SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ નવતત્વ પ્રકરણ | ગાથા-૨૦ જો તેમ વિભાગ કરવામાં ન આવે તો ઘણા જીવો આ બેંતાલીસ પુણ્યપ્રકૃતિઓમાંથી યથાયોગ્ય પુણ્યપ્રકૃતિઓને પ્રાપ્ત કરીને ઘણા આરંભ-સમારંભ કરીને દુર્ગતિઓમાં જાય છે, તેમની પુણ્યપ્રકૃતિને પણ પુણ્યપ્રકૃતિરૂપે સ્વીકારવી પડે; અને તેમની દેવગતિ આદિ પુણ્યપ્રકૃતિને પુણ્યપ્રકૃતિરૂપે સ્વીકારીએ તો નવતત્ત્વમાં પુણ્ય ઉપાદેય છે અને પાપ હેય છે, એ વચનથી દીર્ઘ સંસારની પરંપરાના કારણભૂત એવી પુણ્યપ્રકૃતિ પણ ઉપાદેય સિદ્ધ થાય. વસ્તુતઃ દીર્ઘ સંસારના પરિભ્રમણનું કારણ બને તેવી પણ પુણ્યપ્રકૃતિ સ્થૂલદૃષ્ટિથી પુણ્યપ્રકૃતિ કહેવાય, પરમાર્થથી તો તે પાપપ્રકૃતિ જ છે. જેમ વિષથી મિશ્રિત અન્ન પરમાર્થથી વિષ જ કહેવાય; અન્ન કહેવાય નહિ, તેમ દુર્ગતિઓની પરંપરાના કારણભૂત પુણ્યપ્રકૃતિઓ પરમાર્થથી પાપપ્રકૃતિ જ કહેવાય, પરંતુ પુણ્યપ્રકૃતિ કહેવાય નહિ. આથી સંસારના પરિભ્રમણનું કારણ બને તેવું પુણ્ય પણ હેય છે. જીવને જે અનુકૂળરૂપે વેદના થાય તે પુણ્ય, અને જીવને જે પ્રતિકૂળરૂપે વેદન થાય તે પાપ પુણ્ય બે પ્રકારનાં છેઃ (૧) મોક્ષમાર્ગને અનુપયોગી અને પાપબુદ્ધિમાં સહાયક એવું પુણ્ય. આ પુણ્ય પરમાર્થથી પુણ્ય નથી; જેમ કે ચોરી કરવામાં બુદ્ધિપૂર્વકના પ્રયત્નથી જે સફળતા મળે તે પુણ્યના કારણે મળે છે, જેને પાપાનુબંધી પુણ્ય કહેવાય છે. (૨) મોક્ષમાર્ગની પ્રાપ્તિમાં સહાયક અને સંસારની વૃદ્ધિમાં કારણ ન બને તેવું પુણ્ય. આ પુણ્ય પરમાર્થથી પુણ્ય છે, જેને પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય છે. પાપ પણ બે પ્રકારનું છે : (૧) નિરનુબંધ ક્લિષ્ટકર્મ=નિરનુબંધપાપપ્રકૃતિ અને (૨) સાનુબંધ ક્લિષ્ટકર્મ=સાનુબંધપાપપ્રકૃતિ. નિરનુબંધ ક્લિષ્ટકર્મરૂપ પાપ વિપાકમાં આવે છે ત્યારે પ્રતિકૂળરૂપે વેદન થાય છે, તેથી તે પાપપ્રકૃતિ છે, તોપણ તે પાપપ્રકૃતિ પ્રવાહ ચલાવે તેવી નથી વિપાકમાં આવીને તે પાપપ્રકૃતિ નાશ પામે છે. આ પાપપ્રકૃતિ ક્લેશ પેદા કરાવે તેવી પરંપરાવાળી નથી; કેમ કે તેનાથી અધ્યવસાયની મલિનતા થતી નથી. સાનુબંધ ક્લિષ્ટકર્મરૂપ પાપ વિપાકમાં આવે છે ત્યારે પ્રતિકૂળરૂપે વેદન થાય છે, એટલું જ નહિ, પરંતુ જીવમાં નવી નવી પાપવૃત્તિઓને જાગ્રત કરીને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy