવ-અજીવ તત્ત્વના જ્ઞાન દ્વારા આ જગતની વ્યવસ્થાનું સમ્યગુ સમાલોચન થઈ શકે છે, જેનાથી ધર્મધ્યાન આદિમાં યત્ન થઈ શકે છે અને સંસારના સ્વરૂપનું ચિંતવન થઈ શકે છે. તે રીતે પણ જીવ-અજીવ તત્ત્વનું જ્ઞાન મોક્ષપ્રાપ્તિ માટે ઉપયોગી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org