________________
નવતત્વ પ્રકરણ | ગાથા-૫૦
૧૪૫
શ્રમ-વત્ત-મદ્ર-ધ-
મJશ્વ સમૈવી ! મોદોત્પત્વિપબ્ધિ , તર્શનખર્ચ ર્મળ: ર૬ IT लोके तत्सदृशो ह्यर्थः, कृत्स्नेऽप्यन्यो न विद्यते । उपगीयेत तद् येन, तस्मान्निरुपमं सुखम् ।।३० ।। लिड्गप्रसिद्धेः प्रामाण्यादनुमानोपमानयोः । अत्यन्तं चाप्रसिद्धं तद्, यत् तेनानुपमं स्मृतम् ।।३१।। प्रत्यक्षं तद्भगवतामर्हतां तैश्च भाषितम् । गृह्यतेऽस्तीत्यतः प्राज्ञैर्न छद्मस्थपरीक्षया ।।३२ ।।
(તસ્વાર્થસૂત્ર મ. ૨૦ સૂ. ૭, માણ) ભાવાર્થ :
તત્ત્વાર્થસૂત્રમાં જે પ્રમાણે જીવાદિ સાત તત્ત્વો બતાવ્યો, તે પ્રમાણે તત્ત્વના પરિજ્ઞાનથી અત્યંત વિરક્ત થયેલા આત્માનું અત્યંત નિરાશ્રવપણું હોવાને કારણે, નવી કર્મની સંતતિ છેદાયે છતે, જે પ્રમાણે પૂર્વમાં કહ્યા એવા કર્મક્ષયના હેતુથી પૂર્વમાં અર્જન કરાયેલા કર્મને નાશ કરતા જીવનું, સંસારનું બીજ એવું મોહનીયકર્મ સંપૂર્ણ નાશ પામે છે. ત્યારપછી આ જીવનાં અંતરાય, જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીયરૂપ ત્રણેય કર્મો એકસાથે સંપૂર્ણ નાશ પામે છે. (૧થી ૩)
જે પ્રમાણે ગર્ભસૂચિ વિનષ્ટ થયે છતે મસ્તકનો ભાગ વિનાશ થયે છતે, તાડવૃક્ષ નાશ પામે છે, તે રીતે મોહનીયકર્મ ક્ષય થયે છતે કર્મ ક્ષયને પામે છેeત્રણે ઘાતકર્મો ક્ષય પામે છે. (૪)
તેથી ક્ષીણ ચાર કર્મોવાળા, પ્રાપ્ત થયેલા યથાખ્યાત સંયમવાળા, બીજબંધનથી નિર્મુક્ત=સંસારના બીજરૂપ ઘાતી કર્મોના બંધનથી મુક્ત થયેલા, સ્નાતક, પરમેશ્વર, શેષ કર્મફળની અપેક્ષાવાળા=અઘાતી એવા શેષ કર્મના ફળની અપેક્ષાવાળા, શુદ્ધ, બુદ્ધ, નિરામય=ભાવરોગ રહિત, સર્વજ્ઞ, સર્વદર્શી જિન કેવલી થાય છે. (પ-૧)
જે પ્રમાણે બળેલા ઇંધણવાળો અગ્નિ ઉપાદાન સંતતિ વગરનો છેeઇંધણના અભાવને કારણે ઓલવાયેલો છે, તે પ્રમાણે સંપૂર્ણ કર્મક્ષયથી ઊર્ધ્વ નિર્વાણને પામે છે=કેવલી નિર્વાણને પામે છે. (૭)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org